||सुस्वागतम्||

[વેબસાઈટ-વિશે જાણવા અહીં ક્લિક કરો ⇐⇐]આધ્યાત્મિક અને આધિદૈવિક રીતે ભારત આખા વિશ્વમાં પ્રથમ છે. પાશ્ચાત્ય દેશો એમાં અતિશય પછાત (થર્ડ વર્લ્ડ) છે, માત્ર અને માત્ર આધિભૌતિક રીતે પોતાને “ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી” ગણાવે છે. પરંતુ તેઓ નીચેની બાબત જાણતા જ નથી.


સ્વર્ગ સમાન જગતનું નિર્માણ કરવું એ એટલું મહત્વનું નથી, જેટલું તેને ચલાવનારા લોકોના ચરિત્રને બનાવવું. આનું વિજ્ઞાન મૂળ રૂપે માત્ર પ્રાચીન ભારતીય શાસ્ત્રો (વેદો) માં જ મળશે .

“સાવધાન: વેદો શાશ્વત છે અને એનો નાશ કરવાનો પ્રયત્ન સદા વૃથા છે”.


બુદ્ધિમતાથી બનાવેલ શહેરો, સુંદર ગગનચુંબી ઇમારતો, આશ્ચર્યજનક દુકાનો અને સુવ્યવસ્થા – એ તો કોઈ પણ સમાજના લોકો, કે જે ભોગવિલાસ, વૈભવ અને સુખ-સગવડોના પ્રેમી છે – એ બનાવી દે.

પરંતુ આવેલા સમયે સાબિત કરી દીધું છે કે “આધ્યાત્મિક બળ” વિના આ બધું વ્યર્થ છે. એ વિના, પાશ્ચાત્ય દેશો, જે પોતાને પ્રથમ વર્ગના તરીકે ગણાવે છે; પલકારામાં જ ત્રીજા વર્ગના દેશો કરતા પણ નીચે પડી જશે અને જોતા રહી જશે કે અચાનક આ શું અનર્થ થઇ ગયું !!!


માટે ભૌતિકતા બહુ જોઈ અને આચરણમાં લાવ્યા; હવે આધ્યાત્મિકતાના કાચથી જોવાનું શરુ કરી દઈએ, આધ્યાત્મિકતાને આચરણમાં મૂકી, આધ્યાત્મિક બળ એકઠું કરીએ. 

[જય ભારત!]


 


3 thoughts on “||सुस्वागतम्||

  1. Earnest Endorsement
    પોતાના સનાતન ધર્મ ની પૌરાણીકતા સામર્થ્યતા ની અજ્ઞાનતા ને કારણે અને અન્ય (બૌદ્ધ,યવન આદી)ધર્મના લોકો દ્રારા પડાતા નિયમોથી અંજાય જઇ ને ધર્મપરિવર્તન થવા લાગતા….આદ્ય શંકરાચાર્યજીયે એ વખતે આખું ભારત ભ્રમણ કરી ….એ સમય ના કહેવાતા અન્ય ધર્માચાર્યો ને શાસ્ત્રાર્થ મા પરાસ્ત કરી,આપણા સનાતન ધર્મ ની યોગ્યતા, વિશેષતા ,પૌરાણીકતા સાબીત કરી અને પૂન: સ્થાપના કરી હતી. આપણાં શાસ્ત્રો ની અજ્ઞાનતા અને લોકોમાં અનાસ્તિકતા એટલી વધી ગઇ છે કે , જીવતાં જીવ લોકો પોતાના સંતાનો ને કહે છે કે – મારા મૃત્યુ પછી મારી પાછળ કોઈ શ્રાદ્ધ વગેરે કરશો નહીં …ખોટા ખર્ચ કરશો નૈ એની જગ્યાએ ગરીબો ને કે અનાથ આશ્રમ મા દાન કરી આવજો. અને ઘણા એવા સંપ્રદાયો છે (રાધાસ્વામિ,બ્રહ્મકુમારી,સ્વામિનારાયણ, ઇત્યાદિ…)કે જે ભગવાન મા કે અન્ય કોઈ કર્મકાંડ મા પોતે માનતા નથી .અને આવા સંપ્રદાયોથી પ્રભાવિત થાય અને લોકો ખોટા માર્ગે દોરાય છે…. આવા સમયે આપનું જે આપણા ધર્મ અને ધાર્મિક કર્મકાંડ તરફ ખૂબ અગત્યનું ,તર્કબદ્ધ અને સંશોધન યુક્ત યોગદાન છે… એ ખૂબ રંગ લાવે એવી પ્રભુ પ્રાર્થનાં…. હૂં આપના પ્રયત્નો સાથે છું…અને એ બાબત મારાથી જે યોગદાન થાય એનો પ્રયત્ન કરીશ …. જે આજે ખૂબ જ જરૂરી છે અને તમે એ જ કરી રહયા છો….એનો આનંદ છે….
    [રોનક મહેશભાઈ પાઠક, 15th Oct, 2016, સુરત]
    (MA in sanskrit sahitya (સંસ્કૃત સાહિત્યાચાર્ય), કર્મ-કાંડનો અનુભવ 2010 થી)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s