सन्ध्यायज्ञजपहोमैः शुद्धचित्तो जितेन्द्रियः । दयालुः शीलसंपन्नो ब्राह्मणो ब्रह्मवित्तमः ॥
सन्तोषी क्षमया युक्तो दानी धर्मपरायणः । भूतहिते सदा सक्तो निर्वैरः समदर्शनः ॥
वेदसंस्कृतिरक्षार्थं यः स्वजीवनमर्पयेत् । ईश्वरार्पितकर्मा स आदर्शब्राह्मणः स्मृतः ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા, યજ્ઞ, જપ અને હોમ દ્વારા ચિત્તને શુદ્ધ રાખે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને દયા તથા સદાચારથી યુક્ત છે — તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય છે. સંતોષ, ક્ષમા, દાન, ધર્મપરાયણતા અને સર્વજીવોના હિતમાં નિરંતર પ્રવૃત્તિ એના લક્ષણો છે. જે વેદ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી સર્વ કર્મોને ઈશ્વરને અર્પણ કરે છે, તે જ આદર્શ બ્રાહ્મણ ગણાય છે.
આજના સમયમાં આદર્શ બ્રાહ્મણ જેવું જીવન જીવવું અત્યંત કઠિન બની ગયું છે, કારણ કે આજનો મનુષ્ય સતત સમય, અર્થ, પ્રતિષ્ઠા અને સ્પર્ધાની દોડમાં વ્યસ્ત છે. એવા યુગમાં ત્રિકાળ સંધ્યા, શાસ્ત્ર અધ્યયન, ઇન્દ્રિય સંયમ, સંતોષ, દયા અને નિઃસ્વાર્થતા જેવી શાસ્ત્રોક્ત જીવનશૈલી ઘણા લોકોને અવ્યવહારુ અથવા અશક્ય લાગે છે. સમાજ પણ હવે માણસના ચરિત્ર અને સદાચાર કરતાં તેની સંપત્તિ, પ્રભાવ અને બાહ્ય સફળતાને વધુ મહત્વ આપે છે. છતાંય સત્ય એ છે કે સંયમ અને ધર્મનો માર્ગ કોઈ પણ યુગમાં સહેલો રહ્યો નથી. આદર્શ બ્રાહ્મણ બનવાનો અર્થ માત્ર જાતિગત ઓળખ નહીં પરંતુ મન, ઇન્દ્રિયો અને અહંકાર ઉપર વિજય પ્રાપ્ત કરવાની આંતરિક સાધના છે. ક્રોધ કરતાં ક્ષમા, લોભ કરતાં સંતોષ અને સ્વાર્થ કરતાં કર્તવ્યને મહત્વ આપવું એ જ તેનો સાર છે. આજના સમયમાં સંપૂર્ણ રીતે આદર્શ જીવન જીવવું ભલે દુર્લભ હોય, પરંતુ થોડું પણ સત્ય, પ્રાર્થના, દયા, સંયમ અને ઈશ્વર સ્મરણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ એક મહાન સાધના સમાન છે. કલિયુગમાં પૂર્ણતા દુર્લભ હોઈ શકે, પરંતુ સચ્ચા હૃદયથી કરાયેલ પ્રયત્ન પોતે જ પુણ્ય અને આધ્યાત્મિક પ્રગતિનું કારણ બને છે.
आतिथ्यं वैश्वदेवश्च षट् कर्माणि दिने दिने ॥
2. પંચ મહાયજ્ઞ
2.1 – વેદ પુરાણાદિ પઠન (બ્રહ્મ યજ્ઞ)
2.2 – દેવતા પૂજન (દેવ યજ્ઞ)
2.3 – તર્પણ (પિતૃ યજ્ઞ)
2.3.1 – દેવ તર્પણ
2.3.2 – ઋષિ તર્પણ
2.3.3 – દિવ્ય મનુષ્ય તર્પણ
2.3.4 – દિવ્ય પિતૃ તર્પણ
2.3.5 – યમ તર્પણ
2.3.6 – મનુષ્ય પિતૃ તર્પણ
2.3.7 – દ્વિતીય ગોત્ર તર્પણ
2.3.8 – પત્ની આદિ તર્પણ
2.3.9 – ભીષ્મ તર્પણ
2.4 – બલી વૈશ્વદેવ (ભૂત યજ્ઞ)
2.5 – અતિથિ સત્કાર (મનુષ્ય યજ્ઞ)
3. નિત્ય હોમ
9. દયાવાન
ब्राह्मणा: साधव: शान्ता नि:सङ्गा भूतवत्सला: ।
एकान्तभक्ता अस्मासु निर्वैरा: समदर्शिन: ।।

બ્રહ્મચર્ય અથવા એક પત્નીવ્રતની મર્યાદામાં રહી, ઘરે નિયમિત ત્રિકાલ સંધ્યા કરી, સંસારમાં નિ:સ્વાર્થ સત-કર્મો કરી, પોતાના સર્વે કર્મો ઈશ્વરાર્પણ કરી બ્રહ્મ પ્રાપ્તિ તરફ સતત વધતો રહે એને આદર્શ બ્રાહ્મણ કહેવાય.
એવું કહેવાય છે – “જે બ્રાહ્મણ નિયમિત ત્રિકાલ સંધ્યા કરે એને જગતમાં રોટલો રળવાની ચિંતા રહેતી નથી અને એનું ક્ષેમકુશળ ગુજરાન ઈશ્વર સંભાળી લે છે”.


હે બ્રાહ્મણ દેવતા, ઉઠો ! દૈવત્વની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી આ જગત પર ઉપકાર કરો.


ॐ नमो नारायणाय नमः
अग्निर्को विषं शस्त्रं
विप्रो भवति कोपित:
गुरूर्ही सर्वभूतानां
ब्राह्मण: परिकिर्तिता ।।
कोपायमान किया हुआ ब्राह्मण अग्नि, सूर्य , विष , एवं शस्त्र के। समान भयंकर होता है । इस लिए ब्राह्मण का संमान करे क्योंकि ब्राह्मण को समस्त प्राणियों का गुरू कहा गया है ।।
LikeLike
એકજ કુટુંબ માં સમયાંતરે પુત્ર બાદ પાંચમાં દિવસે પિતાનું મરણ થાય તો ઉત્તરકિર્યા કેવી રીતે કરવી
LikeLike
પુત્ર નો જીવ પંચક માં ગયો હતો કે નહિ તે શોધો.જો હા, તો પિતાના ઉત્તર સંસ્કાર સાથે બંનેની પંચક શાંતિ કરાવવી પિતા ને જો પુત્ર ન હોય તો એમનો જમાઈ અથવા ભાઈ અથવા કોઈ પણ કરાવી શકે.
LikeLike