કલા એટલે અદભુત શક્તિ. સ્વભાવાનુંકૂળ આ શક્તિઓ સાધ્ય કરી શકાય છે પણ દેવની કૃપા હોવી તે પ્રાધાન્ય છે.
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पनचमम ||
મનુષ્યનું શરીર તે અધિષ્ઠાન કહેવાય; સ્વભાવગત અહંકાર તે કર્તા છે; પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કારણો (સાથનો) છે; ખરેખર તો પ્રાણની ચેષ્ટાઓ અને પાંચમું દૈવ મળીને કાર્યની સિધ્ધિ થાય છે. [ગીતા]
શાસ્ત્રોએ ચોસઠ પ્રકારની કલાઓ કહેલી છે. [વિશ્વકર્મા પુરાણ] | |
1 | મણિભૂમિકા કર્મ (ઋતુ અનુસાર ઘર બનાવવું) |
2 | તક્ષ્ણ (સુથાર તથા કડીયાનું કામ) |
3 | સ્થાપત્ય (વાસ્તુ વિદ્યા) |
4 | કર્ણપત્રભંગ (આભૂષણો બનાવવા) |
5 | ભૂષણ-યોજના (વિવિધ આભૂષણોનું આયોજન કરવું) |
6 | રૂપ્ય-રત્ન પરીક્ષા (સોના, ચાંદી અને રત્નો પારખવા) |
7 | મણિરાગ-જ્ઞાન (રત્નોના રંગ પારખવા) |
8 | ધાતુવાદ (કાચી ધાતુ ગાળી યંત્રો બનાવવા) |
9 | આકારજ્ઞાન (ખાણમાંથી ધાતુનું શોધન કરવું) |
10 | વિશેષ-કચ્છેદ્ય (સંચા બનાવવા) |
11 | ગંધયુક્તિ (સુગંધી પદાર્થો બનાવવા) |
12 | યંત્ર-માતૃકા (યંત્ર-નિર્માણની કળા) |
13 | આલેખ (કલ્પના અનુસાર ચીતરવું) |
14 | પટ્ટિકા-વેત્રગણ-વિકલ્પ (દોરી કે નેતરથી રચના કરવી) |
15 | સૂચીકર્મ (કપડાં સીવવાં) |
16 | સૂત્રકર્મ (ભરતકામ) |
17 | ચિત્ર શાકા પૂપભક્ષ્ય વિકાર-ક્રિયા (અનેક જાતના શાક, માલપૂંઆ વગેરે ભોજન બનાવવા) |
18 | પાનક રસરાગાસવયોજન (અનેક પ્રકારના અર્ક, આસવ, શરબત વગેરે બનાવવા) |
19 | તાંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અથવા ફૂલો વડે ચોકની રચના કરવી) |
20 | પુષ્પાસ્તરણ (ફૂલોના તોરણ અને સેજ બનાવવા) |
21 | દશનવસાંગરાગ (દાંતો, વસ્ત્રો અને શરીરને રંગવાના સાહિત્ય બનાવવા) |
22 | શયનરચના (પલંગ બીછાવવો) |
23 | ઉદાક્ઘાત (ગુલાબદાન વાપરવાની ચતુરાઈ) |
24 | માંલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજા માટે અને શરીર શોભા માટે ફૂલોની માળાઓ બનાવવી) |
25 | કેશ શેખરાપીડ યોજન (માથાના વાળમાં ફૂલો ગૂંથવા) |
26 | નેપથ્ય યોગ (દેશ-કાળ અનુસાર વસ્ત્ર આભૂષણ પહેરવા) |
27 | કૌચમાર યોગ (કદરૂપાને સુંદર બનાવવું) |
28 | ઉત્સાહન (શરીર ચોળવું, માલીશ કરવું) |
29 | કેશ-માર્જન (વાળમાં તેલ નાખી ઓળવાની આવડત) |
30 | વસ્ત્ર ગોપન (કપડાંની સાચવણી) |
31 | બાળક્રીડા-કર્મ (બાળકોની માવજત કરી તેમનું રંજન કરવું) |
32 | ચિત્રયોગ (અવસ્થાને પરિવર્તન કરી બુઢા ને જુવાન બનાવવો) |
33 | ઇન્દ્રજાલ (જાદુના પ્રયોગો કરવા) |
34 | હસ્તલાઘવ (હાથચાલાકીના ખેલ કરવા) |
35 | વૃક્ષાયુર્વેદ-યોગ (વૃક્ષોના સંવર્ધનની ક્રિયા જાણવી) |
36 | મેષ કુકકુટલાવક યુદ્ધ (ઘેટા, કુકડા અને લાવક પક્ષીઓને લડાવવા) |
37 | શુકસારિકા-આલાપન (પોપટ અને મેનાને પઢાવવાં) |
38 | છલીતક-યોગ (છલ કે ધૂર્તતા કરતા આવડવી) |
39 | દ્યૂત વિશેષ (જુગાર રમવો) |
40 | આકર્ષણ-ક્રીડા (પાસા ફેંકતા આવડવું) |
41 | વૈજયિકી વિદ્યાજ્ઞાન (વિજય મેળવવા માટે લડાઈની તાલીમ લેવી) |
42 | ગીત (ગાવું) |
43 | વાદ્ય (વગાડવું) |
44 | નૃત્ય (નાચવું) |
45 | નાટ્ય (નાટક કરવું) |
46 | ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું) |
47 | નાટીકાખ્યાયિકા-દર્શન (નાટક વગેરે રંગમંચ દ્રશ્યો નિર્માણ કરવા) |
48 | પ્રહેલિકા (ગૂંચવણભર્યા પ્રશ્નો કરી પ્રતિ-સ્પર્ધીને હમ્ફાવવો) |
49 | પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી) |
50 | દુર્વાચકયોગ (કઠીન પદો – શબ્દોના અર્થ સમજવા) |
51 | પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તક વાંચવું) |
52 | કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતામાં પૂછેલ સમસ્યાની પૂર્તિ કરવી) |
53 | તર્કમર્મ (દલીલો કરવી) |
54 | અક્ષરમુષ્ટિકા-કથન (કરપલ્લ્વીથી વાતો કરવી) |
55 | મ્લેચ્છિતકલા-વિકલ્પ (વિદેશી ભાષાઓ જાણવી) |
56 | દેશી ભાષા જ્ઞાન (દેશની પ્રાકૃત ભાષાઓ જાણવી) |
57 | પુષ્પશકટિનિમિત્ત-જ્ઞાન (વાદળાની ગર્જના, વીજળીની દિશા વગેરે ઉપરથી વર્તારો જાણવા) |
58 | ધારણ-માતૃકા (સ્મરણશક્તિ વધારવી) |
59 | પાઠ્ય (કોઈનું બોલતું સાંભળી નકલ કરવી) |
60 | માનસી કાવ્યક્રિયા(મનમાં કાવ્ય કરી શીઘ્ર બોલવાની આવડત) |
61 | ક્રિયા-વિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો) |
62 | અભિધાન-કોશ (છંદો અને કાવ્યનું જ્ઞાન) |
63 | વૈનાયકી વિદ્યા-જ્ઞાન (વિનયપૂર્વક વાત કરવાની આવડત) |
64 | વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાધ, પરખ, નાડી, ન્યાય, તરવું, તાન્તરવું, અને ચોરી કરવી – એ આઠ વિદ્યાનું જ્ઞાન) |
સદા યાદ રહે: જયારે અત્યારના અતિ વિકસેલા દેશો જંગલી જીવન વ્યતીત કરતા હતા ત્યારે આપણા મહાન સુશિક્ષિત ભારતમાં આવી કલાઓ તેની પરાકાષ્ઠા (Pinnacle) સુધી વિકસેલી હતી. અત: સ્પષ્ટ રૂપે, અત્યારના આધુનિક વિજ્ઞાનને તથા કલાઓને આ મૂળ કલાઓનું જ અનુસંધાન (Extension) સમજવું.
પ્રશંસનીય
અનિવાર્ય
અદભૂત
ભારત ની સંપ્રભુતા સંસ્કાર સંસ્કૃતિ અને ભારતીયતા નાે આધાર સ્તંભ
LikeLike