શ્રી નરેન્દ્ર મોદી


ગરીબોના હૃદયમાં વસનાર, પ્રત્યેક જાતિ અને ધર્મના લોકોના મનમાં ઉત્તમ સ્થાન મેળવનાર, યુવાનોને અખૂટ પ્રેરણા આપનાર, માતાઓ અને બહેનોના દુર્લભ એવા હાર્દિક આશીર્વાદ પામનાર, દુર્જનો અને શત્રુઓના દાંત ખાટા કરી ચૂર ચૂર કરી દેનાર, સમગ્ર વિશ્વના નેતાઓને પ્રભાવિત કરનાર, જગતમાં ભારતનો ડંકો વગાડનાર, સરળ, ત્યાગી, પુરુષાર્થી, સાધુ અને આપણા આધુનિક ભારતના લાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના શક્તિદાયી વિચારો અને એમના કહેલ સુવાક્યો.


 • હું ભૂતકાળના બોજાને અથવા ભવિષ્યના ગાંડપણને વહન કરતો નથી. હું વર્તમાનમાં જીવું છું.
 • આપણે ACTS ની નહિ ACTION ની આવશ્યકતા  છે.
 • મન ક્યારેય સમસ્યા નથી. અસલી સમસ્યા માનસિકતા છે.
 • ઇચ્છા + સ્થિરતા =નિર્ણાયકતા
  નિર્ણય + મહેનત = સફળતા
 • મહેનત ક્યારેય થાક લાવતી નથી, તે તો સંતોષ લાવે છે.
 • પ્રત્યેકમાં જ્યોતની જેમ ઉદ્ભવવાની વૃત્તિ હોય છે. આવો, ચાલો એ વૃત્તિને પોષણ આપીએ.
 • જ્યાં સુધી તમે બીજાને પ્રોત્સાહિત નહીં કરો ત્યાં સુધી તમને પરિણામ મળશે નહીં. પ્રેરણા જ હંમેશા તમને પરિણામો આપશે.
 • લોકોની આશીર્વાદ તમને અવિરતપણે કામ કરવાની શક્તિ આપે છે. જરૂરી વસ્તુ પ્રતિબદ્ધતા જ છે.
 • જો તમે પોતાને નેતા કહેશો, તો તમારે નિર્ણાયક બનવું પડશે. જો તમે નિર્ણાયક છો, તો તમારી પાસે નેતા બનવાની તક છે. આ એક જ સિક્કાની બે બાજુઓ છે.
 • લોકશાહીમાં, આરોપો ક્યારેય પરિસ્થિતિમાં સુધારો કરશે નહીં. તેથી, હું આરોપો સામે છું, પરંતુ હું હંમેશાં આલોચનાનો આવકાર કરું છું.
 • અમે અહીં કોઈ પણ હોદ્દા માટે નથી પરંતુ એક જવાબદારી માટે છીએ.
 • મારી જવાબદારી એ છે કે દેશના દરેક નાગરિકો સુધી પહોંચવા માટે હું નિદર્શનાત્મક પ્રયત્નો  કરું.
 • આપણે  એકસાથે ચાલીએ, એક સાથે વિચાર કરીએ, એકસાથે ઉકેલ લાવીએ, અને સાથે મળીને આપણે આ દેશ આગળ લઈ જઈએ.
 • હું હંમેશાં કહું છું કે લોકશાહીની શક્તિ ટીકામાં છે. જો કોઈ ટીકા નથી હોતી, તો તેનો અર્થ એ છે કે ત્યાં લોકશાહી નથી. અને જો તમે વધવા માંગો છો, તો તમારે ટીકા આમંત્રિત કરવી આવશ્યક છે. અને હું વધવા માંગુ છું; હું ટીકા આમંત્રિત કરવા માંગુ છું.
 • એવું કહેવાય છે કે લોકશાહી ઝડપી પરિણામો અને સારા શાસન આપી શકે નહીં. છેલ્લા 2.5 વર્ષોમાં, આપણે જોયું છે કે તે શક્ય છે.
 • મારી સંપૂર્ણ માન્યતા છે કે ભારતીયો પાસે અમર્યાદિત પ્રતિભા છે. મને આપણી ક્ષમતાઓ વિશે કોઈ શંકા નથી.

SuccessKey