મનોવિજ્ઞાન


મન, એ – તમારી બુદ્ધિ અને ઇન્દ્રિયોને જોડનાર કડી છે.

માટે, કોઈ વાર બુદ્ધિ, તો કોઈ વાર ઇન્દ્રિયો તેને અસર કરતી રહેતી હોય છે.  નિર્ણયો અને નિશ્ચયો કરનાર બુદ્ધિ વિનાનું મન એ ગાંડા ઘોડા જેવું છે જે ગમે ત્યાં જઈ શકે છે. માટે મન, જો ઇન્દ્રિયો દ્વારા ચાલે તો અધોગતિ અને બુદ્ધિ દ્વારા ચાલે તો પ્રગતિ થાય. 
આવો, આપણે એની કાર્ય પ્રણાલી જાણી, મનને પ્રગતિશીલ બનાવીએ. પ્રસ્તુત છે – અનુપ બાળકૃષ્ણ જાની (આ બેબસાઇટના નિર્માતા) ના મૌલિક વિચારોના સ્વરૂપે – ” મનોવિજ્ઞાન”. લાભ લો.

ચિંતા (Worries)

હવે મારુ આગળ શું થશે? – એ મનનો પ્રશ્ન છે.

કારણકે મન જ છે જેણે ભવિષ્ય (અને ભૂત કાળ પણ) પકડી રાખ્યું છે. ખરું જોતા, મનને અસ્તિત્વમાં રહેવું છે માટે જાત જાતના વિચારોની જ શોધમાં રહેતું હોય છે.  મનને મનાવો કે – “ઉભો રહે, તારો ખોરાક ‘વિચાર’ છે.
તો તને તારો ખોરાક આપું . વિચાર જ જો કરવો હોય, તો –  વર્તમાનમાં “હવે મારે શું કરવું જોઈએ?” એ વિચાર મનને આપી દેવો.
“શું થશે?” – એને ઈશ્વર ને અનુરૂપ ચાલનારી પ્રકૃતિ ઉપર છોડી દો.
પ્રકૃતિ બરાબ્બર ઈશ્વર પ્રમાણે જ ચાલે છે કારણકે એનો ઉર્જા સ્ત્રોત ઈશ્વર છે.
અને ઈશ્વર એ (શૂન્યમાં થી સર્વ સર્જન કરી જાણનાર હોવાથી) સર્વ સક્ષમ છે, (જન્મ્યો નથી એટલે મૃત્યુ ન હોવાથી) અમર છે, (કાળ બાધિત ન હોવાને લીધે) કઈ પણ કરવા માટે એને સમયની આવશ્યકતા જ નથી, (સંપૂર્ણ હોવાથી નિરપેક્ષ છે માટે) પ્રામાણિક છે, (સર્વનો આધાર હોવાને લીધે) સર્વજ્ઞ છે.
એટલે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો કે એ જે (પ્રકૃતિ દ્વારા) કરશે એ એના અંશ (જીવો એટલે કે આપણે) માટે સારું જ કરશે.

આમ તમારા મનને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત કરી શાંત પાડી, વર્તમાનમાં આત્મસ્વરૂપે સ્થિત થઇ સાચી દિશામાં કાર્યરત થાવ. મનનો ઉપયોગ વર્તમાનનો વિચાર કરવા માટે જ કરો તો એ તમારો મિત્ર બની જશે અન્યથા શત્રુ છે.


ખિન્નતા / માનસિક ઉદાસીનતા (Depression)

આજ કાલ Young Generation આનો શિકાર બની રહી છે.
Un-Expressive Person –> Depression –> Stress Mount–> Unbearable Stress –> Implode
દારૂગોળો ભેગો થાય અને અંતે ફાટે,
પણ જે વ્યક્ત થનાર વ્યક્તિ હોય એ Explode થશે
જ્યારે અવ્યક્ત થનાર વ્યક્તિ Implode થશે.
અવ્યક્ત રહેનાર વ્યક્તિમાં દારૂગોળો જમા થવાની 100% સંભાવના રહેલ હોય છે.
હવે ઈમ્પલોડ એટલે શું?

Pressure, high enough causes the object burst, & it would collapse – “in” rather than “out”. This is called imploded. People often use implode to describe a person subjected to intense pressures who, emotionally, bursts inward.

ઈમ્પલોડ થયેલ વ્યક્તિની માનસિક સ્થિતિ નબળી હોય છે.
માટે દારૂ, સિગારેટ, જુગાર અને અન્ય ખોટી  આદતો અથવા ગુના તરફ –  જો થોડું પણ “PUSH” મળે તો સરળતાથી તે તરફ ઢળી શકે છે.
આત્મહત્યા પણ કરી શકે છે.
માટે હંમેશા વ્યક્ત થતા રહેવું
પોતાના માં-બાપ સાથે, પતિ / પત્ની સાથે, સ્નેહીજનો, મિત્રો સાથે વ્યક્ત થાવ અને થતા રહો.
નાનો નાનો ગુસ્સો અને નાના ઝઘડા પણ સરવાળે સારા, તેનાથી દારૂ ગોળો જમા નહિ થાય.
પોતાની મનોવ્યથા કહેતા રહેવાથી બે લાભ છે:
1. પોતાનું હૃદય હળવું થાય (હૃદય રોગનો ભય ઓછો થાય)
2. સામેલી વ્યક્તિને તમારો સ્વભાવ / મન:સ્થિતિનું ભાન થાય જેથી તમને અનુકૂળ વર્તન કરી શકે.
વ્યક્ત થાવ, પોતે સુખી થાવ અને બીજાને પણ સુખી કરો.
યાદ રહે, મનની સ્વસ્થતા એ પ્રાથમિકતા છે.


Iraadey