ખોટી માન્યતાઓ

આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં અમુક ખોટી માન્યતાઓએ ઘર કરી લીધું છે. એને માટે આપણે પોતે જ જવાબદાર છીએ. 


ખોટી માન્યતા = જનોઈ સંસ્કાર કન્યા ને કરી શકાય

ખોટી માન્યતાને ખંડિત કરતુ તર્ક અને ટીકા

  • એક જ શબ્દ પર્યાપ્ત છે.  “अयोग्यम्”
  • સનાતન હિન્દૂ ધર્મ ઉપર પહેલેથી બહારના (દુશ્મનોના) અને અંદરથી (મૂર્ખ લોકો દ્વારા) પ્રહારો થતા જ રહયા છે. અને આવી ઉટપટાંગ શાસ્ત્ર વિરોધી (સ્વાર્થી) વૃત્તિઓ આપણી યુગો પુરાણી સુંદર સંસ્કૃતિને ખૂબ  જ નુકસાન પહોંચાડે છે. ઊંધા માથે પણ ચાલી શકાય પણ લોકો એવું ચાલતા નથી.  જ્યાં છોડ વાવવાની જરૂર છે ત્યાં વાવતા નથી અને બરફમાં ખેતી કરવા જાય છે. આખા જગતના બટુકને પહેલા જનોઈ આપો ! કોણે રોક્યા છે?
  • ચુસ્ત ખ્રિસ્તી ધર્મ બીજા લગ્નની પરવાનગી નથી આપતો. પણ એમાંથી બીજા સંપ્રદાયો નીકળ્યા અને ધર્મ પાલન કરવા અસમર્થ પોતાના સ્વાર્થ હેતુ તેમાં પરિવર્તન લાવી તેને ભ્રષ્ટ કરે છે. હવે સહુથી વધુ બીજા લગ્નો એ ધર્મ માં થાય છે.
  • જે વસ્તુ જેને માટે હોય તેને જ માટે હોય. જમણી આંખ ડાબી આંખ ની જગ્યા ન લઇ શકે. ડાબી જમણી ની નહિ. તેમ સ્ત્રી અને પુરુષ માટે પણ સીમાઓ નિશ્ચિત છે. પુરુષો સીમંતો સંસ્કાર ન કરાવે. તેમ સ્ત્રીઓ / કન્યાઓ યજ્ઞોપવિત સંસ્કાર માટે નથી. સ્ત્રીઓ એ પલાથીૅ વાળી ને ન બેસવું પણ બન્ને પગ જમણી તરફ વાળી ને બેસવું એવો નિયમ છે. સાષ્ટાંગ પ્રણામ પણ સ્ત્રીઓ માટે નથી.
  • એવું નથી કે તેઓ યોગ્ય નથી. પરંતુ તેમની યોગ્યતા અનેક ઘણી વધુ છે. કન્યા સાક્ષાત ગાયત્રી સ્વરૂપ છે. જેમની ઉપાસના વેદ માતા તરીકે કરવાની હોય તેમને વેદ માતા ની ઉપાસના કરવા માટે કહેવા આપણે કોણ?
  • પૂજનમાં કઈ દેવી ને આપણે જનોઈ આપીએ છીએ? દેવી ને સૌભાગ્ય દ્રવ્ય અપાય.
  • સમાજ વ્યવસ્થા જળવાઈ  રહે તે  માટે નિયમ ઘડેલ  છે. સ્ત્રી ત્રિકાળ સંધ્યા ઇત્યાદિ કાર્ય કરે તો ઘર ના કર્યો કરવાની ફરજ કોણ બજાવે? માત્ર સૂત્ર ધારણ કરીયે થી સંસ્કાર થયા એવું નથી સંસ્કાર થયા બાદ ત્રિકાળ સંધ્યા ફરજ્યાત છે જો સ્ત્રી અમાં પડે તો ઘર સંસાર અટવાઈ જાય
  • લગ્ન પહેલા ત્રણ સૂત્રોની જનોઈ અને લગ્ન પશ્ચાત પત્ની માટે ત્રણ બીજા સૂત્રો (એમ છ સૂત્રો) ની જનોઈ પહેરવાની હોય છે. હવે પત્ની માટેના ત્રણ સૂત્રો પત્ની પોતે કેવી રીતે ધારણ કરે?
  • યજ્ઞોપવિત સાથે શિખાનું એટલું જોડાણ છે. સ્ત્રીઓને શિખા હોતી નથી. સંધ્યા તેમજ કોઈ પણ પૂજન કે યજ્ઞ માં સીવેલા વસ્ત્રો નો નિષેધ છે.
  • તેમને બ્રહ્મચર્ય નો પાઠ કેમ પઢાવવો છે? એક બાજુ બ્રહ્મચર્ય અને સાથે સાથે રજસ્વ માસિક ધર્મનું જ્ઞાન આપનાર આપણે કોણ? બિચારી કન્યા ને દ્વિધા થાય. આપડાં ને એમને દ્વિધામાં મૂકવાનો દોષ લાગે.
  • સ્ત્રી પેલે થી બ્રહ્મચર્યમાં સક્ષમ છે. એમને તો બ્રહ્માજીનો પરિવાર આગળ ચાલે માટે પ્રજોત્પત્તિ માટે તેમની સ્તુતિ અને તેમને પૂજવા જોઈએ. વિનંતી થાય.
  • સ્ત્રીઓની બુદ્ધિ સ્વચ્છ શુદ્ધ હોય, તેમને જનોઈ આપી અર્થાત્ ચળકાટ વાળી સપાટીને ચળકાટ આપવાનો વ્યર્થ પ્રયત્ન.
  • ફક્ત ઋષિ પત્ની જ વૈદીક મંત્ર નો ઉચ્ચાર કરતા હતા બધા नही. માત્ર પતિ ની સાથે યજ્ઞમાં બેઠી હોઈ ત્યારે દરેક મંત્રો સાંભળી શક્તિ હતી માટે એ વેદ મંત્રો થી પરિચિત હતી. અને એ સમયે એ બધું નિત્ય થતું હતું માટે અભ્યાસ થઈ જવો સ્વાભાવિક છે.
  • મનુસ્મૃતિ યાગ્ય વલ્ક્યસ્મૃતિ વગેરે કોઈ પણ સ્મૃતિ જુઓ
    કોઈ પણ સ્મૃતિ આ અજ્ઞા નથી આપતી. ગીતાજી કહે છે કે કાર્ય અકાર્ય નો નિર્ણય શાસ્ત્ર છે.

    • કર્મ એટલે પોતાનો ધર્મ. ઉ.દા. દ્વિજ ત્રિકાળ સંધ્યા કરે.
    • અકર્મ એટલે જે કરવાનું હોય તે ન કરે. ઉ.દા. દ્વિજ ત્રિકાળ સંધ્યા ન કરે.
    • વિકર્મ એટલે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ. ઉ.દા. સ્ત્રીઓ જનોઈ ધારણ કરી ત્રિકાળ સંધ્યા કરે. 

શાસ્ત્રો ને ન નકારો.  હિંમત હોય તો એમ કહો કે અમારે શાસ્ત્ર વિરુધ્દ જવું છે. શાસ્ત્ર ખોટા છે એવું ના કહો. પછી તમને કોઈ રોકશે કે ટોકશે નહિ. જે કરવું હોય કરો. ઊંધે માથે ચાલો. 

~ Albela Karma Kandi Group


ખોટી માન્યતા = વાઘ બારસ – માતાજીના વાઘને લગતું છે. 

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
વાઘને અને આ દિવસને કશું જ લાગતું વળગતું નથી.
આ દિવસે સરસ્વતીમાતાને વંદન થાય.

વાક + દેવી = વાગ્દેવી (સરસ્વતી)
વાક + બારસ = વાગબારસ (નહિ કે વાઘ બારસ)

અર્થાત વાગબારસ ને વાગબારસ જ કહો.
એને વાક-બારસ કહેવાની આવશ્યકતા નથી.
માત્ર અર્થ “વાગ” નો “વાઘ” નથી કરવાનો

ઉચ્ચારણ બદલવાની આવશ્યકતા નથી.
માત્ર અર્થ નો અનર્થ ન કરવો.

જો કોઈ કેલેન્ડર કે પંચાંગ માં “વાઘ બારસ” લખ્યું હોય તો તે ખોટું છે.
“વાગબારસ” હોવું જોઈએ.

જોઈ લો ઓનલાઇન સંસ્કૃત ડીક્ષનેરીમાં “વાગ્દેવી”

http://spokensanskrit.org/index.php?mode=3&script=hk&tran_input=vagh&direct=au


ખોટી માન્યતા = કૃષ્ણ મહાન નહોતા, અવતારી પુરુષ નહોતા, પરમાત્મા કે ભગવાન નહોતા, એક રાજકારણી હતા, મનુષ્ય હતા.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

દુ:ખની વાત છે કે અમુક ભણેલ ગણેલ છતાં મૂઢ બુદ્ધિ લોકો એવું માને છે. અમુક પોતાને શિવભક્તો કહેડાવનાર પણ આવી ભૂલ કરી બેસે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પરમાત્મા અને અવતારી પુરુષ હતા. તેઓ મહાન હતા. આ રહયા અનંતમાંથી ભેગા કરેલ સંક્ષિપ્તમાં અમુક પ્રમાણોં.

પ્રભુ શ્રીરામનું પ્રમાણ

દશાવતાર માં ભગવાન વિષ્ણુનો જ અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ હતા. કૃષ્ણ અને રામમાં ભેદ નથી. તો જો રામ મહાન હતા તો કૃષ્ણ કઈ રીતે ખરાબ હોઈ શકે? અને અવતારોમાં પણ જો ભેદ જુઓ છો.

ગોપીઓનું પ્રમાણ

તો શું ગોપીઓ ખોટી અને ખરાબ હતી કે જે કૃષ્ણની અનન્ય ભક્ત હતી?

રાધાજી નું પ્રમાણ પાપ મોચક 11 નામો (રાધા યશોદાજીને કહે છે).

राम नारायणाSनन्त मुकुन्द मधुसूदन | कृष्ण केशव कन्सारे हरे वैकुण्ठ वामन ||

इत्येकादश नामानि पठेद् वा पाठयेदिति | जन्मकोटिसहस्त्राणां पातकादेव मुच्यते ||

રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસુદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ અગ્યાર નામોનું જે પાઠ કે પઠન કરે છે તે સહસ્ત્ર કોટી (એક હજાર કરોડ) જન્મોના પાપોથી મુક્ત થઇ જાય છે.

[ब्रह्मवैवर्तपुराण – 111.19-20]

મહાભારત યુદ્ધના પરિણામનું નું પ્રમાણ

|| सत्मेव जयते || જો શ્રીકૃષ્ણ અસત્ય અને અધર્મના પક્ષમાં હોત, તો પાંડવોની હાર અને કૌરવોની જીત થઇ હોત.

હનુમાનજી નું પ્રમાણ

જો શ્રીકૃષ્ણ તથા અર્જુન એટલા ધિક્કારને પાત્ર હતા, તો પછી એમના રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી વિરાજમાન કેમ થયા? ન જ થાય. પરંતુ એવું નથી, તે આવ્યા અને અર્જુનના રથને વિજયરથ બનાવ્યો.

ભગવદગીતા નું પ્રમાણ

શું  ભગવદગીતાના જ્ઞાનનું પ્રમાણ પર્યાપ્ત નથી શ્રીકૃષ્ણની મહાનતા જાણવા માટે?

ભાગવતનું પ્રમાણ

ભાગવત પુરાણ ૧.૩.૨૮ “ઉપર જણાવેલાં બધાજ અવતારો ભગવાનનાં અંશાવતાર છે, અથવાતો અંશાવતારનાં અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.”  [https://gu.wikipedia.org/wiki/કૃષ્ણ#જીવનનો_ઉત્તરાર્ધ]

શીવપુરાણ નું પ્રમાણ

કૃષ્ણ જ્યારે શિવભક્ત બાણાસુરને તેની 996 ભુજાઓ કાપી દીધા પશ્ચાત તેને મારી નાખવા ઉદ્ધત થયા ત્યારે શિવે એમને રોક્યા કારણ બાણાસુર એમનો ભક્ત હતો અને એને અભય આપેલ. ત્યારે શિવ સ્વયં કહે છે – હે કૃષ્ણ ! તમે “સાક્ષાત પરમાત્મા” અને સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં રત રહેનાર છો.

[शिवपुराण रुद्रसंहिता – पञ्चम (युध्दः) खण्ड अध्याय 55-56]


ખોટી માન્યતા = ભગવાન શ્રી રામ ક્ષત્રિય હતા એટલે માંસાહારી હતા.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
સ્વયં મહર્ષિ વાલ્મિકીએ તેમની રામાયણમાં ઉલ્લેખ કર્યો છે – કે તેઓ શાકાહારી હતા. અશોકવાટિકામાં સીતાજી જ્યારે હનુમાનજીને પ્રભુ શ્રીરામના કુશળ પૂછે છે ત્યારે હનુમાનજી ઉત્તર આપે છે.
न मान्सं राघवो भुङ्ग्ते न चैव मधु सेवते | 
वन्यं सुविहितं नित्यं भक्तमश्नाति पञ्चमम् || [वाल्मीकि रामायण, सुन्दरकाण्ड, ३६.४१] 

कोई भी रघुवंशी न तो मांस खाता है और न मधुका ही सेवन करता है; फिर भगवान् श्रीराम इन वस्तुओ का सेवन क्यों करते? वे सदा चार समय उपवास करके पांचवे समय शास्त्रविहित जंगली फल-मूल और नीवार आदि भोजन करते हैं|


ખોટી માન્યતા = રાવણ જેવું શક્તિશાળી અને સામર્થ્યવાન કોઈ નહોતું.
ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
1. સીતા સ્વયંવરમાં જ તે ધનુષ નહોતો ઉપાડી શક્યો.
2. કૈલાસ પર્વત ઉપાડવા ગયો ત્યાં મહાદેવના અંગુઠાના વજન હેઠળ કૈલાસને હલાવી પણ નહોતો શક્યો.
3. વાલીએ રાવણને બગલમાં દબાવી અનેક નદીઓ માં ડૂબકી લગાવી આવી ને પછી છોડેલો.
4. બાણાસુરે દોડીને રાવણને એક જંતુની જેમ પકડી લીધેલો, પછી પુલસ્ત્ય ઋષિએ છોડાવેલો.
5. રાજા બલી ને જીતવા પાતાળમાં જયારે રાવણ ગયો ત્યારે તેના બાળકોએ રાવણને ઘોડા સાથે બાંધી દીધેલો.
6. રંભા અને પુંજિકસ્થલા ઉપર બળાત્કાર ગુજાર્યા પછી કુપિત બ્રહ્માજીએ શ્રાપ આપેલ એટલે કોઈ સ્ત્રીને જબરદસ્તી સ્પર્શ કરતા ડરતો હતો. એટલે જ સીતાજી સાથે પણ ડરનો માર્યો મર્યાદામાં રહેતો.
7. એની જ સભામાં વાલીપુત્ર અંગદે જમાવેલ પગને ઉચકવા અસમર્થ હતો.
8. સર્વજ્ઞ અને સર્વ સમર્થ રામે તો યુદ્ધમાં એને વિભીષણ ની ભ્રાતા લાગણી ચકાસવા સારું રમાડેલો,છેવટે જયારે વિભીષણ બોલ્યો કે અમૃત કુમ્ભ ને મારો તો એક ક્ષણ પણ ન લગાવી.
9. પોતાની આસુરી બુદ્ધિ વશ એ રામની સરળ ભક્તિ કરવા અસમર્થ હતો એ પોતે જાણતો હતો.
10. હનુમાને પોતે વાલ્મિકી રામાયણમાં સુંદરકાંડમાં રાવણને કહ્યું છે કે તારા જેવા સહસ્ત્ર રાવણ પણ મારા જેવા રામભક્ત સામે ટકી ન શકે. હું એકલો જ તારા સહીત સમસ્ત લંકાનો નાશ કરવા સમર્થ છું પરંતુ મને રામ-આજ્ઞા નથી.

ખોટી માન્યતા = હનુમાનજી ને કદી દંડવત પ્રણામ ન કરવા, નહીતો તેમના ચરણોમાં રહેલ શનિની પનોતી લાગે.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

હનુમાનજીને શનિદેવે વચન આપ્યું છે કે – હનુમાનજીના ભક્તોને શનિદેવ કદી હેરાન નહિ કરે. દંડવત પ્રણામ એ નવધા ભક્તિનું એક સ્વરૂપ છે (વંદન). એટલે નિર્ભય બની, શ્રધ્ધાસહિત હનુમાનજીને દંડવત પ્રણામ કરી શકાય છે. એમાં કોઈ દોષ ન લાગે. અને, શનિદેવ સ્વયં કોઈનું બૂરું નથી કરતા, એમની વક્રદ્રષ્ટિ મનુષ્યોના કુકર્મોનું ફળ એક સાથે આપી દે છે. બસ! માટે દેવો પણ નિર્દોષ છે, દોષ આપણા કરેલા કર્મોનો જ છે.


ખોટી માન્યતા = શ્રાદ્ધ પક્ષમાં નિત્ય પૂજા વર્જિત છે. 

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
નિત્ય પૂજા અને શ્રાદ્ધ પક્ષ વચ્ચે એવો કોઈ સંબંધ નથી જે આવી સમસ્યા ઉભી કરે. આમ તો નિત્ય પૂજામાં પણ પિતૃ તર્પણ આપવાનું રહેતું હોય છે. હા, જો દુર્ભાગ્ય વશ ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો અલગ વાત છે. માટે પિતૃપક્ષ (શ્રાદ્ધના દિવસો) માં પણ પોતાની નિત્ય પૂજા ચાલુ રાખવી.

ખોટી માન્યતા = ઈશ્વર નથી 

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
સાબિત કરી આપો કે ઈશ્વર નથી. જુઓ – “ઈશ્વર છે.

ખોટી માન્યતા = ઈશ્વરને મનુષ્યોએ બનાવ્યો છે.
ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
જે જે મનુષ્યો તકલીફ માં છે, એમને જઈ ને પૂછો આવું અભિમાન માત્ર એવા લોકો રાખે છે જેઓની હાલની પરિસ્થિતિ સુખદાયક છે.

ખોટી માન્યતા = પોતાનું નામ રાશિ ઉપરથી ન રાખતા ઘણા લોકો બીજી રાશિ ઉપરથી નામ રાખતા હોય છે જેથી કરીને બીજા દ્વારા કરતા “ટોટકા” જાદુ ટોણા ની અસર ઓછી થાય. જો પોતાની રાશિ ઉપરથી નામ હોય તો અસર વધુ થાય.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

ગ્રહો, રાશિ અને ફળ સાથે છેડછાડ ન થાય. જો બીજી રાશિનું નામ રાખે, તો ચન્દ્ર નું ફળ બંને રાશિ માં ભોગવવું પડે જે સારૂ અને ખરાબ બંને હોઈ શકે. એટલે કે કોઈ છટકબારી નથી  આમ નહિ તો તેમ તમારે ભાગ્યમાં સંચિત રહેલ કર્મફળ તો ભોગવવું જ રહ્યું. ખાસ કરીને ત્યારે કે જ્યારે પનોતી આવે. બે રાશિ વાળાએ બે પનોતી ભોગવવી પડે છે જે બહુ કષ્ટદાયક હોય છે.


ખોટી માન્યતા = “વેદમાતા ગાયત્રી” એટલે “વેદોની માતા ગાયત્રી” 

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 
વેદો અપૌરુષેય અને શાશ્વત હોવાથી કોઈએ ઉત્પન્ન નથી કર્યા કિન્તુ માત્ર પ્રકટ અને અપ્રકટ થાય છે. વેદમાતા, એ વેદોની માતા (વેદોને જન્મ આપનાર) એવો અર્થ નથી. જેમ ગૌમાતા અને ગંગામાતા છે એવી જ રીતે વેદમાતા છે. ગંગા માતા એટલે ગંગાની માતા એવો અર્થ થાય? (ન જ થાય). વેદ રૂપી ગાય જ્ઞાન રૂપી દુગ્ધનું દોહન આપે છે એટલે  માતા તરીકે ઉપમા આપી છે.

ચાલો આ ખોટી માન્યતાઓ રૂપી કરોળિયાના જાળામાંથી મુક્ત થઈએ, આપણા જીવનને સરળ બનાવીએ.


PovertyRemoveThroughKnowledge