શયનખંડ (બેડરૂમ) નું વાસ્તુ


 • સુવાનો ખંડ નૈઋત્ય ખૂણે રાખવો અને શક્ય ન હોય તો દક્ષિણની દિશાને પલંગ અડાડેલો રાખવો.
 • અગ્નિકોણમાં કદીયે સૂવું નહિ.
 • સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં જ રાખવું અથવા પૂર્વ દિશામાં પણ ચાલે. પગ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રહે સૂતી વખતે.
 • બીમ ની નીચે ન સૂવું.
 • સૂતી વખતે અરીસામાં આપણું પ્રતિબિંબ પડે એવું ન રાખવું અને જો અરીસો ન હટાવી શકાય તો સૂતી વખતે તેના ઉપર પડદો ઢાંકી દેવો નહીતો બીમારી આવે.
 • રંગ
  • શયન ખંડ માં પીળો રંગ ન વાપરવો અન્યથા પ્રેમ નથી રહેતો. બને એટલો લાલ રંગ વાપરો.
 • બેડ / પલંગ
  • દરવાજાની સામે પલંગ ન રાખવો.
  • પલંગ પર માળિયું ન રાખવું.
  • બેડકદીયે કાળો ન રાખવો.
  • બેડ લોખંડ કે પ્લાસ્ટિક નો ન રાખવો. બેડ લાકડાનો રાખવો.
  • સુવાની પથારી
   • ચાદરમાં જંગલી જાનવરો (જેવાકે સિંહ, હાથી ઇત્યાદિ) ના ચિત્રો નહી  રાખવા.

SmallForBig