જ્યોતિષ સામાન્ય સમજ


આત્મા જ જેમ સૃષ્ટિનું કેન્દ્ર છે, જેમ સર્વ બાબતોને સ્વકેન્દ્રી બની જોઈએ છીએ એ જ રીતે પૃથ્વીની ગણના કેન્દ્ર તરીકે કરી છે કારણકે જ્યોતિષ શાસ્ત્ર દ્રશ્ય સ્થિતિને સ્વીકારે છે. અને અન્ય પિંડો (સૂર્ય સહીત) ગતિમાન દેખાવાથી તેની ગણના ગ્રહો તરીકે કરવામાં આવી છે. (રાહુ અને કેતુ એ બંને છાયા ગ્રહ છે, પિંડ નથી). જ્યોતિષ એક વિજ્ઞાન છે, અને વિજ્ઞાન વર્ણન માટે એક સ્થિર વસ્તુ અનિવાર્ય છે જે પૃથ્વીને ગણી છે. 

જ્યોતિષ શાસ્ત્ર ઉપર લગભગ 40% જેટલું નિર્ભર રહેવું બાકી ભગવાન ઉપર છોડી દેવું, ખૂબ ઊંડા ઉતરી અને જીવન એકદમ જ્યોતિષમય બનાવી દેશો તો જીવન જીવવું અઘરું થઇ પડશે અને ડગલે પગલે ઉપાધિઓ દેખાશે અને જીવનમાં તમારી પોતાની નિર્ણય લેવાની શક્તિ ક્ષીણ થઇ જશે. પાછા પડી જશો. 


આજનો અંગ્રેજી શબ્દ “હોરો સ્કોપ” (HOROSCOPE) આપણા “હોરા-ચક્ર” ઉપરથી લેવામાં આવ્યો છે. અને “હોરા” એ સંસ્કૃત શબ્દ “અહો-રાત્ર” (દિવસ – રાત્ર) ઉપરથી આવ્યો છે.


મનુષ્યના જીવનને મહદંશે આવરી લેનાર બાબતો 12 રાશિઓમાં અલગ અલગ 12 કુંડ (ખાના / ભાવ) માં વહેંચી દીધી છે. કુંડોના આ સમૂહ ને જ કુંડળી કહે છે.


કુંડલીના એક  જ ભાવમાં એકથી વધુ ગ્રહો હોય તેને યુતિ કહે છે. યુતિ, બે ગ્રહો થી માંડીને સાત ગ્રહો સુધી હોઈ શકે, જેના ફળ તે પ્રમાણે અલગ અલગ હોય છે.


IndiaVision