આજનું જગત ખૂબ વ્યસ્ત અને ઝડપી તથા એની સાથે સાથે બેદરકાર બનતું જાય છે. ઘરમાં કે ઓફિસમાં ઘણી જગ્યાના વાસ્તુ બગડેલા હોય છે. તેનાથી વાસ્તુ દોષ લાગી, એના અદ્રશ્ય રીતે પણ માઠા પરિણામો ભોગવવા પડે છે. માટે જ નીચે પ્રમાણેનું જ્ઞાન તમારા વાસ્તુને વ્યવસ્થિત કરવામાં મદદગાર નીવડશે. પ્રયોગ કરી જુઓ.
ઘડિયાળ
તૂટેલી ઘડિયાળ ઘરમાં કદીયે ના રાખવી.
ખોટી દિશાઓ
SOUTH દીવાલ ઉપર (દક્ષિણ દિશા તરફ) ઘડિયાળ કદી ન લગાવવી, પ્રગતિ અટકે છે. ઘરના મુખિયા માટે એના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ઘરના દરવાજા ઉપર પણ ઘડિયાળ ન જોઈએ. દરવાજો ખુલે બંધ થાય. તમારો સમય પણ ખુલે બંધ થાય.
પશ્ચિમ દિશામાં પણ ઘડિયાળ ન લગાડવી (એટલે કે ઘડિયાળ સામેં તમે જુઓ તો પશ્ચિમ દિશા દેખાય) ત્યાં સૂર્ય ડૂબે એટલે તમારું ભાગ્યોદય ન થાય ઉલટું ડૂબે.
સાચી દિશાઓ [પૂર્વ, ઉત્તર પૂર્વોત્તર (ઈશાન) માં ઘડિયાળ લગાડવી].
- પૂર્વ ની દીવાલ ઉપર ઘડિયાળ લગાડવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. √
- ઉત્તર ની દીવાલ ઉપર ઘડિયાળ લગાડવાથી નવા અવસરો મળે છે. √
- ઈશાન ની દીવાલ ઉપર ઘડિયાળ લગાડવાથી ધનનું નુકસાન રોકે છે. √
આકાર
ચોરસ ઘડિયાળ ન લગાડવી, ગોળ લગાડવી.
ડાયલનો રંગ
ડાયલ કાળો નહિ. પણ પીળો, લાલ અથવા સોનેરી અથવા સફેદ લગાડવો.
જૂતા
ક્યારેય ઘરના ઉત્તર, પૂર્વ, કે ઉત્તર-પશ્ચિમ (North-West / વાયવ્ય) દિશામાં જૂતા કે ઝાડૂ નહી રાખવા. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.
તુલસીનો છોડ
- તુલસીનો છોડ ક્યારેય જમીનમાં ન રાખવો અન્યથા ઘરના લોકોનું આરોગ્ય બગડે. સદા કુંડામાં કે ક્યારામાં રાખવો.
-
તુલસીનો છોડ ઘરની માત્ર ઉત્તર અથવા પૂર્વોત્તર (ઈશાન) દિશામાં જ હોય.
- તુલસી – South-East (દક્ષિણ-પૂર્વ) / અગ્નિ = ઘરની સ્ત્રીઓ બીમાર પડે. શુક્રની દિશા છે.
- તુલસી – North-West (ઉત્તર-પશ્ચિમ) / વાયવ્ય = ધનનો પ્રવાહ બગડે. ચંદ્રની દિશા છે.
- તુલસી – West (પશ્ચિમ) = આ દિશામાં શ્યામ તુલસી હજુ ચાલી જાય પરંતુ લીલી તુલસી વાવવાથી ધંધો મંદ પડી જાય. શનિની દિશા છે.
-
તુલસી – South-West (દક્ષિણ-પશ્ચિમ) / નૈઋત્ય = અહીં તુલસી ક્યારેય ન લગાડવી. અધર્મ જમા થાય.બે નંબરની કમાઈ ઘરમાં આવે. રાહુની દિશા છે.
- તુલસી – અગાસીમાં કે છાપરે = ખર્ચ બેકાબુ થાય.
- તુલસી – ભોંયરામાં = રોગ અને વિકાર આવે.
- તુલસીને કદીયે તેલનો દીવો ન મુકવો. દીવો મુકો તો સદાય ઘી નો જ મુકવો.
- તુલસી ક્યારે ન તોડાય?
- એકાદશીએ તુલસી ન તોડાય.
-
રવિવારે તુલસી ન તોડાય.
- સૂર્યાસ્ત પછી તુલસી નહિ તોડવી.
- સૂર્યાસ્ત પહેલા 3 – 6 ની વચ્ચે તુલસીના પત્તા તોડી શકાય.
- તુલસીના પત્તા દાંતથી કદીયે ના ચાવવા, તેમાં પારો હોય છે જે દાંતને નુકસાન કરે છે. નસોમાં વિકાર લાવે છે.
- માસ-મદિરાનું પાન કરનારે તુલસી ક્યારેય ન વાવવી.
ઘરમાં ભગવાનના ચિત્રો
શિવ-પરિવાર
ઘરના બ્રહ્મ સ્થાનમાં બધાની નજર પડે એ રીતે “શિવ-પરિવાર” નું ચિત્ર લગાવવું. શિવ પરિવારમાં શિવના નાગ આવે છે જેનો દુશ્મન મોર છે જે કાર્તિકનું વાહન છે. ગણેશ નું વાહન ઉંદર છે જેનો દુશ્મન નાગ છે. શિવ વાહન નંદીને સિંહ મારે, પણ માતાજીનું વાહન હોવાથી એ બધા પ્રાણીઓ સપરિવાર હળીમળીને રહે છે. આમ ઘરમાં મતભેદ હોય પણ મનભેદ ન થાય અને સહુ એક થઇ રહે. ઘરમાંથી કલહ અને માનભેદનો સફાયો થઇ જશે.
હનુમાનજી
હનુમાનજી એ બાળકોનું પ્રતીક છે. બાલબ્રહ્મચારી છે. હનુમાનજીનું ચિત્ર ઘરમાં લગાવવાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય થાય છે.
સંતોષી માતા
સંતોષી માતાનું ચિત્ર એ ઘરમાં રહેનાર લોકોના મનમાં સંતોષ પ્રદાન કરે છે.
મહાભારતનું ચિત્ર