કુંડળી


કુંડળી ભિન્ન ભિન્ન પ્રકારની હોય  છે અને પ્રત્યેકમાંથી જાતકની વિશેષ માહિતી મળે છે. 


કુંડળી પ્રકારો
1 લગ્ન કુંડળી (જન્મ કુંડળી) – દેહ ભાવનું ચિંતન.
2 દ્રેષકાણ કુંડળી – ભાઈના સુખનું ચિંતન.
3 ત્રિશાંશ કુંડળી – અકસ્માત / હાનિ / ક્ષતિ ચિંતન.
4 ચતુર્થાંશ કુંડળી – સ્થાવર મિલકત સંબંધિત સૂક્ષ્મ માહિતી ચિંતન.
5 હોરા કુંડળી – સંપદા આદિ સુખ ચિંતન.
6 સપ્તાંશ કુંડળી – સંતતિ, પુત્ર પૌત્રી ચિંતન.
7 નવમાંશ કુંડળી – દામ્પત્ય સુખ ચિંતન.
8 દશમાંશ કુંડળી – નોકરી, પદ-પ્રતિષ્ઠા, ધંધો, આજીવિકા, માન સન્માન ચિંતન.
9 દ્વાદશાંશ કુંડળી – માતા પિતા સુખ ચિંતન.
10 ષોડષાંશ કુંડળી – ભૌતિક સુખ અને સમૃદ્ધિ ચિંતન.

 


ભાવ પરિચય

પ્રત્યેક કુંડળીમાં 12 ખાના (Houses) હોય છે જેને “ભાવ” કહે છે. પ્રત્યેક ભાવ જાતકને અને તેના જીવનને લગતી બાબતો સૂચવે છે. ભિન્ન ભિન્ન ગ્રહોની ઉપસ્થિતિ એ બાબતોને અસર કરે છે.

KundliBhav

BhavEmptyKundli

જુદા જુદા ભાવોમાં ગ્રહોનું શુભાશુભ ફળ 
1. પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ ભાવ (1,4,7,10) ને કુંડળીનું “કેન્દ્ર” કહે છે – જ્યાં બેઠેલા ગ્રહો વધુ શક્તિશાળી હોઈ પૂર્ણ ફળ પ્રદાન કરે છે.
2. પંચમ અને નવમ (5,9) ભાવને “ત્રિકોણ” કહે છે – જેમાં રહેલ ગ્રહો પણ જાતક ઉપર પોતાની શક્તિ અને સામર્થ્યનો પુરે પૂરો પ્રભાવ નાખે છે.
3. ષષ્ટમ, અષ્ટમ અને દ્વાદશ (6,8,12) સ્થાન ને “ખાડા” સ્થાન કહે છે કારણકે અનુક્રમે તેઓ રિપુ (શત્રુ), આયુષ્ય અને વ્યય ને દર્શાવે છે. એમાં રહેલ ગ્રહો જાતક માટે ત્રાસ ઉત્પન્ન કરે છે.
4. ધન અને લાભ માટે અનુક્રમે દ્વિતીય અને એકાદશ (2, 11) ભાવ છે જેમાં રહેલ ગ્રહો જાતકને ખાસ લાભ આપે છે.
5. તૃતીય (3) ભાવ પરાક્રમ દર્શાવે છે જેમાં બેઠેલ ગ્રહ જાતકના પરાક્રમમાં વધારો કરી સફળતા અપાવે છે.
નોંધ – સારા સ્થાનમાં રહેલ ગ્રહો સારું ફળ અને ખરાબ સ્થાનમાં રહેલ ગ્રહો ખરાબ ફળ આપે એવું સદા હોતું નથી. ફલાદેશ માટે અનેક પરિબળો હોય છે. જુઓ – “ફલાદેશ નિર્ધારણ

[ભૃગુ સંહિતા, પં. રાધાકૃષ્ણ શ્રીમાળી]

ખરું જોતા ગ્રહો તો એટલા જ પ્રભાવશાળી છે પરંતુ –
કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલ ગ્રહો વધુ પ્રભાવ બતાવે છે એમ કહેવા કરતા,
કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલ ભાવ ગ્રહોના વધુ પ્રભાવમાં આવે છે એમ કહેવું યોગ્ય ગણાય.

DesireToSuccess