પંચધા

ભારતીય સંસ્કૃતિમાં પાંચ નો આંકડો ખૂબ પ્રચલિત છે. આવો એ બધી પાંચ બાબતો, પાંચ સમૂહો, પાંચ પ્રકારો, પાંચ વસ્તુઓ, પાંચ કારણો, પાંચ પ્રયોજનો, પાંચ વૃત્તિઓ,  ઇત્યાદિ દ્વારા આપણી શુદ્ધ સમૃદ્ધ એવી મહાન ભારતીય સંસ્કૃતિને “પંચધા” નામક નવા દ્રષ્ટિકોણથી જાણીએ.


શિવ પંચાક્ષર-
મ:
શી
વા

શક્તિના પાંચ સ્વરૂપો-
કૃષ્ણની પ્રાણેશ્વરી – રાધા
મંગલદાયિની – લક્ષ્મી
દુઃખહરા – દુર્ગા
સંગીત અને કલાની દેવી – સરસ્વતી

અખિલ તેજના ભંડાર સમી – સાવિત્રી


પંચવક્ત્ર [શિવજીના પાંચ મુખ]-

સદ્યોજાત (પૃથ્વી તત્વ)
વામ / સુંદર (જળ તત્વ)
અઘોર / તેજ (અગ્નિ તત્વ)
તત્પુરૂષ (વાયુ તત્વ)
ઈશાન (આકાશ તત્વ)

પંચમુખી હનુમાન –
અશ્વ મુખ
સિંહ મુખ
વાનર મુખ
મનુષ્ય મુખ

વરાહ મુખ


હનુમાનજીના પાંચ સગા ભાઈ –
મતિમાન
શ્રુતિમાન
કેતુમાન
ગતિમાન
ધૃતિમાન

પંચાયતન દેવતા –
ગણપતિ
શિવ
વિષ્ણુ
દુર્ગા

સૂર્ય


પંચતત્વાર્ચન 
વાસુદેવ – ॐ अं वासुदेवाय नम:
સંકર્ષણ (બલરામ) – ॐ आं संकर्षणाय नम:
પ્રદ્યુમ્ન – ॐ अं प्रध्युम्नाय नम:
અનિરુદ્ધ – ॐ अ: अनिरुद्धाय नम:
નારાયણ – ॐ ॐ नारायणाय नम:

આરતીના પાંચ પ્રકાર [સમયાનુસાર]-
મંગળા આરતી (પ્રાપ્ત:કાળ)
શૃંગાર આરતી (મંગળા પછી પ્રાપ્ત:કાળ)
ભોગ આરતી (મધ્યાહન)
ગ્વાલ આરતી (સાયંકાળ)

શયન આરતી (રાત્રી)


પાંચ સમૂહો –
ગંધર્વો
દેવો
પિતૃઓ
અસુરો
રાક્ષસો

પાંચ પાંડવો –

યુધિષ્ઠિર (ધર્મરાજ)
બાણાવળી અર્જુન (ઇન્દ્ર પુત્ર)
મહાબલી ભીમ (વાયુપુત્ર)
નકુલ (તલવાર કુશળ)

સહદેવ (જ્યોતિષ પ્રકાંડ)


પંચ મહાવાક્ય-
प्रज्ञानं ब्रह्म (બ્રહ્મ એ જ ખરું જ્ઞાન છે)
अहं ब्रह्मस्मि (હું બ્રહ્મ છું)
तत्वमसि (તે તું છે)
अयमात्मा (આત્મા બ્રહ્મ છે)

सर्वं खल्विदं ब्रह्म (આ બધું બ્રહ્મરૂપ છે)


ઋગ્વેદની પાંચ પ્રમુખ શાખાઓ –
શાકલ
વાષ્કલ
આશ્વલાયન
શાંખાયન

માંડૂકાયન


સામવેદના ગાનની પંચ ભક્તિ – 
પ્રસ્તાવ
ઉદ્દગીથ
પ્રતિહાર
ઉપદ્રવ
નિધન

ભારતીય સંસ્કૃતિના પાંચ પ્રાણ –

વેદ
ઉપનિષદ
રામાયણ
મહાભારત
ગીતા

પુરાણના પાંચ લક્ષણો –
સર્ગ (ભગવાને રચેલી સૃષ્ટિ / બ્રહ્માને જાગવાનો દિવસ)
પ્રતિસર્ગ (એકમાંથી બીજું)
વંશ
મન્વંતર

ઇશાનુચરિત


પંચશતી –

કટાક્ષ શતક
મંદહાસ્ય શતક
પાદારવિન્દ શતક
આર્યા શતક
સ્તુતિ શતક

પાંચ ગુહ્ય સૂત્રો –
બૌધાયન સૂત્ર
આપસ્તંબ સૂત્ર
સત્યાષાઢ  સૂત્ર
માનવ સૂત્ર
કાઠક સૂત્ર

પંચાંગ –
તિથિ
વાર
નક્ષત્ર
યોગ
કરણ

પાંચ જન્ય શંખ –

પંચકોષ (આત્મા ઉપરના પાંચ આવરણો) –
આનંદમય કોષ
વિજ્ઞાનમય કોષ
મનોમય કોષ
પ્રાણમય કોષ

અન્નમય કોષ


ગર્ભકાળમાં જ વિધાતા દ્વારા લખાઈ જતી પાંચ બાબતો –

આયુષ્ય
કર્મ
જ્ઞાન / વિદ્યા
ધન

મૃત્યુ


પંચભૂમિકા / ચિત્તની પાંચ અવસ્થા 
ક્ષિપ્ત
મૂઢ
વિક્ષિપ્ત
એકાગ્ર

વિરુદ્ધ


બુદ્ધિની પાંચ વૃત્તિઓ –
પ્રમાણ
વિપર્યય
વિકલ્પ
નિદ્રા
સ્મૃતિ

પાંચ પુનર્જન્મ –
શુક્રમાં જન્મ
શોણિતમાં જન્મ
ભૂમિમાં જન્મ
સંસ્કારોથી જન્મ

પરલોકમાં જન્મ


પાંચ જ્ઞાનેન્દ્રિયો –

સ્વાદેન્દ્રિય (જીભ)
સ્પર્શેન્દ્રિય (ત્વચા)
ઘ્રાણેન્દ્રિય (નાક)
દ્રષ્ટેન્દ્રિય (આંખો)
કર્ણેન્દ્રિય (કાન)

પાંચ કર્મેન્દ્રિયો –
હાથ
પગ
મુખ
લિંગ (ઉપસ્થ)

ગુદા


પાંચ કર્મેન્દ્રિયોથી થનારા પાંચ કર્મો –
મળ ઉત્સર્જન (ગુદા)
મૈથુન આનંદ (ઉપસ્થ / લિંગ)
શિલ્પ કળાકારી
ગમન
વાચા

પાંચ આંગળીઓ –
અંગુષ્ઠ
તર્જની
મધ્યમા
અનામિકા

કનિષ્ઠિકા


પંચતીર્થ (બ્રાહ્મણના હાથમાં વસેલ)-
દેવ તીર્થ
બ્રાહ્મ તીર્થ
પ્રાજાપત્ય તીર્થ
સૌમ્ય તીર્થ
પિતૃ તીર્થ

પંચામૃત –
ઘી
સાકર
દૂધ
દહીં
મધ

પંચોપચાર –
ગંધ (ચંદન)
પુષ્પ
ધૂપ
દીપ
નૈવેદ્ય

અમૃત ધૂપ –
અગર
ચંદન
મોથ
સિહલાદ
કસ્તુરી

પંચગવ્ય –
ગાયનું મૂત્ર
છાણ
દૂધ
દહીં

ઘી


પાંચ તન્માત્રાઓ –

શબ્દ
સ્પર્શ
રૂપ
રસ
ગંધ

પંચપ્રાણ / પાંચ વાયુઓ –
પ્રાણ
અપાન
વ્યાન
ઉદાન

સમાન


પંચ કૌર –
પ્રાણાય સ્વાહા
અપાનાય સ્વાહા
વ્યાનાય સ્વાહા
ઉદાનાય સ્વાહા

સામાનાય સ્વાહા


પંચ ઉપપ્રાણ – 
નાગ
કૂર્મ
કૂકલ
દેવદત્ત
ધનંજય

પંચ મહાભૂત-
આકાશ
વાયુ
અગ્નિ
જળ

પૃથ્વી


પંચ શબ્દ –
તંત્રી
તાલ
જાન્જ
નગારા

તુરહી


પંચ ધ્વનિ –
વેદ ધ્વનિ
વન્દિ ધ્વનિ
જય ધ્વનિ
શંખ ધ્વનિ
હુલૂ ધ્વનિ

બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાર્થે બનાવેલ પાંચ પ્રકારના સ્થાવરાત્મક સર્ગ –
વૃક્ષ 
ગુલ્મ 
લતા 
વિરુઘ 
તૃણ રૂપ 

પંચરત્ન –
સુવર્ણ
રજત (ચાંદી)
મોતી
મણિ

પ્રવાલ


પંચ ધાતુ –
 તાંબુ
પિત્તળ
સોનુ
રૂપુ (ચાંદી)

જસત


પંચ પાત્ર –
આચમની (દર્વી)
પવાલું (બોમ્બે પાત્ર)
તારભાણી (નાની થાળી)
લોટો
કળશ

પંચ કળશ-
સુવર્ણ કળશ
રજત કળશ
તામ્ર કળશ
પિત્તળ કળશ

મૃત્તિક કળશ


પંચાવયવ (અનુમાન પ્રમાણના પાંચ અવયવ)
પ્રતિજ્ઞા (પર્વત ઉપર અગ્નિ છે)
હેતુ (કેમકે ત્યાં ધુમાડો છે)
ઉદાહરણ (જેમકે રસોડામાં)
ઉપનયન (અહિં પણ એમ જ છે)
નિગમન (તેથી એ પણ એવું જ છે).

પાંચ પ્રકારના કર્મો –
નિત્યકર્મ
નૈમિત્તિક કર્મ
કામ્ય કર્મ
નિષિદ્ધ કર્મ

પ્રાયશ્ચિત કર્મ


પંચકર્મ (સંધ્યા વંદન વખતે)-
આચમન
શિખાબંધન
પ્રાણાયામ
અઘમર્ષણઃ

ન્યાસ


પાંચ પ્રકારના વિવિધ કર્મો – 
ઉત્પ્રેક્ષણ
અવક્ષેપણ
આકુંચન
પ્રસારણ
ગમન

(કર્મ યોગના) પંચ ભેદ [સાધન કલ્પતરુ – 742] – 
કેવળ કર્મયોગ
ભક્તિગૌણ કર્મયોગ
ભક્તિસામાન્ય કર્મયોગ
ભક્તિપ્રધાન કર્મયોગ
કેવળ ભક્તિયોગ

બ્રાહ્મણની આજીવિકાની પાંચ વૃત્તિઓ [મનુસ્મૃતિ 4.4]-
ઋત
અમૃત
મૃત
સત્યાનૃત

પ્રમૃત


પૂજનના પાંચ પ્રકાર –
મંત્ર
જપ
હોમ (યજ્ઞ)
દાન

તપ


પાંચ પ્રકારના યજ્ઞો –
આદિ યજ્ઞ
વૈદિક યજ્ઞ
સ્માર્ત યજ્ઞો
આત્મ યજ્ઞ

ગીતૉક્ત યજ્ઞ


પંચ ભૂ-સંસ્કાર (હવન વેદી બનાવી અગ્નિ પ્રસ્થાપિત કરવા માટે) [નિત્ય કર્મ પૂજા પ્રવેશ – 284]–
પરિસમૂહન – दर्भे परिसमूह्य
દર્ભ ની ઝૂડી / ત્રણ કુશથી થી (વેદી) કુંડનો મધ્યભાગ સાફ કરવો
ઉપલેપન – गोम्योदकेन उपलिप्य 
ગૌમય (ગાયના છાણ મૂત્ર) + પાણી થી કુંડનો મધ્યભાગને લીપવું (છાણ લીંપણ)
ઉલ્લેખન – स्त्रुवा मूलेन उल्लिख्य 
દર્ભ / શર્વાના મૂળ ભાગથી કુંડના મધ્યભાગને ઉલ્લેખિત કરવું (ખોતરવું) / ત્રણ ઊભી રેખાઓ કરવી
ઉદ્ધરણ
અનામિકા + અંગુઠાથી કુંડની અંદરની (સર્વાથી ખોતરેલી)માટી બહાર કાઢી નાખવી
અભ્યુક્ષણ 

છતા હાથની અંજલીમાં ગંગા જળ લઇ વેદી ઉપર પ્રોક્ષણ કરવું (કુંડમાં છાંટવું).


મંત્રના પાંચ પ્રકાર –

નૈગમિક
આગમિક
પૌરાણિક
શાબર

પ્રકિર્ણક


મંત્ર સાધનાના પાંચ વિભાગો –

અભિગમન – સ્થાન નક્કી કરી શુદ્ધિ કરવી
ઉપાદાન – સામગ્રી એકત્રીકરણ
ઈજયા – મંત્રદેવતાની વિવિધ ઉપચારો વડે પૂજા
સ્વાધ્યાય – મંત્રનો વિધિપૂર્વક જપ
યોગ – મંત્રદેવતાનું ધ્યાન

કર્મોના પાંચ કારણો –
શરીર (સ્થાન)
ઇન્દ્રિયો
અનેક ચેષ્ટાઓ
પરમાત્મા

કર્તા


કાર્ય સિદ્ધિના પાંચ કારણો –
પુરુષાર્થ
કર્મ
કાળ
નીતિ
સ્વભાવ

પંચ રાત્ર શાસ્ત્ર –
પંચ રંગ
સફેદ / શ્વેત (ચોખા / ઘઉં / જવનો લોટ)
લાલ / રક્ત (સિંદૂર / ગેરુ / કેસર)
કાળો / કૃષ્ણ (બાળેલા જવ)
લીલો / હરિત (કાળો + પીળો)
પીત / પીળો (હળદર / હડતાલ)

પાંચ નામાપરાધ-
સત્પુરુષની નિંદા
દેવો વચ્ચે ભેદ જોવો
ગુરુની અવજ્ઞા
શાસ્ત્રોની નિંદા
અહંતા અને મમતા રાખવી

પાંચ અગ્નિ વિનાની બળતરા –
પ્રિય પત્ની વિયોગ
સ્વજનોનું અપમાન
દેવું બાકી
ખરાબની સેવા (ને લીધે મિત્રો મોઢા અવળા કરે)

દરિદ્રતા


પંચગ્રાસ (ભોજન કરતા પહેલા મુકાતા પાંચ કોળિયા જેનાથી પંચ વિધ હત્યાનું પ્રાયશ્ચિત થાય).-

દેવ માટે ગ્રાસ
ઋષિ માટે ગ્રાસ
મનુષ્ય માટે ગ્રાસ
ગંધર્વ માટે ગ્રાસ
પશુ-પક્ષી માટે ગ્રાસ

પંચવિધ હત્યા (ગૃહસ્થને ત્યાં રોજ પાંચ પ્રકારની હત્યા થાય છે)-
ચૂલામાં અગ્નિ બાળતા સમયે
અન્નને ખાંડતી કે દળતી વખતે
પાણીના ઓવારા પર
સાવરણીથી ઝાડુ લગાવતા સમયે
જાણતા અજાણતા અન્ય સફાઈ કરતી વખતે

પંચ ક્લેશ –
અવિદ્યા
અસ્મિતા
રાગ
દ્વેષ

અભિનિવેશ


પાંચ કળિયુગ અને અધર્મના સ્થાન-
જુગાર
ધન સંગ્રહ
સોનુ
હિંસા

વ્યભિચાર


પાંચ અસ્થિર વસ્તુઓ [ગરુડ પુરાણ – 306]-
વાદળાની છાયા
દુર્જનની પ્રીતિ
પરસ્ત્રી સંગ
પ્રાણી માત્રનું યૌવન
ધન

પાંચ પાપના ફળો [ગરુડ પુરાણ 305]-
દાતા (સ્વભાવે) પણ આર્થિક રીતે દરિદ્ર
ધનવાન પણ લોભી
પુત્ર છે પણ વશમાં નથી
દુષ્ટની સેવા કરવી પડે
બીજાને ઉપકાર કરવા જતા મૃત્યુ થાય

પાંચ દુઃખો –

ગર્ભ દુઃખ
જન્મ દુઃખ
જરા દુઃખ
વ્યાધિ દુઃખ
મરણ દુઃખ

પાંચ પ્રકારની શુદ્ધિ (આત્મ / સ્વ શુદ્ધિ)-
મન: શુદ્ધિ
કર્મ શુદ્ધિ
કુળ શુદ્ધિ
શરીર શુદ્ધિ

વાંક શુદ્ધિ


પંચ શુદ્ધિ (તંત્ર શાસ્ત્ર પ્રમાણે ) – 

આત્મ શુદ્ધિ
સ્થાન શુદ્ધિ
મંત્ર શુદ્ધિ
દ્રવ્ય શુદ્ધિ
દેવ શુદ્ધિ

પંચ યમ (યોગના આઠ અંગમાંનુ એક) / પાંચ અણુવ્રત –
અહિંસા
સત્ય
અસ્તેય (ચોરી ન કરવી)
બ્રહ્મચર્ય

અપરિગ્રહ (સંગ્રહ ન કરવો)


દુ:ખના મૂળ કાઢી શાંતિ આપનાર પાંચ કારણો [ગરુડ પુરાણ – 306]-
વશ રહેનાર પુત્ર
ઇચ્છાનુસાર વશ રહેનાર પત્ની
ધન ઉપજાવે એવી વિદ્યા
શરીરમાં નિરોગી પણુ

સજ્જનોની સોબત


પંચવસ્થા (રાશિ અને ગ્રહ ઉપર આધારિત)

બાલ્યાવસ્થા
કુમારાવસ્થા
યવાવસ્થા
વૃદ્ધાવસ્થા
મૃત્યુ અવસ્થા

સોળ સંસ્કારોના પાંચ વિભાગો –

જન્મ પૂર્વના સંસ્કાર
શિશુ સંબંધી સંસ્કાર
શિક્ષા સંબંધી સંસ્કાર
વિવાહ સંબંધી સંસ્કાર

અંત્યેષ્ટિ સંબંધી સંસ્કાર


પંચક (પાંચ નક્ષત્રો જ્યારે એક સાથે આવે) – 
ઘનિષ્ઠા નક્ષત્ર
શતભિષા
પૂર્વાભાદ્રપદ
ઉત્તરાભાદ્રપદ

રેવતી


પંચબલી – 

ભૂતબલી
કાગબલી
નાગબલી
પ્રેતબલી

નારાયણબલી


પંચ સૂક્ત (નારાયણ બલી વખતે) – 
બ્રહ્મ સૂક્ત
પુરુષ સૂક્ત
રુદ્ર સૂક્ત
યમ સૂક્ત

તત્પુરૂષ સૂક્ત (પ્રેત સૂક્ત)


પંચઘેનુ દાન – 
ઋણાપનોદ ઘેનુ
પાપાપનોદ ઘેનુ
ઉત્ક્રાંતિ ઘેનુ
વૈતરણી ઘેનુ
મોક્ષ ઘેનુ

પંચ તારક –

તુલસી
ગૌ
બ્રાહ્મણ
વિષ્ણુ
એકાદશી વ્રત

પાંચ માતાઓ 
જનની માતા (જન્મ દેનાર)
માસી (માતાની બહેન)
પૃથ્વી માતા
ગૌ માતા

ગંગા માતા


પાંચ પિતૃભક્ત પુત્ર –
યજ્ઞ શર્મા
વેદ શર્મા
ધર્મ શર્મા
વિષ્ણુ શર્મા
સોમ શર્મા

પંચ કેદાર –
શ્રી કેદારનાથ
શ્રી મધ્યમેશ્વર
શ્રી તુંગનાથ
શ્રી રુદ્રનાથ

શ્રી કલ્પેશ્વર


પંચનાથ – 
બદ્રીનાથ
રંગનાથ
જગન્નાથ
દ્વારિકાનાથ

ગોવર્ધનનાથ


પંચકાશી – 
કાશી (વારાણસી)
ગુપ્ત કાશી (ઉત્તરાખંડ)
ઉત્તર કાશી (ઉત્તરાખંડ)
દક્ષિણ કાશી (તેનકાશી – તામિલનાડુ)

શિવ કાશી


પંચ પીઠ (આદિ શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત) – 
જ્યોતિષપીઠ (જોશી મઠ – ઉત્તરાંચલ)
ગોવર્ધન પીઠ (જગન્નનાથ પુરી – ઓરિસ્સા)
શારદા પીઠ (દ્વારિકા – ગુજરાત)
શૃંગેરી પીઠ (શૃંગેરી – કર્ણાટક)
કામોકોટી પીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

પાંચ સરોવર [પુરાણોક્ત મુખ્ય સરોવરો]-

માન સરોવર (તિબેટ)
બિંદુ સરોવર (સિદ્ધપુર)
નારાયણ સરોવર (કચ્છ)
પમ્પા સરોવર (કર્ણાટક)

પુષ્કર સરોવર (રાજસ્થાન)


ગ્રામ પંચાયત –

ગામના પ્રશ્નો, સમસ્યા અને તેના ઉપાયો તથા સાક્ષી માટે નીમેલા પાંચ માણસોનો સમૂહ


પાંચ વખાણવા યોગ્ય બાબતો –

પર્વત ઉપર ચડવું

પાણીમાં તરવું
ગાયોના ટોળાને વશ રાખવા
દુષ્ટોને શિક્ષા કરવી

પડેલાને ઉભો (ગરીબોનો ઉદ્ધાર) કરવો


પંચાંગત (પાંચ છુપાવવા જેવી અંગત બાબતો) – 
યોગ
યુક્તિ
તપ
મંત્ર
પ્રભાવ

ઈશ્વર જોડે માંગવા જેવી, મનુષ્યને શાંત અને પ્રસન્ન રાખનાર પાંચ બાબતો –
પરમાર્થની કમાણી
પરસેવાની કમાણી
શરમ, વિવેક, વિનય અને મર્યાદા
ઉદારતા, નેકી, પ્રામાણિકતા

સારો સ્વભાવ, આંખમાં પવિત્ર પ્રેમ, વાણીમાં મીઠાશ


પાંચ પ્રકારના ભ્રમ [અન્નપૂર્ણા ઉપનિષદ]-

જીવ અને ઈશ્વર જુદા જુદા રૂપવાળા છે.
કર્તાપણાનો ગુણ આત્મામાં રહેલો છે અને તે વાસ્તવિક છે.
જીવ ત્રણ શરીરોથી યુક્ત છે અને સંગવાળો છે.
જગતના કારણનું સ્વરૂપ વિકારી છે.

જગત તેના કારણથી જુદું હોઈ સત્ય છે.


પંચતંત્ર (ની કથાઓ)-
મિત્ર ભેદ
મિત્ર લાભ
સંધિ વિગ્રહ
લબ્ધ પ્રણાશ

અપરિક્ષિતકારક


વિદ્યાર્થી અવસ્થાના પંચલક્ષણ – 

કાક ચેષ્ટા
બકોધ્યાનમ
શ્વાન નિદ્રા
અલ્પાહારી
ગૃહત્યાગી

વ્યાકરણના પાંચ પ્રયોજન –
રક્ષા
ઉહ
આગમ
લઘુ

અસંદેહ


પંચસિદ્ધાંતિકા (પ્રાચીન ગણિતના પાંચ સિદ્ધાંતો) – 

પૌલીશ
રોમક
વાસિષ્ઠ
સૌર
પૈતામહઃ

પંચ પર્વા /પાંચ અવિદ્યા (લિંગમહાપુરાણ 5.2)-

તમ (અજ્ઞાન)
મોહ
મહામોહ (ભોગેચ્છા)
તામિસ્ત્ર (ક્રોધ)

અંધતામિસ્ત્ર (અભિનિવેશ)


પંચપ્રલય – 

નિત્ય પ્રલય (સુષુપ્તિ)
મનવન્તર પ્રલય
દૈનંદિન પ્રલય (બ્રહ્માની સુષુપ્તિ)
બ્રહ્મ પ્રલય / મહાપ્રલય (બ્રહ્માનું આયુષ્ય પૂરું થતાં તેનો નાશ થવો તે)

આત્યંતિક પ્રલય (મુકતાવસ્થા)