નરકોનું (પૌરાણિક) વર્ણન

જેમ સમસ્ત ચૌદ લોકની માયા રચાઈ છે તેમ નરકો પણ છે જ્યાં જીવ મૃત્યુ પશ્ચાત પોતાના કરેલા પાપોનો નાશ કરવા યાતના ભોગવવા માટે ગતિ કરે છે. આમ તો શરીર ત્યજેલું છે પણ સુક્ષ્મ જીવ તેની દસે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તથા અહંકાર સાથે હયાતીમાં હોય છે. આથી જ તો એ યાતનાઓ અનુભવે છે અને એનો ચિત્તમાં ઉપભોગ કર્યા પશ્ચાત જ વિકારોનું નિકંદન થાય છે (પાપ નાશ પામે છે). પુરાણોમાં આવા અનેક નરકોનું વિસ્તૃત વર્ણન કરેલ છે. હજુ બીજા અનેક નારકો છે. પરંતુ આટલા નરકો સમજી લેવાથી વૈરાગ્ય આવી જાય છે.

.[માર્કંડેય પુરાણ]

 


 

સંખ્યા નરકનાં નામો નરકનું વિવરણ કરેલા પાપો જીવને થતી સજા
1 મહારૌરવ વિશાળ છે. વિસ્તાર 12 હજાર યોજન ઓરસ-ચોરસ છે.  તાંબાની ધાતુની ભૂમિ છે. નીચે અગ્નિ સદૈવ પ્રજ્વલિત હોય છે.  લાલચોળ ચળકતી અને આંખ આંજી દે તેવી ભૂમિ ભાસે  જેનો સ્પર્શ અતિ દારુણ દુ:ખ આપે છે. અભક્ષ્યાભક્ષ્ય, મિત્રદ્રોહ, સ્વામીનો વિશ્વાસઘાત, પોતાની સ્ત્રીનો ત્યાગ, પરસ્ત્રી પ્રીતિ કરી હોય. વાવ, કુવા, તળાવ, બગીચા કે માર્ગોનો ભંગ કર્યો હોય, દુરાચારી અને અધર્મી જીવન ગાળ્યું હોય. જળ કે અન્નનો નાશ કર્યો હોય. જીવોને હાથ-પગ બાંધી યમદૂતો આ નરકમાં નાખે છે. તેમાં આળોટતા જીવ આગળ વધે છે. માર્ગમાં તેનું ભક્ષણ કરવા ગીધ, કાગડા, બગલા, વરુ, અને શિયાળ ખેંચા ખેંચ કરે છે. દુ:ખ સહન ન થતાં જીવ ચીસો પાડે છે અને યમદૂતોનો માર ખાતો આગળ વધે છે.
2 તમસ અત્યંત અંધકાર વ્યાપેલો રહે છે અને બરફ જેવું
અત્યંત ઠંડુ છે.
ગોવધ, ભ્રાત્રુ વધ, બાળક વધ, જળ અને અન્નનો નાશ કરનારા અંધકારમાં કોઈ જોઈ શકતું નથી, એક બીજા સાથે
ભટકાય છે, અતિ ઠંડી લાગવાથી એક બીજાને વળગી
રહે છે, રડે છે, દાંત ખખડી જાય છે, અત્યંત ક્ષુધા અને
તૃષા એમને વિહ્વળ કરી મુકે છે, શરીર અકડાઈ જાય છે,
હાડ ગળી જાય છે. વ્યાકુળ થઇ કોઈ કોઈ તો એક
બીજાને બચકા ભરી તેમાંથી ઝરતા મેદ, લોહી વગેરે
ચાટવા માંડે છે.
3 નિકુન્તન કુંભારના ચાકડા જેવા ચક્રો નીત્ય ભ્રમણ કરતા
હોય છે.
જુઠું બોલનારા અને જુઠી સાક્ષી પૂરનારા, જે એક અક્ષરનો પણ બોધ કરનારને ગુરુ સમાન ગણતો નથી, ગુરુનું વચન ઉથાપનાર, શાસ્ત્ર અનુસાર ન વર્તનાર દુરાચારી માર્ગમાં આવતા જીવોનાં અંગોનો વિચ્છેદ કરી નાખે છે.
મસ્તક, હાથ, પગ, ધડ, બધું નિત્ય ફરતા ચક્રો વડે કપાયા કરે, પુન:એકઠા થઇ ફરી કપાય છે તો પણ પાપી જીવોનો નાશ થતો નથી. શરીરના હજારો ટુકડા થઇ ફરી એકઠા થઇ કાપવા માટે તૈયાર રહે છે. આ પ્રક્રિયા હજારો વર્ષો સુધી ચાલ્યા કરે છે અને અંતે જ્યારે પાપો નાશ પામે છે ત્યારે આ નરકમાંથી છુટકરો થાય છે.
4 અપ્રતિષ્ઠા અતિ ધારવાળા તેજથી ફરતા ચક્રો ગોઠવેલા છે. બીજી બાજુ કુવામાંથી જળ કાઢવાના હોય તેવા ઘટી યંત્રો હોય છે. ધર્મનું આચરણ ન કરનારા, ધર્મનું આચરણ કરતા બ્રાહ્મણોને વિઘ્ન કરનારા અઢારમી જીવો માટે આ નર્ક નિર્માયેલું છે. યમદૂતો તે જીવોને ચક્રો ઉપર ફેંકી દે છે. ચક્રની સાથે ભ્રમણ થતા દુ:ખમય સ્થિતિ થાય છે. જો ચક્ર ઉપરથી ઉતારવા જાય તો કપાઈ જાય છે, એટલે હજારો વર્ષો ચક્રો સાથે ભ્રમણ કરતા રહી વ્યાકુળ બની જાય છે. ભ્રમણ થવાથી વમન (ઉલ્ટી) થાય છે અને તેમના આંતરડા પણ મુખ દ્વારા નીકળી પડે છે. વેદના અવર્ણીય હોય છે.
5 અસિપત્રવન હજાર યોજન લાંબો-પહોળો વ્યાપ છે. ભૂમિ ઉપર અગ્નિના ભડકા સતત બળયા કરે છે. આ નરકમાં એક વન છે. વનના વૃક્ષોના પાંદડા તલવાર જેવા હોય છે. ત્યાં અનેક બળવાન કુતરાઓના ટોળાં ભસતા ફર્યા કરતા હોય છે. બ્રહ્મચારી, વ્રતધારી અને તપસ્વી લોકોને વિઘ્ન કરનાર, ઉદ્વેગ કરાવનાર મનુષ્યોને શિક્ષા કરવા માટે આ નરક રાખેલ છે. યમદૂતો જેવા જીવોને આ નરકમાં ધકેલે છે, તેઓ નિત્ય તપતી અગ્નિજ્વાલાઓથી બચવા અસીપત્રવનમાં પ્રવેશે છે જ્યા ભયંકર દાઢવાળા રાક્ષસી કદાવર કુતરાઓ જોઈ જીવો આમતેમ ભાગે છે. ભાગતા ભાગતા તેમને તલવારની ધાર જેવા પાંદડાઓ કાપે છે, એટલે દુઃખથી તે જીવો આક્રંદ કરી ઉઠે છે. ઉષ્ણ વાયુ વાય છે. તૂટી પડેલા ધારદાર પાંદડા તેમના માથા ઉપર પડવાથી છેદાઈ જાય છે અને પોકારી ઉઠે છે. નીચે પડી ગયેલ જીવો ને કુતરાઓ પકડી લઇને બાચકા ભરતા આમતેમ ખેંચે છે.
6 તપ્તકુંભ ચારે બાજુ કુમ્ભો રાખેલા છે. તેમને અગ્નિજ્વાળા દ્વારા ખૂબ તપાવવામાં આવે છે. કોઈ કુમ્ભમાં લોટનો ભૂકો તો કોઈમાં ઉકળતું તેલ ભરેલ હોય છે. તિર્થસ્થાનોને દુષિત કરનાર, નદીઓ અને તીર્થોની પવિત્રતા ન જાળવનાર, શ્રદ્ધાપૂર્વક તીર્થયાત્રા ન કરનાર, શાસ્ત્રોની મર્યાદા ના પાળનાર, માત્ર કામ-ભોગમાં જ રચ્યાં પચ્યા રહેનાર લોકો માટે આ નરક છે. જીવોને ઊંધા મસ્તકે લોહ કુમ્ભમાં નાખવાથી તેમના શરીર ધણીની જેમ ફૂટે છે. દેહના મેદ, જળ, મજજા વગેરે બળી જાય છે. જીવો કુમ્ભ માં થી બહાર નીકળવા જાય તો યમદૂતો તેમને ઉંચકીને ફરી કુમ્ભમાં નાખે છે. તેલમાં પડેલા જીવો તેલમાં તળાઈને અંતે તેલ જેવા બની જાય છે.

 

 



મન વચન અને કાયાથી હર હાલ હર કાલમાં સત્કર્મો જ કરો જેથી નરક પ્રાપ્તિ ન થાય. નરક ભોગવવાના કષ્ટ કરતા ઇન્દ્રિય દમનનું કષ્ટ ઉપાડવું સારું, જે આગળ જતા લાભ કર્તા છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s