પૌરાણિક નામાવલી

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

દૈવી અને સાત્વિક નામ સંસ્કૃતિના પુનર્જીવનનું કારણ બને છે. જ્યાં નામ શુભ હોય છે, ત્યાં વ્યક્તિનું ચારિત્ર્ય પણ શુભ બને છે.



  1. હિંદુ પૌરાણિક નામાવલી
    1. એકાદશ રુદ્રો
    2. દશાવતાર 
    3. દ્વાદશ આદિત્યો
    4. પ્રજાપતિઓ
    5. પાંચ સતીઓ 
    6. સાત ચિરંજીવીઓ
    7. આઠ વસુઓ 
    8. આઠ લોકપાલ
    9. ચૌદ મન્વન્તરો
    10. ચંદ્રની પત્નીઓ (સત્યાવીશ નક્ષત્રો)
    11. અપ્સરાઓ 
    12. .સમુદ્ર મંથનમાંથી નીકળેલ ચૌદ રત્નો
    13. સોળ પતિવ્રતા સ્ત્રીઓ
    14. ગંધર્વો
    15. યક્ષો 
    16. ગણો
    17. સર્પો અને નાગ 
    18. ઓગણપચાસ વાયુઓ
    19. ઋષિઓના પ્રકાર અને નામો 
    20. ઋષિઓ
    21. વૈદિક ઋષિકાઓ (સ્ત્રી ઋષિઓ)
    22. દેવીઓ  [ચારેય વેદો](હજુ વધુ નામો મળી રહ્યા છે)
    23. દેવતાઓ  
    24. નવદુર્ગા 
    25. અષ્ટ લક્ષ્મી 
    26.  પ્રભુ શ્રી રામની વાનર સેનાના મુખ્ય સેનાનીઓ
    27. અશોકવાટિકામાં વિચિત્ર, વિકરાળ રાક્ષસીઓ
    28.  માત્ર પોતાના પતિમાં જ અનુરાગ રાખનાર મહાભાગા પત્નીઓ

હિંદુ પૌરાણિક નામાવલી


એકાદશ રુદ્રો

[શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, વાયુ પુરાણ, લિંગ પુરાણ]

ક્રમરુદ્રઅર્થ / ઉપનામમુખ્ય લક્ષણ
વિશ્વરૂપસર્વરૂપધારીસમગ્ર વિશ્વમાં વ્યાપ્ત શિવતત્ત્વનું પ્રતીક
હરહરનારપાપ, દુઃખ અને અજ્ઞાનનો નાશ કરનાર
બહુરૂપ ત્ર્યંબકઅનેક સ્વરૂપોવાળા ત્રિનેત્રધારીઅનંત સ્વરૂપોમાં પ્રગટ થનારા, ભૂત-ભવિષ્ય-વર્તમાનના દ્રષ્ટા
અપરાજિતઅજેયજેને કોઈ જીતવા સમર્થ નથી, અવિનાશી શક્તિ
વૃષાકપિધર્મ અને બળનું સ્વરૂપવૃષભ (ધર્મ) સાથે સંકળાયેલ પ્રજનન, બળ અને સમૃદ્ધિનું પ્રતીક
શમ્ભુકલ્યાણકર્તાસુખ, શાંતિ અને મંગલ આપનાર
કપર્દીજટાધારીગંગાધર, તપસ્વી અને યોગી સ્વરૂપ
રેવતસમૃદ્ધિદાતાવૈભવ, વૃદ્ધિ અને જીવનશક્તિ સાથે સંકળાયેલ
મૃગવ્યાધમૃગનો શિકારીમનરૂપ મૃગને વશ કરનાર, અહંકારનો નાશ કરનાર
૧૦શર્વસંહારકદુષ્ટતા અને અધર્મનો વિનાશ કરનાર
૧૧કપાલકપાલધારીવૈરાગ્ય, મૃત્યુ અને અનિત્યતાનું સ્મરણ કરાવનાર

[માત્ર સ્મરણાર્થે શ્લોક બનાવ્યો (જે મૂળ કોઈ શ્લોક માં નથી).]

દશાવતાર 


1વરાહ
2મસ્ત્ય
3કૂર્મ
4વામન
5નૃસિંહ
6પરશુરામ
7રામ
8કૃષ્ણ
9બુદ્ધ
10કલ્કી

દ્વાદશ આદિત્યો

[સૂર્ય પુરાણ, હિંદુ માન્યતાઓનો ધાર્મિક આધાર – ડો. ભોજરાજ દ્વિવેદી]

 બાર આદિત્યો મહિનો કિરણોની સંખ્યા 
1વિષ્ણુચૈત્ર1200
2શક્ર (ઇન્દ્ર)આસો1200
3અર્યમાવૈશાખ1300
4ધાતાકારતક1100
5ત્વષ્ટાફાગણ1100
6પૂષાપોષ?
7વિવસ્વાનજેઠ1400
8સવિતા (પર્જન્ય)શ્રાવણ1400
9મિત્રમાગશર1100
10વરુણભાદરવો1300
11અંશુમાનઅષાઢ1500
12ભગમહા1100

પ્રજાપતિઓ

1કર્દમ
2વિરણ
3દક્ષ
4પુલહ
5રુચિ

પાંચ સતીઓ 

[મંજુલ સ્મર્ણાંજલિ]

અહલ્યા (Ahalyā)
ગૌતમ ઋષિની પત્ની. “કૃપા દ્વારા પુનર્જન્મ”નું પ્રતીક.
રામાયણ પરંપરામાં પ્રસિદ્ધ ઘટના: ઇન્દ્રના છળથી શાપિત
આધ્યાત્મિક અર્થ: પાપ → પ્રાયશ્ચિત્ત → મુક્તિ
તત્ત્વજ્ઞાન: “માનવ જીવનમાં ભૂલ પછી પણ શુદ્ધિ શક્ય છે”.
દ્રૌપદી (Draupadī)
પાંડવોની પત્ની. મહાભારતમાં ધર્મ અને અપમાન સામે અડગ
વિશેષતા: અખંડ ચેતના અને ન્યાયની પ્રતીક. કુરુસભામાં ધર્મની રક્ષા માટે પ્રાર્થના.
તત્ત્વજ્ઞાન: “ધર્મ માટે અવાજ ઉઠાવવો પણ સતીત્વ છે”.
સીતા (Sītā)
શ્રી રામની પત્ની. અગ્નિપરીક્ષા અને વનવાસનો અનુભવ.
ગુણ: ધૈર્ય, ત્યાગ, શીલ. ધરતીમાંથી ઉત્પન્ન (ભૂમિ પુત્રી)
તત્ત્વજ્ઞાન: શુદ્ધ પ્રેમ + ધર્મ માટે સહનશીલતા = સતીત્વનું સર્વોચ્ચ રૂપ.
તારામતી (Tārāmati)
રાજા હરિશ્ચન્દ્રની પત્ની. અત્યંત કષ્ટોમાં પણ પતિધર્મ સાથે રહી.
વિશેષતા: ગરીબી અને વિયોગમાં ધૈર્ય. કુટુંબધર્મનું પાલન.
તત્ત્વજ્ઞાન: સતીત્વ = પરિસ્થિતિઓમાં પણ ધર્મ સાથે અડગ રહેવું.
મંદોદરી (Mandodarī)
રાવણની મુખ્ય પત્ની. લંકાની રાણી.
વિશેષતા: રાવણને ધર્મ માર્ગે લાવવા પ્રયત્ન કર્યો. નૈતિક બુદ્ધિ અને વિવેકનું પ્રતીક.
તત્ત્વજ્ઞાન: દુષ્ટ પરિસ્થિતિમાં પણ ધર્મનો અવાજ ઉઠાવવો સતીત્વ છે.

સાત ચિરંજીવીઓ

[મંજુલ સ્મર્ણાંજલિ]

1અશ્વત્થામા (ગુરુ દ્રોણાચાર્યના પુત્ર)
2દાનવીર બલિરાજા (પાતાળનરેશ રાક્ષસોના રાજા)
3વ્યાસ મુની (પુરાણો અને મહાભારત ગ્રંથના રચેતા)
4હનુમાન (ભગવાન શ્રી રામચંદ્રજીના સેવક)
5વિભીષણ (રાવણનો ભાઈ)
6કૃપાચાર્ય (કૌરવોના કુલગુરુ)
7ભગવાન પરશુરામ (21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી)

આઠ વસુઓ 

ક્રમવસુઅર્થઅધિષ્ઠાનસંક્ષિપ્ત અર્થ
આપજળપાણીજીવન, શુદ્ધિ, પોષણ
ધ્રુવસ્થિરધ્રુવ તારોઅચળતા, નિષ્ઠા
સોમચંદ્રચંદ્ર અને રસઅમૃત, ઔષધિ, મન
ધરધારણ કરનારપૃથ્વીસ્થિરતા, આધાર
અનલઅગ્નિઅગ્નિઊર્જા, યજ્ઞ, રૂપાંતર
અનિલ (કેટલીક યાદીઓમાં અજ/અજૈકપાદ સાથે ગૂંચવણ થાય છે)વાયુપવનપ્રાણ, ગતિ
પ્રત્યૂષપ્રભાતઉષાનવી શરૂઆત, જાગૃતિ
પ્રભાસપ્રકાશતેજકાંતિ, કૌશલ્ય, સર્જન

આઠ લોકપાલ

ક્રમલોકપાલદિશાવાહનઆયુધમુખ્ય કાર્ય
ઇન્દ્રપૂર્વઐરાવતવજ્રદેવોના રાજા, વર્ષા
અગ્નિઅગ્નિકોણ (દક્ષિણ-પૂર્વ)મેષઅગ્નિ, શક્તિઅગ્નિ અને યજ્ઞ
યમદક્ષિણમહિષદંડ, પાશમૃત્યુ અને ન્યાય
નિઋતિનૈઋત્યગર્દભ અથવા મનુષ્યખડ્ગવિનાશ અને આપત્તિ
વરુણપશ્ચિમમકરપાશજળ અને ઋત
વાયુવાયવ્યહરણધ્વજપવન અને પ્રાણ
કુબેરઉત્તરમનુષ્ય અથવા ઘોડોગદા, નકુલધન અને યક્ષોના અધિપતિ
ઇશાનઈશાન (ઉત્તર-પૂર્વ)વૃષભત્રિશૂલશિવનું જ્ઞાનમય સ્વરૂપ

ચૌદ મન્વન્તરો

[ગરુડ પુરાણ]

 ચૌદ
મનુઓ
મનુઓ ના પુત્રોપ્રત્યેક
મન્વન્તરે
બદલાતા
સપ્તર્ષીઓ
મન્વન્તરના દેવો
અને ઇન્દ્રો
દૈત્ય
1સ્વાયમ્ભુવઅગ્નીધ્ર  આદી અનેક પુત્રોમરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠજય, અમિત, શુક્ર, યામ એમ બાર દેવગણ.
ઇન્દ્ર = વિશ્વભુક અને વામદેવ
વાષ્કલિ
2સ્વારોચિષચૈત્રક, વીનત, કર્ણાંત, વિદ્યુત, રવિ, બૃહદ્ગુણ અને નભઉર્જ, સ્તંબ, પ્રાણ, ઋષભ, નિશ્ચલ, દત્તોલિ અને અર્વરીવાનતુષિત અને પારાવત એમ બાર દેવગણ.
ઇન્દ્ર = વિપશ્ચિત
પુરુકૃત્સર
3ઔત્તમઅજ, પરશુ, વિનીત, સુકેતુ, સુમિત્ર, સુબલ, શુચિ, દેવ, દેવાવૃત, મહોત્સાહ અને અજીતરથૌજા, ઊર્ધ્વબાહુ, શરણ, અનઘ, મુની, સુતપ અને શંકુવશર્વતિ, સ્વધામ, શિવ, સત્ય, પ્રતર્દન નામના પ દેવ ગણ અને પ્રત્યેક ગણમાં બાર દેવો.
ઇન્દ્ર = સ્વશાંતિ
પ્રલમ્બાસુર
4તામસજાનુજંઘ, નિર્ભય, નવખ્યાતિ, નય, વિપ્રભૃત્ય, વિવિક્ષિપ, દૃઢેષુધિ, પ્રસ્તલાભ, કૃતબંધુ, કૃત, જ્યોતિર્ધામ, પૃથુ, કાવ્ય, ચૈત્ર, ચેતાગ્નિ અને હેમકસુરાગા તથા સુધી આદીહરિ આદી ચાર ગણ અને પ્રત્યેકમાં પચ્ચીસ દેવતા.
ઇન્દ્ર = શિવિ
ભીમરથ
5રૈવતમહાપ્રાણ, સાધક, વનબંધુ, નિરમિત્ર, પ્રત્યંગ, પરહા, શુચિ, દ્રઢ્વ્રત અને કેતુશ્રુંગવેદશ્રી, વેદબાહુ, ઉર્ધ્વબાહુ, હિરણ્યરોમ, પર્જન્ય, સત્યનેત્ર અને સ્વધામઅભૂતરજસ, અશ્વમેધસ, વૈકુંઠ અને અમૃત નામેં ચાર દેવગણ અને પ્રત્યેક માં ચૌદ દેવો.
ઇન્દ્ર = વિભુ
શાન્ત
6ચાક્ષુષઉરુ, પૂરુ, મહાબલ, શતધ્યુમ્ન, તપસ્વી, સત્યબાહુ, કૃતિ, અગ્નિષ્ણું, અતિરાત્ર, સુદ્યુમ્ન અને નરહવીષ્માન, ઉત્તમ, સ્વધામા, વીરજ, અભિમાન, સહિષ્ણુ અને મધુશ્રીઆર્ય, પ્રભૂત, ભાવ્ય, લેખ, અને પૃથુક આમ પાંચ દેવ ગણોના પ્રત્યેકમાં આઠ દેવતાઓ.
ઇન્દ્ર = મનોજવ
મહાકાલ
7વૈવસ્વત (અત્યારનો મન્વન્તર)ઈક્ષ્વાકુ, નાભાગ, ધૃષ્ટ, શર્યાતિ, નરીષ્યંત, પાંસુ, નભ, નેદિષ્ઠ, કરુષ, પૃષધ્ર અને સુધ્યુમ્નઅત્રિ, વસિષ્ઠ, જમદગ્નિ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ અને વિશ્વામિત્ર49 મરુદ્ગણ, 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ, 2 અશ્વિનીકુમારો, 10 વિશ્વદેવ, 10 આંગિરસ દેવ, 9 દેવગણ.
ઇન્દ્ર = તેજસ્વી
હિરણ્યાક્ષ
8સૂર્ય સાવર્ણી
(આવનારો મન્વન્તર)
વિજય, આર્વવીર, નિર્મોહ, સત્યવાક, કૃતિ, વરિષ્ઠ, ગરિષ્ઠ, વાચ અને સંગતિઅશ્વત્થામા, કૃપાચાર્ય, વ્યાસ, પરશુરામ, ગાલવ, દીપ્તિમાન, અને ઋષ્યશ્રુંગસુતપા, અમૃતાભ અને મુખ્ય એમ 3 દેવગણ પ્રત્યેકમાં 20 દેવો
ઇન્દ્ર = વિરોચન પુત્ર બલિ
વિરોચન પુત્ર બલિ
9બ્રહ્મ(?) સાવર્ણી (વરુણ પુત્ર?)ધ્રુતિકેતુ, દીપ્તિકેતુ, પન્ચહસ્ત, નિરામય, પૃથુશ્રવા, બૃહદ્ધ્યુંમ્ન, ઋચિક અને બૃહદ્ગુણમેઘાતિથિ, દ્યુતિ, સવસ, વસુ, જ્યોતીષ્માન હવ્ય, કવ્ય અને વિભુપર, મરીચીગર્ભ, તથા સુધર્મા એમ 3 દેવો.
ઇન્દ્ર =
કાલકાક્ષ
10ધર્મ સાવર્ણી (ધર્મના પુત્ર)સુક્ષેત્ર, ઉત્તમૌજા, ભૂરીશ્રેણ્ય, શતાનિક , નીરમિત્ર, વૃષસેન, જયદ્રથ, ભૂરીદ્યુમ્ન, સુવર્ચા, શાન્તિ અને ઇન્દ્રઅયોમૂર્તિ, હવિષ્માન, સુકૃતિ, અવ્યય, નાભાગ, અપ્રતિમૌજા, અને સૌરભપ્રાણ નામે 100 ગણો
ઇન્દ્ર = શાન્ત
બલિ
11રુદ્ર સાવર્ણીસર્વત્રગ, સુશર્મા, દેવાનીક, પૂરુ, ગુરુ, ક્ષેત્રવર્ણ, દ્રઢેશુ, આર્દ્રક, અને પુત્રહવિષ્માન, હવિષ્ય, વરુણ, વિશ્વ, વિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજવિહંગમ, કામગમ, નિર્માણ તથા રૂચી એમ 4 દેવગણ અને પ્રત્યેકમાં 30 દેવતાઓ
ઇન્દ્ર = વૃષભ
દશગ્રીવ
12દક્ષ સાવર્ણી (પ્રજાપતિ દક્ષના પુત્ર)દેવવાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ, વિદૂરથ, મિત્રવાન, મિત્રદેવ, મિત્રબિંદુ, વીર્યવાન, મિત્રવાહ અને પ્રવાહતપસ્વી, સુતપા, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ, દ્યુતિ અને તપોધનસ્વધર્મા, સુતપસ, હરિત, રોહિત આમ 4 દેવગણ અને પ્રત્યેકમાં 10 દેવતાઓ
ઇન્દ્ર = ઋતધામા
તારકાસુર
13રૌચ્ય (પ્રજાપતિ રુચિના પુત્ર)ચિત્રસેન, વિચિત્ર, તપ, ધર્મરત, ધૃતિ, સુનેત્ર, ક્ષેત્રવૃત્તિ અને સુનયધર્મ, ધ્રુતિમાન, અવ્યય, નીશારૂપ, નિરુત્સક, નિર્મોહ અને તત્વદર્શીસુરોમ, સુધર્મ અને સુકર્મ એમ 3 દેવગણ અને પ્રત્યેકમાં 33 દેવતાઓ
ઇન્દ્ર = દીવસ્પતિ
ત્વષ્ટિભ
14ભૌત્ય (ભૂતીના ગર્ભમાં થી)ઉરુ, ગભીર, ધૃષ્ટ, તરસ્વી, ગ્રાહ, અભિમાની, પ્રવીર, જીષ્ણુ, સંક્રંદન, તેજસ્વી અને દુર્લભઅગ્નીધ્ર, અગ્નિબાહુ, માગધ, શુચિ, અજીત, મુક્ત અને શુક્રચાક્ષુષ, કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાજિન, વચોવૃધ્ધ નામે 5 દેવગણમાં 7 દેવતા
ઇન્દ્ર = શુચિ
મહાદૈત્ય

ચંદ્રની પત્નીઓ (સત્યાવીશ નક્ષત્રો)

1સ્વાતી15આશ્લેષા
2રોહિણી16કૃત્તિકા
3ભદ્રા17પુષ્ય
4અશ્વની18પુનર્વસુ
5રેવતી19શ્રવણ
6ચિત્રા20હસ્ત
7ઘનિષ્ઠા21મૃગશીર્ષ
8વિશાખા22શતભિષા
9ઉત્તરાષાઢા23પૂર્વાફાલ્ગુની
10ઉત્તરાફાલ્ગુની24પ્રોષ્ઠપદા
11ઉત્તરાભાદ્રપદા25પૂર્વાષાઢા
12મઘા26અનુરાધા
13આર્દ્રા27જયેષ્ઠા
14ભરણી

અપ્સરાઓ 

[સૂર્ય પુરાણ, ગરુડ પુરાણ, http://www.shreedarshan.com/rambha-apsara.htm#top]

 અપ્સરાઓ
1અઋણા
2અનાવદ્યા
3અનુચના
4અનુંમ્લોચા
5અલમ્વુંષા
6અસિતા
7અંબિકા
8ઇન્દ્રલક્ષ્મી
9ઉર્વશી
10ઋતુશાલા
11કર્ણિકા
12કામ્યા
13કેશિની
14ક્રતુસ્થલા
15ક્ષેમાં
16ગુણમુખ્યા
17ગુણવરા
18ચન્દ્રજ્યોત્સના
19તિલોત્તમા
20દેવી
21ધ્રુતાચી
22નાભીદર્શના
23પુન્જિકસ્થલા
24પુષ્પદેહા
25પુષ્પા
26પૂર્વાચિત્તિ
27પ્રમ્લોચા (કુન્ડુમુનીના પત્ની)
28બુદબુદા
29મનોરમા
30મરીચિ
31મિશ્રસ્થલા
32મૃગાક્ષી
33મેનકા (વિશ્વામિત્રના પત્ની)
34યક્ષિણી
35રક્ષિતા
36રંભા
37લક્ષ્મણા
38લતા
39લલિતા (લલિત)
40વપૂ
41વર્ગા
42વિદ્યુતપર્ણા
43વિશ્વાચી
44શરદ્વતી
45શુચિકા
46સમિચી
47સહજન્યા
48સુગંધા
49સુપ્રિયા
50સુરજા
51સુરતા
52સુરસા
53સુવાહુ
54સુષેણ
55સૌરભેદી
56હર્ષા

.સમુદ્ર મંથનમાંથી નીકળેલ ચૌદ રત્નો

[વિશ્વકર્મા પુરાણ]

1લક્ષ્મી દેવી (ભગવાન વિષ્ણુના પત્ની)
2કૌસ્તુભ મણી
3પારિજાત
4સુરા
5ધન્વંતરી (આરોગ્યના દેવતા)
6ચંદ્રમા
7કામઘેનું (વસિષ્ઠની ગાય)
8ઐરાવત (ઇન્દ્રનો હાથી)
9દેવાંગનાઓ
10ઉચ્ચૈ:શ્રવા (ઘોડો)
11સારંગ (શ્રી રામનું ધનુષ્ય)
12પાંચજન્ય (શ્રીકૃષ્ણનો શંખ)
13હાલાંહલ ઝેર (મહાદેવે પચાવ્યું)
14અમૃત (દેવોએ અને રાહુ-કેતુએ પીધું)

સોળ પતિવ્રતા સ્ત્રીઓ

[દેવી ભાગવત 12.6.96]

1સુવર્ચલા ( ગ્રહરાજ સૂર્યના પત્ની)
2શચી (દેવરાજ ઇન્દ્રના પત્ની)
3અરુંધતી (ઋષિરાજ વશિષ્ઠના પત્ની)
4રોહિણી (નક્ષત્રરાજ ચંદ્રના પત્ની)
5લોપામુદ્રા (અગસ્ત્ય ઋષિના પત્ની)
6સુકન્યા (ઋષિ ચ્યાવનના પત્ની)
7સાવિત્રી (સત્યવ્રતના પત્ની)
8શ્રીમતી (મુની કપિલના પત્ની)
9મદયન્તી (સૌદાસના પત્ની)
10કેશિની (રાજા સગરના પત્ની)
11દમયન્તી (રાજા નળના પત્ની)
12સીતા (રઘુકુલનાયક શ્રીરામના પત્ની)
13સતી (દેવાધિદેવ શિવના પત્ની)
14લક્ષ્મી (ત્રિલોકપતિ વિષ્ણુના પત્ની)
15સાવિત્રી (સૃષ્ટિરચેતા બ્રહ્માના પત્ની)
16મંદોદરી (અભિમાની રાવણની પત્ની)

ગંધર્વો

[સૂર્ય પુરાણ, ગરુડ પુરાણ તથા અન્ય પુરાણો]

ક્રમનામનોંધ
1લલિતમુખ્ય ગંધર્વ
2વીરધન્વાલલિતનો પિતા
3તમ્બુરુTumburu — દેવગાનના પ્રખ્યાત ગંધર્વ સંગીતકાર
4નારદNarada — દેવર્ષિ, ગાન-જ્ઞાનમાં પ્રસિદ્ધ
5હાહાહાસ્ય સ્વરૂપ ગંધર્વ
6હૂહૂહાહાનો સાથી ગંધર્વ
7વિશ્વાવસુVishvavasu — ગંધર્વોના રાજા ગણાય છે
8ઉગ્રસેનગંધર્વ વર્ગમાં ઉલ્લેખિત નામ
9સુરુચિગંધર્વ સંગીત પરંપરાનો સભ્ય
10ચિત્રસેનChitrasena — મુખ્ય ગંધર્વ, નૃત્ય-ગાન વિશારદ
11ઉર્ણાયુગંધર્વ નામ
12ધૃતરાષ્ટ્ર(ગંધર્વ પરંપરામાં નામરૂપ ઉલ્લેખ, કુરુ રાજાથી ભિન્ન સંદર્ભમાં પણ આવે છે)
13સૂર્યવર્ચાગંધર્વ વર્ગમાં ઉલ્લેખિત
14પંચશિખPanchashikha — તત્ત્વજ્ઞ ગંધર્વ ઋષિ
15વિશ્વચીગંધર્વોમાં ઉલ્લેખિત એક વર્ગ નામ
16તમ્રચૂડાગંધર્વ પરંપરામાં આવતું નામ
17સુમુખગંધર્વ સંગીત પરંપરાનો સભ્ય નામ
18ગોપતિકેટલાક ગ્રંથોમાં ગંધર્વ નામરૂપ ઉલ્લેખ

યક્ષો 

[ગરુડ પુરાણ]

1રથૌજા
2રથસ્વન
3રથચિત્ર
4સ્ત્રોત
5આપૂરણ
6સેનજિત
7અરિષ્ટનેમિ
8ઋતજિત
9સત્યજિત

ગણો

[સૂર્ય પુરાણ]

 ભગવાન સૂર્યના ગણો
1પિંગલ
2માઠર
3દંડ (દંડનાયક)
4લેખક
 ભગવાન શીવજીના ગણો
1મોષક
2તંડી

સર્પો અને નાગ 

[કર્મકાંડ ભાસ્કર, ગરુડ પુરાણ]

1અનંત નાગ10પુન્ડરિક
2વાસુકિ નાગ11કચ્છનીર સર્પ
3શેષ નાગ12એલાપત્ર સર્પ
4પદ્મનાભ13ધનંજય નાગ
5કમ્બલ સર્પ14મહાપદ્મ નાગ
6શંખપાલ સર્પ15કર્કોટક નાગ
7ધાર્ત્રરાષ્ટ્ર16અશ્વતર
8તક્ષક નાગ  
9કાલિ  

ઓગણપચાસ વાયુઓ

1અજિત17કામ-જયિન33ભાસ
2અતિમિત્ર18ગૃહમ34મિત
3અન્યાદક19ચતુર્જ્યોતિ35મિતાશન
4અમિત્ર20તાદક36લાભ
5ઇદક21ત્રિશુક્ર (મહાબળવાન)37વરુણ
6ઇદક્ષ22ત્રીજ્યોતિ38વસુ
7ઉગ્ર23દૂરમિત્ર39વિધારણ
8ઉદ્વેષણ24દ્વિજ્યોતિ40વિમુક્ત
9ઋતજિત25દ્વીશુક્ર41વિરાટ
10ઋતુ26ધૃતિ42સત્યજિત
11ઋતુધર્મા27ધ્રુવ43સદક્ષ
12એકગણ28ધ્વનિ44સમિત
13એકજ્યોતિ29નિહર્તા45સહ
14એક્શુક્ર30પ્રતિસદક46સુમિત (મહાબળવાન)
15એતન31પ્રસદયક્ષ47સુરત (મહાતપસ્વી)
16એતાદક્ષ32બલાધ્રુષ્ય48સુષેણ
    49સેનજિત

ઋષિઓના પ્રકાર અને નામો 

[ચારેય વેદો](હજુ વધુ નામો મળી રહ્યા છે)

1. દેવર્ષિ:  દેવ તુલ્ય ઋષિ. (નારદ)

2. બ્રહ્મર્ષિ: ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલ ઋષિ (વસિષ્ઠ)

3. રાજર્ષિ: રાજા ઋષિ (રાજા જનક)

4. મહર્ષિ: મહાન ઋષિ (વિશ્વામિત્ર)

5. પરમઋષિ: 

6. ઋતર્ષિ: શીખનાર. જેઓ સત્યને વળગી પ્રયત્ન પૂર્વક જ્ઞાનને અનુભવમાં લાવવા મથે.

7. કંદઋષિ: જિજ્ઞાસુ

ઋષિઓ

[ચારેય વેદો](હજુ વધુ નામો મળી રહ્યા છે)

1 અન્યાન્ય
2 એવયામરુત
3 પુરુહન્મા
4અગસ્ત્ય
5અગ્નિ
6અત્રિ
7અર્ચનાના
8અર્યમા
9અવસ્યુ
10અશવ્ય
11અશ્વસૂક્ત
12અંગીરસ
13આજીગર્તિ
14આત્રેય
15આપ્ત્ય
16આપ્ત્યવિત
17આયુ
18આંગિરસ
19ઇરિમ્બિઠિ
20ઉત્કીલ
21ઉરુચક્રીરાત્રેય
22ઉશિકપુત્ર
23ઋજિશ્વા
24ઋતવિદ
25ઋતુ
26ઋષભ
27એકદ્યૂનૌંધસ
28ઔશિજ
29કત
30કલિ
31કશ્યપ
32કાક્ષીવાન
33કાણ્વ
34કાત્ય
35કાર્ષ્ણિ
36કાર્ષ્ણિક
37કુત્સ
38કુરુસુતિ
39કુશિક
40કુસીદી
41કૂર્મ
42કૃત્નુ
43કૃશ
44કૃષ્ણ
45કૌશિકી
46ગય
47ગર્ગ
48ગવિષ્ઠી
49ગાતુ
50ગાથી
51ગાર્ત્સમદ
52ગુત્સમદ
53ગૃહપતિ
54ગોપવન
55ગોસૂક્ત
56ગૌતમ
57ગૌરીવીતિ
58ઘોર
59જમદગ્નિ
60જાન
61જાલ
62જેતા
63તિરશ્ચી
64ત્રયરુણ
65ત્રસદસ્યુ
66ત્રિત
67ત્રિશોક
68ત્રૈવૃષ્ણ
69દેવવાત
70દેવશ્રવા
71દેવાતિથિ
72દૈર્ઘતમસ
73દ્યુત
74દ્યુમ્નિક
75દ્વિત
76ધરુણ
77ધુમ્ર
78નર
79નાભાક
80નારદ
81નીપાતિથિ
82નૃમેધ
83નેમ
84નોઘા
85પરાશર
86પરુચ્છેપો
87પર્વત
88પાવકા
89પુત્રૌ
90પુનર્વત્સ
91પુરુકુત્સ
92પુરુમીલ હાજમીલહ
93પુરુમેધા
94પુરુહન્મા
95પુષ્ટિગુ
96પૂતદક્ષ
97પૂરુ
98પૃશ્નિ
99પૃષધ્ર
100પૌર
101પ્રગાથ (ઘૌર)
102પ્રજાપતિ
103પ્રતિપ્રત્ન
104પ્રતિરથ
105પ્રતીક્ષત્ર
106પ્રભૂવસુરાગિરસ
107પ્રયોગ
108પ્રસ્કણ્વ
109પ્રાજાપત્ય
110પ્રિયમેઘ
111બભ્રુ
112બહવ
113બંન્ધુ
114બાર્હસ્પત્ય
115બાહુવૃક્ત
116બુધ
117બૃબુસ્તક્ષા
118બ્રહ્માતિથિ
119ભર્ગ
120ભારતપુત્ર
121ભારતપુત્ર
122ભારદ્વાજ
123ભાર્ગવ
124ભૌમ
125મત્સ્ય
126મરુત
127માતરિશ્વા
128મારીચ
129મિત્ર
130મુક્ત્વાહ
131મેઘાતિથિ
132મેધ્ય
133યજત
134યવિષ્ઠૌ
135રાતહવ્ય
136રાહૂગણ
137રેભ
138લિંગોકત
139વત્સ
140વવ્રિ
141વશ
142વસિષ્ઠ
143વસુશ્રુત
144વાચ્ય
145વામદેવ
146વાસૂયવ
147વિતહવ્ય
148વિરૂપ
149વિશ્વક
150વિશ્વમના
151વિશ્વવચર્ષણિ
152વિશ્વસામા
153વિશ્વામિત્ર
154વિશ્વારાત્રેયી
155વૃશ
156વૈયશ્વ
157વૈવસ્વત (મનુ)
158વૈશ્વામિત્ર
159વ્યશ્વૌ
160શશકર્ણ
161શંયુ
162શાકત્ય
163શુન:શેપ
164શુનહોત્ર
165શૌનક
166શ્યાવાશ્વ
167શ્રુતકક્ષ
168શ્રુષ્ટિગુ
169સત્યશ્રવા
170સદાપૃણ
171સધ્વંસ
172સપ્તવધ્રિ
173સપ્તવધ્રી
174સવ્ય
175સસ
176સહસ
177સહસ્ત્ર વસુરોચિષોઅન્ગીગ
178સંવરણ
180સામ્મદ
181સુકક્ષ
183સુતમ્ભર
184સુપર્ણ
186સુબંન્ધુ
187સોભરિ
188સોભરી
199સોમાહુતિ
200સૌહોત્ર
201સ્વસ્તાત્રેય
202હર્યત
203હિરણ્ય સ્તૂપ

વૈદિક ઋષિકાઓ (સ્ત્રી ઋષિઓ)

#ઋષિકા / નામનોંધ / પરંપરાગત ઓળખ
1અંબૃણીવાક્ સૂક્ત સાથે જોડાયેલી ઋષિકા
2અદિતિવૈદિક માતૃદેવી, ઋષિકા રૂપે ઉલ્લેખ
3અપાલાઋગ્વેદ સૂક્તદ્રષ્ટા (આત્રેય પરંપરા)
4આત્રેયીઆત્રિ વંશીય ઋષિકા
5આહુતિવૈદિક પરંપરામાં ઉલ્લેખિત ઋષિકા
6ઇન્દ્રાણીદેવપત્ની, કેટલાક મંત્રોમાં દ્રષ્ટા રૂપે
7ઉશનાક્યારેક ઉશનસ પરંપરાથી જોડાયેલી
8ગાર્ગીઉપનિષદની પ્રસિદ્ધ બ્રહ્મવાદિની
9ઘોષાઋગ્વેદ મંત્રદ્રષ્ટા
10જુહૂવૈદિક સ્ત્રી ઋષિકા
11દીર્ઘતમા(તમારી યાદી મુજબ; નોંધ: પુરૂષ ઋષિ નામ પણ મળે છે)
12નદીપ્રતીકાત્મક ઋષિકા (નદીરૂપ સ્ત્રી શક્તિ)
13નોધાઋગ્વેદ મંત્રદ્રષ્ટા
14પાવકાઅગ્નિ/શુદ્ધિ પ્રતીક ઋષિકા
15પુરુમીલહાઋગ્વેદીય ઋષિકા
16પુરુમેધાઋગ્વેદ મંત્રદ્રષ્ટા
17પ્રજાપતિનીપ્રજાપતિ શક્તિરૂપ સ્ત્રી તત્વ
18બિંદુવૈદિક/ઉપનિષદ પરંપરામાં નામરૂપ ઉલ્લેખ
19બ્રહ્મવાદિનીઉપનિષદિક સ્ત્રી જ્ઞાની વર્ગ
20મધુચ્છંદાઋગ્વેદિક ઋષિ-પરંપરા સાથે જોડાયેલ નામ
21મૈત્રેયીબૃહદારણ્યક ઉપનિષદની તત્ત્વજ્ઞાની
22રોહિણીવૈદિક/આકાશીય સ્ત્રી રૂપ
23લોપામુદ્રાઅગસ્ત્ય ઋષિની પત્ની, ઋગ્વેદ સૂક્તદ્રષ્ટા
24વાક્ (વાગ્દેવી)ઋગ્વેદની દેવતા-રૂપ ઋષિકા
25વિશ્વાવારાઋગ્વેદ મંત્રદ્રષ્ટા
26શચીઇન્દ્રાણી, વૈદિક પરંપરામાં ઉલ્લેખ
27શ્રદ્ધા કામાયનીઋગ્વેદમાં શ્રદ્ધા સૂક્ત સાથે જોડાયેલી
28સાવિત્રીવૈદિક સ્ત્રી તત્ત્વ/પ્રતીકાત્મક ઋષિકા
29સુદીતિવૈદિક ઋષિકા નામ
30સૂર્યાસૂર્ય-સૂક્ત સાથે જોડાયેલી ઋષિકા

દેવીઓ  [ચારેય વેદો](હજુ વધુ નામો મળી રહ્યા છે)

1અદિતિ
2આહુતિ
3ઉશના
4ઉષા
5ઔષધિ
6ગૌ
7દાનસ્તુતિ
8ધૃતસ્તુતિ
9નદી
10પાર્વતી
11પૂષા
12પૃથિવી
13પ્રકૃતિ
14રતિ
15રાત્રિ
16સરસ્વતી
17સવિતા
18સૂર્યપ્રભા

દેવતાઓ  

[ચારેય વેદો](હજુ વધુ નામો મળી રહ્યા છે)

1અગ્નામરુત
2અગ્નિ
3અગ્નિલિન્ગોક્ત
4અગ્નીન્દ્ર
5અન્ન
6અપાન્નપાત
7અશ્વ
8અશ્વિનીકુમાર
9અહિ
10અહિર્બુધન્ય
11અંતરિક્ષ
12આકાશ
13આત્મા
14આદિત્ય
15આપ્રીસૂક્ત
16આર્ક્ષ: શ્રુતર્વા
17ઇન્દ્ર
18ઇન્દ્રઋભુ
19ઇન્દ્રાગ્નિ
20ઇન્દ્રાબૃહસ્પતિ
21ઇન્દ્રાબ્રાહ્મણસ્પતિ
22ઇન્દ્રાવિષ્ણું
23ઇષ
24ઈન્દ્રાબૃહસ્પતિ
25ઈન્દ્રામરુત
26ઋક્ષાશ્વમેધ
27ઋતવ
28ઋત્વિજા
29ઋભુગણ
30ઋભુદેવ
31ઋર્ણચયેન્દ્ર
32કપિંજલ
33કશુ
34કાનીત
35કુરુંગ
36ક્ષેત્રપતિ
37ચૈદ્ય
38જલ
39તરન્તમહિષી
40તિરિન્દર
41ત્વષ્ટા
42દધિક્રા
43દમ્પત્યાશિષ
44દંપત્તિ
45દાન
46દાનસ્તુતિ
47દુન્દુભિ
48દ્યાવા
49દ્રવિણોદ્ર
50નદ્ય
51પર્જન્ય
52પર્વત
53પવમાન
54પાર્શવ્ય
55પૃથુશ્રવા
56બૃહસ્પતિ
57બ્રહ્મણસ્પતિ
58ભગ
59મધ્વા
60મરુત
61મંડૂક
62મિત્ર
63મિત્રાવરુણાદિત્યાશ
64મિત્રાવરુણૌ
65યજમાન
66યજ્ઞ
67યજ્ઞ
68રથ
69રુદ્ર
70વરુ
71વરુણ
72વસિષ્ઠ
73વાતોષ્પતી
74વાયુ
75વાષ્પ
76વિદ્વાંસ
77વિશ્વદેવ
78વિષ્ણુ
79શશીયસી
80સરસ્વાન
81સૂર્ય
82સોમ
83સૌષામ્ણી
84સ્વપ્નસ્ય

નવદુર્ગા 

ક્રમસ્વરૂપનામનો અર્થવાહનમુખ્ય આયુધોનવરાત્રિનો દિવસવિશેષતા
શૈલપુત્રીપર્વતરાજ હિમાલયની પુત્રીવૃષભત્રિશૂલ, કમળપ્રથમપૂર્વજન્મમાં સતી. સ્થિરતા, ધૈર્ય અને આધ્યાત્મિક જીવનના આરંભનું પ્રતીક.
બ્રહ્મચારિણીતપ અને બ્રહ્મચર્યનું પાલન કરનારીપગપાળાજપમાળા, કમંડળદ્વિતીયકઠોર તપસ્યા, સંયમ, જ્ઞાન અને વૈરાગ્યની અધિષ્ઠાત્રી.
ચંદ્રઘંટામસ્તક પર અર્ધચંદ્રરૂપ ઘંટા ધારણ કરનારીસિંહખડ્ગ, ત્રિશૂલ, ગદા, ધનુષ્ય વગેરેતૃતીયશૌર્ય, નિર્ભયતા અને દુષ્ટોના સંહારનું સ્વરૂપ.
કુષ્માંડાબ્રહ્માંડની સર્જિકાસિંહકમંડળ, ધનુષ્ય, બાણ, ચક્ર, ગદા, જપમાળા, અમૃતકલશચતુર્થીપોતાના દિવ્ય સ્મિતથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરનારી માનવામાં આવે છે.
સ્કંદમાતાસ્કંદ (કાર્તિકેય)ની માતાસિંહકમળ અને ખોળામાં બાળ સ્કંદપંચમીમાતૃત્વ, કરુણા, રક્ષણ અને સંતાન સુખનું પ્રતીક.
કાત્યાયનીકાત્યાયન ઋષિના આશ્રમે પ્રગટ થયેલીસિંહતલવાર, કમળ અને અભયમુદ્રાષષ્ઠીમહિષાસુરના વધ માટે પ્રગટ થયેલી શક્તિ. ધર્મરક્ષા અને પરાક્રમનું સ્વરૂપ.
કાલરાત્રીકાળનો પણ નાશ કરનારીગર્દભવજ્ર, ખડ્ગસપ્તમીભય, અજ્ઞાન અને દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી.
મહાગૌરીઅતિ નિર્મળ અને ગૌરવર્ણવૃષભત્રિશૂલ, ડમરુઅષ્ટમીશુદ્ધતા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સ્વરૂપ.
સિદ્ધિદાત્રીસર્વ સિદ્ધિઓ આપનારીકમળાસન અથવા સિંહચક્ર, ગદા, શંખ, કમળનવમીઅષ્ટસિદ્ધિ અને નવ નિધિ સહિત આધ્યાત્મિક પૂર્ણતા પ્રદાન કરનારી.

અષ્ટ લક્ષ્મી 

ક્રમસ્વરૂપનામનો અર્થમુખ્ય આશીર્વાદપ્રતીક / વિશેષતા
આગ્ધ લક્ષ્મીઆદિ, મૂળ અથવા પ્રાથમિક લક્ષ્મીસર્વ પ્રકારની સમૃદ્ધિ અને કલ્યાણમહાલક્ષ્મીનું મૂળ સ્વરૂપ, સૃષ્ટિના પોષણની શક્તિ.
વિદ્યા લક્ષ્મીજ્ઞાન અને વિદ્યાની દેવીજ્ઞાન, બુદ્ધિ, કલા અને શિક્ષણવેદ, શાસ્ત્ર અને આધ્યાત્મિક જ્ઞાનની અધિષ્ઠાત્રી.
સૌભાગ્ય લક્ષ્મીશુભ ભાગ્ય આપનારીસુખી દામ્પત્ય, કીર્તિ અને મંગલગૃહસ્થ જીવનના સુખ અને શુભતાનું પ્રતીક.
અમૃત લક્ષ્મીઅમરત્વ અને આયુષ્યની શક્તિઆરોગ્ય, દીર્ઘાયુષ્ય અને જીવનશક્તિજીવનમાં તાજગી, ઓજસ અને આયુષ્યનું પ્રતીક.
કામ લક્ષ્મીશુભ ઇચ્છાઓ પૂર્ણ કરનારીમનોઇચ્છા, પ્રેમ અને આનંદધર્મસંગત કામનાઓની પૂર્ણતા કરનારી શક્તિ.
સત્ય લક્ષ્મીસત્ય અને ધર્મની અધિષ્ઠાત્રીસદાચાર, સત્યનિષ્ઠા અને ન્યાયજીવનમાં ધર્મ અને સત્યના પાલનની પ્રેરણા આપે છે.
ભોગ લક્ષ્મીભૌતિક સુખ અને વૈભવ આપનારીધન, વૈભવ, અન્ન અને સુખ-સુવિધાગૃહસ્થ જીવનની સમૃદ્ધિ અને ઐશ્વર્યનું સ્વરૂપ.
યોગ લક્ષ્મીયોગ અને આધ્યાત્મિક સિદ્ધિની દેવીવૈરાગ્ય, આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગભોગ અને યોગ વચ્ચે સંતુલન સ્થાપિત કરનારી શક્તિ.

 પ્રભુ શ્રી રામની વાનર સેનાના મુખ્ય સેનાનીઓ

[તુલસીકૃત રામાયણ, વાલ્મીકિ રામાયણ]

ક્રમનામવિશેષતા
સુગ્રીવવાનરરાજ, સેનાના મુખ્ય અધિપતિ
હનુમાનવાયુપુત્ર, શ્રીરામના પરમ ભક્ત
અંગદવાલીપુત્ર, યુવરાજ
જામ્બવાનઋક્ષરાજ, વરિષ્ઠ મંત્રી
નલસેતુબંધના મુખ્ય શિલ્પી
નીલવાનરસેનાપતિ, સેતુ નિર્માણમાં સહાયક
મૈંદઅશ્વિનીકુમારના અંશથી ઉત્પન્ન
દ્વિવિદમૈંદનો સહોદર
ગદસુગ્રીવનો ભાઈ
૧૦દધિમુખસુગ્રીવના મામા, મધુવનના રક્ષક
૧૧સુષેણવૈદ્ય અને વાનરવીર
૧૨કેસરીહનુમાનના પિતા
૧૩કુમુદયુથપતિ
૧૪કુશપર્વવાનરસેનાનો નાયક
૧૫વિકટાસ્યબળવાન યુદ્ધવીર
૧૬શંકયુથપતિ
૧૭નિઃશંકવાનરવીર
૧૮ગવયમહાબલી વાનર
૧૯ગવાક્ષમુખ્ય યુથપતિ
૨૦ગજશક્તિશાળી વાનર સેનાપતિ
૨૧શરભપરાક્રમી યોદ્ધા
૨૨ગંધમાદનપર્વત સમાન બળવાન
૨૩ઋષભવાનરવીર
૨૪પનસસુગ્રીવના મુખ્ય સેનાપતિઓમાંનો એક
૨૫વિનતઝડપી ગતિ ધરાવતો યુથપતિ
૨૬ક્રોધનઉગ્ર સ્વભાવનો યોદ્ધા
૨૭પ્રમાથીમહાબલી વાનર
૨૮હરમુખ્ય યુદ્ધવીર
૨૯ધૂમ્રવાનર નાયક
૩૦શતબલિઉત્તર દિશામાં શોધ દળનો નાયક
૩૧તારવાનરવીર (વાલીની પત્ની તારાથી ભિન્ન)
૩૨ઇન્દ્રજાનુયુથપતિ
૩૩રંભબળવાન વાનર
૩૪દુર્મુખયુદ્ધવીર
૩૫વહ્નિઅગ્નિ સમાન તેજસ્વી
૩૬રુમણસુગ્રીવનો સહયોગી
૩૭શરીભવાનરવીર
૩૮ધૂમયુદ્ધનાયક
૩૯સન્નાદનસેનાપતિ
૪૦નલિકવાનર યુદ્ધવીર

અશોકવાટિકામાં વિચિત્ર, વિકરાળ રાક્ષસીઓ

અશોકવાટિકામાં અતિ અભિમાની એવા લંકાધીશ રાવણના કહેવાપર ખૂબ દુ:ખી અને ડરી ગયેલ એવા માતા સીતાને ઘેરી વળી તેને રાવણની પત્ની બનવાનું કહેનાર વિચિત્ર, વિકરાળ રાક્ષસીઓ [શ્રી વાલ્મિકી રામાયણ, સુંદરકાંડ]
શૂપર્ણખા (લક્ષ્મણ દ્વારા અપમાનિત અને રાવણની બહેન)
એક જટા
ત્રિજટા
વિકટા (લાંબા સ્તન વાળી)
વીનતા
હરિજટા
દુર્મુખી
ચંડોદરી
પ્રઘસા
અજામુખી (બકરાના મુખ વાળી)
એકાક્ષી (એક આંખ વાળી)
એકકર્ણા (એક કાન વાળી)
કર્ણપ્રાવરણા (લાંબા કર્ણોથી પોતાના શરીરને ઢાંકનારી)
ગોકર્ણી (ગાયના કાન વાળી)
હસ્તીકર્ણી (હાથી સમાન કાન વાળી)
અકર્ણીકા (કાન વગરની)
અપાદિકા (પગ વગરની)
એકપાદિ (એક પગ વાળી)
અશ્વપદી (ઘોડાના જેવા પગ વાળી)
ગોપદી (ગાય જેવા પગ વાળી)
પાદચૂલિકા (કેશયુક્ત પગ વાળી)
પૃથુપાદી (મોટા પગ વાળી)
અતિમાત્રશિરોગ્રીવા (વિશાળ માથું અને ગર્દન વાળી)
અતિમાત્રકુચોદરી (બહુ મોટા સ્તન અને પેટ વાળી)
અતિમાત્રાસ્યનેત્રા (વિશાળ મુખ અને નેત્રો વાળી)
દીર્ઘજીહવાનખા (લાંબી જીભ અને નખ વાળી)
અનાસિકા (વગર નાકની)
સિંહમુખી (સિંહ સમાન મુખ વાળી)
ગોમુખી (ગાય સમાન મુખ વાળી)
સૂકરીમુખી (સૂકરી સમાન મુખ વાળી)

 માત્ર પોતાના પતિમાં જ અનુરાગ રાખનાર મહાભાગા પત્નીઓ

[વાલ્મિકી રામાયણ – સુંદરકાંડ, મંજુલ સ્મર્ણાંજલિ]

માતા સીતા – પ્રભુ શ્રી રામ
સતી મંદોદરી – લંકાધિપતિ રાવણ
શચી – દેવોના રાજા ઇન્દ્ર
અરૂંધતી – મહર્ષિ વસિષ્ઠ
રોહિણી – ચંદ્ર
લોપામુદ્રા – અગસ્ત્ય ઋષિ
સુકન્યા – ચ્યવન
સાવિત્રી – સત્યવાન
શ્રીમતી – કપિલ મુનિ
મદયંતી – સૌદાસ
ભીમકુમારી દમયંતી – નિષધનરેશ રાજા નલ
કેશિની – સગર
સતી અહલ્યા – ગૌતમ ઋષિ
સતી દ્રૌપદી – પાંડવોની પત્ની
તારામતી – સત્યવાન રાજા હરિશ્ચંદ્ર



25 thoughts on “પૌરાણિક નામાવલી

  1. આ જે તમે સમાજ ને આ જ્ઞાન આપી ને એક મોટો યજ્ઞ કર્યો હોય તેવુ કાર્ય કર્યુ તમને શત શત વંદન
    આ આપણી ભોળી પ્રજાને ઉચ નિચ ના ભેદ રાખી ને અભણ અને અજ્ઞાન ના અંધકાર માં ફેરવવા વાળા તત્વો બહુજ છે
    આ જ્ઞાન શુદ્ર ને પણ આપી ને બ્રહ્મ બનાવવા નુ જે કાર્ય કર્યુ તે સરાહનિય છે તમને ખુબ ખુબ નમસ્કાર

    Like

  2. ઘણી જાણવા જેવી માહિતી છે જે ઘણા પુસ્તકો ફંફોસવા છતાં ના મળે આ માહિતી આપનારને અભિનંદન લાખ લાખ પ્રણામ

    Like

  3. ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કહે છે કે હું સૌમાં રહેલો છું. દરેક જીવમાં હું છું. મારો વાસ છે. તેના ઘણા ઉદારણો આપેલા છે. જ્યારે ભગવાન સૌ જીવમાં છે તો પછી માંસાહારી લોકો શા માટે? મનુષ્યને કોઈ પણ જીવ મારીને ખાવાનો અધિકાર જ નથી. લોકોને તે સમજાવવા માટે ગીતાનું વધુમાં વધુ જ્ઞાન આપો.

    Like

    • તેથી વાઘે પણ પ્રાણીઓને મારવા જોઈએ નહીં કારણ કે તમારા અનુસાર ભગવાન તેમનામાં વસે છે. પણ એવું નથી. ભગવાન વાઘની સાથે સાથે તે મનુષ્યની પણ કાળજી લે છે જે પ્રાણીને મારી નાખે છે. અને શિકારમાં પણ ભગવાનનો વાસ છે. જો શિકાર ભગવાન છે, તો શિકારી પણ ભગવાન છે. તમે જે જુઓ છો તેના પર આધાર રાખે છે. જ્યારે તમે દોરડું જુઓ છો, ત્યારે તમે તેના પર સાપના નિયમો લાગુ કરી શકતા નથી. અને ઊલટું. જ્યારે તમે તેને સાપ તરીકે જોશો ત્યારે તમે સાપ પર દોરડાના નિયમો લાગુ કરી શકતા નથી. પાંડવો માંસ ખાનારા ક્ષત્રિયો હતા. ભગવાન માટે, માંસ ખાનારા અને શાકાહારી સમાન છે. અને તેથી બધા પર સમાન આશીર્વાદ વરસાવે છે. પરંતુ શાકાહારીઓ અહિંસાનું પાલન કરીને અને ભગવાનની દુનિયાનો મહત્તમ આદર કરીને માંસ ખાનારાઓ કરતાં ભગવાનની એક પગલું નજીક છે. સૂર્ય ચોર અને પોલીસને સમાન સૂર્યપ્રકાશ આપે છે. પરંતુ જે બહાર આવતો નથી, પોતાની જાતને ખોલતો નથી અને સૂર્યના સંપર્કમાં આવતો નથી તેને વિટામિન ડી મળતું નથી.આ રીતે સમજો.

      Like

    • ઈશ્વર પ્રત્યેકમાં હોઈ માંસાહારી પણ કોણ એ તમે જાતે નક્કી કરો. પોતાના શરીરમાં પણ અનાવશ્યક કીટાણુઓ તમે રાખો છો. કેમ? રોજ જમો છો તેમાં શરીર ને ન જોઈતા પદાર્થો પણ કેમ ગ્રહણ કરો છો? કૃષ્ણએ ગાંધારી ને કહ્યું કે મહાભારતમાં મારનાર પણ હું અને મરનાર પણ હું. પોતે માંસ ગ્રહણ ન કરવું તે પોતે જ નક્કી કરવું પડશે. અન્ય લોકો માનશે ત્યારે માનશે. અઘરું છે અન્ય ને મનાવવું.

      Like

  4. ભારતીય સંસ્કૃતિનું પુન: ઉત્થાન થાય.
    પ્રત્યેક ભારતીયનું ચરિત્ર ઉત્તમ રહે.
    દેશ સંચાલન માત્ર સાચા દેશભક્તો જ કરે.
    સર્વે નીરોગી, હૃષ્ટ પુષ્ટ અને ઉત્તમ વીર બને.
    સર્વે ની:સ્વાર્થ ભાવથી માતૃભૂમિની સેવા કરે.
    કદાપી અભદ્ર ન કહીએ ન સાંભળીએ.
    સત્યના માર્ગ પર ચાલી ધર્મનું આચરણ કરીએ.
    આપણું મન ઉત્તમ સંકલ્પો વાળું થાય.
    આપણે વેદોપદેશથી યુક્ત રહીએ.
    સર્વ દિશાઓ આપણા માટે હિતકારિણી થાય.

    Like

Leave a comment