सप्तपद्या व्रतैरेभिः दम्पत्योः धर्मसंयुतम् । विश्वासः सौहृदं चैव जीवनस्य शुभावहम् ॥
भेदं त्यक्त्वा परस्पर्यं धर्मकार्येषु तत्परौ । परदारेष्वसंसक्तौ दम्पती स्यां सदाऽनघौ ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
સપ્તપદીના આ વચનો દંપતિના જીવનને ધર્મ, વિશ્વાસ અને સ્નેહથી પવિત્ર બનાવે છે. પરસ્પર ભેદભાવ છોડીને, ધર્મકાર્યોમાં સહયોગી રહી અને પરસ્ત્રી-પરપુરુષના ચિંતનથી દૂર રહી દંપતિ નિર્દોષ અને સુખમય જીવન જીવે છે.
ફેરા તો માત્ર ચાર જ હોય છે (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) સાત નથી હોતા. પરંતુ સાત વચન હોય છે જેને સપ્તપદી કહે છે. વિવાહ-સંસ્કાર સમયે એક તબક્કો “સપ્ત-પદી” નો આવે છે જેમાં પતિ અને પત્ની એક બીજાને નીચે પ્રમાણે વચન બદ્ધ થાય છે.
1. હું મારા જીવન સાથી ને છેતરીશ નહિ અને એનાથી છેતરાઈશ પણ નહિ
2. હું મારા જીવન સાથીના સગા-સંબંધીઓને મારા સગા-સંબંધીઓ સમાન માન આપીશ.
3. અમે અરસપરસ મન-ભેદ કે મત-ભેદ નહિ રાખીએ.
4. મારી સ્થાવર જંગમ મિલકતમાં સરખો ભાગ રાખીશું.
5. પશુધન વ્યવસ્થા, ગૃહિણીનું કાર્ય, ધંધો વ્યાપારમાં વગેરેમાં એક બીજાને મદદ રૂપ થઈશું.
6. ઋતુ પ્રમાણે ધાર્મિક કાર્યો કરીશું.
7. પર-સ્ત્રી કે પર-પુરુષનું ચિંતન નહિ કરીએ.
આવો ફરી એક વાર અને દર વર્ષે પોતાના જીવન સાથીને આ વચનો આપતા-લેતા રહી યાદ દેવડાવતા રહીએ અને પોતાની ફરજો પ્રત્યે સભાનતા કેળવીએ. પ્રમાણિક પણે ઉપર પ્રમાણેના આચરણથી વિશેષ બીજી શું ભેંટ આપી શકો?

