સમયના પૌરાણિક પરિમાણો અને કાળચક્ર [શ્રી વિશ્વકર્મા પુરાણ, કલ્યાણ – જ્યોતિષ અંક ]
નિમેષ = આંખનો પલકારો
2 નિમેષ = 1 વિપલ
10 વિપલ = 4 સેકંડ
3 નિમેષ = 1 ક્ષણ
5 નિમેષ = 2.5 ત્રુટિ = 1 સેકંડ
15 નિમેષ = 1 કાષ્ઠા
20 કાષ્ઠા = 3 લવ
15 કાષ્ઠા = 1 દંડ = 1 લઘુ
15 લઘુ = 1 ઘટી = 1 નાડી
30 કાષ્ઠા = 1 કલા
30 કલા = 1 મુહૂર્ત = 48 મિનીટ = 2 ઘટી
1 પ્રહર = 1 યામ
605 કલા = ચાર પ્રહર* = 1 દિવસ
8 પ્રહર = 1 અહોરાત્ર = 60 ઘટી
1 ઘટી = 24 મિનીટ = 60 પળ
1 પળ = 60 વિપળ
7 દિવસ = 1 અઠવાડિયું#
2 અઠવાડીયા = 15 તિથિઓ = 1 પક્ષ@
2 પક્ષ = 1 માસ^
6 માસ = 1 આયન%
2 આયનો = 3 ઋતુઓ
6 ઋતુઓ$ = 1 માનવ વર્ષ (સંવત્સર) = 1 અબ્દ
10 અબ્દ = 1 દશાબ્દ
10 દશાબ્દ = શતાબ્દ
1 કલિયુગ = 4,32,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય
1 દ્વાપરયુગ = 8,64,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય
1 ત્રેતાયુગ = 12,96,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય
1 સત્યયુગ = 17,28,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય
1 યુગચોકડી અથવા ચતુર્યુગ = ચારેય યુગો + 17,28,000 વર્ષોનો સંધિકાળ
71 ચતુર્યુગ = 1 મન્વન્તર (એક મનુ રાજાનો રાજ્યકાળ) + નૈમિત્તિક પ્રલય
14 મન્વન્તર& = 1 કલ્પ (બ્રહ્માજી નો 1 દિવસ)
એમ સર્વ પ્રકારના કલ્પો** ક્રમશ: એક પછી એક બદલાયા કરે.
વિષ્ણુભગવાનનો 1 નિમેષ કાળ = બ્રહ્માજીના 108 વર્ષો + મહાપ્રલય
આમ અનાદી કાળથી ચાલતું આવતું આ ચક્ર-ભ્રમણ નો અંત કોઈ જોઈ શક્યું નથી
* | ચાર પ્રહર | પ્રાત:, મધ્યાહન, સાયં, રાત્રી |
# | અઠવાડિયું | ચંદ્રવાસર, ભૌમવાસર, સૌમ્યવાસર, બૃહસ્પતિવાસર, ભૃગુવાસર, મંદવાસર, ભાનૂવાસર |
@ | પક્ષ | શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ |
^ | 12 માસ | કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો |
% | બે આયન | ઉત્તરાયણ અને દક્ષિણાયન |
~ | સંવત્સર | 60 સંવત્સર હોય છે જે ક્રમવાર આવ્યા કરે (જુઓ પંચાંગ સમજ ). |
$ | 6 ઋતુઓ | વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમન્ત અને શિશિર |
& | 14 મનુઓ | સ્વાય્મ્ભુવ, સ્વારોચીષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સૂર્યસાવરણી, દક્ષસાવરણી, બ્રહ્મસાવરણી, ધર્મસાવરણી, રુદ્રસાવરણી, દેવસાવરણી અને ઇન્દ્રસાવરણી |
** | 14 કલ્પો | કપિલ, પ્રાજાપત્ય, બ્રાહ્મ, સૌમ્ય, સાવિત્ર, બાર્હસ્પત્ય, પ્રભાસક, માહેન્દ્ર, અગ્નીકલ્પ, જયંત, મારુત, વૈષ્ણવ, બહુરૂપ અને જ્યોતિષ |
સંખ્યાના પૌરાણિક પરિમાણો [શ્રી વિશ્વકર્મા પુરાણ]
1 = એકમ
10 = દશક
100 = શતક
1,000 = સહસ્ત્ર
10,000 = અયુત (દસ હજાર)
1,00,000 = નિયુત (લાખ)
1,00,00,000 = કોટી (કરોડ)
10,00,00,000 = અર્બુદ (દસ કોટી)
1,00,00,00,000 = અબજ (સો કોટી)
1,00,00,00,00,000 = ખર્વ (1 સહસ્ત્ર કોટી)
10,00,00,00,00,000 = નિખર્વ (10 સહસ્ત્ર કોટી)
1,00,00,00,00,00,000 = શંકુ (દસ નિખર્વ)
10,00,00,00,00,00,000 = સમુદ્ર (દસ શંકુ)
1,00,00,00,00,00,00,000 = મધ્ય (દસ સમુદ્ર)
10,00,00,00,00,00,00,000 = અંત્ય (દસ મધ્ય)
કોટીની કોટી અને તેની લાખ ગણી = પરાર્ધ
પરાર્ધથી બમણી = પર
માપના પૌરાણિક પરિમાણો [શ્રી વિશ્વકર્મા પુરાણ, રાજવલ્લભ શિલ્પશાસ્ત્ર]
1 શક્ર-કોશાન્તર = 1000 યોજન
1 યોજન = 2 ગવ્યુતિ (ગાઉ)
1 ગવ્યુતિ = 2000 ધનુષ
1 કોષ = 1000 ધનુષ
1 નલ્વ = 300 ધનુષ
1 ધનુષ-માપ = 4 હસ્ત
1 પુરુષ = 2 કીષ્કુ
1 કીષ્કુ = 2 રતનિ
1 હસ્ત / ગજ / અરત્નિ = 2 વિતસ્તી (વેંત)
1 દંડ = 106 અન્ગુલ માપ (માત્રા / આંગળી ની જાડાઈ)
1 રત્નિ = 21 અન્ગુલ માપ
1 અનાહપદ = 14 અંગુલ માપ
1 વિતસ્તી = 12 અંગુલ માપ
1 ગોકર્ણ = 11 અંગુલ માપ
1 સયતાળ = 10 અંગુલ માપ
1 પ્રાદેશ = 9 અંગુલ માપ
1 તૃણી = 8 અંગુલ માપ
1 દ્રષ્ટિ = 7 અંગુલ માપ
1 કરપાદ = 6 અંગુલ માપ
1 તળ = 5 અંગુલ માપ
1 મુષ્ટિ = 4 અંગુલ માપ
1 પર્વ = 3 અંગુલ માપ
1 કળા = 2 અંગુલ માપ
1 અંગુલ માપ = 8 યવ
1 યવ = 8 યૂકા
1 યૂકા = 8 લીક્ષા
1 લીક્ષા = 8 વાલાગ્ર
1 વાલાગ્ર = 8 રથરેણું
1 રથરેણું = 8 ત્રસરેણું
1 ત્રસરેણું (પદ્મરાજ) = 18 પરમાણુ
રોજીંદા જીવનમાં, બોલવામાં લખવામાં અને લોક વ્યવહારમાં આ પરિમાણો વાપરો. યુકા, નિખર્વ, શંકુ વગેરે માપોથી પોતે પણ પરિચિત થાવ અને બીજાને પણ કરાવો, વિદ્વતા કેળવો.
