||સ્વાગત છે.||सुस्वागतम्||Welcome!||

►[ વેબસાઈટ-વિશે જાણવા CLICK ]


albelasanskritpathshalaAlbelaWhatsappGroup


 

આધ્યાત્મિક અને આધિદૈવિક રીતે ભારત નિઃસંદેહ આખા વિશ્વમાં પ્રથમ છે. (હતો અને રહેશે). પાશ્ચાત્ય દેશો એમાં અતિશય પછાત (થર્ડ વર્લ્ડ) હોઈ, માત્ર અને માત્ર આધિભૌતિક રીતે પોતાને “ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી” તરીકે જાતે ને જાતે જ ગણાવે છે. પરંતુ બિચારા તેઓ નીચેની બાબત તો જાણતા જ નથી!!


સ્વર્ગ સમાન જગતનું નિર્માણ કરવું એ એટલું મહત્વનું નથી, જેટલું તેને ચલાવનારા લોકોના ચરિત્રને બનાવવું. આનું વિજ્ઞાન મૂળ રૂપે માત્ર પ્રાચીન ભારતીય શાસ્ત્રો (વેદો) માં જ મળશે . “સાવધાન: વેદો શાશ્વત છે અને એનો નાશ કરવાનો પ્રયત્ન સદા વૃથા છે”.


બુદ્ધિમતાથી બનાવેલ સુંદર શહેરો, ગગનચુંબી ઇમારતો, આશ્ચર્યજનક દુકાનો અને સુવ્યવસ્થા – એ તો કોઈ પણ સમાજના લોકો, કે જે ભોગવિલાસ, વૈભવ અને સુખ-સગવડોના પ્રેમી છે – એ બનાવી શકે. પરંતુ સમય સાબિત કરતો રહેતો હોય છે, કે – “આધ્યાત્મિક બળ” વિના આ બધું સર્વથા વ્યર્થ છે. એ વિના, પાશ્ચાત્ય દેશો, જે પોતાને પ્રથમ વર્ગના તરીકે ગણાવે છે; પલકારામાં જ ત્રીજા વર્ગના દેશો કરતા પણ નીચે પડી જશે અને જોતા રહી જશે કે અચાનક આ શું અનર્થ થઇ ગયું !!!


માટે ભૌતિકતા તો બહુ જ જોઈ અને આચરણમાં મહદંશે લાવ્યા પણ ખરા. હવે આધ્યાત્મિકતાના કાચથી જોવાનું શરુ કરી દઈએ, આધ્યાત્મિકતાને આચરણમાં મૂકી અને આધ્યાત્મિક બળ જ એકઠું કરીએ. 

████(જય ભારત)