|| अलबेला शतक ||


(अलबेला पंडित विरचित)


  1. પ્રકરણ – ઈશ્વર તત્વ ચિંતન અને ભક્તિ મહિમા
    1. આધ્યાત્મિકતા
    2. ઈશ્વર તત્વ પ્રબોધ
    3. ભક્તિમાન એ જ શક્તિમાન
    4. અધ્યાત્મ એક ઉચ્ચતમ સાધન
  2. પ્રકરણ -વિવેકી મન
    1. વિવેક છે ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગદર્શક.
      1. વિવેક વાપરો
    2. મનને મિત્ર કેવી રીતે બનાવવું
    3. મનશાંતિ જ સુખ
    4. અવિદ્યાનિવૃત્તિથી બ્રહ્મદર્શનનો દૃષ્ટાંત
    5. વિવેકથી યથાર્થદર્શનનું તત્ત્વ
  3. પ્રકરણ – જ્યોતિષ, પંચાંગ અને વાસ્તુ
    1. ગ્રહદશામાં શાસ્ત્રોક્ત નિવારણ કરવું
  4. પ્રકરણ – વેદ
    1. વેદ પરિચય
    2. ઋગ્વેદ
    3. યજુર્વેદ
    4. અથર્વવેદ
    5. સામવેદ
  5. પ્રકરણ – પુરાણ
    1. વૈજ્ઞાનિક જોડાણ
    2. પુરાણ અને વિજ્ઞાનનું કાળચક્ર
    3. સૃષ્ટિની ઉત્પત્તિ
    4. બ્રહ્માંડની રચના
    5. ભૂમંડળ
    6. નરકો
    7. મનુષ્ય શરીર
    8. પૌરાણિક નામાવલી
  6. પ્રકરણ – ભારતીય જીવન
    1. સાચી દિશાની સમજ
    2. ઘરના સામાન્ય વાસ્તુ
    3. વાસ્તુ દોષ અને નિવારણ
    4. રસોડાનું વાસ્તુ
    5. શયનખંડ વાસ્તુ
    6. હોલ (લિવિંગ રૂમ) નું વાસ્તુ
    7. ઓફિસનું વાસ્તુ
    8. પંચાંગ મુહૂર્ત નિર્ણય
    9. જ્યોતિષ સામાન્ય સમજ
    10. કુંડળી
    11. નવ ગ્રહો
    12. કર્મકાંડ
    13. ચિહ્નો અને પ્રતીકો
    14. ઔદિચ્ય બ્રાહ્મણ ઇતિહાસ
    15. આદર્શ બ્રાહ્મણ
    16. સંસ્કારથી વિકાર જાય
    17. પૂજા કરાવો
    18. ગોત્ર-પ્રવર
    19. વ્રતોપવાસ
    20. વાર-તહેવાર
    21. “આહાર એ જ ઔષધ” એ ભારતીય દૃષ્ટિનું કેન્દ્ર.
    22. મુદ્રાઓ
    23. સ્વપ્ન સંકેત
    24. અંતિમ સંસ્કાર
    25. મૃત્યુ પછી પણ પુણ્ય
    26. વડીલો ની શિખામણો
    27. વ્યવહારિક નિયમો
    28. પાપ ધોવાના સાધનો
    29. પંચધા
  7. संस्कृत भाषा
    1. संस्कृत साहित्य

પ્રકરણ – ઈશ્વર તત્વ ચિંતન અને ભક્તિ મહિમા

આધ્યાત્મિકતા

મહાત્મ્યજ્ઞાનથી પૂર્વિત, વિવેકયુક્ત શ્રદ્ધાભક્તિ જ વૈરાગ્ય, ઈશ્વરસામીપ્ય અને આત્મપુષ્ટિ માટે યોગ્ય બને છે. આ આધ્યાત્મિક માર્ગ ભોગ, લોકપ્રદર્શન કે અંધ તર્ક માટે નહિ, પરંતુ આધ્યાત્મિક તત્ત્વના બોધ માટેનો “સતર્ક” સમુચ્ચય છે.

ઈશ્વર તત્વ પ્રબોધ

આ સમગ્ર જગત માયાના ચક્રમાં સતત ભ્રમતું દેખાય છે. એકમાત્ર બ્રહ્મ જ નિત્ય સત્ય છે; આ વિશ્વ તો તેની લીલારૂપ કલ્પના છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક સદા ભગવાનના સન્મુખ રહે છે, તે માયાના બંધનને છોડીને શાંતિ અને મોક્ષને પ્રાપ્ત કરે છે.

ઈશ્વર ઇન્દ્રિયો, બુદ્ધિ, યંત્રો કે માત્ર વિચારોથી જાણી શકાય એવા નથી. શુદ્ધ ભક્તિ અને પવિત્ર હૃદયથી જ સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વરને જાણી શકાય છે. જે મનુષ્ય માયા અને મોહથી મુક્ત થઈ પોતાના આત્મામાં પરમાત્માને જુએ છે, તે જ પરમ શાંતિ અને બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.

ભક્તિમાન એ જ શક્તિમાન

જેમ રામનું નામ રામ કરતાં પણ મહાન છે, તે જ રીતે હનુમાનજીની રામ પ્રત્યેની ભક્તિ હનુમાનજી કરતાં પણ વધુ મહિમાવાન છે.

અધ્યાત્મ એક ઉચ્ચતમ સાધન

અધ્યાત્મ દુનિયાને સુધારવા માટેનું સાધન નથી; પણ પોતાનાં મનની નિવૃત્તિ અને દુનિયા ઉપરની આધારતા દૂર કરવા માટે છે.

Spirituality doesn’t make things in physical world better for observer. It rather makes the observer himself better who is observing all this physicality and deluded by it. Why should Shastras care for and bring any value to the mundane life of ignorant Jiva in physical world? Never! It is not designed for that. It is designed for upliftment of the Jiva, not better his ignorant life. Its purpose then, otherwise would be self-defeating.

જીવનનો ઉદ્દેશ્ય

આ વિશ્વ દ્વારા પ્રાપ્ત થતા વિવિધ અનુભવોના માધ્યમથી જીવ પોતાના સાચા આત્મતત્ત્વને ઓળખે છે. જ્યારે વિશ્વની ભિન્નતારૂપ ભ્રાંતિ વિલીન થઈ જાય છે, ત્યારે તે બ્રહ્મ સાથેની અદ્વૈત એકતાને પ્રાપ્ત કરે છે.

પ્રકરણ -વિવેકી મન

વિવેક છે ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગદર્શક.

જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે વિવેક મનુષ્યને માર્ગદર્શન આપે છે. ગુરુકૃપાના પ્રસાદથી મનુષ્ય બ્રહ્મ સાથેનું ઐક્ય પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા અને ભક્તિયોગથી યુક્ત, સમર્પણભાવ ધરાવતો અને સમાધિરૂપ યોગમાં સ્થિર થયેલો આત્મા અંતે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે.

ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ મુખ્યત્વે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય — આ ત્રણ સ્તંભો પર આધારિત છે. જ્ઞાનથી મનુષ્ય “હું કોણ?” એનું તત્ત્વચિંતન કરી આત્મસ્વરૂપને ઓળખે છે. ભક્તિથી અહંતા અને મમતા ઓગળી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે. વૈરાગ્ય મનુષ્યને સંસારની અસારતાનો બોધ કરાવી, વિવેક દ્વારા તેને માર્ગભ્રષ્ટ થવાથી બચાવે છે. સાત્વિક ગુણો — સંયમ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, સદાચાર અને સંતોષ — વિવેકને પ્રબળ બનાવે છે. ગુરુકૃપા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રેમ અને શ્રદ્ધા વિના જ્ઞાન શુષ્ક બની જાય છે. વૈરાગ્યને વિશ્વાસ અને સમર્પણનો આધાર જોઈએ, નહિતર નિરાશા ઉત્પન્ન થાય છે. ભક્તિ, સેવા અને સ્મરણથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે, જે અંતે દિવ્યદ્રષ્ટિ, યોગ, સમાધિ અને બ્રહ્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે. યોગ અને સમાધિના અભ્યાસથી જીવ ધીમે ધીમે તુરીય અને તુરીયાતીત અવસ્થામાં પ્રવેશે છે, જ્યાં જીવ અને બ્રહ્મનો ભેદ વિલીન થઈ જાય છે. સમગ્ર માર્ગમાં “વિવેક” એ જ સૌથી મહત્ત્વનું સાધન છે, જે મનુષ્યને દરેક તબક્કે ઈશ્વરમાર્ગમાં સ્થિર રાખે છે.

વિવેક વાપરો

અધર્મી અને દુષ્ટ મનુષ્યોમાં પણ ક્યારેક થોડાક સદ્ગુણો જોવા મળે છે, પરંતુ તેથી તેઓ પૂજનીય અથવા આદર્શ બની જતા નથી. સજ્જનો તો માત્ર ગ્રહણ કરવા યોગ્ય ગુણોને જ સ્વીકારે છે. બુદ્ધિમાન લોકોનું ચિત્ત સર્વગુણોના ભંડાર એવા પ્રભુ શ્રી રામ માં સ્થિર થવું જોઈએ. જો દુષ્ટોમાં કોઈ સદ્ગુણ હોય, તો માત્ર તે ગુણ જ ગ્રહણ કરવો — તેમના દોષો અને સમગ્ર દુષ્ટ વ્યક્તિત્વને ક્યારેય સ્વીકારવું નહીં.

મનને મિત્ર કેવી રીતે બનાવવું

મન બુદ્ધિ અને ઇન્દ્રિયો વચ્ચેનો સેતુ છે. જો તે વિષયોમાં દોડે તો પતન તરફ જાય અને જો વિવેકમાં સ્થિર થાય તો પ્રગતિ કરે છે. જે મનુષ્ય વર્તમાનનું ચિંતન કરે છે, તેનું મન શાંત બની મિત્રરૂપ થાય છે.

મનશાંતિ જ સુખ

સુખ ઘટના કે તેના પરિણામથી નથી મળતું, ન તો તેની સ્થિતિથી; પણ માત્ર મનના વિકષેપની શાંતિથી જ સુખ કહેવાય છે.

અવિદ્યાનિવૃત્તિથી બ્રહ્મદર્શનનો દૃષ્ટાંત

જ્યારે રંગીન ચશ્મા દૂર થાય છે ત્યારે જગત જેમ છે તેમ દેખાય છે; અને જ્યારે અવિદ્યા દૂર થાય છે ત્યારે જગત બ્રહ્મરૂપ તરીકે અનુભવાય છે.

વિવેકથી યથાર્થદર્શનનું તત્ત્વ

ભૌતિક દૃષ્ટિથી વસ્તુ મનનો વિષય બની જાય છે; પણ વિવેકથી તત્વ જેમ છે તેમ સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે.

પ્રકરણ – જ્યોતિષ, પંચાંગ અને વાસ્તુ

ગ્રહદશામાં શાસ્ત્રોક્ત નિવારણ કરવું

જેમ ઋતુ બદલાય ત્યારે ઠંડી અને ગરમીના કષ્ટને ઓછા કરવા માટે ઉપાય કરીએ છીએ, તેમ જ ગ્રહોની દશા બદલાય ત્યારે કષ્ટને શાંત કરવા માટે શાસ્ત્રોક્ત ઉપાય કરવો જોઈએ.

વેદ પરિચય

વેદો અનાદિ અને અવિનાશી છે. તેઓ બ્રહ્મ અને ધર્મનું પ્રકાશન કરનાર છે. ઋષિઓએ શ્રુતિપરંપરાથી તેમને વિશ્વમાં સુરક્ષિત રાખ્યા છે. ઋગ, યજુઃ, સામ અને અથર્વ — આ ચારેય વેદો લોકકલ્યાણ કરનાર છે. સ્તુતિ અને પ્રાર્થનાના સ્વરૂપે તેઓ અમને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢે છે.

ઋગ્વેદ

ઋગ્વેદ વૈદિક સાહિત્યનો આદિ અને પ્રાચીન જ્ઞાનપ્રવાહ છે. તેમાં બ્રહ્મજ્ઞાન, યજ્ઞ, પ્રાર્થના, દાર્શનિક ચિંતન, દેવતાઓની ઉપાસના અને માનવજીવનના આધ્યાત્મિક તથા સામાજિક તત્ત્વોનું સંકલન થયેલું છે. ઋગ્વેદ માત્ર મંત્રસંગ્રહ નથી, પરંતુ — જ્ઞાનનું પ્રતીક, અધ્યયનનું પ્રેરણાસ્ત્રોત, શાસ્ત્રીય પરંપરાનું મૂળ અને આધ્યાત્મિક ચેતનાનું વૈદિક સ્વરૂપ છે. તેની વિવિધ શાખાઓ વૈદિક જ્ઞાનની પરંપરા અને ગુરુ-શિષ્ય સંરક્ષણ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તેના સૂક્તો દર્શાવે છે કે વૈદિક દૃષ્ટિ માત્ર ઉપાસનાત્મક જ નહીં પરંતુ દાર્શનિક, માનસિક, કાવ્યાત્મક અને સામાજિક પણ હતી.

યજુર્વેદ

યજ્ઞભાવથી યુક્ત અને કૃતજ્ઞ હૃદયવાળાને યજુર્વેદ શુભ માર્ગ બતાવી બ્રહ્મતત્ત્વ તરફ દોરી જાય છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને મંત્રો દ્વારા તત્ત્વનો બોધ થાય છે. કર્મ અને ભક્તિના સંયોગથી તે મોક્ષમાર્ગનો પ્રદર્શક બને છે.

યજુર્વેદ એ યજ્ઞ, કર્તવ્ય, ઉપાસના અને સંસ્કારનું વૈદિક વિજ્ઞાન છે. તે મનુષ્યને માત્ર ક્રિયા શીખવતો નથી, પરંતુ શુદ્ધ ભાવના, કૃતજ્ઞતા, ઉત્તમ વિચાર,અને ઈશ્વરસન્નિધિની અનુભૂતિ સાથે કર્મ કરવા પ્રેરિત કરે છે. યજુર્વેદનો મર્મ એ છે કે — જ્યારે કર્મ ભક્તિરૂપ બને, ભાવના પવિત્ર બને, અને જીવન યજ્ઞમય બને, ત્યારે મનુષ્ય પરમતત્ત્વ તરફ ગતિ કરે છે. તેની વિવિધ શાખાઓ વૈદિક પરંપરાની ઊંડાણપૂર્ણ શિક્ષણપ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મંત્રાનુક્રમસૂચિ દર્શાવે છે કે વૈદિક અભ્યાસ માત્ર ભાવનાત્મક નહીં પરંતુ અત્યંત વ્યવસ્થિત, સંરચિત અને વૈજ્ઞાનિક પણ હતો.

અથર્વવેદ

અથર્વવેદ બ્રહ્મવિદ્યા આપનાર, શાંતિ અને રક્ષાનો પ્રચારક તથા લોકહિતનો માર્ગ દર્શાવનાર છે. તે આરોગ્ય, ધર્મ, લોકજીવન અને પરલૌકિક કલ્યાણ સાથે સંકળાયેલ શુભ જ્ઞાનથી ભરપૂર છે. મંત્રો અને સૂક્તોથી સમૃદ્ધ એવો અથર્વવેદ મહાન જ્ઞાનસાગર છે.

અથર્વવેદ જીવનના આધ્યાત્મિક અને વ્યવહારિક બંને ક્ષેત્રોને આવરી લેતો સ્થિરજ્ઞાનનો વૈદિક ભંડાર છે. તે માત્ર બ્રહ્મવિદ્યાનો જ નહીં પરંતુ શાંતિ, રક્ષા, આરોગ્ય, ઉપચાર, ગૃહસ્થજીવન, રાજ્યવ્યવસ્થા, અને લોકકલ્યાણનો પણ વેદ છે. અથર્વવેદ દર્શાવે છે કે સનાતન વૈદિક દૃષ્ટિ જીવનને દ્વિખંડિત કરતી નથી. ઈહલોક અને પરલોક, ઉપચાર અને ઉપાસના, વિજ્ઞાન અને આધ્યાત્મ — આ બધાનો સમન્વય એમાં રહેલો છે. તેમાં મનુષ્યના શરીર, મન, સમાજ અને બ્રહ્મચેતનાના કલ્યાણ માટેના મંત્રો, સૂક્તો અને તત્ત્વજ્ઞાનનું વિશાળ સંકલન છે. આથી અથર્વવેદને “લોકજીવનનો વેદ” અને “બ્રહ્મવિદ્યાનો વેદ” બંને કહેવાય છે.

સામવેદ

નાદ અને સ્વરથી યુક્ત સામવેદ ઉપાસનાનો પ્રવર્તક બની પરબ્રહ્મ તરફનો ભાવમાર્ગ પ્રકાશિત કરે છે. મંત્રો ગાનરૂપ ધારણ કરતા ચિત્તની ઉર્ધ્વગતિ થાય છે. ભક્તિરસના પ્રવાહ દ્વારા તે મોક્ષમાર્ગનું પ્રદર્શન કરે છે.

સામવેદ ઉપાસના, નાદ અને ચેતનાની ઉર્ધ્વગતિનો વેદ છે. તે વૈદિક જ્ઞાનને સ્વર, સંગીત અને આંતરિક ભાવજાગૃતિ દ્વારા જીવંત બનાવે છે. સામવેદનો મુખ્ય મર્મ એ છે કે — મંત્ર જ્યારે સ્વર સાથે જોડાય, ભાવ જ્યારે ઉપાસનામાં રૂપાંતરિત થાય, અને ચિત્ત જ્યારે નાદમાં લીન થાય, ત્યારે મનુષ્યની ચેતના પરમાત્મા તરફ ઉર્ધ્વગતિ કરે છે. આથી સામવેદને ઉપાસના-પ્રધાન વેદ, ગાનમય વેદ, અને ભારતીય સંગીતનું મૂળ કહેવાય છે. તેના ગાનભેદ, સ્વરપરંપરા અને આચાર્યપ્રવાહ દર્શાવે છે કે વૈદિક સંસ્કૃતિમાં ધ્વનિ, છંદ અને સ્વર માત્ર કળા નહીં પરંતુ આધ્યાત્મિક સાધના હતા.

શાસ્ત્રોની સત્તા

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

“He who says, ‘Perception alone is valid,’ yet declares, ‘God exists,’ in truth does not escape the authority of the Shastras when dealing with realities beyond the senses.”

પ્રકરણ – પુરાણ

વૈજ્ઞાનિક જોડાણ

સનાતન ભારતીય વિદ્યા પુરાણોમાં સ્થાપિત છે. આજે વિશ્વમાં જે કંઈ દેખાય છે, તે પ્રાચીન રૂપે ત્યાં પહેલેથી જ રહેલું છે. કારણ કે કાળનું સ્વરૂપ ચક્રાકાર છે અને વસ્તુઓ ફરી ફરી પ્રગટ થાય છે, તેથી આધુનિક વિજ્ઞાનની ઘટનાઓ પણ પુરાણોમાં પ્રતિબિંબિત જોવા મળે છે.

ઋષિઓ અને દેવતાઓ સૃષ્ટિમાં ધર્મપ્રવાહને આગળ વધારનાર છે; અને પુરાણોમાં વર્ણવાતી તેમની વંશપરંપરાઓ ભારતીય સંસ્કૃતિની કીર્તિ અને અખંડ પરંપરાના આધારરૂપ છે.

પુરાણ અને વિજ્ઞાનનું કાળચક્ર

આ સમગ્ર જગત ક્ષણભંગુર છે અને કાળચક્રના અધીન છે; માત્ર ધર્મ અને બ્રહ્મતત્વ જ શાશ્વત અને અચળ છે.

સૃષ્ટિની ઉત્પત્તિ

નિર્ગુણ અને નિર્વિકાર બ્રહ્મને જ્યારે માયા આવરી લે છે, ત્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય છે, જે સૃષ્ટિનું પ્રથમ કારણ છે. મહત્તત્વમાંથી બે ઉત્તમ શક્તિઓ પ્રગટે છે — જડ અને ચેતન. પ્રકૃતિજન્ય અહંકાર ત્રિગુણોથી યુક્ત બને છે. અજ્ઞાનથી સંસારની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાનથી બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. અધ્યાસના નાશથી મોક્ષનો માર્ગ પ્રકાશિત થાય છે.

બ્રહ્માંડની રચના

આ સનાતન બ્રહ્માંડ દસ દિશાઓમાં અંડાકાર સ્વરૂપે સ્થિત છે. દિક્પાલો તેનું રક્ષણ કરે છે અને શેષનાગ તેને પોતાના ફણાઓ ઉપર ધારણ કરે છે. વૈકુંઠથી નીચે ચૌદ લોકોની રચના વર્ણવાઈ છે. તેમાં ભૂલોક કર્મભૂમિ અને મોક્ષપ્રાપ્તિનું વિશેષ સ્થાન છે. અતળથી પાતાળ સુધીના લોકોમાં દૈત્ય અને નાગો વસે છે. પાતાળમાં બલિરાજાનું રાજ્ય છે અને શેષનાગ સમગ્ર આધારરૂપ છે. પૃથ્વી જળમાં, જળ વાયુમાં સ્થિત છે; અંતે સમગ્ર સૃષ્ટિ બ્રહ્મમાં વ્યાપ્ત છે, જે સર્વથી પર અને નિર્મળ છે.

ભૂમંડળ

સપ્તપુરીઓ, પવિત્ર સરોવરો, ક્ષેત્રો અને પર્વતો — આ બધાનું મહિમાવર્ણન વેદો અને પુરાણોમાં થયું છે; એ ભારતની દિવ્ય મહિમાને દર્શાવે છે. નદીઓ, દિવ્ય પર્વતો અને નવગ્રહો — આ બધું ભૌતિક અને દૈવિક જગતનું એકીકરણ છે, જે ધર્મ દ્વારા પરસ્પર જોડાયેલું છે. તીર્થયાત્રા, તપ અને યોગ દ્વારા સમગ્ર વિશ્વને પવિત્ર માનવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રોમાં ભૂઃ, ભુવઃ અને સ્વઃ — ત્રણેય લોકની આધ્યાત્મિક સ્થાપના વર્ણવાઈ છે.

નરકો

જીવો પોતાના પાપો અનુસાર નરકોમાં પડે છે. ત્યાં યાતનાઓ દ્વારા ચિત્ત શુદ્ધ થયા પછી તેઓ ફરી ધર્મમાર્ગ તરફ વળે છે. તામિસ્ર, રૌરવ વગેરે નરકોમાં દર્શાવાયેલી યાતનાઓ અધર્મ, હિંસા અને લોભ જેવા પાપોના ફળરૂપે વર્ણવવામાં આવી છે. કામ, ક્રોધ અને લોભ — આ ત્રણ નરકના દ્વાર છે. સંયમ, સત્કર્મ અને ધર્માચાર જ મોક્ષમાર્ગના આધાર છે.

મનુષ્ય શરીર

મનુષ્યનું શરીર પંચકોષોથી બનેલું છે, જેમાં પાંચ પ્રાણવાયુઓ કાર્યરત છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોથી યુક્ત આ શરીર ચેતનાનું નિવાસસ્થાન છે. મન અને બુદ્ધિ સાથેનું સત્તર તત્ત્વોથી બનેલું શરીર સૂક્ષ્મ લિંગ શરીર કહેવાય છે, જ્યારે પચ્ચીસ તત્ત્વોથી ઉત્પન્ન થયેલું શરીર સ્થૂળ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂળ શરીરના સંયોગથી જીવનું ચેતનમય શરીર પ્રગટ થાય છે. આ શરીર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો સાધનરૂપ માર્ગ છે.

પૌરાણિક નામાવલી

દૈવી અને સાત્વિક નામ સંસ્કૃતિના પુનર્જીવનનું કારણ બને છે. જ્યાં નામ શુભ હોય છે, ત્યાં વ્યક્તિનું ચારિત્ર્ય પણ શુભ બને છે.

પ્રકરણ – ભારતીય જીવન

સાચી દિશાની સમજ

દિશાનું યોગ્ય જ્ઞાન વિના વાસ્તુશાસ્ત્ર ફળ આપતું નથી. સાચી દિશાની સમજ સાથે રચાયેલ ગૃહ સુખ અને સમૃદ્ધિ આપે છે.

ઘરના સામાન્ય વાસ્તુ

યોગ્ય દિશા અને ગોઠવણીથી વાસ્તુમાં શાંતિ ઉત્પન્ન થાય છે. શુભ સ્થાને રાખેલી વસ્તુઓ સુખ અને સમૃદ્ધિ આપે છે. તુલસી અને દેવચિત્રોને યોગ્ય સ્થાને સ્થાપિત કરવાથી ઘરમાં કલહનો નાશ થાય છે અને પરસ્પર સદભાવ તથા એકતા વધે છે.

વાસ્તુ દોષ અને નિવારણ

જે ભૂમિમાં અશુદ્ધ શલ્ય (હાડકાં, ભસ્મ વગેરે) રહેલ હોય તે રોગ, દુઃખ અને ભય આપનારી બને છે. પરંતુ યોગ્ય શુદ્ધિકરણ, પૂજન અને શાંતિ વિધિ કરવામાં આવે તો ત્યાં સુખ અને કલ્યાણ ઉત્પન્ન થાય છે.

રસોડાનું વાસ્તુ

રસોડું અગ્નિકોણમાં હોવું જોઈએ અને રસોઈ કરતી વખતે મુખ પૂર્વ તરફ રાખવું જોઈએ. જ્યાં અન્નની શુદ્ધિ અને તત્ત્વ સંતુલન હોય છે, ત્યાં જ ઘરનું સુખ અને સમૃદ્ધિ સ્થિર રહે છે.

શયનખંડ વાસ્તુ

નૈઋત્ય દિશામાં આવેલ શયનખંડ અને દક્ષિણ તરફ માથું રાખીને કરેલું શયન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વચ્છ અને શાંત ગૃહમાં સદા સુખદ નિદ્રા પ્રાપ્ત થાય છે.

હોલ (લિવિંગ રૂમ) નું વાસ્તુ

જે બેઠકખંડ સુવ્યવસ્થિત હોય, જેમાં પૂરતો પ્રકાશ અને શુદ્ધ હવાનો પ્રવાહ હોય, તે ઘરમાં સુખ, શાંતિ અને સૌહાર્દનો વિકાસ કરે છે. શુભ ચિત્રો, સ્વચ્છતા અને અવરોધરહિત ગોઠવણીથી શોભિત એવો દીવાનખંડ પરિવાર માટે આનંદદાયક બને છે તથા મહેમાનોને પણ પ્રિય લાગે છે. એવો બેઠકખંડ ઘરમાં હર્ષ, પ્રસન્નતા અને પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ કરનાર બને છે.

ઓફિસનું વાસ્તુ

ઈશાન ખૂણું દેવસ્થાન માટે અને નૈઋત્ય ખૂણું સ્થિર સંપત્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ગોઠવાયેલા ગૃહ અથવા કાર્યસ્થળમાં વૃદ્ધિ, શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે.

પંચાંગ મુહૂર્ત નિર્ણય

તિથિ, વાર અને નક્ષત્રનો શાસ્ત્ર મુજબ વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. શુભ મુહૂર્તમાં કરાયેલા શુભ કાર્યો સતત સિદ્ધિ આપે છે. પંચક અને ગ્રહણ વગેરે સમયમાં અશુભ અથવા શુભ કાર્યો ટાળવા જોઈએ. શાસ્ત્રદ્રષ્ટિથી કરાયેલ કાર્ય સર્વ મંગલકારક બને છે.

જ્યોતિષ સામાન્ય સમજ

પૃથ્વીને કેન્દ્રમાં રાખીને જ્યોતિષશાસ્ત્ર કાર્ય કરે છે અને ગ્રહોની દૃશ્ય ગતિ અનુસાર ફળજ્ઞાન આપે છે. બાર રાશિઓ દ્વારા ભાવચક્ર (કુંડળી) ની રચના કરવામાં આવી છે. મનુષ્યએ જ્યોતિષનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ અતિ નિર્ભર ન બની અંતે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.

કુંડળી

બાર ભાવો દ્વારા મનુષ્યજીવનના વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવિધ કુંડળીઓ સુખ અને દુઃખના ફળનો વિચાર કરાવે છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો વિશેષ શક્તિ અને પ્રભાવ આપે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને વ્યય (દ્વાદશ) ભાવમાં રહેલા ગ્રહો જીવનમાં અવરોધ અને કષ્ટો ઉત્પન્ન કરે છે.

નવ ગ્રહો

બાર ભાવો દ્વારા મનુષ્યજીવનના વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવિધ કુંડળીઓ સુખ અને દુઃખના ફળનો વિચાર કરાવે છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો વિશેષ શક્તિ અને પ્રભાવ આપે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને વ્યય (દ્વાદશ) ભાવમાં રહેલા ગ્રહો જીવનમાં અવરોધ અને કષ્ટો ઉત્પન્ન કરે છે.

કર્મકાંડ

વેદ અને શાસ્ત્રોથી પ્રેરિત સંસ્કારો મનુષ્યની બુદ્ધિને શુદ્ધ કરે છે, અને સત્કર્મોથી તેની અંદરની દિવ્યતા જાગૃત થાય છે. દેવતાઓની સ્તુતિ, આહુતિ અને યજ્ઞ દ્વારા આધિદૈવિક શક્તિઓ સાથેનો સંબંધ સ્થાપિત થાય છે — એ જ કર્મકાંડનું વિજ્ઞાન છે. જે મન દ્વારા આધિભૌતિક અને આધિદૈવિક જગતને જોડીને ઈશ્વરપ્રાપ્તિનું સાધન બને છે, તેને કર્મકાંડ કહેવામાં આવે છે.

ચિહ્નો અને પ્રતીકો

સ્વસ્તિક, પ્રણવ (ॐ) અને દેવતારાધનના શુભ ચિહ્નો દ્વારા પ્રતીકરૂપે બ્રહ્મના એકત્વનું જ્ઞાન વ્યક્ત થાય છે.

ઔદિચ્ય બ્રાહ્મણ ઇતિહાસ

ઉત્તર પ્રદેશમાંથી આવેલા વેદજ્ઞાનમાં નિષ્ણાત શ્રેષ્ઠ બ્રાહ્મણોને રાજા મૂળરાજે યજ્ઞ માટે આદરપૂર્વક આમંત્રિત કર્યા. તેઓ ગુજરાતમાં આવી હજારોની સંખ્યામાં સ્થાયી થયા અને સમય જતા વિવિધ પરિસ્થિતિઓના કારણે અનેક શાખાઓમાં વિભાજિત થઈ ચોર્યાસી જેટલા કુળરૂપે પ્રસિદ્ધ થયા. શુદ્ધ ગોત્રપરંપરા અને શાસ્ત્ર-યજ્ઞમાં નિરત આ દ્વિજો લોકધર્મના સંચાલક બની “ભૂદેવ” તરીકે વિખ્યાત થયા.

બ્રાહ્મણો-એકતા ને દેશપ્રેમ

બ્રાહ્મણો જ્ઞાનથી સમૃદ્ધ, દેશ અને ધર્મને અર્પિત, ત્યાગ અને સેવા કરનાર સંતસ્વભાવના મહાન પુરુષો છે; તેઓ ભારતની વિભૂતિ છે. સ્વાતંત્ર્યના યજ્ઞમાં અનેક મહાન પુરુષોએ પોતાના જીવનનું અર્પણ કર્યું. ધર્મ અને રાષ્ટ્રહિત માટે તેમનું યશ સમગ્ર પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. કલિયુગમાં સંગઠનમાં શક્તિ છે. સેવા, સંસ્કાર અને પરોપકારમાં નિરત બ્રાહ્મણો સમાજ માટે કલ્યાણદાયક બને છે. એકતા ક્યારેય દ્વેષ કે હિંસા માટે નથી; પરંતુ લોકકલ્યાણ અને સદુદ્દેશ્ય માટે થયેલી એકતા જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આદર્શ બ્રાહ્મણ

જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા, યજ્ઞ, જપ અને હોમ દ્વારા ચિત્તને શુદ્ધ રાખે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને દયા તથા સદાચારથી યુક્ત છે — તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય છે. સંતોષ, ક્ષમા, દાન, ધર્મપરાયણતા અને સર્વજીવોના હિતમાં નિરંતર પ્રવૃત્તિ એના લક્ષણો છે. જે વેદ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી સર્વ કર્મોને ઈશ્વરને અર્પણ કરે છે, તે જ આદર્શ બ્રાહ્મણ ગણાય છે.

સંસ્કારથી વિકાર જાય

સંસ્કારો દ્વારા મનના મલિન ભાવો ધીમે ધીમે શુદ્ધ થાય છે. સુસંસ્કારી મનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. સંસ્કારો આત્મબળ અને વિવેક પ્રદાન કરે છે. અને એ જ દ્વારા મનુષ્ય દિવ્યભાવને પ્રાપ્ત કરે છે.

પૂજા કરાવો

દેવતાઓની પ્રાર્થનાથી કાર્યની સિદ્ધિ દિવ્ય ભાવથી પ્રાપ્ત થાય છે, અને ભૂદેવો (બ્રાહ્મણો) દ્વારા કરાયેલ પૂજા હંમેશા ફળદાયી બને છે.

ગોત્ર-પ્રવર

ગોત્ર ઋષિવંશથી ઉત્પન્ન થયેલું પવિત્ર સંસ્કારરૂપ ચિહ્ન છે. પ્રવરો દ્વારા તે તેજસ્વી બને છે અને વેદ-શાખાથી જોડાઈને સનાતન ધર્મનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. પ્રવરો તે શ્રેષ્ઠ ઋષિઓ છે જેમણે કુળપરંપરાને મહિમાવંત બનાવી. તેથી સગોત્ર અને સપ્રવરના લગ્ન શાસ્ત્રમાં નિષિદ્ધ ગણાયા છે. પોતાનો વેદ, શાખા, સૂત્ર, દેવતા અને સ્વધર્મ જાણનાર મનુષ્ય જ પોતાના વૈદિક મૂળને સાચી રીતે સમજી શકે છે. સ્માર્ત અને વૈદિક માર્ગ જ સનાતન મૂળધારા છે. પોતાની શાખા અને આચારમાં સ્થિર રહેનારનું જીવન સફળ બને છે.

વ્રતોપવાસ

હરિપ્રિય એવી એકાદશીઓ પાપ, મોહ અને ભયનો નાશ કરનારી છે. તે વૈરાગ્ય, ભક્તિ, મોક્ષ અને પુણ્યલોક પ્રદાન કરનારી શુભ તિથિઓ છે. યજ્ઞ, દાન, તપ અને તીર્થોના સારરૂપ ફળોથી યુક્ત આ તમામ એકાદશીઓ કલિયુગમાં ધર્મનું જીવંત સ્વરૂપ બની, અંતે વિષ્ણુસાયુંજ્ય પ્રદાન કરે છે.

વાર-તહેવાર

વાર, તહેવાર અને વ્રતો ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાલનનું શુભ સાધન છે. માસ, પક્ષ અને તિથિ અનુસાર વિવિધ ઉત્સવો ધર્મમાર્ગને જીવંત રાખે છે. દેવપૂજા, ગુરુસ્મરણ, પિતૃતર્પણ, ઉપવાસ અને સ્નેહદાન મન અને સમાજની શુદ્ધિ કરે છે. રામ, કૃષ્ણ, શિવ વગેરેના ઉત્સવો ભક્તિ અને સંસ્કારને વધારતા સમાજ અને રાષ્ટ્રને પોષણ આપે છે. આવા ઉત્સવો જીવનમાં આનંદ, સૌહાર્દ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે.

“આહાર એ જ ઔષધ” એ ભારતીય દૃષ્ટિનું કેન્દ્ર.

આહાર જ આરોગ્યનું મૂળ છે; હિતકારક અને પથ્ય ખોરાકનું નિત્ય સેવન કરવું જોઈએ. આયુર્વેદરૂપ દીપકના પ્રકાશથી જીવનમાં નિરોગિતા પ્રાપ્ત થાય છે.

મુદ્રાઓ

મુદ્રાઓ દ્વારા પ્રાણશક્તિનું સંતુલન થાય છે અને મનની શાંતિમાં વધારો થાય છે. શરીરમાં ચૈતન્ય, સ્ફૂર્તિ અને સારા સંસ્કારોની વૃદ્ધિ થાય છે. પંચમહાભૂતોના સંયોગથી રચાયેલ મુદ્રાઓ શુભ અને સિદ્ધિદાયી માનવામાં આવે છે. યોગાભ્યાસ કરનાર લોકોને તે આરોગ્ય, ધ્યાનમાં સુખ અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે.

સ્વપ્ન સંકેત

સ્વપ્નોમાં શુભ અને અશુભ સંકેતો રહેલા હોય છે, જેને શાસ્ત્રોએ સૂક્ષ્મ રીતે સમજાવ્યા છે. દેવતા, શંખ, કમળ, ધ્વજ વગેરેના દર્શન રાજ્ય, લક્ષ્મી અને ઐશ્વર્યના સૂચક ગણાય છે. આવા શુભ સ્વપ્નો પછી પ્રાતઃસ્નાન કરી બ્રાહ્મણ અથવા જ્ઞાનીને કહેવામાં આવે તો તે શુભ ફળદાયક બને છે.

અંતિમ સંસ્કાર

અંત્યેષ્ટિ અને ઉત્તરક્રિયાનો ધર્મ જીવાત્માને પિતૃગતિ તરફ પ્રબોધિત કરનાર છે. ગીતા, સ્મૃતિ અને ભગવાનના ઉપદેશો શોક અને મોહનો નાશ કરે છે. સૂતકાચાર, અગ્નિસંસ્કાર, પિંડદાન વગેરે વિધિઓથી યુક્ત આ સંસ્કાર જીવને મૃત્યુ પાર સદગતિ તરફ લઈ જાય છે.

મૃત્યુ પછી પણ પુણ્ય

ધાર્મિક ગ્રંથદાન, રોગીઓની સેવા, અન્ન અને જળદાનથી મૃત્યુ પછી પણ પુણ્ય વધતું રહે છે. જે મનુષ્ય વૃક્ષારોપણ, વિદ્યાદાન અને પરોપકારમાં તત્પર રહી જીવનભર આપતો રહે છે, તેનું આ લોક અને પરલોક બંને શુભ બને છે.

વડીલો ની શિખામણો

વડીલોના વચનો અમૃત સમાન અને જીવનહિતકારક હોય છે. ધર્મ, દાન, જપ અને સદાચારથી મનુષ્યનું જીવન પવિત્ર બને છે. સંધ્યા, વ્રત, પુરાણવાંચન, સત્સંગ અને ગુરુસેવા સાથે વડીલોની શિખામણનું પાલન કરવાથી સુખ અને ધર્મ બંનેમાં વૃદ્ધિ થાય છે.

વ્યવહારિક નિયમો

સમય, સ્થળ, પાત્ર અને પ્રસંગ અનુસાર નિયમો તથા આચારનું પાલન કરવાથી જીવન શુભ અને સુવ્યવસ્થિત બને છે. વાર, તિથિ, મુહૂર્ત વગેરેના વિચારથી કરેલ કાર્ય સિદ્ધિદાયક બને છે અને શાસ્ત્રોક્ત માર્ગ લોકકલ્યાણ માટે ધર્મનું રક્ષણ કરે છે. સંયમ, શૌચ, ભક્તિ અને મર્યાદાથી યુક્ત મનુષ્ય દુઃખ અને દોષોથી મુક્ત થઈ શ્રેષ્ઠ જીવન જીવે છે.

પાપ ધોવાના સાધનો

પાપોના નાશ માટે ભક્તિ, જ્ઞાન, તપ, જપ અને ભગવાનના નામસ્મરણ મુખ્ય સાધનો છે. સંધ્યા, વ્રત અને પવિત્ર ઉપાસનાથી મનુષ્ય નિશ્ચિત રીતે શુદ્ધ બને છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, હરિના નામો, દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ અને એકાદશી વ્રત અગ્નિ જેમ પાપોને ભસ્મ કરી નાખે છે. પશ્ચાતાપરૂપ અગ્નિ દુષ્કૃત્યોને દહન કરે છે અને “હું બ્રહ્મ છું” એવા જ્ઞાનના પ્રકાશથી કર્મબંધનોનો નાશ થાય છે.

પંચધા

પાંચ તત્ત્વોથી યુક્ત આ ભારતીય પરંપરા પરમ સ્મૃતિરૂપ છે. વેદ અને ઉપનિષદનો સાર જીવનને શુભ અને સમતોલ બનાવે છે. બ્રહ્માંડ સર્વત્ર પંચરૂપમાં પ્રગટ થાય છે, અને તે ધર્મ, અર્થ અને મોક્ષના માર્ગોમાં પૂર્ણતા પ્રદાન કરે છે.

संस्कृत भाषा

संस्कृत भाषा

દેવવાણી, વેદોની માતા અને સનાતન એવી સંસ્કૃત ભાષા જ્ઞાન, ભક્તિ અને સંસ્કારોની સરસ્વતી છે. જેમાં સર્વ શાસ્ત્રો અને ધર્મનું નિવાસ છે, એવી સંસ્કૃત ભાષા વિશ્વના કલ્યાણ માટે સદાય ફૂલતી-ફાલતી રહે.

संस्कृत साहित्य

વિદ્યારૂપી ધનને ચોર ચોરી શકતો નથી, રાજા છીનવી શકતો નથી, ભાઈઓમાં વહેંચવું પડતું નથી અને તે ભારરૂપ પણ નથી. તેનો જેટલો ઉપયોગ કરીએ તેટલું તે વધે છે. તેથી વિદ્યાનું ધન સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.


॥ अलबेलाशतकसारः ॥