- પોતાના પર નિયંત્રણ આવે
- મનના સંશય દૂર થઇ કલેશ શૂન્ય બનાય
- નિયમો સમાજ કલ્યાણાર્થે હોઈ સમાજની સ્વીકૃતિ મળે
- વર્તમાનમાં રહેવાની સારી આદત પડે, વર્તમાનમાં રહેનાર સદાય પ્રસન્ન હોય છે (ઉદાહરણ: બાળક)
- યુગોથી વણાયેલા આ ગુહ્ય નિયમો પાળવાથી અનાયાસે આવનારા અકળ સંકટો તથા દોષોને ટાળી શકાય
“સમય” ઉપર આધારિત – સામાન્ય નિયમો
- શુભ કાર્યની શરૂઆત સારા ચોઘડિયામાં કરવી (ચલ, શુભ, અમૃત, લાભ)
- અશુભ ચોઘડિયામાં શુભ કાર્યોની શરૂઆત ટાળવી (કાળ, રોગ, ઉદ્વેગ)
.
સમય – પ્રહર ઉપર આધારિત
- બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, નહીતો લક્ષ્મીનો નાશ થાય છે.
.
સમય – વાર ઉપર આધારિત
સોમવારે –
- ઘર-પરિવારજનો સાથે સમય વિતાવવો કે એને સંબંધિત કાર્ય કરવું સારું
- ગૃહ ઉપયોગી સામાન ખરીદી કરી શકાય
- ગૃહ-પ્રવેશ કે કુંભ સ્થાપન માટે સારો દિવસ
- માતા કે માતા સમાન સાથે સમય વિતાવવ માટે સોમવાર ઉત્તમ છે
- ચંદ્ર એ મૃદુ અને સંવેદનાથી ભરપુર હોઈ આ દિવસે મહેનત માંગી લે એવી પ્રવૃત્તિ ટાળવી
- સ્ત્રીઓના કલ્યાણ પ્રવૃત્તિ કરવી
- નવજાત શિશુ કે નાના ભૂલકાઓ સાથે સમય વિતાવવો એ ઉત્તમ
- નોકરીમાં જોડવા માટે શુભ છે.
- વસ્ત્રો અને ખાદ્ય (દૂધ, ઘી, તરલ) પદાર્થો નો ક્રય-વિક્રય માટે ઉત્તમ
- શાંતિ પૂર્ણ દિવસ વિતાવવો અને અન્યની કાળજી લેવી
- દરિયા કિનારે ચંદ્રની શીતળતા માણવા માટે સોમવાર ઉત્તમ છે.
.
મંગળવારે –
- હજામત (દાઢી, નખ, વાળ વગેરે) ન કરવી
- નવા સાહસિક કાર્યો કરવા
- સ્પર્ધાઓ અને રમત-ગમત માટે શુભ
- શારીરિક કસરતો, શાસ્ત્રાભ્યાસ કે મહેનત વાળી પ્રવૃત્તિ કરી શકાય
- ભાઈ-ભાંડું સાથે સમય વિતાવવા માટે યોગ્ય
- વાદ-વિવાદ અને કોર્ટ-કચેરી માટે અનુકૂળ
- લોન આપવા અને લેવા માટે શુભ
- ઓપેરશન કરાવી શકાય
- ધાતુના ક્રય-વિક્રય માટે શુભ
- જમીન કે કૃષિ સંબંધિત બાબતો માટે યોગ્ય
- વાહન ખરીદ-વેચાણ કરી શકાય
- લગ્ન કે અન્ય સંવાદિતા માંગી લે એવા કાર્યો માટે અશુભ (કારણ મંગળ ગ્રહ લડાઈ, દુર્ઘટના, હિંસા, વાદ-વિવાદ, અકસ્માત સર્જે છે)
- આ દિવસે ગુસ્સો, અકસ્માત, દલીલો અને ઈજા ન થાય એની કાળજી રાખવી
.
બુધવારે –
- કોઈ બેસણામાં ન જવું
- કન્યા વિદાય ન થાય
- નવરાત્રના માતાજીને ન વળાવાય
- તમામ પ્રકારના બૌદ્ધિક કાર્યો માટે શુભ
- લખાણ, વાંચન, પ્રકાશન મુદ્રણ ને લગતી પ્રવૃત્તિ કરાય
- આ દિવસે કોઈ પણ પ્રકારની વાતચીત ભાષણ કે પ્રત્યાયન સહેલું રહે.
- સંદેશ, વ્યવ્હાર, માહિતી આપ-લે, ટપાલ, ટી.વી., કુરિયર, ઈન્ટરનેટ, કમ્પ્યુટરને લગતી પ્રવૃત્તિ માટે શુભ
- બુધવાર અભ્યાસ કે અધ્યાપન માટે શુભ રહે છે.
વ્યાપારને લગતી કોઈ પણ પ્રવૃત્તિ શુભ રહે છે. - યાત્રા કે યોજના ઘડી શકાય
વિશ્લેષણો ચર્ચાઓ કરી શકાય - ગણતરી, હિસાબી કામકાજ કે દલાલી સમ્બંધી પ્રવૃત્તિ કરી શકાય
મધ્યસ્થતા અને સમાધાન કરવા માટે બુધવાર ઉત્તમ રહે છે. - જ્યોતિષની મુલાકાત માટે પણ બુધવાર ઉત્તમ છે.
- વિદ્યાભ્યાસ પ્રારંભ કે અધ્યયન શુભ હોય છે.
- અધ્યાપન કાર્ય, નોકરીમાં જોડાવું, લગ્નજીવન શરુ કરવું, ગર્ભાધાન માટે ઉત્તમ છે.
- દીક્ષા કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવી, ધાર્મિક ગ્રંથોનું અધ્યયન, ધાર્મિક કર્યો, પાઠ-પૂજા, સત્સંગ, ધ્યાન, મંત્રજાપ કરી શકાય
- વડીલો અને ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરવા શુભ છે.
- સંતાનો સાથે સમય વિતાવવો
- આધ્યાત્મિક ઉન્નતી કરવી
- સ્ત્રી સંબંધિત બાબતો માટે શુભ રહે છે.
- બેંક કે નાણા સંબંધિત પ્રવૃત્તિ કરી શકાય, નવું ખાતું ખોલાય
- નવા વસ્ત્રો, આભૂષણો કે સુવર્ણની ખરીદી કે ધારણ કરી શકાય
- ચણા ખાવા
- ભૌતિક જગતની સુખ સુવિધા માણવાનો દિવસ છે.
- મોજ-શોખ, આનંદ પ્રમાદની પ્રવૃત્તિ કરી શકાય
- કળા સંબંધીત દરેક પ્રવૃત્તિ માટે શુભ છે.
- જીવન સાથી કે વિજાતીય વ્યક્તિ સાથે વિતાવવાનો યોગ્ય દિવસ છે.
- પ્રણય અને વિજાતીય પાત્ર સાથે પ્રથમ મુલાકાત માટે શુભ
- સગાઈ કે લગ્ન કરી શકાય, લગ્નનો પ્રસ્તાવ મૂકી શકાય
- બીમારીનો ઈલાજ કરવા માટે અનુકૂળ દિવસ છે.
- આભૂષણો, સૌન્દર્ય પ્રસાધનો, સાજ-સજાવટની વસ્તુઓ ખરીદી શકાય
- સૌન્દર્ય નિખારી શકાય
- નવું વાહન ખરીદી શકાય
- સ્ત્રી સંબંધિત બાબતો અંગે શુક્રવાર અનુકૂળ રહે છે.
- ચણાં ન ખવાય
- માથું ન ધોવું
- હજામત (દાઢી, નખ, વાળ વગેરે) ન કરવી
- મકાન બનાવવું કે વાસ્તુ સંબંધિત કાર્ય માટે શુભ
- જમીનનું ખોદકામ કરી શકાય
- પ્લાસ્ટિક, સિમેન્ટ, લાકડા, તેલ, પેટ્રોલ, વગેરે ખરીદી શકાય
- લોખંડ કે સ્ટીલનો વ્યાપાર કરી શકાય
- અઠવાડિયામાં આ એક દિવસ અલૂણું (મીઠું ન ખાવું) કરવું. સ્વાસ્થ્ય વર્ધક છે.
- આત્માનું કલ્યાણ થાય તેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે શુભ છે.
- પિતા કે માતા સમાન વ્યક્તિ સાથે સમય પસાર કરવો
- સરકારી કાર્યો કે નોકરી અંગે યોજના ઘડવી
- સત્તાધારી, ઉપરી, ઉચ્ચ અધિકારીને મળી શકાય
- નેતાગીરી માટે શુભ છે રવિવાર
- સૂર્યની ઉર્જાનો બહાર જઈને લાભ અવશ્ય લેવો
- આરોગ્ય કે વૈદિક વિદ્યા સંબંધિત કાર્ય કરાય
- મહત્વાકાંક્ષઓ ને તેજ કરવાનો દિવસ છે.
- જીવનમાં નક્કી કરેલા લક્ષ્યને ફરી યાદ કરવું
- સુવર્ણના આભુષણો ધારણ કરવા
- સુવર્ણ અને તાંબાનો ક્રય-વિક્રય શુભ
- નવા સાહસની શરૂઆત કરી શકાય
.
સમય – તિથી ઉપર આધારિત
- અષાઢી એકાદશીનો ઉપવાસ ખૂબ પવિત્ર અને ફળદાયી છે
- દશમ, અગ્યારસ, બારસ અને પૂનમે સંભોગ ટાળી બ્રહ્મચર્યનું પાલન કરવું
- હોળાષ્ટક (ફાગણ સુદ આઠમ થી પૂનમ) માં અંગત શુભ કાર્યો ટાળવા, ફળે નહિ.
- શ્રાવણ વદ (શીતળા) સાતમે રસોઈ ન કરવી અને ઠંડુ ખાવું, આરોગ્ય સારું રહે
- શીતળા સાતમને દિવસે કદી એક ટાણું ન કરવું, નહીતો દર શીતળા સાતમે આખું જીવન એક ટાણુંનું કરવઠું પડી જાય. ભલે શ્રાવણનું એક ટાણું કરતા હોવ પણ શીતળા સાતમે બે અથવા વધુ વાર (અનાજ) ખાઈ લેવું.
સમય – માસ ઉપર આધારિત
- જ્યેષ્ઠ મહિનામાં કુંભ નહિ મુકવો
- જ્યેષ્ઠ મહિનામાં પોતાના પ્રથમ સંતાનના ચૌલ સંસ્કાર, ઉપનયન સંસ્કાર કે વિવાહ સંસ્કાર ન કરવા
.
સમય – નક્ષત્ર ઉપર આધારિત
-
1 અશ્વની વસ્ત્ર, ઉપનયન, ક્ષૌર, સીમંત, આભૂષણ, ક્રિયા સ્થાપન, વાહન પ્રયાણ, વિદ્યા, ખેતર ખેડવું, યન્ત્ર, મશીનરી, કારખાના, દુરસંચાર, કમ્પ્યુટર, ચિકિત્સા, ઔષધિ, રસાયણ સંબંધી કાર્યો કરવા - ભદ્રા નક્ષત્રમાં રક્ષાબંધન ઉજવવી નહિ, બરકત ન થાય. તેને બદલે પૂર્વા .કરી લેવી
- શુક્રવારનું પુષ્ય નક્ષત્ર ઉત્પાત કહેવાય. ખરીદી ન કરવી, બરકત નથી આણતું.
સમય – યોગ ઉપર આધારિત
- જે દિવસે વ્યતિપાત નો યોગ હોય, દાન કરવું અતિ લાભ દાયક છે.
સમય – પક્ષ ઉપર આધારિત
શુક્લ પક્ષમાં જેમ તિથિ જોવાય છે સારા મુહૂર્ત માટે એમ કૃષ્ણ પક્ષમાં શુભ અશુભ નક્ષત્ર જોવાય છે.
સમય – ચંદ્ર / સૂર્ય ગ્રહણ ઉપર આધારિત
-
આ કાળ દરમ્યાન કાંઈ જ ખાવું કે પીવું નહિ
- ઊંઘી ન જવું, જાગતા રહેવું.
-
“મંત્ર જાપ” સિવાય કોઈ અન્ય શુભ કર્મ ન કરવું, જાપ કરતા જોઈ, પૃથ્વીની ફેરીએ નીકળેલ દેવી દેવતાઓ આશીર્વાદ આપે છે. આ વખતે કરેલ જાપનું પુણ્ય અનંત ગણું મળે છે.
-
શારીરિક સંબંધ ટાળવો, આવનાર બાળકમાં કઈ ને કઈ માનસિક કે શારીરિક વિકૃતિ આવે.
- ગ્રહણ કાળ જાય એટલે તુરંત સ્નાન કરી લેવું અને બ્રાહ્મણ ગણ જનોઈ પણ બદલે
.
સમય ઉપર આધારિત અન્ય સામાન્ય નિયમો
- પંચક માં અંગત અશુભ કાર્યો (બેસણું ગોઠવવું) ટાળવા, પાંચ વાર થાય
-
પ્રજોત્પત્તિ માટે સ્ત્રી સમાગમ ક્યારે ટાળવો
ઋતુ દર્શન થકી 4 દિવસ ,4,6,8,9,11,14,પૂનમ,અમાસ,તિથિ ગડાંત, લગ્ન ગડાંત, માતૃપિતૃ નિધન દિવસ (શ્રાદ્ધ દિવસ), જન્મ નક્ષત્ર, જન્મ તિથિ, જન્મ વાર, મુળ, અશ્વિની,રેવતી,ભરણી, મઘા નક્ષત્ર સંધિ, વૈઘૃતિ,વ્યતિપાત, ગ્રહણનાં દિવસો,ત્રીકાળ સંધિ,વ્રતના,યજ્ઞના, ઉપાસના નાં દિવસે, નવરાત્રિ, શ્રાધિયા ના દિવસે આવા અયોગ્ય દિવસે કરેલા ગાર્ભાધાનના ફ્ળ સ્વરુપ અનિષ્ટ કાળે બાળક નો જન્મ થાય છે.
“સ્થળ” ઉપર આધારિત – સામાન્ય નિયમો
- આ પાંચ જગ્યાએ કદી ખાલી હાથે ન જવું (કારણ તેઓ કાઈ ને કાઈ આશા રાખે)
- પરણેલી દીકરીના ઘરે
- પરણેલી બહેનના ઘરે
- ગુરુને ત્યાં
- ગોર મહારાજને ત્યાં
- મંદિરમાં (ભગવાન આશા ન રાખે પણ ત્યાની વ્યવસ્થા ચલાવવા કઈ આપવું)
- જ્યાં અપમાન થાય તે સ્થળ તુરંત ત્યજી દેવું અને ત્યાં ન જવું
- ઘરના ઉંબરા પર બેસવું નહિ અને ઉભા ન રહેવું, ત્યાં ગણપતિનો વાસ છે
“પ્રસંગ (શુભ / અશુભ)” ઉપર આધારિત – સામાન્ય નિયમો
- કોઈ ના બેસણામાં 12મા કે 13મા એ ન જવું અને આ બે દિવસે બેસણું રાખવું પણ નહિ (કોઈ નહિ આવે)
- જન્મના છટ્ઠે દિવસે છટ્ઠી ઉજવવી, વિધાતા બાળકના લલાટ પર ભાગ્ય લખે છે
- અશુભ નક્ષત્રમાં જન્મ થયો હોય તો શાંતિ કરાવવી જેથી બાળકના આગળના જીવનમાંથી અસ્થિરતા અને દોષ દૂર થાય છે
- જન્મથી છઠ્ઠા અથવા આઠમા મહીને સારો દિવસ જોઈ બાળકનું અન્નપ્રાશન કરાવવું
- નવવધૂએ સાસરે પ્રથમ હોળી ન કરવી, પરંતુ હોળીની પૂજા સાસરા પક્ષે ઉપવાસ રાખી કરવી.
- સ્મશાનમાં હાજરી આપ્યા પશ્ચાત સ્નાન કરી, જનોઈ બદલવી આવશ્યક છે
- નામ-કરણ સંસ્કાર વખતે બાળકનું નામ પડવાનો અધિકાર તેની ફોઈઓને છે.
અન્ય સામાન્ય નિયમો
- સગોત્રે કે સપ્રવરે લગ્ન ન લેવાય, કારણ: ભાઈ-બહેન કહેવાય અને પ્રજોત્પત્તિ નબળી થાય.
કોઈ પણ જીવશાસ્ત્રીને પૂછો – કહેશે કે બે ફૂલો પણ એક જ જાતિના મેળવશો તો એની પ્રજાતિ નબળી ઉત્પન્ન થશે. નબળી એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. આંતરિક શક્તિ ઓછી હોય. અથવા કોઈ પ્રકારની વિકૃતિ હોય. દક્ષિણ ભારતમાં લગ્ન માટે મામાની દીકરી પહેલા જોવે છે પરંતુ તમે જોશો કે સહુથી વધુ વ્યંડળો દક્ષિણ ભારતમાં જ થાય છે.
- બાળક પાંચ મહિનાનું થાય ત્યાં સુધી માતાનું દૂધ પીવડાવવાથી શરીરનું આરોગ્ય સારું રહે.
- શૌચ ક્રિયા વખતે વીર્ય રક્ષા હેતુ, બ્રાહ્મણે જનોઈ જમણા કાન પર 2-3 વાર કસીને વીંટી લેવી, જેથી કાન પાછળની લોહિતીકા નામની નાડી દબાય અને (બ્રાહ્મણના) બેઠાડા જીવનને કારણે જમા થયેલ વીર્યનો પાત શ્રમમય શૌચ ક્રિયા વખતે ન થઇ જાય.
- શૌચ ક્રિયા પશ્ચાત સ્નાન ઈત્યાદી કરી આચમન કરી લેવું (થોડું પાણી પી લેવું), જેથી શરીરની અંદર રહેલ દેવતાઓને શ્રમવાળી આ ક્રિયા કરવાને કારણે પડેલા કષ્ટથી આરામ મળે અને ગળા થી ઉદર (પેટ) સુધી નો અંદરનો ભાગ જળથી પવિત્ર બને.
ચાલો સંયમ નિયમ થી રહી આપણા જીવનને શ્રેષ્ઠ બનાવીએ. મર્યાદામાં જ મઝા છે.

સારી અને સર્વસામાન્ય બાબતો ઉપર પ્રકાશ પડ્યો અભિનંદન
LikeLike
અત્યંત ઉપયોગી માહિતી
LikeLike