વાર-તહેવાર

હિન્દૂ પંચાંગ પ્રમાણે દર વર્ષે અમુક માસે, અમુક પક્ષે, અમુક તિથિએ અમુક તહેવાર આવે છે અને જે કેવી રીતે ઉજવાય એનું કોષ્ટક. (કારતક થી આસો માં આવતા તહેવાર).


ઉત્સવો વિશેષ    માસ પક્ષ તિથી
નૂતન વર્ષારંભ વડીલોના આશીર્વાદ લેવા , કંસાર બને કારતક શુક્લ (સુદ) પ્રતિપદા – પડવો / એકમ
ભાઈબીજ બેનને ઘેર ભાઈ જમે કારતક શુક્લ (સુદ) દ્વિતીયા – બીજ
લાભપાંચમ કંસાર બને કારતક શુક્લ (સુદ) પંચમી – પાંચમ
તુલસી વિવાહ કારતક શુક્લ (સુદ) એકાદશી થી પૂનમ
દેવદિવાળી કારતક શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
(ઘરથાર માં ની) ગોયણી કંસાર, દાળ, ભાત, શાક બને
જોડકું (પતિ-પત્ની) જમે
કારતક શુક્લ (સુદ) રવિ / સોમ / મંગળ
ગીતા જયંતિ માગશર શુક્લ (સુદ) એકાદશી – અગ્યારસ
અન્નપૂર્ણા વ્રત પ્રારંભ એક ટાણું (કૃષ્ણ અગ્યારસે સમાપ્ત) માગશર શુક્લ (સુદ) 6 + 21
ઉત્તરાયણ અને
મકરસંક્રાંતિ
આડોશ પાડોશમાં તલના લાડુ અને ચીકી વહેંચાય પોષ શુક્લ (સુદ) તૃતિયા – ત્રીજ
વસંત પંચમી મહા શુક્લ (સુદ) પંચમી – પાંચમ
મહાશિવરાત્રી રાજગરા શિરો, સુરણ શાક, સાબુદાણા ખીચડી, ફરાળ ખાવા મહા કૃષ્ણ (વદ) તેરશ અથવા ચૌદશ
હોળી ઉપવાસ, હોલિકા દહન પછી જમવું ફાગણ શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
ધુળેટી અબીલ, ગુલાલ અને રંગ થી રમે, સવારે પૂરણ પોળી બને ફાગણ કૃષ્ણ (વદ) પ્રતિપદા – પડવો / એકમ
ચૈત્રી નવરાત્રા પ્રારંભ ચૈત્ર શુક્લ (સુદ) પ્રતિપદા – પડવો / એકમ
રામનવમી બપોરે 12 વાગે રામ જન્મોત્સવ ચૈત્ર શુક્લ (સુદ) નવમી – નોમ
હનુમાન જન્મોત્સવ મંદિરનો ધ્વજ બદલાય ચૈત્ર શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
અખાત્રીજ વગર જોયું સદા શુભ મુહૂર્ત, કંસાર બને વૈશાખ શુક્લ (સુદ) તૃતિયા – ત્રીજ
 ગંગા સપ્તમી વૈશાખ શુક્લ (સુદ) સપ્તમી – સાતમ
બુદ્ધ પૂર્ણિમા વૈશાખ શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
નિર્જળા / ભીમ એકાદશી આજના સૂર્યોદય થી આવતી કાલના
સૂર્યોદય સુધી જળ અન્નનો ત્યાગ
જેઠ શુક્લ (સુદ) એકાદશી – અગ્યારસ
વટસાવિત્રી વ્રત પ્રારંભ જેઠ શુક્લ (સુદ) ત્રયોદશી – તેરશ
વટસાવિત્રી વ્રત ચાલુ જેઠ શુક્લ (સુદ) ચતુર્દશી – ચૌદશ
વટસાવિત્રી વડ પૂજા જેઠ શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
અષાઢી બીજ રથયાત્રા (જગન્નનાથપુરી) અષાઢ શુક્લ (સુદ) દ્વિતીયા – બીજ
અષાઢી (દેવ પોઢી) એકાદશી અષાઢ શુક્લ (સુદ) એકાદશી – અગ્યારસ
ગુરુ પૂર્ણિમા ગુરુને યાદ કરી આશીર્વાદ લેવા અષાઢ શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
જીવંતિકા વ્રત શ્રાવણ શુક્લ (સુદ) કોઈ પણ શુક્રવાર
પવિત્રા બારસ ગણપતિને રેશમનો હાર શ્રાવણ શુક્લ (સુદ) દ્વાદશી -બારશ
શ્રાવણી / રક્ષાબંધન / બળેવ બેન ભાઈને રાખડી બાંધે,
બ્રાહ્મણો જનોઈ બદલે
શ્રાવણ શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
બોળ ચોથ ગૌ માતાની પૂજા શ્રાવણ કૃષ્ણ (વદ) ચતુર્થી – ચોથ
નાગપંચમી નાગ દેવતાની પૂજા શ્રાવણ કૃષ્ણ (વદ) પંચમી – પાંચમ
રાંધણ છઠ સાંજે થેપલા / ઢેબરા રંધાય, રાત્રે સૂવા પહેલા ચૂલાની પૂજા થાય શ્રાવણ કૃષ્ણ (વદ) ષષ્ઠી – છઠ
શીતળા સાતમ રાંધવું નહી, ઠંડુ ખાવું, ઠંડા પાણીએ સ્નાન કરવું શ્રાવણ કૃષ્ણ (વદ) સપ્તમી – સાતમ
 જન્માષ્ટમી / ગોકુળાષ્ટમી રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ શ્રાવણ કૃષ્ણ (વદ) અષ્ટમી – આઠમ
નોમના પારણા / દહીં હાંડી આખો દિવસ મંડપમાં કૃષ્ણને પારણે રાખે શ્રાવણ કૃષ્ણ (વદ) નવમી – નોમ
કેવડા ત્રીજ સ્ત્રીઓ ઉપવાસ કરે (ફળ, દૂધ, નારિયેળ પાણી, સૂકો મેવો) ભાદરવો શુક્લ (સુદ) ત્રીજ
ગણેશ ચતુર્થી ઘઉંના લાડુ બને, ચંદ્ર જોવો નહિ ભાદરવો શુક્લ (સુદ) ચતુર્થી – ચોથ
ઋષિ (સામા) પાંચમ સ્ત્રીઓ સામાની ખીર બનાવીને ખાય ભાદરવો શુક્લ (સુદ) પંચમી – પાંચમ
ધરો આઠમ સ્ત્રીઓ, ધરો / દુર્વાની પૂજા કરી ઠંડુ ખાય ભાદરવો શુક્લ (સુદ) અષ્ટમી – આઠમ
અનંત ચતુર્દશી ગણપતિ વિસર્જન, બે ચાર લાડવા બને ભાદરવો શુક્લ (સુદ) ચતુર્દશી – ચૌદશ
પિતૃ પક્ષ પિતૃઓને તિથિ અનુસાર વામન ચરિત્ર વાંચન (ભાગવત સ્કંધ 8), તર્પણ, શ્રાદ્ધ,
કાગવાસ ઇત્યાદિ
ભાદરવો શુક્લ (સુદ) પૂનમ થી અમાસ
નવરાત્રા પ્રારંભ માંડવી મુકાય, માતાજીનો (વળાવે ત્યાં સુધી) અખંડ દીવો થાય આસો શુક્લ (સુદ) પ્રતિપદા – પડવો / એકમ
વાઘેશ્વરી પૂજન વાઘેશ્વરી પૂજન સામગ્રી દાન (ઘી, નારિયેળ, પુષ્પ, ધૂપ, દીપ, યથાશક્તિ દાન) આસો શુક્લ (સુદ) અષ્ટમી – આઠમ
નોમનો માતાજીનો થાળ કોળું ગવારનું શાક, બપડી રોટલી / પુરી, મગ, કંસાર આસો શુક્લ (સુદ) નવમી – નોમ
વિજ્યા દશમી રવાનો શિરો બને, વાહન પૂજા અને શસ્ત્ર પૂજા થાય આસો શુક્લ (સુદ) દશમી – દશમ
શરદપૂર્ણિમા આગણે ગરબા રમાય,
ચંદ્રના તેજમાં દૂધ પૌઆ મૂકીને ખાય
આસો શુક્લ (સુદ) પૂર્ણિમા – પૂનમ
ધનતેરસ (દીવાળી) મંદિરનો ધ્વજ બદલાય, લક્ષ્મી પૂજન થાય, કંસાર બને આસો કૃષ્ણ (વદ) ત્રયોદશી – તેરશ
કાળી ચૌદસ (દીવાળી) મધરાત્રીએ ઇષ્ટ દેવ ની આરાધના થાય, સુખડી અને દાળ વડા બને આસો કૃષ્ણ (વદ) ચતુર્દશી – ચૌદશ
ચોપડા પૂજન  (દીવાળી) કામ ધંધા ના હિસાબી ચોપડાની પૂજા થાય આસો કૃષ્ણ (વદ) અમાવાસ્યા – અમાસ

આવો, યથા યોગ્ય દિવસે, ઉપરોક્ત તહેવારો ઉજવીએ અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવામાં સહભાગી થઈએ.


EyeContact