સતર્ક મહાત્મ્ય સંગ્રહ

(ઈશ્વરી તત્વનું) મહાત્મ્ય જાણ્યા વિના તો માત્ર “જારભાવથી” (રંગ રૂપ ઉપર મોહિત થઇ જઈને) કરેલ ભગવદ ભક્તિ પણ નકામી હોય છે. જ્ઞાન જેટલું વધશે એટલી જ તમારી ભક્તિ પણ તીવ્ર વેગે આગળ વધશે. માટે (માહાત્મ્યનું) જ્ઞાન આવશ્યક છે. 
ચેતવણી !
જેમ કેરીના ઝાડ પર સફરજનના ફળની અપેક્ષા ન રખાય, જેમ મંદિરોમાં ચલચિત્રો ની અપેક્ષાએ ન જવાય જેમ ઈશ્વર પાસે સાંસારિક પદાર્થો ન માંગતા ઉત્તમ ચરિત્ર તથા ગુણો મંગાય – એમ આધ્યાત્મિક જગત (જે મનનો પ્રદેશ છે) તેને લગતા કાર્યોમાં સંસારિક ફળની આશા ન રાખતા, પોતાના આત્માની પુષ્ટિ થાય એ જ ઉદ્દેશ્ય રાખવો. તેના મહાત્મ્ય પણ એ જ પ્રમાણે હોય છે.
.
તિલક, ઘંટડી, પ્રદક્ષિણાથી માંડીને ધ્યાન, ધારણા, સમાધી સુધીના મહાત્મ્ય માત્ર 3 બાબતોની આસપાસ હોય
1. સંસારથી વૈરાગ્ય
2. ઈશ્વરનું સામીપ્ય
3. આત્માની પુષ્ટિ
.
માટે આપણી આધ્યાત્મિક બાબતો નું ભૌતિક વૈજ્ઞાનિક લાભ શોધવાના ચક્કરમાં પડવાની મૂર્ખતા ન કરવી. એ લાભ તો અનાયાસે મળે છે એ માટે ઈશ્વર પૂજન ન થાય. કારણ કે આધ્યાત્મિક જગતનું ગણિત અલગ છે. જગતનું ગણિત એ ભૌતિક વિજ્ઞાન અને એ જગતને જોનારનું ગણિત એ આધ્યાત્મિક વિજ્ઞાન.
Learning to become a good driver will not get you a job of automobile engineer. However, no matter how perfect the car is engineered, a good driver is always essential. Likewise, attaining perfection in physical world never assures you to be at rest. A good character is always a MUST must to run this world.
.
ભૌતિક બાબતોનું મહાત્મ્ય તો કોઈ ને કહેવાની જરૂર નથી. પણ આધ્યાત્મિક બાબતોનું મહાત્મ્ય એ પણ તર્ક સહીત, જવલ્લે જ જોવા મળે છે. વડીલોને “અમુક બાબતો શા માટે કરવી?” એમ કોઈ પૂછતું નથી, અને પૂછે તો ઉત્તર મળે કે – “ભઈ અમારા વડીલોએ અમુક કરવાનું કહેલું એટલે કરીએ છીએ”. આજ ની નવી પેઢીને તર્ક વિહીન વિધાનો ગળે નથી ઉતરતા. ઉતરવા પણ ન જોઈએ. દોષ એમનો નથી જ. તો આ રહયો – “સતર્ક મહાત્મ્ય સંગ્રહ” કે જે તેમના તમામ “કેમ?” પ્રશ્નોના (ગળે ઉતરે એવા) ઉત્તરો આપશે.

વાંચન – નું મહાત્મ્ય 

વાંચન થી નવા દ્રષ્ટિકોણ ખીલે, જેથી જીવન, વસ્તુ કે બાબતોને અલગ રીતે જોવાનો નજરીયો બને, એવા દ્રષ્ટિકોણથી જોઈ શકાય જે તેનું મૂલ્ય જાણે. આમ તો પ્રત્યેક વસ્તુનું મૂલ્ય છે (જો જાણો તો). મૂલ્ય જાણવાથી જ તેમાં રસ પડે છે, રસ પડવાથી જ એકાગ્રતા આવે, એકાગ્રતાથી જ સફળતા મળે છે. સફળતાથી આનંદ પ્રાપ્ત થાય. દુનિયાના તમામ બહુમુખી સફળ લોકોનું મોટે ભાગે બહોળું વાંચન હોય છે. તેઓ જ્યાં પણ જોડાય ત્યાં સફળ થતા હોય છે કારણ તેમની પાસે વસ્તુનું મૂલ્ય જોવાનો દ્રષ્ટિકોણ હોય છે.

ચારિત્રય – નું મહાત્મ્ય 

When everything is lost, nothing is lost. But, when character is lost, everything is lost. [Swami Vivekanand]

બધું ગુમાવ્યું તો પણ કાઈ નથી ગુમાવ્યું, પણ જો ચારિત્ર્ય ગુમાવ્યું તો સર્વસ્વ ગુમાવ્યું. [સ્વામી વિવેકાનંદ]


સત્સંગ – નું મહાત્મ્ય

નદી-નાળાનું જળ પણ ગંગા જળની સંગતી થી પોતે ગંગાજળ બની જાય છે.
કમળના પત્તાનો સંગ કરવાથી જળ બિંદુઓ પણ મોતી જેવી સુંદરતા ધારણ કરી લે છે.
નાગર પાનની સાથે લપેટેલા દ્રાક્ષના પત્તા પણ રાજા સુધી પહોંચી જાય છે.
ફૂલની સંગતિથી કીડા પણ દેવ-મૂર્તિઓના મસ્તકે પહોંચી જાય છે.
લાકડાની સંગતીથી લોખંડ પણ પાણીમાં તરી શકે છે.
પારસના સંપર્કમાં આવવાથી લોખંડ પણ સોનું થઇ જાય છે.
ચંદનની સાથે લીમડો પણ ચંદન બની જાય છે.
નારદના સત્સંગ થી વાલીયો લૂટારો મહર્ષિ વાલ્મીકી બન્યો
સત્સંગ થી ક્ષુદ્ર પણ ભાગ્યવાન બની જાય છે.

સંસ્કાર – નું મહાત્મ્ય 

જુઓ – “સંસ્કારો

ભક્તિ – નું મહાત્મ્ય 
BudhdhiMechanismLabeled
ગોળ કાણામાં ગોળ ટુકડા જ પેસે અને ત્રિકોણ કાણામાં ત્રિકોણ ટુકડા
 
આમ તો આપણી બુદ્ધિમાં ઠેર ઠેર ગોળ કાણાઓ છે પણ માયાના વાતાવરણમાં મોહ વશ તેની ફરતે અહંકાર, મમત્વ અને અજ્ઞાનનો કાટ બાઝી ગયેલ હોવાથી કાણાએ ત્રિકોણાકાર ધારણ કરી લીધો છે. માટે સાંસારિક જીવની બુદ્ધિમાં ઠેર ઠેર દેખીતી રીતે તો ત્રિકોણ કાણા જ છે (સત્વ, રજસ અને તમસની રેખાઓ થી બનેલ) જેની અંદર માત્ર સાંસારિક (ત્રિકોણ / ત્રીગુણમય) પદાર્થો જ જાય છે.  આત્યારે ઈશ્વર મહિમા, આધ્યાત્મિકતા વગેરે સમજાતા નથી કે નથી તેમાં મન લાગતું. જ્ઞાનના મોટા ગોળા બુદ્ધિમાંપેસી શકતા નથી.  હવે ભક્તિરસ ત્રિકોણ કાણાની આજુ બાજુ જમા થયેલ આ કાટને ઓગાળી દે છે (ભક્તને માયા નડતી નથી). જેથી ગોળ કાણા સ્પષ્ટ અને છતા થાય છે. હવે જ્ઞાનના મોટા મોટા ગોળા સરળતાથી બુદ્ધિમાં પેસી શકે છે.  જ્ઞાન ના ગોળા સ્વતંત્રપણે સ્વયં પ્રકાશિત હોવાથી અજ્ઞાનાન્ધકાર દૂર કરે છે અને અંદર રહેલ પરમાત્માના દર્શન કરાવે છે.  આમ કર્મ (ભક્તિ) અને જ્ઞાન બંને પાંખો છે મુક્ત રીતે ઉડવા માટે, પણ સહુ પ્રથમ કર્મ કરી ચિત્ત શુદ્ધ થાય એટલે કર્મ માર્ગ છોડી જ્ઞાન માર્ગ અપનાવવો જોઈએ

બ્રાહ્મણ – નું મહાત્મ્ય 

ગાય અને બ્રાહ્મણ પ્રેમી એવા પ્રભુ શ્રી રામચંદ્રના સ્વ મુખે:
બ્રાહ્મણોનો સંતોષ સર્વ મંગલની જડ છે અને ભૂદેવ બ્રાહ્મણોનો ક્રોધ કરોડો કુળને ભસ્મ કરી દે છે. [તુલસીકૃત રામચરિતમાનસ, અયોધ્યા કાંડ, 125/2]
બ્રાહ્મણકુળથી દ્રોહ કરનાર મને પ્રિય નથી. [તુલસીકૃત રામચરિતમાનસ, અરણ્ય કાંડ, 32/4]
મન, વચન અને કર્મથી કપટ ત્યજી જે ભૂદેવ બ્રાહ્મણોની સેવા કરે છે, મારા સહીત બ્રહ્મા શિવ આદિ સર્વ દેવતા એને વશ થઇ જાય છે. [અરણ્ય કાંડ, 33]
શાપ દેતો, મારનારો, કઠોર વચન કહેનાર બ્રાહ્મણ પણ પૂજનીય હોય છે એવું સંત જન કહે છે. શીલ અને ગુણહીન પણ બ્રાહ્મણ પૂજનીય છે. અને ગુણથી યુક્ત જ્ઞાનમાં નિપુણ પણ શુદ્ર પૂજનીય નથી. [તુલસીકૃત રામચરિતમાનસ, અરણ્ય કાંડ, 33/1]
.
ભગવાન મનુ કહે છે: 
બ્રાહ્મણો ઉપર કદી હાથ ન ઉપાડવો જોઈએ, ન કે કોઈ તણખલાથી પણ મારવો, કે ન એના શરીર થી રુધિર (લોહી)  નીકળવું જોઈએ. [મનુસ્મૃતિ, 4/169]
બ્રાહ્મણ ભલે ગમે તેટલું પાપ કેમ ન કરે, એનો વધ અથવા એને માર ન મારવો. વધુ માં વધુ રાજ્યથી નિષ્કાસિત કરી દેવો પણ એ સમયે એની સઘળી સંપત્તિ એને આપી દેવી જોઈએ. [મનુસ્મૃતિ, 8/379]
બ્રાહ્મણ હત્યાથી વધુ કોઈ પાપ આ દુનિયામાં નથી, માટે રાજાએ પોતાના મનમાં પણ તેનો વિચાર પણ ન લાવવો જોઈએ. [મનુસ્મૃતિ, 8/380]
.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે:
બ્રાહ્મણ અને ક્ષત્રીય એ બે જ લોકો આખી પૃથ્વીને ટકાવી રાખવા સમર્થ છે.
વેદ કહે છે:
જે દેશ માં રાજા બ્રાહ્મણોને દુ:ખ પહોંચાડે છે અથવા જે દેશમાં બ્રહ્મનો દુ:ખી રહે છે એ દેશનું પતન થઇ જાય છે. [અથર્વવેદ 5/19/6]

સુભાષિતમ પ્રમાણે 

एतत्त्रयं हि पुरुषं निर्दहेदवमानितम्  | तस्मादेतत्त्रयं नित्यं नावमन्येत बुद्धिमान्  || 

આ ત્રણ (ક્ષત્રિય, સાપ અને બ્રાહ્મણ) પોતાની માનહાની કરનારને (અવસર પ્રાપ્ત થતા જ) ભસ્મ કરી દે છે. માટે બુદ્ધિમાન પુરુષે એમનું કદી અપમાન ન કરવું જોઈએ.


યજ્ઞ – નું મહાત્મ્ય 

પૂર્વમીમાંસા” શાસ્ત્ર પ્રમાણે; યજ્ઞનું સાંગોપાંગ અનુષ્ઠાનના પરિણામ રૂપે “અપૂર્વ” નામનું એક સૂક્ષ્મ પણ કદી નિષ્ફળ ન જનારું પ્રધાન તત્વ ઉત્પન્ન થાય છે જે યજમાનને જન્મ-જન્માન્તરે અવશ્ય ફળ આપે છે.

સંસારનો પ્રત્યેક પદાર્થ સત્વ + રજસ + તમસના ગુણો થી બનેલો છે.
યજ્ઞ માં અપાતી આહુતિઓ (ઘી, ગાયનું છાણ, પુરોડાશ, હવિ ઈત્યાદી) વધુ સાત્વિક, વનસ્પતિજન્ય અને આયુર્વેદિક હોય છે. એની સાત્વિકતા અગ્નિમાં હોમ્યા બાદ ધુમાડા રૂપે વાયુ માર્ગે આકાશમાં વાદળાઓને જઈ મળે છે. અને વૃષ્ટિ માર્ગે જમીનમાં જઈ મળે છે અને વનસ્પતિમાં જાય છે જેને આરોગવાથી તે જ સાત્વિકતા આપણા શરીરમાં આવે છે. જેમ એન્જીનમાં નાખેલું તેલ બધા માર્ગે જઈ સફાઈ કરે છે, જેમ દેહ-શુદ્ધિની ગોળી લેવાથી તેના ગુણ આપણા મુખ થી માંડી ગુદા સુધીના માર્ગોને સ્વચ્છ કરે છે તેમ જ, યજ્ઞ દ્વારા ઉત્પન્ન થયેલી સાત્વિકતા આખી પર્યાવરણ (ECO-SYSTEM) ને પવિત્ર કરે છે. એક યજ્ઞ પાછળ અનેક લાભ થાય છે. પાશ્ચાત્ય મૂર્ખ જે લોકો આને કાર્બન ફૂટ પ્રિન્ટ કહે છે તેમને પૂછો કે ડીયોડોરન્ટ, કોસ્મેટીક પદાર્થો, વગેરે શું છે. તે પર્યાવરણ માટે કેટલા ઉપયોગી છે.
.
હોમ હવન કે યજ્ઞ નું વૈજ્ઞાનિક રીતે પર્યાવરણ માટે નું મહાત્મ્ય.
નોર્મલી રિસર્ચ એ 1 “વ્હાઇટ પેપર” કહેવાય જે સૌ પ્રથમ એ વિષયને લગતા વૈજ્ઞાનિકો જોડે રીવ્યુ માટે જાય અને ત્યાર બાદ સ્વીકૃતિ થયા પછી જ સાયન્સની જર્નલમાં છપાય.
Received 19 January 2007, Revised 17 August 2007, Accepted 22 August 2007, Available online 28 August 2007
આના ઉપરથી સાબિત થાય છે કે – (સાચી રીતે કરેલા) હોમ હવન એ પર્યાવરણ માટે લાભ કરતા છે.
1)  फ़्रांस के ट्रेले नामक वैज्ञानिक ने हवन पर रिसर्च की। जिसमे उन्हें पता चला की हवन मुख्यतः आम की लकड़ी पर किया जाता है। जब आम की लकड़ी जलती है तो फ़ॉर्मिक एल्डिहाइड नमक गैस उत्पन्न होती है जो की खतरनाक बैक्टीरिया और जीवाणुओ को मरती है तथा वातावरण को शुद्द करती है। इस रिसर्च के बाद ही वैज्ञानिकों को इस गैस और इसे बनाने का तरीका पता चला। गुड़ को जलने पर भी ये गैस उत्पन्न होती है।
(२) टौटीक नामक वैज्ञानिक ने हवन पर की गयी अपनी रिसर्च में ये पाया की यदि आधे घंटे हवन में बैठा जाये अथवा हवन के धुएं से शरीर का सम्पर्क हो तो टाइफाइड जैसे खतरनाक रोग फ़ैलाने वाले जीवाणु भी मर जाते हैं और शरीर शुद्ध हो जाता है।
(३) हवन की मत्ता देखते हुए राष्ट्रीय वनस्पति अनुसन्धान संस्थान लखनऊ के वैज्ञानिकों ने भी इस पर एक रिसर्च करी की क्या वाकई हवन से वातावरण शुद्द होता है और जीवाणु नाश होता है अथवा नही. उन्होंने ग्रंथो. में वर्णित हवन सामग्री जुटाई और जलने पर पाया की ये विषाणु नाश करती है। फिर उन्होंने विभिन्न प्रकार के धुएं पर भी काम किया और देखा की सिर्फ आम की लकड़ी १ किलो जलने से हवा में मौजूद विषाणु बहुत कम नहीं हुए पर जैसे ही उसके ऊपर आधा किलो हवन सामग्री डाल कर जलायी गयी एक घंटे के भीतर ही कक्ष में मौजूद बॅक्टेरिया का स्तर ९४ % कम हो गया। यही नही. उन्होंने आगे भी कक्ष की हवा में मौजुद जीवाणुओ का परीक्षण किया और पाया की कक्ष के दरवाज़े खोले जाने और सारा धुआं निकल जाने के २४ घंटे बाद भी जीवाणुओ का स्तर सामान्य से ९६ प्रतिशत कम था। बार बार परीक्षण करने पर ज्ञात हुआ की इस एक बार के धुएं का असर एक माह तक रहा और उस कक्ष की वायु में विषाणु स्तर 30 दिन बाद भी सामान्य से बहुत कम था।
यह रिपोर्ट एथ्नोफार्माकोलोजी के शोध पत्र (resarch journal of Ethnopharmacology 2007) में भी दिसंबर २००७ में छप चुकी है। रिपोर्ट में लिखा गया की हवन के द्वारा न सिर्फ मनुष्य बल्कि वनस्पतियों फसलों को नुकसान पहुचाने वाले बैक्टीरिया का नाश होता है। जिससे फसलों में रासायनिक खाद का प्रयोग कम हो सकता है।
क्या हो हवन की समिधा (जलने वाली लकड़ी):-
समिधा के रूप में आम की लकड़ी सर्वमान्य है परन्तु अन्य समिधाएँ भी विभिन्न कार्यों हेतु प्रयुक्त होती हैं।
सूर्य की समिधा मदार की, चन्द्रमा की पलाश की, मङ्गल की खैर की, बुध की चिड़चिडा की, बृहस्पति की पीपल की, शुक्र की गूलर की, शनि की शमी की, राहु दूर्वा की और केतु की कुशा की समिधा कही गई है।
मदार की समिधा रोग को नाश करती है, पलाश की सब कार्य सिद्ध करने वाली, पीपल की प्रजा (सन्तति) काम कराने वाली, गूलर की स्वर्ग देने वाली, शमी की पाप नाश करने वाली, दूर्वा की दीर्घायु देने वाली और कुशा की समिधा सभी मनोरथ को सिद्ध करने वाली होती है।
हव्य (आहुति देने योग्य द्रव्यों) के प्रकार
प्रत्येक ऋतु में आकाश में भिन्न-भिन्न प्रकार के वायुमण्डल रहते हैं। सर्दी, गर्मी, नमी, वायु का भारीपन, हलकापन, धूल, धुँआ, बर्फ आदि का भरा होना। विभिन्न प्रकार के कीटणुओं की उत्पत्ति, वृद्धि एवं समाप्ति का क्रम चलता रहता है। इसलिए कई बार वायुमण्डल स्वास्थ्यकर होता है। कई बार अस्वास्थ्यकर हो जाता है। इस प्रकार की विकृतियों को दूर करने और अनुकूल वातावरण उत्पन्न करने के लिए हवन में ऐसी औषधियाँ प्रयुक्त की जाती हैं, जो इस उद्देश्य को भली प्रकार पूरा कर सकती हैं।
होम द्रव्य
———— होम-द्रव्य अथवा हवन सामग्री वह जल सकने वाला पदार्थ है जिसे यज्ञ (हवन/होम) की अग्नि में मन्त्रों के साथ डाला जाता है।
(१) सुगन्धित : केशर, अगर, तगर, चन्दन, इलायची, जायफल, जावित्री छड़ीला कपूर कचरी बालछड़ पानड़ीआदि
(२) पुष्टिकारक : घृत, गुग्गुल ,सूखे फल, जौ, तिल, चावल शहद नारियल आदि
(३) मिष्ट – शक्कर, छूहारा, दाख आदि
(४) रोग नाशक -गिलोय, जायफल, सोमवल्ली ब्राह्मी तुलसी अगर तगर तिल इंद्रा जव आमला मालकांगनी हरताल तेजपत्र प्रियंगु केसर सफ़ेद चन्दन जटामांसी आदि
उपरोक्त चारों प्रकार की वस्तुएँ हवन में प्रयोग होनी चाहिए। अन्नों के हवन से मेघ-मालाएँ अधिक अन्न उपजाने वाली वर्षा करती हैं। सुगन्धित द्रव्यों से विचारों शुद्ध होते हैं, मिष्ट पदार्थ स्वास्थ्य को पुष्ट एवं शरीर को आरोग्य प्रदान करते हैं, इसलिए चारों प्रकार के पदार्थों को समान महत्व दिया जाना चाहिए। यदि अन्य वस्तुएँ उपलब्ध न हों, तो जो मिले उसी से अथवा केवल तिल, जौ, चावल से भी काम चल सकता है।
सामान्य हवन सामग्री
————————— तिल, जौं, सफेद चन्दन का चूरा , अगर , तगर , गुग्गुल, जायफल, दालचीनी, तालीसपत्र , पानड़ी , लौंग , बड़ी इलायची , गोला , छुहारे नागर मौथा , इन्द्र जौ , कपूर कचरी , आँवला ,गिलोय, जायफल, ब्राह्मी आदि।

નૂતન યજ્ઞોપવીત મહાત્મ્ય

જુઓ – “કર્મ-કાંડ

કર્મકાંડ-સંધ્યાનું મહાત્મ્ય

કર્મકાંડ-સંધ્યા ઇત્યાદિ ભલે ભૌતિકી જણાય પણ ઉદ્દેશ્ય – જીવની આત્મ (મન અને બુદ્ધિ) શુદ્ધિનો હોવાને લીધે તેના પરિણામ પણ આધ્યાત્મિક (માનસિક અને બૌદ્ધિક) છે. માટે બહાર બતાવી શકાય તેમ નથી. અને માટે જ જ્યા સુધી સ્વયં કરીને જુઓ નહિ ત્યાં સુધી (આધ્યાત્મિક અનુભૂતિ રૂપે) તેના પરિણામ દેખાતા નથી. એનું પાલન કરવાથી જેમ જેમ એક પછી એક નવી નવી અનુભૂતિઓ થાય છે એ જ બુદ્ધિ તથા મન શુદ્ધ થયાની સાબિતી છે. પ્રત્યેક અનુભૂતિ શાસ્ત્ર કથિત જ્ઞાન પ્રત્યે નિશ્ચયાત્મક બુદ્ધિ બનાવે છે જેથી શાસ્ત્રોમાં શ્રદ્ધા દ્રઢ થાય છે.

હવે પ્રશ્ન થાય, કે – જો માનસિક ઉદ્દેશ્ય હોય અને માનસિક પરિણામ હોય તો શરીર થી ભૌતિક કર્મ-કાંડ કેમ કરવા? માનસિક પૂજા જ કેમ ન કરી લેવી? તો ઉત્તર છે, કે – “મન, વચન અને શરીર થી એક” એવું કર્મ કરવાથી કર્મ વધુ સારું થાય છે અને માટે પરિણામ પણ વધુ સારું આવે છે.

મન અને શરીર એ ભલે અલગ ભાસે પરંતુ જુદા નથી. અરસપરસ છે. હવે તમને કહેવામાં આવે કે મકાન બાંધવાનું કામ ભૌતિક છે તેમાં મન ન લગાડો અને માત્ર શરીર થી કર્મ કરો તો શું એ કર્મ સારું થશે? કર્મ આધિભૌતિક હોય, આધિદૈવિક હોય કે આધ્યાત્મિક – મન અને શરીર બંનેવ એકરૂપ કરીને કર્મ કરવા પડશે. આધિભૌતિક નો ઉદ્દેશ્ય ભૌતિકતા છે જ્યારે આધિદૈવિક અને આધ્યાત્મિક કર્મ નો ઉદ્દેશ્ય અલગ છે માટે પરિણામ પણ ભિન્ન ભિન્ન છે. પરંતુ મન-વચન અને કર્મ થી એકરૂપ તો થવું જ પડશે.

બીજું એ, કે – કામના (ઈચ્છા) હોવાને લીધે દ્રવ્ય મંત્રોચ્ચાર ઇત્યાદિ અનિવાર્ય છે કર્મકાંડમાં, જો માત્ર સમર્પણની ભાવના હોય તો માનસિક પૂજા શ્રેષ્ઠ છે.


ઉપાસ્ય મૂર્તિ – નું મહાત્મ્ય 

કોઈ હાર સોનાનો હોઈ મૂલ્યવાન બને, એ જ હારમાં મણી-માણેક જડવાથી બહુમૂલ્યવાન બને, અને જો એ હાર મહારાણી પહેરે તો અતિમૂલ્યવાન બની જાય છે, કેવી રીતે? મનુષ્યના પૂર્વ નિર્ધારિત ધારણા-ધોરણ પ્રમાણે એક પ્રકારની નિસ્સંદેહ શ્રધ્ધા એનું મૂલ્ય નિર્માણ કરે છે. આ તો ભૌતિક દ્રષ્ટિકોણ થયો. જેવી રીતે સામાન્ય વ્યક્તિ તેની અંદર રહેલા સદ્ગુણોને લીધે માનને પાત્ર બની જાય છે. આ લૌકિક દ્રષ્ટિકોણ થયો. આમ અલૌકિક (દિવ્ય) દ્રષ્ટિકોણ થી જોતા – ઇન્દ્રિયોના “અવિષય” એવી પ્રાણપ્રતિષ્ઠીત ઉપાસ્ય મૂર્તિને નહિ પણ આપણે તેની અંદર રહેલા દેવ તત્વને પ્રણામ કરીએ છીએ.  મૂર્તિ તો માધ્યમ છે. પણ શું તમે કોઈ વ્યક્તિ ના સદગુણો માત્રના વખાણ કરતા કરતા, એક જ સમયે તે વ્યક્તિની અવહેલના કરી શકો? એવી જ રીતે તમે એ ઉપાસ્ય મૂર્તિને (જેમાં દેવ તત્વ સ્થિત છે) એક “પત્થર માત્ર” ની ઉપાધી કેવી રીતે આપી શકો? કલાકારની કળા જોઈ, તેની ઉપર એકાગ્ર થઇએ ત્યારે તેના માનસ સુધી પહોંચી શકાય છે. કળા તો એક માધ્યમ માત્ર છે કલાકારના અંતર સુધી પહોંચવાનું. તેવી જ રીતે, દેવ મૂર્તિ એક માધ્યમ છે દેવ તત્વ સુધી પહોંચવાનું.

મૂર્તિ પૂજા – નું મહાત્મ્ય 

આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી એ મૂર્તિ પૂજા વિરુદ્ધ અભિયાન જાહેર કર્યું તે સારું કર્યું કારણ એ વખતે અંધ શ્રધ્ધા ખૂબ હતી અને આની જરૂર હતી. પણ ખરી રીતે જોતા મૂર્તિ પૂજાનું સાચું મહાત્મ્ય આ પ્રમાણે છે.
મનને સ્થિર રહેવા માટે ક્યારે ને ક્યારે, કોઈ ને કોઈ વિષય જોઈએ છે.  સંસારની પ્રત્યેક બાબત કે પદાર્થ એ મનનો વિષય છે. વિષય એ શબ્દ વિષ ઉપરથીઆવ્યો છે. સંસારિક વિષયો એ વિષની જેમ મૃત્યુ તરફ લઇ જાય છે. કારણ એ વિષયો ઇન્દ્રિય પ્રધાન છે. ઇન્દ્રિયો જાય ત્યાં (નિરંકુશ) મન જાય, ત્યાં પ્રાણ જાય અને શરીર પ્રાણ વગર ન રહે માટે પદાર્થ પ્રાપ્તિ માટે શરીર પણ ત્યાં જાય. ભૌતિક પદાર્થો તો નશ્વર છે. તેની પ્રાપ્તિ પશ્ચાત ક્ષણિક આનંદ મળે છે (કાયમ નહિ), કારણ આનંદ અંદર છે તે પદાર્થમાં નહિ. પદાર્થ પ્રાપ્તિ થી ઇન્દ્રિય સંતોષાઈ, જેથી અંદર વળી, મન પણ અંદર વળ્યું અને પ્રાણ પણ અંદર સ્થિર થયો. અને અંતરનો આત્મા (જે આનંદ સ્વરૂપ છે) ની ઝાંખી થઇ, પરંતુ ઇન્દ્રિયો (સ્વભાવ મુજબ) ફરી બહાર જાય છે.
તો કયો વિષય પકડવો? મન ક્યાં લગાડવું જેથી ઇન્દ્રિયો દ્વારા આનંદ લેવાની પ્રક્રિયા બંધ થાય અને આનંદ નો સીધો પ્રવાહ મળે?
આવામાં ઈશ્વર ની મૂર્તિ કે છબી એ જ એક માત્ર ઇન્દ્ર્રિયોનો “અવિષય” છે. તે છતાં તેની ઉપર મન જોડી ને કેન્દ્રિત કરી શકાય છે. મન એકમાં ચોંટ્યું એટલે સંસારના પ્રત્યેક વિષયો હટી જાય છે. મન તત્કાલ શુદ્ધ થાય છે. આનાથી ઇન્દ્રિયો આપણી અંદર જ રહે છે (કારણકે એ ઇન્દ્રિયોનો વિષય જ નથી) અને માટે મન પણ અંદર જ રહે છે માટે પ્રાણ પણ અંદર જ સ્થિર થાય છે. આત્માનો આનંદ અનુભવાય છે.
The whole science of spirituality is to become free from the process where we mortgage our happiness to the outside situation.

દેવ પૂજા – નું મહાત્મ્ય 

કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. કર્મ કરો એટલે ફળ અવશ્ય મળે જ અને ભોગવ્યે જ છૂટકો. સારા કર્મો નું ફળ સારું અને દુષ્કર્મોનું (આજે નહિ તો કાલે) ફળ ખરાબ જ હોય. જેવું વાવો તેવું લણો. માટે સત્કર્મ કરશો તો સારી ગતિ અચૂક થશે. પણ કરેલું કર્મ સત્કર્મ છે એ કેવી રીતે જાણવું? જો મનમાં સદભાવના હશે, તો આપોઆપ સત્કર્મ જ થશે. અસંતોષીને સદભાવના આવતી નથી. પૂર્ણતાનો અનુભવ લેવાથી મનમાં સંતોષ રહે છે. સત્ય ની જ્ઞાન પ્રાપ્તિ થી પૂર્ણતાનો અનુભવ થાય છે.  મનમાં રહેલ સાંસારિક વિષયોના વાદળા તમારી બુદ્ધિ સુધી સત્યના જ્ઞાનનો પ્રકાશ પહોંચતા રોકે છે. દેવ પૂજા કરવાથી તેમાં ધ્યાન લગાડવાથી સંસારના વિષયો હટે છે, મન શુદ્ધ થાય છે. આત્માના દર્શન થાય છે અને આત્માનંદ મળે છે. આ સત્ય નું જ્ઞાન થવાથી પૂર્ણતા અનુભવાય છે. સંતોષ મળે છે. ઉદારતા, પરોપકાર, સહિષ્ણુતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે, તમે સત્કર્મ કરવા તત્પર બનો છો અને બીજાને મદદરૂપ થવા પ્રયત્ન કરો છો. આમ સત્કાર્ય જ થાય છે અને મનુષ્ય સર્વ પ્રકારે સુખી થાય છે.

ભાવનાનું માહાત્મ્ય 
ઈશ્વર, દેવતા, પિતૃ, પ્રેત ઇત્યાદિ આપણી ભાવનઓ ને જ ગ્રહણ કરે છે.
અરે! વિચક્ષણ વિદ્વાન મનુષ્યો પણ તમારી ભાવના જ જોવે છે.
દેવતા સાથે વાત કરવા સારું – માધ્યમ અને સાધન “ભાવના” જ છે.
સમસ્ત જગત ભાવનાત્મક છે.
કુંડળીમાં 12 ખાના છે તેને પણ “ભાવ” કહેવાય છે.
દૂર આવેલ ગ્રહ દેવતાઓ ગ્રહ-શાંતિ કરાવે ત્યારે તમારી ભાવનાને ગ્રહણ કરે છે.
કારણ કે સૃષ્ટિનું સર્જન એક સંકલ્પ દ્વારા થયું છે અને સંકલ્પ ભાવના(Intention) માંથી જન્મે છે.
સમય સૃષ્ટિનો જ અભિન્ન અંગ હોવાથી તે સૃષ્ટિની સાથે આવ્યો પરંતુ ભાવના તેનાથી પહેલા અસ્તિત્વમાં હતી એટલે સમય થી પર છે. આ રીતે – ભાવના ને એક જગ્યા થી બીજી જગ્યાએ પહોંચવા સમયની આવશ્યકતા જ નથી. 

આચમન – નું મહાત્મ્ય 

પૂજા કરતા પહેલા, મૂત્ર, શૌચ કે સ્નાન કર્યા પછી, છીંક આવવા ઉપર, થૂંકયા પછી, ઉંઘીને ઉઠ્યાં પછી, વસ્ત્ર પહેર્યા પછી, અશ્રુ વહે ત્યારે આમ થોડોક શ્રમ પડે એવું કાર્ય થયા પછી, થોડું આચમન કરી લેવું. આચમન એટલે અલ્પ માત્રાના જળને અભિમંત્રિત કરી એક ખાસ પદ્ધતિ દ્વારા સેવન કરવું. એનાથી – આંત: શુદ્ધિ થાય છે અને આપણી અંદર રહેલ દેવતાઓ શાંત થાય છે. શુદ્ર તથા મહિલા માત્ર જીભ ભીની થાય એટલું આચમન કરે તો ચાલે, વૈશ્ય તાલૂ સ્થાન સુધી, ક્ષત્રિય કંઠ સુધી પરંતુ બ્રાહ્મણ હૃદય સુધી પહોંચે એટલું જળ લઇ આચમન અવશ્ય કરે.  યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વ્યાઘ્રપાદ, પુરાણસાર, બૃહદ્દપારાશર, હારિત, સ્મૃતિ-રત્નાવલી  ઇત્યાદિ ગ્રંથોમાં આચમનનું મહત્વ દર્શાવાયું છે.  આચમન વિના પૂજાના સમસ્ત કાર્યો વ્યર્થ જાય છે.

સંકલ્પ – નું મહાત્મ્ય 
કોઈ પણ શુભ (કે અપસવ્ય / અશુભ) કર્મ કરતા પહેલા તેનો સંકલ્પ લેવામાં આવે છે. ઈશ્વરને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. સંકલ્પથી સૃષ્ટિના સમયનું જ્ઞાન, સ્વધર્મની પ્રાચીનતા, અને વર્તમાન દેશ-સ્થિતિ વાર આદીનું જ્ઞાન થાય છે. કાર્ય કયા ફળને ઉદ્દેશીને કરવામાં આવે છે તે સ્પષ્ટ થાય છે. સંકલ્પમાં કાર્યને પૂર્ણ કરવાની પ્રબળ ઈચ્છા પણ રહેલી છે.

વિનિયોગ – નું મહત્વ 

મંત્રના ફળની દિશાનો નિર્દેશ કરે તેને વિનિયોગ કહેવાય. વિનિયોગ એટલે “સંબંધ”. (માર્જન, અર્ઘ્ય, પ્રાણાયામ, ઈત્યાદી) કર્મો કરતાં પહેલા “શ્રુતિ પ્રમાણ” (વેદના) ના મંત્રો બોલી “શ્રૌત વિનિયોગ” કરવામાં આવે છે. વેદાર્થવિધિમાં દેવતાના જ્ઞાનની પ્રધાનતા હોય છે. દેવતાના જ્ઞાન વગર અર્થનું વિધાન કરવાને કોઈ પણ સમર્થ થઇ શકતો નથી. અને એવો કોઈ અર્થ કરવા બેસે તો સ્વારસ્યને પ્રગટ કરી શકતો નથી અને મંત્રના આશયને વિકૃત કરે છે અમ વેદ જ્ઞાતાઓનો મત છે, તેથી વિનીયોગની દેવતાના જ્ઞાન માટે અત્યંત આવશ્યકતા છે.


દૈનિક દેવ પૂજા – નું મહાત્મ્ય 
એક કાચના પ્યાલામાં કાળું દુષિત પાણી લો. એને એક ચોખ્ખા પાણીના ખુલ્લા નળ નીચે મૂકી દો. ઉભરો આવી આવી ને એક પળ એવી આવશે કે બધું કાળું પાણી દૂર થઇ જઈ આખો પ્યાલો શુધ્ધ પાણી થી ભરાઈ જશે. આ જ સિધ્ધાંત દૈનિક દેવ પૂજા માં પણ બિલકુલ એવી જ રીતે કાર્ય કરે છે. દેવ પૂજા કરવાથી તત્કાળ ચિત્ત શુદ્ધિ થાય છે. રોજ રોજ આવું થવાથી એક દિવસ એવો આવશે કે ચિત્તની બધી અશુધ્ધિઓ દૂર થઇ જઈ મન સ્વચ્છ થશે. સ્વચ્છ તળાવનું તળિયું દેખાય એમ સ્વચ્છ મનનું તળિયું એટલે કે આત્માના દર્શન થશે.

આત્મા – નું મહાત્મ્ય 

સંસારના પ્રત્યેક પદાર્થને આપણે આંગળી કરીને ચીંધી શકાય છે. અલબત્ત, આત્મા એટલે પોત જ એવું છે કે જેને આપણે ચીંધી શકતા નથી. માટે બતાવી શકતા નથી. સંસારને જોનાર જીવ ને જોનાર એ જ આત્મા. માટે જ કહે છે કે આત્માથી કાઈ જ છૂપું નથી. આ આત્મા વર્તમાન છે. જે ભૂત કે ભવિષ્ય નથી તે જ વર્તમાન. ભૂતકાળ ની સ્મૃતિ વગર દુ:ખ શક્ય નથી, અને ભવિષ્યની કલ્પના વગર ચિંતા શક્ય નથી. જ્યાં ભૂત કે ભવિષ્ય નથી ત્યાં દુ:ખઅને ચિંતા પણ નથી. જ્યાં દુ:ખ અને ચિંતા નથી ત્યાં આનંદ છે. ઉદાહરણ: બાળક સ્વભાવે આનંદિત છે કારણ એને ન તો ભૂતકાળના સ્મરણ કે ભવિષ્યની ચિંતા. માટે વર્તમાનમાં આનંદ છે. માટે આત્મા આનંદ સ્વરૂપ છે. જે આત્મ-સ્વરૂપમાં રમે છે તેને સાંસારિક પદાર્થો પાછળ (આનંદાર્થે) ભાગવાની આવશ્યકતા રહેતી જ નથી. રહ્યો સવાલ યોગ ક્ષેમનો, તો તે સ્વયમ ઈશ્વર ઉપાડે છે.

આધ્યાત્મિક્તા – નું મહાત્મ્ય 


કપાળે ચંદન તિલક – નું મહાત્મ્ય 
1. ચંદનથી શીતળતા મળે છે.
2. લલાટ (કપાળ) પર તિલક એ બુદ્ધિ પૂજાનું પ્રતિક છે.
3.  તિલક કે ત્રિપુંડથી લલાટ પરના વિધાતાના લેખ ઢંકાયેલ (ગુપ્ત) રહે અને કોઈ (જાણકાર) વાંચી ન શકે.
4. ભગવાનને ચાંલ્લો કર્યા બાદ વધેલું સ્પર્શ થયેલ ચંદન પ્રસાદ રૂપે તિલક કરવાથી ભગવાનના ચરણ સ્પર્શ જેટલું પુણ્ય મળે છે.

ભગવાન શીવજી
कर्पूरगौरं करुणावतारम् |संसारसारं भुजगेन्द्रहारम् || सदा वसन्तं हृदयारविन्दे |भवं भवानि सहितं नमामि ||
મનુષ્યની સીમિત બુદ્ધિ કદી ભગવાનની લીલાનો પાર પામી છે? તે છતાં જડ બુદ્ધિ દ્વારા ધૃષ્ટતા કરી અમુક રહસ્યો પામવાનો પ્રયત્ન કરીએ તો –
ત્રિશુળ 

મનુષ્યનું જીવન માત્ર આધિભૌતિક જ ન હોઈને, આધ્યાત્મિક અને આધીદૈવિક પણ હોય છે જેની ઘણાને જાણ નથી. આમ પ્રત્યેક જીવ સંસારમાં 3 પ્રકારના તાપ સતત વેઠતો હોય છે. પ્રત્યેક તાપનું એકી સાથે હનન કરનાર એવા ત્રિશુળ ને ધારણ કરનાર દેવોના પણ દેવ મહાદેવ મૃત્યુ રૂપી સંસાર નામના રોગ નું ઔષધ છે જે તેના ભક્તો ને સહજતાથી અમરત્વ તરફ લઇ જાય છે.

ભગવાન શિવ જે ભસ્મ લગાડે છે તે શેની છે?
જ્યારે ક્ષણભંગુર સંસાર અજન્મા એવા ભગવાન શિવના ત્રીજા નેત્રના ઉઘડવા પર પ્રલયને પામે છે ત્યારે તેના વિનાશની ભસ્મથી મંગલમય શિવ તેમના લાલાટને શોભાવે છે.
એ નટરાજ જ્યારે તાંડવ કરે છે ત્યારે તેમના પગ નીચે કયું બાળક છે?
એ બાળક એ અજ્ઞાનનું સૂચન કરે છે. અજ્ઞાનનું દમન કરી જ્ઞાન પ્રાપ્તિ માટેના વિજ્ઞાન ઘન એવા દેવતા એવા સદા શિવ નૃત્ય કરી રહ્યા છે.
ભગવાન શિવના ગળા ફરતે સર્પનું મહાત્મ્ય 
1. સર્પ એ ભય, અહંકાર અને મૃત્યુનું પ્રતીક છે જેના ઉપર વિજય મેળવનાર ભગવાન શંકર તેને આભૂષણ તરીકે વાપરે છે.
2. સાથે સાથે ભગવાન શિવ વિશ્વાસ અપાવે છે એમના ભક્તોને કે શિવની શરણમાં આવવાથી ભય, મૃત્યુ અને અહંકાર ઉપર સંયમ મેળવી શકાય છે.
3. પુરાણોક્ત રીતે, સર્પોને એકવાર ભગવાન શંકરે કૈલાશમાં આશરો આપેલ પરંતુ ખૂબ ઠંડી હોવાને લીધે ભગવાન શિવને શરીર ફરતે વીંટળાઈ ગરમાવો લેવા માંડેલા
4. શિવ પાર્વતીના વિવાહ પશ્ચાત ભગવાન શંકરે સ્વયં પ્રકાશિત એવા મણિ ને ધારણ કરનાર નાગ પાર્વતીજીને ભેટ આપેલો
5. સર્પાકાર એવી કુંડલિની ભગવાન શિવમાં જાગૃત પણ છે અને એમના ભક્તો ઉપર ગળાની ચારેય ફરતે રહી  નજર પણ રાખે છે.
6. વ્યક્તિ ગમે તેટલું નીચ અને (સાપ જેવું) ક્રૂર હોય પરંતુ એક વાર ભગવાન શિવની શરણે આવે છે તો ભગવાન એને પણ અપનાવી લે છે અને પોતાની પાસે રાખે છે.
7. મનુષ્યોના જીવનમાં ગળા સુધી ઉપાધિઓ આવી ને વીંટળાઈ જાય, તોય મસ્તક ઉપર મન રૂપી ચંદ્રમા ધારણ કરી  શાંત અને શીતળ રહેવું એ સૂચવે છે.

આવો આપણે આધ્યાત્મીક્તાનું મહાત્મ્ય યથા-યોગ્ય જાણી તેને સહર્ષ સ્વીકારીએ અને રોજીંદા જીવનના વ્યવહારમાં લાવીએ જેથી આપણું જીવન સરળ અને સફળ બને.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s