શું સંસારમાં આપણે લેવા માટે જ આવ્યા છીએ? આપતા ક્યારે શીખીશું?
- કોઈને ધાર્મિક ગ્રંથ ભેટ આપો, જયારે પણ કોઈ એનો પાઠ કરશે, તમને પુણ્ય મળશે
- હોસ્પિટલમાં એક વીલચેર દાન આપો, જે દર્દી એને વાપરશે પુણ્ય તમને મળશે
- કોઈ અન્નક્ષેત્ર માટે માસિક વ્યાજ વાળી ફિક્સ ડિપોઝીટ બનાવી દો, એના વ્યાજ થી જે કોઈ ભોજન કરશે, તમને પુણ્ય મળશે
- કોઈ પબ્લીક પ્લેસમાં વોટર કૂલર લગાવી દો, હંમેશા પુણ્ય મળશે
- કોઈ અનાથને સુશિક્ષિત કરો, એના વંશજો તમને આશીર્વાદ આપશે.
- પોતાના બાળકને પરપકારી બનાવો, સદા પુણ્ય મળતું રહેશે.
- બને તેટલા વૃક્ષો વાવો, તેનાથી કોઈને મળતો પ્રાણવાયુ, ફળો, છાંયડો તમને પુણ્ય અપાવશે.
- સહુથી સહેલું, આ બાબત વિષે લોકોને જાણ કરો, કોઈ પણ અમલમાં મૂક્યું તો તમને પુણ્ય મળશે.
આપનારને કુદરત વધુ આપે છે. આવો આજ થી જ રોજ કઈ ને કઈ આપવાનું ચાલુ કરી દઈએ, અને મૃત્યુ પછીનું જીવન તથા પરલોક સુધારીએ.