રસોડાનું વાસ્તુ

રસોડાનો ખૂણો કયો?
  • રસોડું ઘરના અગ્નિ ખૂણા માં રહે તો ઉત્તમ છે.

કઈ દિશામાં મુખ રાખી રાંધવું? 

  • ગૃહિણીએ હંમેશા અગ્નિ કોણ તરફ અથવા પૂર્વ તરફ મુખ રહે એ રીતે રસોઈ રાંધવી અન્યથા રસોઈ કાચી રહી જાય છે માટે ઘરના દેવતા ગ્રહણ નથી કરતા.

ચાકુ, કાંટા, બ્લેડ, ગ્રાઈન્ડર, મિક્સર, જ્યુસર વગેરે ક્યાં મુકવા?

  • ચાકુ, કાંટા, બ્લેડ, ગ્રાઈન્ડર, મિક્સર, જ્યુસર વગેરે મુકવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ (South-West) ઉત્તમ છે. અને લાકડાની પેટ્ટી ઉપર મુકવા. કારણકે દક્ષિણમાં મુકશો તો તે દિશા મંગળની છે. તે પીડાશે તો ધંધો, નોકરી, કેરિયર, પિતાનું સ્વાસ્થ્ય ઇત્યાદિ બગાડે છે. પશ્ચિમ-દક્ષિણ (South-West) કોર્નર રાહુ ની છે. ત્યાં આ બધું મુકશો તો રાહુ પીડાશે અને ડેન્ગ્યુ,અસ્થમા, ટી.બી. જેવા રોગ અથવા અકસ્માત આપશે.

પ્લેટફોર્મનો પથ્થર

  • પ્લેટફોર્મનો પથ્થર કાળો ન રાખવો, કાળો રંગ રાહુનો છે. ઘરની ગૃહિણીને વૈધવ્ય આવે છે.

 


SightGood