વૈજ્ઞાનિક જોડાણ


ગણેશજીનો ચંદ્રને શ્રાપ

લૌકિક વાતો જેવી કે – ચરબી ઉતરી ગઈ, હવા નીકળી ગઈ,  જેવા વાક્યો નો ઊંડો અર્થ પણ હોઈ શકે

પૃથ્વીના પહાડો ને એક પૌરાણિક દાનવનો મેદ (ચરબી) પણ કહેવાય છે.
વિવેક અને બુદ્ધિના દેવતા ગણેશજીનું  કાળચક્રનું પ્રતીક ( ઉંદર) ઉપરથી લપસી જવાથી (રાત્રિએ ઔષધિ વાળી વનસ્પતિને પોતાના તેજ રૂપી સોમરસનું પાન કરાવનાર એવા) ક્ષીર સાગરમાંથી ઉત્પન્ન થનાર 14 રત્નોમાંનું એક એવા ચંદ્ર દેવ હાસ્ય કરવા લાગ્યા.જેથી તેમને ગણેશજીનો શ્રાપ મળ્યો કે તેનું રૂપ પણ ક્ષય થવા માંડશે. ક્ષમા માંગ્યા બાદ ગણેશજીએ રાહત આપતા કહ્યું કે રૂપ એક માસ પછી ફરી જેવું હતું એવું આવી જશે.
હવે વિજ્ઞાનની વાતો
ચન્દ્રની કલાઓ સૂર્યના તેની ઉપર પડતા ત્રાંસા કિરણોને લીધે છે જે બદલાય છે.
જો ચંદ્ર ઉપર હવા (વાતાવરણ) હોત, તો આવું ન થાત અને તે સદા ઝળહળતો હોત
ગુરુત્વાકર્ષણ ઓછું થઇ જવાથી સહુથી પહેલા એ ગ્રહનું વાતાવરણ જતું રહે છે.
ગુરુત્વાકર્ષણ ત્યારે જ ઓછું થાય જ્યારે  ઘનત્વ ઓછું થાય
ઘનત્વ ઓછું થાય  જ્યારે તેનું દળ ઓછું થાય
દળ ને જો શક્તિમાં રૂપાંતર કરવામાં આવે તો દળ ઓછું થઇ જાય
અર્થાત ગણેશજીએ પોતાના મંત્ર શક્તિ દ્વારા ચંદ્રની ચરબી
(
કા તો મોટી ઉલકાના અથડાવાથી દળ ને સ્થળાંતર કર્યું
કા તો ચંદ્ર ઉપરના અમુક દળ ને સ્ફોટ દ્વારા ભસ્મ કરીને
)
ઓછી કરી જેથી એની વાતાવરણની (હાસ્ય રૂપી) હવા નીકળી ગઈ અને વાતાવરણ શૂન્ય બન્યો એટલે જ ક્ષય પામે છે પરંતુ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહેવાથી ફરી સ્થિતિ બદલાય છે અને તેજ પાછું આવે છે.
આમ પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે ચંદ્ર ઉપર પહેલા વાતાવરણ હોવાનું પુરવાર થાય છે.
વધુ દળને લીધે વધુ ગુરુત્વ આકર્ષણ ને લીધે પૃથ્વીથી નજીક પણ હશે જેથી એ ખૂબ પ્રકાશ ફેંકતો હશે.
પરંતુ તે વાતાવરણ (Universal Wisdom / વિવેકના દેવતા ગણેશજીને) માન્ય નહોતું
તેમની ક્રિસ્ટલ ક્વૉર્ટઝ ઘડિયાળ (કાળચક્ર રૂપી ઉંદર) માં સ્લિપેજ (સરકાવ) આવતા હશે.
આવું આવશ્યક હશે જ, કારણ માત્ર ખગોળીય જ નહિ, જ્યોતિષીય આકલન માટે પણ સમય ચક્ર તથા ચન્દ્રની ગતિ અતિ આવશ્યક  છે. પિતૃઓના અહોરાત્ર (દિવસ / રાત) પખવાડિયા જ છે જે તેમની ઘડિયાળ છે. 14 લોકોમાંના પ્રત્યેક લોકનો પોતાનો સમય છે. એમ પિતૃલોક બન્યા પછી તેનો સમય પણ ચંદ્રના પખવાડિયા પ્રમાણે જ નિશ્ચિત થાય છે. એટલે અહીં પિતૃલોકની વ્યવસ્થા પણ ગણેશજીએ કરી (અને કરેજ ને! કારણ માતા પિતા એ તેમને માટે સર્વસ્વ!)
અનુપ બાળકૃષ્ણ જાની
29/5/2020
5:23 AM
સંશોધન કર્તા(www.albelaspeaks.com)