PDF List ડાઉનલોડ કરવા ક્લિક કરો >>> EkadashiList
એકાદશી | વિશેષ | માસ | પક્ષ |
પ્રબોધિની | દેવ ઉઠી એકાદશી (ચાતુર્માસ પૂરા થાય). હજાર અશ્વમેઘ, સો રાજસૂય યજ્ઞ, ગોદાન નું પુણ્ય ફળ મળે | કારતક | શુક્લ (સુદ) |
ઉત્પત્તિ | શત્રુ હણાય, વિઘ્નો દૂર થાય | કારતક | કૃષ્ણ (વદ) |
મોક્ષદા (ગીતા જયંતિ) | વાજપેય યજ્ઞ ફળ, માતા-પિતા પુત્ર નરકમાંથી સ્વર્ગમાં જાય, મોક્ષ મળે | માગશર | શુક્લ (સુદ) |
સફલા | તે જ જન્મમાં મોક્ષ મળે, રાજસૂય યજ્ઞનું ફળ મળે. | માગશર | કૃષ્ણ (વદ) |
પુત્રદા | પુત્ર સુખ મળે, સ્વર્ગ પ્રાપ્ત થાય, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. | પોષ | શુક્લ (સુદ) |
ષટ્તિલા | નિર્ભય બનાય, દારિદ્ર કે દુઃખ કે દુર્ભાગ્ય આવતા નથી. | પોષ | કૃષ્ણ (વદ) |
જયા | બ્રહ્મા હત્યાનો નાશ થાય, પિશાચપણામાંથી મુક્તિ મળે, અગ્નિષ્ટોમ નું ફળ મળે. | મહા | શુક્લ (સુદ) |
વિજયા | જય મળે, વાજપેય યજ્ઞનું ફળ મળે, અવિનાશી લોકમાં જાય. | મહા | કૃષ્ણ (વદ) |
આમલકી | વિષ્ણુલોકમાં જાય. | ફાગણ | શુક્લ (સુદ) |
પાપમોચની | પિશાચપણાનો નાશ, સર્વ પાપ નાશ, હજાર ગો દાન પુણ્ય, બ્રહ્મહત્યા, સોનુ ચોરે, મદ્યપાન, ગુરુ-સ્ત્રી ગમન વગેરે પાપોમાંથી મુક્તિ મળે. | ફાગણ | કૃષ્ણ (વદ) |
કામદા | રાક્ષસપણું છૂટે, પિશાચપણું જાય, વાજપેય યજ્ઞનું ફળ મળે. | ચૈત્ર | શુક્લ (સુદ) |
વરુથિની | 10 હજાર વર્ષનું તપ, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સ્નાનનું પુણ્ય, 1 ભાર સોનુ દાન, વિદ્યા દાન, 100 કન્યા દાન જેટલું પુણ્ય મળે. વૈકુંઠમાં પૂજાય. | ચૈત્ર | કૃષ્ણ (વદ) |
મોહિની | મોહ નાશ પામે, 1000 ગો દાન પુણ્ય મળે. | વૈશાખ | શુક્લ (સુદ) |
અપરા | જગ પ્રખ્યાત થાય, બ્રહ્મહત્યા, ગોત્રનાશ, ગર્ભહણનાર, પરનિંદા, પરસ્ત્રી ગમનનું પાપ જાય. | વૈશાખ | કૃષ્ણ (વદ) |
નિર્જળા / ભીમ | આજના સૂર્યોદય થી આવતી કાલના સૂર્યોદય સુધી જળ અન્નનો ત્યાગ. [તુલસીને જળમાં મુકવી / તુલસીને જળ ન ચઢાવવું]. સર્વ એકાદશીનું ફળ મળે, સેંકડો વંશજો વૈંકુંઠમાં જાય, સૂર્ય ગ્રહણ સ્નાન ફળ અને શ્રાદ્ધ કર્યાનું ફળ મળે. | જેઠ | શુક્લ (સુદ) |
યોગીની | 88 બ્રાહ્મણ જમાડયાનું ફળ મળે. કોઢ મટે. | જેઠ | કૃષ્ણ (વદ) |
અષાઢી (દેવ પોઢી) / પદ્મા | મેળો થાય છે, ફરાળ કરવો. | અષાઢ | શુક્લ (સુદ) |
કામિકા | વાજપેય યજ્ઞનું ફળ મળે, બ્રહ્મહત્યા અને ગર્ભહત્યાના પાપથી મુક્ત થઇ વૈંકુંઠ જાય. | અષાઢ | કૃષ્ણ (વદ) |
પુત્રદા | વાજપેય યજ્ઞનું ફળ મળે, પુત્ર સુખ મળે, મૃત્યુ બાદ સ્વર્ગ મળે. | શ્રાવણ | શુક્લ (સુદ) |
અજા | અશ્વમેઘ યજ્ઞફળ મળે, પાપ મુક્ત થઇ સ્વર્ગ જાય. | શ્રાવણ | કૃષ્ણ (વદ) |
પરિવર્તિની | વામન એકાદશી. પાપ હરે, મોક્ષ આપે, હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. સ્વર્ગમાં જઈ ચંદ્રની જેમ શોભે. | ભાદરવો | શુક્લ (સુદ) |
ઇન્દિરા | અધોગતિ માપેલનો ઉદ્ધાર થાય. સઘળા ભોગ ભોગવી વૈંકુંઠમાં ચિરકાળ સુધી વસે છે. | ભાદરવો | કૃષ્ણ (વદ) |
પાસાંકુશા | યમલોક કદી જોવો પડતો નથી. પૃથ્વીના બધા તીર્થોનું ફળ મળે, હજારો અશ્વમેઘ યજ્ઞો, સેંકડો વાજસૂય યજ્ઞો કરતા પણ વિશેષ ફળ મળે. | આસો | શુક્લ (સુદ) |
રમા (દીવાળી) | [મંદિર દ્વારને ઉંબરે સાથિયા થાય]. બ્રહ્મા હત્યાના પાપો નષ્ટ થાય. પાપ મુક્ત થઇ વૈંકુંઠ જાય. | આસો | કૃષ્ણ (વદ) |
પદ્મિની | મહાપુણ્યકારક, સ્વયં બ્રહ્મા પણ ન કરી શકે, જન્મ સફળ થાય, સઘળા વ્રતોનું ફળ, ધારેલા કર્મો સિદ્ધ થાય, સ્વર્ગે જઈ ઇન્દ્રના જેવા ભોગ ભોગવી, વૈંકુંઠ જાય. | અધિક માસ | શુક્લ (સુદ) |
પરમા | સ્વર્ગે જાય, ઇન્દ્રના જેવો વૈભવ ભોગવી, વૈંકુંઠ જાય. | અધિક માસ | કૃષ્ણ (વદ) |