ઘણાને જાત જાતના સ્વપ્નો આવી જતા હોય છે. અમુક શુભ સંકેત આપનારા હોય છે તો અમુક અશુભ. આપણા શાસ્ત્રોએ (સ્વપ્ન શાસ્ત્ર) તેનું પણ પૃથ્થક્કરણ કરી ને મૂક્યું છે.
નીચેના શુભ સ્વપ્નો આવ્યા પછી સવારે સ્નાન કરી, રાજા, બ્રાહ્મણ અથવા ભોજકને કહી સંભળાવવું | ||
શુભ સ્વપ્નો | અર્થ | શાસ્ત્ર |
સૂર્યનો ઉદય, ઇન્દ્રધ્વજ અને ચંદ્રમા | સર્વ સમૃધ્ધિઓ પ્રાપ્ત થાય | સૂર્ય પુરાણ |
શંખ, માળા, સફેદ કમળ, ચામર, દર્પણ, પુત્રની પ્રાપ્તિ, રુધીરનું પીવું |
ઐશ્વર્ય મળે | સૂર્ય પુરાણ |
ધૃત ચઢાવેલ પ્રજાપતિ | પુત્રની પ્રાપ્તિ | સૂર્ય પુરાણ |
વૃક્ષ પર ચઢવું, મુખમાં સિંહણ, ગૌ અથવા મહીષિ નું દોહન |
ઐશ્વર્ય મળે | સૂર્ય પુરાણ |
નાભીમાંથી ધનુષ બાણ નીકળવું અને એનાથી સિંહ અથવા સાપને મારવું |
લક્ષ્મી પ્રાપ્ત થાય | સૂર્ય પુરાણ |
સ્વર્ણ, ચાક્રદી નાં પાત્રમાં અથવા કમળના પત્રમાં ખીર ખાવી |
બળ પ્રાપ્ત થાય | સૂર્ય પુરાણ |
દ્યુતવાદ અથવા યુધ્ધમાં જય થવો | ઉત્તમ સ્વપ્ન | સૂર્ય પુરાણ |
અગ્નિનો ગ્રાસ કરવો | જઠરાગ્ની ની વૃદ્ધિ થાય | સૂર્ય પુરાણ |
પોતાના અંગ પ્રજ્વલિત થવા અને નાડીઓનો વેધ થવો |
સંપત્તિ મળે | સૂર્ય પુરાણ |
શ્વેત વર્ણના વસ્ત્ર, પુષ્પ, માળા, અન્ન, અને પક્ષીઓના દર્શન |
શ્રેષ્ઠ | સૂર્ય પુરાણ |
સ્વપ્નમાં રોગીના દર્શન | રોગ થી મુક્તિ મળે | સૂર્ય પુરાણ |
સ્વપ્નમાં દેવતા, આચાર્ય, ગુરુ, તપસ્વી કે બ્રાહ્મણ કાઈક કહે |
તે સત્ય થાય છે. | સૂર્ય પુરાણ |
મસ્તક કપાઈ જાય કે ફૂટી જાય, પગમાં બેડીઓ લાગે |
રાજ્ય મળે | સૂર્ય પુરાણ |
રુદન કરો | હર્ષની પ્રાપ્તિ થાય | સૂર્ય પુરાણ |
શરીરમાં વિષ્ટા નો લેપ થાય, માથું અને ભુજા અનેક દેખાય, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરો |
શુભ છે | સૂર્ય પુરાણ |
ઘોડો, બળદ કે હાથી ઉપર નિર્ભય થઇ ચઢો |
રાજ્ય મળે | સૂર્ય પુરાણ |
રાજા અથવા કમળના દર્શન | લાભ થાય | સૂર્ય પુરાણ |
ગ્રહ અને તારાઓનો ગ્રાસ કરો, પૃથ્વીને ઉલટાવી દો, પર્વતને ઉખાડી દો |
રાજ્ય મળે | સૂર્ય પુરાણ |
નદી, સમુદ્ર કે પર્વતનું ઉલ્લંઘન કરે | બહુ જ ઐશ્વર્ય મળે | સૂર્ય પુરાણ |
નદી કે સમુદ્રનું પાન કરે (પીવે) | બહુ જ ઐશ્વર્ય મળે | સૂર્ય પુરાણ |
સુંદર સ્ત્રી શરીરમાં પ્રવેશ કરે, ઘણી સ્ત્રી ઓ આશીર્વાદ આપે, શરીરને કૃમિ ભક્ષણ કરે, સ્વપ્નમાં સ્વપ્નનું જ્ઞાન થાય, અભીષ્ટ બાબતો કહેવામાં કે સાંભળવામાં આવે, મંગલદાયક પદાર્થોના દર્શન તથા પ્રાપ્તિ થાય |
ધન, રાજ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય | સૂર્ય પુરાણ |
આવો – શાસ્ત્રનાં માધ્યમ દ્વારા સ્વપ્નની ભાષા સમજીએ અને ઈશ્વરી સંકેત જાણતા થઈએ.