વડીલોની શીખ


શું તમારે ઘરે વડીલો છે? એમના અનુભવો ઉપરથી તૈયાર થયેલ અમૂલ્ય શિખામણોનો ખજાનો શું તમારી જોડે છે? જો નથી તો પોતાને દુર્ભાગીયા ન માનો. કારણ કે આ રહ્યો એ ખજાનો.

 

“વડીલોના મોઢે થી…”

 


નવ જણ  જોડે વેર ન થાય 

1. શસ્ત્રી (જેની પાસે શસ્ત્ર / હથિયાર છે)
2. ધર્મી
3. મર્મી (ઘમંડી)
4. કવિ
5. ધની
6. ષઠ
7. બંદી જન (કેદી)
8. ભાનસ (રસોઈયો)
9. વૈદ્ય

પુરુષને ત્રણ વસ્તુઓ જીવનમાં અત્યાવશ્યક છે.
1. વેદિકા (જ્ઞાન)
2. પાદુકા (ગુરુ)
3. રાધિકા (પત્ની)

ચાર જણની ખરા સમયમાં પરીક્ષા થાય 
1. ધીરજ
2. ધર્મ
3. મિત્ર
4. અનુનારી (સારી પત્ની)

તમારી નજર 
પોતાની નજર તો માત્ર ભગવાનને જ આપવી, બીજા જોડેથી નજર ચોરી લેવી

ભોજન
જમતી વખતે જમીન ઉપર પલાંઠી વાળી બેસવું અને ભોજન થાળને ઉચ્ચ સ્થાન (બાજોટ) ઉપર રાખવો. ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મ્હોં રાખી બેસવું. જમતી વખતે બોલવું નહિ. જમી લીધા પછી થાળીમાં હાથ કદી ન ધોવા – અન્ના દેવ રૂષ્ટ થાય, નાશ થાય, અધોગતિ થાય. પોતાની એંઠી થાળી પોતે જ ઉંચકવી નહીતો બીજી ઊંચકનાર વ્યક્તિ આપણુ પુણ્ય લઇ જાય. (મહર્ષિ નારદ દેવર્ષિ બન્યા માત્ર ઋષિઓના એંઠા પતરાળા ઉંચકી ઉંચકી ને).

છ વસ્તુ વભગવાનના હાથમાં છે
1. હાનિ
2. લાભ
3. જશ
4. અપજશ
5. જીવન
6. મરણ

ઘરમાં દીવો 
રોજ ઘરમાં ગાયના શુદ્ધ ઘી નો દીવો અચૂક કરવો
દીવા વિનાનું ઘર સ્મશાન છે.

રોજ થોડુંક પણ કરવા જેવી બાબતો 
1. પુરાણ વાંચન – સારી સંપત્તિ અને સારી સંતતિ મળે
2. ગીતા પઠન – ભવિષ્યની મોટી આધિ વ્યાધિ અને ઉપાધિઓથી બચી જવાય
3. સત્સંગ
4. સુપાત્રને દાન – પુણ્ય ફળ પિતૃઓને અર્પણ કરી દેવું, એમના આશીર્વાદથી જીવન સુખમય બને
5. ગંગાજળ પીવું – થોડા ટીપા રોજના પાણીયારાના માટલામાં નાખી દેવા
6. ગૌ મૂત્ર પીવું – અનેક પ્રકારના રોગોથી દૂર રહેવાય, ગાયની ઉપયોગીતા સમાજમાં બની રહે.

આ પાંચ જેની પાસે છે તેની પાસે ભગવાન છે.
1. સંધ્યા
2. એકાદશી વ્રત
3. જન્માષ્ટમી વ્રત
4. રામનવમી વ્રત
5. શિવરાત્રી વ્રત

સ્નાન 
પ્રાત:કાળે 4 – 5 વચ્ચે કરેલ સ્નાન બ્રહ્મસ્નાન કહેવાય
5 – 6 દેવ સ્નાન
6 – 7 દેવ સ્નાન
7 – 8 મનુષ્ય સ્નાન
8 પછી આસુરી સ્નાન
સ્નાન વખતે એકદમ નિર્વસ્ત્ર ન થવું, પિતૃઓ આપણા શરીર ઉપરથી નીચે પડેલ જળનું તર્પણ તરીકે ગ્રહણ કરવા અદ્રશ્ય રીતે આવતા હોય છે, આપણને નગ્ન જોઈને રૂષ્ટ થાય છે. એમને છેલે થોડું તર્પણ નામ લઇ, યાદ કરી અવશ્ય આપવું.

જન્મ તિથિએ આટલું અવશ્ય કરવું જેથી આયુષ્યમાં વૃદ્ધિ થાય અને નિરોગી રહીએ 
ગુરુ, માતા અને પિતાને ચરણ સ્પર્શ
માર્કંડેય પૂજન
ગણેશ પૂજન
કુળદેવી પૂજન
સપ્ત ચિરંજીવીઓને અને આઠમા માર્કંડેય ઋષિને યાદ કરીને 8 દિવા કરવા
સુપાત્રને યથાશક્તિ દાન કરવું

જીવનમાં વાંચન 
આટલું જીવનમાં એક વાર અવશ્ય વાંચો
1. રામાયણ (અધ્યાત્મ / તુલસીકૃત)
2. શ્રીમદ ભગવદ ગીતા (શાંકર ભાષ્ય)
3. કોઈ પણ ઉપનિષદ
4. શ્રીમદ ભાગવત
5. નર્મદા પુરાણ
6. ગરુડ પુરાણ

સંભોગ ના સામાન્ય નિયમો 
દિવસે કદી ન કરવો
સ્ત્રી જ્યારે રજસ્વલા હોય ત્યારે ટાળવો
એકાદશી અને પૂનમે ન કરવો
કર્યા પછી તુરંત સ્નાન કરી લેવું

ગંધર્વ લગ્ન ન કરવા, સમાજમાં લગ્ન કરવા 
1. એક જ સમાજ હોવાથી જીવન પદ્ધતિ પણ એક સરખી હોવાથી નવવધૂને મેળ જલ્દી પડે અને ત્યાગ ઓછા કરવા પડે.
2. સમાજમાં હોવાને લીધે પરિવાર વિષયક માહિતી હોવાને લીધે સુપાત્ર મળતા હોય છે.
3. સમાજમાં માન, સમાજની હૂફ અને રક્ષા મળે છે.

4. સરેરાશે લગ્નજીવન સફળ થાય છે.


પાંચ ભબભા પરહરી વણિક કરે વેપાર 

1. ભાઈ
2. ભાઈબંધ
3. ભત્રીજો
4. ભાણિયો
5. ભવાઇયોં

શરીરને નિયમોમાં ઢાળીને તપાવો


WelcomeCritiques