પંચાંગ મુહૂર્ત નિર્ણય


ક્યારે શું કરવું કે ના કરવું એના (પંચાંગને અનુલક્ષી) નિર્ણયો લેવા જોઈએ જેથી કાર્યમાં દોષની સંભાવના ઓછી થઇ જાય છે. 


કુંભ મુકવાના મુહૂર્ત

  • જ્યેષ્ઠ મહિનામાં કુમ્ભ ન મુકવો. અને જો મુકવો જ પડે, તો સારું મુહૂર્ત જોવડાવી લેવું.
  • આ તિથિઓમાં કુમ્ભ મુકવાનું ટાળવું – 2, 4, 7, 9, 12, 14.
  • આ તિથિઓમાં કુંભ મુકવો – 1, 3, 5, 6, 8, 10, 11, 13, 15.
  • કુમ્ભ મુકવાના વાર – સોમવાર, ગુરુવાર અને શુક્રવારે કુમ્ભ મુકવો
  • કુમ્ભ મુકવાના નક્ષત્રો  –  રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, મઘા, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તરા ભાદ્રપદ,
  • કુંભ મુકવાની રાશિ: નિમ્નોક્ત રાશિઓ જ્યારે એ દિવસની કુંડલીના લગ્ન ભાવમાં હોય ત્યારે કુમ્ભ મૂકી શકાય – કર્ક, વૃશ્ચિક, મકર (ઉત્તરાર્ધ)  અને મીન

પંચક માં ટાળવા જેવી બાબતો 

1. સર્વ અશુભ કર્મો ટાળવા.
2. પંચકમાં મૃત્યુ થાય તો તેની અગ્નિસંસ્કાર દરમ્યાન પાંચ પુતલ દહન પશ્ચાત પંચવિધ શાંતિ અવશ્ય કરાવવી, અન્યથા ઘરમાં બીજા પાંચ લોકોના મૃત્યુની સંભાવના વધી જાય છે. (આવી ઘટનાઓ બનેલી છે).
3. ચાર પૈડા વાળું નવું વાહન ઘરે ન લાવવું નહીતો ખૂબ રીપેરીંગ માંગશે અને અકસ્માતો થશે.
4. ચાર પાયા વાળી વસ્તુ ઘરે ન લાવવી જેવા કે (કબાટ, ખાટલો, પલંગ, સોફા, ખુરશી, ટેબલ, ઇત્યાદિ).

5. લગ્ન કરાવી શકાય પંચકમાં પરંતુ પંચકની રાશિઓ પણ ભારે હોવાથી (કુંભ, મીન અને મેષ) લગ્ન પણ ટાળવું.


ચાતુર્માસ માં ટાળવા જેવી બાબતો 

અષાઢી / દેવપોઢી (અષાઢ શુક્લ) એકાદશી થી પ્રબોધિની / દેવઉઠી (કારતક શુક્લ) એકાદશી સુધીના સમયગાળામાં લગ્ન લેવાનું ટાળવું. ન છૂટકે સગાઇ કરવી પડે  મુહૂર્ત જોઈ કરવી પરંતુ લગ્ન ટાળવા.


લગ્ન મુહૂર્ત કેવી રીતે નક્કી કરશો?

લગ્ન મુહૂર્તો પંચાંગમાં આપેલ હોય છે. ગામડાઓમાં તો અમુક નક્ષત્રો જોઈને જ લગ્ન કરી લેતા હોય છે પરંતુ તે અયોગ્ય છે.
નીચે પ્રમાણેના સમયે લગ્ન “ના” લેવાય

  1. હોળાષ્ટક ચાલુ હોય
  2. વિંછુડો (ચંદ્ર વૃશ્ચિક રાશિમાં) હોય
  3. ગુરુપુષ્ય નક્ષત્ર
  4. વ્યતિપાત
  5. ગ્રહણ વખતે
  6. પૂર્ણ ગ્રહણના પાછલા અને આગલા 3 માસ સુધી
  7. ગુરુનો અસ્ત
  8. સૂર્યનો અસ્ત
  9. શુક્રનો અસ્ત
  10. ધનાર્ક કમૂર્તા
  11. મીનાર્ક કમૂર્તા
  12. બાળકના યજ્ઞોપવીતને વર્ષે
  13. ઘરમાં કોઈના મૃત્યુને વર્ષે
  14. લગ્ન અયોગ્ય કરણ વખતે
    1. વિષ્ટિ
    2. શકુની
    3. ચતુષ્પાદ
    4. નાગ
    5. કિંસ્તુઘ્ન

લગ્ન માટે પ્રત્યેક વાર યોગ્ય છે.
લગ્ન માટે 11 નક્ષત્રો યોગ્ય છે.

  1. રોહિણી
  2. મૃગશીર્ષ
  3. આશ્લેષા
  4. મઘા
  5. ઉત્તરાષાઢા
  6. ઉત્તરા ફાલ્ગુની
  7. ઉત્તરા ભાદ્રપદા
  8. સ્વાતિ
  9. મૂળ
  10. રેવતી
  11. અનુરાધા

લગ્ન મુહૂર્ત નિર્ધારણ માટે કન્યા વરની કુંડળી પણ જોવામાં આવે છે.

વર માટે સૂર્ય બળ જોવું

કન્યા માટે ગુરુ બળ જોવું

અને ચંદ્ર બળ બન્નેનું જોવું
ઉંમરલાયક દીકરી માટે ગુરુ ન જોવો
12 મોં ચંદ્ર થાય તો લગ્ન લેવાય.


સંદર્ભ – References:
  1. ભારતીય વાસ્તુશાસ્ત્ર સંહિતા – જ્યોતિષ રત્ન શ્રી જયેશ રાવલ
  2. મુંબઈ સમાચાર પંચાંગ
  3. Albela Karmakandi Whatsapp Group

LiveForNation