ભૂદેવ ઇતિહાસ
૮૪ બ્રાહ્મણોની યાદી
(૧) સીધ્ધપુરા ઔદીચ્ય
(૨) સીહોરા ઔદીચ્ય
(૩) ટોળકીયા ઔદીચ્ય
(૪) વડનગરા નાગર
(૫) વીસનગરા નાગર
(૬) સાઠોદરા નાગર
(૭) પ્રશ્નોલા નાગર
(૮) ક્રષ્ણોરા નાગર
(૯) સાચોરા
(૧૦) ઉદમ્બરા
(૧૧) નરસાધરા
(૧૨) વલાદરા
(૧૩) પંગોરા
(૧૪)નાંદોદરા
(૧૫) ગીરનારા
(૧૬) સોમપરા
(૧૭) હરસોરા
(૧૮) સજોધરા
(૧૯) ગંગાપુત્રા
(૨૦) મોઢમીત્રા
(૨૧) ગૌમીત્રા
(૨૨) ચીત્રોદા નાગર
(૨૩) શ્રીગોડા
(૨૪) ગુર્જર ગોડા
(૨૫) કરોડા
(૨૬) ્વાયકા
(૨૭) ભટ્ટ મેવાડા
(૨૮) ત્રીવાડી મેવાડા
(૨૯) દ્રાવીડા
(૩૦) દેશાવાલ
(૩૧) રાયકવાલ
(૩૨) રોઢવાલ
(૩૩) ખેડાવાળ
(૩૪) સિંધુવાલ
(૩૫) પલ્લીવાલ
(૩૬) ગોમતીવાલ
(૩૭) ઇટાવાલ
(૩૮) મેડતાવાલ
(૩૯) ગયાવાલ
(૪૦) અગસ્ત્યાવાલ
(૪૧) પ્રેતવાલ
(૪૨) યાજ્ઞિક્વાલ
(૪૩) ઘોડવાલ
(૪૪) પુડવાલ
(૪૫) ઉનેવાળ
(૪૬) રજવાલ
(૪૭) કનોજીયા
(૪૮) સરવરીયા
(૪૯) કંડોલીયા
(૫૦) કરખડીયા
(૫૧) પટવાલીયા
(૫૨) સોરઠીયા
(૫૩) તંગમોડિયા
(૫૪) સણોઠિયા
(૫૫) વંશવઘા
(૫૬) મોતારા
(૫૭) ઝારોળા
(૫૮) રામપુળા
(૫૯) કપીળા
(૬૦) અક્ષયમંગળા
(૬૧) ઘુગરી
(૬૨) નાયલ
(૬૩) અનાવળા
(૬૪) શ્રીમાળી
(૬૫) ત્રીવેદી મોઢ
(૬૬) ચતુર્વેદી મોઢ
(૬૭) વાલ્મીક
(૬૮) વારદીક
(૬૯) કલીંગા
(૭૦) તિલિંગા
(૭૧) ભાર્ગવ
(૭૨) માલવી
(૭૩) નંદુઆણા
(૭૪) ભરથાણા
(૭૫) પુષ્કર્ણા
(૭૬) સારસ્વત
(૭૭) ખડાયતા
(૭૮) મારુ
(૭૯) દાહીમા
(૮૦) ચોવીસા
(૮૧) જાંબુ
(૮૨) મરેઠા મહારાષ્ટ્ર
(૮૩) દધીચ
(૮૪) લલાટ ઉનાગામના રહેવાસી ઉનેવાળ .
વભાગ ૧૮ છે.ઇ .સ .૧૩૦૪ માં સોમનાથ ઉપર અલ્લાઉદીન તથા અહમદશાહના વખતમાં લડાઇ થઇ તે વખતે ઉનેવાળ બ્રાહ્મણોને સહન કરવુ પડ્યુ .મહંમદ ગઝનીએ ૧૦૨૬ માં સોમતાથ પર ચઢાઇ કરી ત્યારે મુસ્લીમ લશ્કરનો સામનો કરી સહન કર્યુ .પરીણામે ઉનેવાળોને ઉના છોડવુ પડ્યુ અને કોડીનાર પાસે છારા ગામમાં વસ્યા તે છારીયા .ખેડા જીલ્લામાં બાજ -બાજવા તરફ ગયા તે બાજિયા નાથળ ગામમાં વસ્યા તે નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ કહેવાયા- નાથેર પંથકમાં સોરઠ પંથકમા વસ્યાતે નાથેરવાસી સોરથવાસી બ્રાહ્મણ કહેવાયા તે જ રીતે વલાદરાઓને વલાદ છોડવુ પડ્યુ અને વલાદ્રા કહેવાયા અને દરેકના ઇસ્ટ્દેવ -દેવી અલગ અલગ નામ હોવા છતા દરેકનો ઇતીહાસ ક્યાંકને ક્યાંક સરખો છે જેમ સાંચોરમાંથી સાંચેરા બ્રાહ્મણ તેમનો ઇતીહાસ માતાજીનો બાલામાતા જેવોજ છે જે અમે ગયા હતા અને દર્શન પણ કરેલા .સુર્યના ચાર સ્વરુપ બાલાર્ક .તરુણાર્કવ્રુધ્
દાર્ક.સીધ્ધાર્ક …જ્યારે કોટ્યાર્ક પ્રભુનુ મંદીર પણ છે .કાઠી લોકો પણ સુર્યની પુજા કરતા અને આજે સુર્યના મંદીરો ઘણા છે
આવો આપણે બ્રાહ્મણોની અવટંક-અટક વીશે જાણીએ પ્રારંભમાં બ્રાહ્મણોમાં અટક ન હતી .ઋગ્વેદાદી ગ્રંથોમાં તેઓ નામથી ઓળખાતા જેમકે વીસ્વામીત્ર.વસીષ્ઠ.જમદજ્ઞી .આ ૠષીઓની અટક મલતી નથી .અહી એ પણ નોધવુ જરુરી છે કે ક્ષત્રીય -વૈષ્ય વર્ણમાં પણ અટક ન હતી.આ બધા નામથી ઓળખાતા કાળાન્તરે સ્વીકારેલ વ્યવસાયના આધારે તેની તે “ઓળખ” થઇ .પછીથી તે સંબંધીત વ્યક્તીની અવટંક-અટક બની .અટકને પ્રારંભમાં ઉપનામ કે પદવી કહેવાતી .
પરદેશ ગમન અને વસવાટ
ઇ.સ. ૯૬૦ના દાયકા દરમિયાન પાટણના રાજવી મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને રુદ્ર યજ્ઞ માટે બોલાવવામાં આવ્યા. સંસ્કૃત ભાષામાં ઉત્તરને ઔદિચ તરીકે પણ ઓળખવામાં આવે છે.આમ ઉત્તર ભારતના આ વિદ્વાન બ્રાહ્મણોને ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ઔદિચ બ્રાહ્મણોની ઘણી પેટા શાખાઓ જોવા મળે છે જે મુખ્યત્વે અમદાવાદ, મહેસાણા, ખેડા, ભરુચ, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકાઠાં અને પંચમહાલ જિલ્લામાં વસવાટ કરે છે. આમ મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી ઉપર મુજબ કુલ ૧૦૩૭ વિદ્વાન બ્રાહ્મણોના પરીવારોને બોલાવવામાં આવ્યા હતાં. યજ્ઞ બાદ ૧૦૦૦ બ્રાહ્મણોએ મૂળરાજ સોલંકી દ્વારા અપાતી દક્ષીણાનો સ્વિકાર કર્યો અને તેઓ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો તરીકે ઓળખાયા. બાકીના ૩૭ બ્રાહ્મણોને તેમના જ્ઞાન મુજબ અલગ-અલગ જુથમાં વિભાજીત કરવામાં આવ્યા. આમ સહસ્ત્ર બ્રાહ્મણોએ ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું અને અન્ય બ્રાહ્મણોએ થોડા સમય બાદ અમૂક શરતો મૂકી ને ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું. આમ તેઓ ટોળકીયા તરીકે સંબોધન પામ્યા. આમ છતા સહસ્ત્ર બ્રાહ્મણોનું વર્ચસ્વ તેમની કરતા વધું જોવા મળતું. સહસ્ત્ર બ્રાહ્મણોના બે જુથો જોવા મળે છે જે ભૌગોલિક રીતે વિભાજીત થયેલા છે. સિહોરના અને સિદ્ધપૂરમાં વસતા. ૧૮૯૧માં ગુજરાતમાં તેમની વસ્તી આશરે ૨,૦૦,૦૦૦ (બે લાખ) જેટલી હતી. ઘણાં ઔદિચ્ય બ્રાહ્મણો કાળક્રમે રાજસ્થાનમા જઇ વસ્યા અને હાલમાં પણ ત્યાં ઔદિચ્ય બ્રાહ્મણોની ઘણી વસ્તી જોવા મળે છે. ઉપરાંત સિદ્ધપૂરના ઘણાં કુટુંબો ૧૭મી સદીમાં મધ્યપ્રદેશના વડનગર, ઇન્દોર, ઉજ્જેન ક્ષેત્રમાં જઇ વસ્યા.
ગોત્ર
ઔદિચ્ય બ્રાહ્મણો ઘણા ગોત્રના જોવા મળે છે. તેમા ખાસ કરી વત્સત્, ભાર્ગવ, દલભ્ય, દ્રોણ, મૌનસ, ગંગયન, સંક્રતૃત્ય, સંકૃત્ય, પાનલત્સ્ય, માંડક્ય, શૌનક, ભારદ્વાજ, કૌદિન્ય, કૃષ્ણત્રિ, સ્વેતરિ, ગૌતમ, કુતસ્થ, અંગિરસ, વસિષ્ઠ, પરાશર, કશ્યપ, શાંડિલ્ય, ગભિલ, ઉદલક, ઔદલસ,ગર્ગ, કૌશિક, હિરણ્યગર્ભ વગેરે વિશેષત: જોવા મળે છે.
ગૌત્ર વિશે વધુ માહિતી માટે જુઓ – ગોત્ર-પ્રવરાદી કોષ્ટક તથા સંપૂર્ણ સચોટ ગોત્રોચ્ચાર
અટક
પહેલાના વખતમાં ૧૬ જેટલી અટકો જોવા મળતી પરંતુ હાલમાં, ઔદિચ્ય બ્રાહ્મણોમાં આશરે સાંઠ (૬૦) જુદી-જુદી અટકો હોય છે. અટકો મોટા ભાગે તેમની આવડત અને વ્યવસાયને લગતી હોય છે. સર્વ સામાન્ય અટકોમાં દવે, પંડ્યા, ઠાકર, ઉપાધ્યાય, ત્રિવેદી, પંચોળી, જાની, પંડિત, પાઠક, આચાર્ય, રાવલ , જોશી, મહેતા, ભટ્ટ વગેરે. બ્રાહ્મણોને વેદ ભણાવવાનું કામ આચાર્યો કરતા. વળી આવી જ રીતે ઉપાધ્યાય, ઓઝા, પાઠક પણ વેદ ભણાવતા. રાજસેવામા રત બ્રાહ્મણો પુરોહિત અને પાંચાલ દેશમાં રહેવા વાળા બ્રાહ્મણો પંચોળી અને જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન ધરાવતા બ્રાહ્મણો જોશી તરીકે ઓળખવામાં આવે છે. વળી ગામનો કારભાર કરનાર ઠાકર અને ચાર વેદોનું જ્ઞાન ધરાવનાર ચતુર્વેદી કે વ્યાસ , ત્રણ વેદનું જ્ઞાન ધરાવતા ત્રિવેદી કે ત્રિપાઠી, બે વેદનું જ્ઞાન ધરાવતા દ્વિવેદી કે દવે, યજ્ઞ કરાવવામાં પારંગત યાજ્ઞીક અને હિસાબી તથા નાણાકીય સેવામાં રોકાયેલા બ્રાહ્મણો મહેતા તરીકે પસિદ્ધી પામ્યા.
બ્રાહ્મણ ની અટક | બ્રાહ્મણના કાર્યો / સ્થાનો |
આચાર્ય | ધર્મોપદેશ કરનાર |
ઉપાધ્યાય | સમીપ બેસી અધ્યાય વાંચનાર |
ચતુર્વેદી | ચારેય વેદોનો પાઠ કરનાર |
જોશી / જોષી | જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાતા |
ઠાકર / ઠાકુર | ગામનો પ્રમુખ અધિકારી |
ત્રિવેદી / તરવાડી | ત્રણ વેદોનો પાઠ કરનાર |
દીક્ષિત | દીક્ષા લેનાર / આપનાર |
દ્વિવેદી / દવે | બે વેદોનો પાઠ કરનાર |
પંચોળી | પાંચાલ દેશમાં રહેવા વાળા |
પંડ્યા / પંડિત | શાસ્ત્ર ભણેલ / ભણાવનાર |
પાઠક | વેદો અને શાસ્ત્રોનું પારાયણ કરનાર |
પુરોહિત | રાજસેવામાં રત રહેનાર |
ભટ્ટ | હોંશિયાર / બહાદુર |
મહત્પદા (મહેતા) | સરકારી કામ કરનાર |
યાજ્ઞિક / જાની | યજ્ઞ કરનાર / કરાવનાર |
રાવલ / રાજકુલ્ય | રાજ્યના ગુરુ |
વ્યાસ | પુરાણ વાંચનાર (પુરાણી) |
શુક્લ | શુદ્ધ ઉપજીવીકા કરનાર |
આહાર
સંપૂર્ણ શાકાહારી હોવાની સાથે સાથે ઔદિચ્ય બ્રાહ્મણોનો મુખ્ય ખોરાક ચોખા, ઘઉં, બાજરો અને જુવાર તેમના રોજીંદા ખોરાક છે. વળી તુવેર તેમને સ:વિશેષ પસંદ પડે છે. તેઓ સ્વાભાવિક રીતે જ વ્યસનોથી દૂર રહે છે.
વિવાહ
સામાન્યત: ઔદિચ્ય બ્રાહ્મણોમાં વિવાહ સંસ્કારની ઉંમર સ્ત્રીઓ માટે ૧૮ થી ૨૫ વરસ અને પુરુષો માટે ૨૧ થી ૨૮ વર્ષ જોવા મળે છે. આર્ય પરંપરા મુજબ, સગોત્રીય તથા બહુપત્નીત્વ પ્રથા લગ્ન માટે વર્જીત ગણવામાં આવે છે. જૂના સમયમાં વિધવા વિવાહ પણ વર્જીત ગણવામાં આવતો.
અન્ય બ્રાહ્મણો વિષે વધુ જાણવા અહીં ક્લિક કરો – “બ્રાહ્મણ વિકિપીડિયા“