ઉપયોગીતા
પંચાંગ જોવાના અલગ અલગ સ્ત્રોત
બાલબોધ, મુહૂર્તચિંતામણી, જન્મભૂમિ પંચાંગ, મુંબઈ સમાચાર પંચાંગ, દાતે પંચાંગ, કાલનિર્ણય કેલેન્ડર, હિન્દૂ કેલેન્ડર મોબાઈલ એપ, શ્રીજી દર્શન (મીની પંચાંગ)
તિથી
તિથી (જળ તત્વ) ના નામ | |||
1 | પ્રતિપદા – પડવો / એકમ | 9 | નવમી – નોમ |
2 | દ્વિતીયા – બીજ | 10 | દશમી – દશમ |
3 | તૃતિયા – ત્રીજ | 11 | એકાદશી – અગ્યારસ |
4 | ચતુર્થી – ચોથ | 12 | દ્વાદશી -બારશ |
5 | પંચમી – પાંચમ | 13 | ત્રયોદશી – તેરશ |
6 | ષષ્ઠી – છઠ | 14 | ચતુર્દશી – ચૌદશ |
7 | સપ્તમી – સાતમ | 15 | પૂર્ણિમા – પૂનમ
(ચંદ્ર ગ્રહણ પૂર્ણિમા વખતે જ હોય) |
8 | અષ્ટમી – આઠમ | 16 | અમાવાસ્યા – અમાસ
(સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં) (સૂર્યગ્રહણ અમાવાસ્યા વખતે જ હોય) |
વાર
એક સૂર્યોદયથી માંડી બીજા સૂર્યોદય સુધી ના (લગભગ 24 કલ્લાકના) સમયગાળાને વાર કહે છે. વાર સાત છે જે મળીને અઠવાડિયું કહેવાય છે
સાત વાર (અગ્નિ તત્વ) | |
1 | ચંદ્ર વાસર = સોમવાર |
2 | ભૌમ વાસર = મંગળવાર |
3 | સૌમ્ય વાસર = બુધવાર |
4 | બૃહસ્પતિ વાસર = ગુરુવાર |
5 | ભૃગુ વાસર = શુક્રવાર |
6 | મંદ વાસર = શનિવાર |
7 | ભાનૂ વાસર = રવિવાર |
નક્ષત્ર
તારાઓના સમૂહ ને નક્ષત્ર કહેવાય. ચંદ્ર જે નક્ષત્રમાં રહે એ દૈનિક નક્ષત્ર, સૂર્ય જે નક્ષત્રમાં રહે એ મહાનક્ષત્ર, કુલ સત્યાવીશ નક્ષત્રો (વાયુ તત્વ) છે. સારું ચોઘડિયું જોવા – શુક્લ પક્ષમાં ચંદ્ર કઈ રાશિમાં છે તે જોવાય, કૃષ્ણ પક્ષમાં કયું નક્ષત્ર છે તે જોવાય.
શુભ નક્ષત્રો | અશુભ નક્ષત્રો | ||
1 | અશ્વની | 17 | ભરણી |
2 | રોહિણી | 18 | કૃત્તિકા |
3 | મૃગશીર્ષ | 19 | આર્દ્રા |
4 | પુનર્વસુ | 20 | આશ્લેષા |
5 | પુષ્ય | 21 | મઘા |
6 | ઉત્તરાફાલ્ગુની | 22 | પૂર્વાફાલ્ગુની |
7 | હસ્ત | 23 | વિશાખા |
8 | ચિત્રા | 24 | જયેષ્ઠા |
9 | સ્વાતી | 25 | મૂળ |
10 | અનુરાધા | 26 | પૂર્વાષાઢા |
11 | ઉત્તરાષાઢા | 27 | પૂર્વાભાદ્રપદા |
12 | શ્રવણ | ||
13 | ઘનિષ્ઠા | ઉત્તરાષાઢા પૂરું થાય અને શ્રવણ શરુ થાય એ વચ્ચે હજુ એક નક્ષત્ર આવે – “અભિજીત” | |
14 | શતભિષા | ||
15 | ઉત્તરાભાદ્રપદા | ||
16 | રેવતી |
માસ
માસ (મહિના) ના નામો નક્ષત્ર ઉપરથી પડ્યા છે.
ઉ.દા. પોષ મહિનાની પ્રતિપદાએ (પહેલી તિથિએ) પુષ્ય નક્ષત્ર હોય.
“પંચક” નો નક્ષત્રો સાથે સંબંધ
5. રેવતી નક્ષત્રમાં પંચક મુક્ત થાય
યોગ
યોગ (આકાશ તત્વ) | |||
1 | વિશ્કુંમ્ભ (અશુભ) | 14 | હર્ષણ |
2 | પ્રિતિ | 15 | વ્રજ (અશુભ) |
3 | આયુષ્માન | 16 | સિદ્ધિ |
4 | સૌભાગ્ય | 17 | વ્યતિપાત (અશુભ) |
5 | શોભન | 18 | વરિયાન |
6 | અતિગંડ (અશુભ) | 19 | પરિઘ (અશુભ) |
7 | સુકર્મા | 20 | શિવ |
8 | ધૃતિ | 21 | સાધ્ય |
9 | શુલ (અશુભ) | 22 | શુભ |
10 | ગંડ (અશુભ) | 23 | શુક્લ |
11 | વૃદ્ધિ | 24 | બ્રહ્મા |
12 | ધ્રુવ | 25 | ઐન્દ્ર |
13 | વ્યઘ્રાત (અશુભ) | 26 | વૈધૃતિ (અશુભ) |
27 | ? |
કરણ
તિથિના અડધા ભાગને કરણ કહેવાય, માટે એક તિથિમાં બે કરણ હોય.કરણ 6 અંશનું હોય.
શુભ કરણ | કરણના સ્વામિ | અશુભ કરણ | કરણના સ્વામિ | |||
1 | કિન્સ્તુઘ્ન | વાયુ | 7 | વણિજ | લક્ષ્મી | |
2 | બવ | ઇન્દ્ર | 8 | શકુનિ | કલિ | |
3 | બાલવ | બ્રહ્મા | 9 | ચતુષ્પાદ | વૃષ | |
4 | કૌલવ | મિત્ર | 10 | નાગ | સર્પ | |
5 | તૈતિલ | સૂર્ય | 11 | વિષ્ટિ | યમ | |
6 | ગર | ભૂમિ |
રાશિ
નક્ષત્રોના સમૂહ ને રાશિ કહેવાય. લગભગ અઢી નક્ષત્રોની એક રાશિ હોય. પૃથ્વીના પોતાની ધરી પર ગોળ ફરવાથી સૂર્ય ગતિમાન ભાસે છે. આકાશમાંના સ્થિર તારક પૂંજોમાંથી પસાર થતા આ ગતિમાન સૂર્યના માર્ગને ક્રાન્તિવૃત્ત કહે છે જેના 12 ભાગો કરવાથી દરેક ભાગને રાશિ કહે છે. આ ક્રાન્તિવૃત્ત 360° નું છે માટે પ્રત્યેક રાશિ 360 ÷ 12 = 30° ની છે. પ્રત્યેક મનુષ્યના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે જ તેની રાશિ (Moon Sign) કહેવાય.
12 (બાર) રાશિઓ | |
1 | મેષ (Aeries) અ, લ, ઈ |
2 | વૃષભ (Taurus) બ, વ, ઉ |
3 | મિથુન (Gemini) ક, છ, ઘ |
4 | કર્ક (Cancer) ડ, હ |
5 | સિંહ (Leo) મ, ટ |
6 | કન્યા (Virgo) પ, ઠ, ણ |
7 | તુલા (Libra) ર, ત |
8 | વૃશ્ચિક (Scorpio) ન, ય |
9 | ધન (Sagittarius) ભ, ધ, ફ, ઢ |
10 | મકર (Capricorn) ખ, જ |
11 | કુંભ (Aquarius) ગ, સ, શ, ષ |
12 | મીન (Pisces) દ, ચ, ઝ, થ |
સંવત્સર
.
60 સંવત્સરોક્રમ–વારઆવ્યાકરે [કલ્યાણ – જ્યોતિષતત્વાંક] |
|||
1 | પ્રભવ | 31 | હેમલંબ |
2 | વિભવ | 32 | વિલંબ |
3 | શુક્લ | 33 | વિકારી |
4 | પ્રમોદ | 34 | શર્વરી |
5 | પ્રજાપતિ | 35 | પ્લવ |
6 | અંગિરા | 36 | શુભકૃત |
7 | શ્રીમુખ | 37 | શોભન |
8 | ભાવ | 38 | ક્રોધી |
9 | યુવા | 39 | વિશ્વાવસુ |
10 | ધાતા | 40 | પરાભવ |
11 | ઈશ્વર | 41 | પ્લવંગ |
12 | બહુધાન્ય | 42 | કીલક |
13 | પ્રમાથી | 43 | સૌમ્ય |
14 | વિક્રમ | 44 | સાધારણ |
15 | વિષુ | 45 | વિરોધકૃત |
16 | ચિત્રભાનુ | 46 | પરિધાવી |
17 | સ્વભાનુ | 47 | પ્રમાદી |
18 | તારણ | 48 | આનંદ |
19 | પાર્થિવ | 49 | રાક્ષસ |
20 | વ્યય | 50 | નલ |
21 | સર્વજિત | 51 | પિંગલ |
22 | સર્વધારી | 52 | કાલ |
23 | વિરોધી | 53 | સિદ્ધાર્થ |
24 | વિકૃતિ | 54 | રૌદ્રિ |
25 | ખર | 55 | દુર્મતિ |
26 | નંદન | 56 | દુંદુભિ |
27 | વિજય | 57 | રુધિરોદ્ગારી |
28 | જય | 58 | રક્તાક્ષ |
29 | મનમથ | 59 | ક્રોધન |
30 | દુર્મુખ | 60 | ક્ષય |
1 રાશિ = 30 અંશ (ડિગ્રી) = 9 ચરણ અને સમાન્ય રીતે 2 કલ્લાક
1 અંશ = 60 કળા
જો પ્રકૃતિના કાલચક્ર સાથે તાલમેલ રાખી ધાર્મિક અને સાત્વિક જીવન જીવવું હોય તો નિસ્સંદેહ (જ્યોતિષો અને ખગોળશાસ્ત્રીઓ માટેનું અત્યાવશ્યક એવું આ) પંચાંગ એક ઉત્તમ માર્ગદર્શિકા છે. આવો પ્રત્યેક ઘરમાં આ વર્ષનું પંચાંગ વસાવો અને વાપરો.
Good information about પંચાંગ
LikeLike
akdam saras detail chhe…
bahu badhu navu ane sachu saral rite samajva mali..
bahu j gamyu..
Hardik Trivedi
Dhandhuka
LikeLike
ખૂબ જ વિગતવાર માહિતી આપેલી છે, જે બહુ શોધવા છતાં ના મળે, ખૂબ ખૂબ આભાર
LikeLike
જે યોગ એક ઓછો પડે છે તે સિદ્ધિ યોગ છે જે વજ્ર યોગ પછી ૧૬ માં ક્રમે મુકશો.
જે સાત ચાર ચરણો છે તે એક પક્ષમાં નહીં પણ એક માસમાં ચાર વર આવે. જે સુધારશો.
કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથી ના પાછળ અર્ધભાગે (પશ્ચિમે દલે ) શકુની કરણ .
અમસના પહેલા અર્ધ ભાગમાં ચતુષ્પાદ કરણ તથા પચ્છલના અર્ધ ભાગમાં નાગ કરણ
શુક્લ પક્ષની પ્રતિપદા ના પ્રથમ અર્ધ ભાગમાં કિન્સ્તુઘ્ન કરણ
LikeLike
અગાઉની મારી કોમેન્ટમાં જે ખૂટતો યોગ સિદ્ધ યોગ (વજ્ર યોગ પછી) કહ્યો છે તે તો તમે લખેલો જ છે જે ખરેખર લખવાનો રહી ગયો છે તે સિદ્ધ યોગ છે જે શિવ યોગ પછી આવશે
LikeLike