ફલાદેશ નિર્ધારણ


ફલાદેશ નિર્ધારિત કરનારા ઘટકો

FaladeshFactorsFinal


રાશિ પ્રમાણે વર્ણનું નિર્ધારણ
જન્મ – રાશિ  વર્ણ 
1 કર્ક (Cancer)/વૃશ્ચિક (Scorpio)/મીન (Pisces) બ્રાહ્મણ
2 મેષ (Aries)/સિંહ (Leo)/ધનુ (Sagittarius) ક્ષત્રિય
3 વૃષભ (Taurus)/કન્યા (Virgo)/મકર (Capricorn) વૈશ્ય
4 તુલા (Gemini)/કુંભ (Libra)/મિથુન (Aquarius) શુદ્ર

નક્ષત્ર પ્રમાણે પાયાનું નિર્ધારણ  
નક્ષત્ર પાયો જન્મ – નક્ષત્ર જન્મ
1 રજત આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની,  ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા શુભ શ્રેષ્ઠ
2 તામ્ર જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા,  ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા,  પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા સામાન્ય શુભ
3 સોનુ રેવતી, અશ્વની, ભરણી મધ્યમ શુભ
4 લોઢું કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ અશુભ હાનિકારક

શનિની ભાવમાં સ્થિતિ પ્રમાણે સાડા સાતી નું નિર્ધારણ 

શનિ ગ્રહ, જો જાતકની રાશિથી 12, 1 કે 2 સ્થાનમાં હોય તો શનિની સાડા સાતી સમજવી. આ સમય કષ્ટ દાયક હોય છે.

શનિ ગ્રહ ની સ્થિતિ સાડા સાતી નો પ્રકાર
જાતકની જન્મ રાશિથી 12 મેં સ્થાને શનિ શીર્ષ ઉપર
જાતકની રાશિમાં (1) શનિ હૃદય ઉપર
જાતકની જન્મ રાશિથી 2 જે સ્થાને શનિ પગ ઉપર

શનિની પનોતીમાં આ ઉપાયો થી ઘરમાં અને મનમાં રાહત થાય છે.

 • કાળા તલ, અડદ, કળશી, ભેંસ, કાળો ધાબળો, કાળું કાપડ, લોખંડ અને તેલનું દાન
 • સવારે તાલમિશ્રિત જળથી સ્નાન
 • શનિવારનું વ્રત
 • તલનો હોમ
 • તલમિશ્રિત પાણી પીવું
 • તલ ખાવા
 • પોતાના ઇષ્ટ દેવના જાપ-સ્મરણ અથવા શનિદેવના જાપ-પાઠ, પૂજા અને આરાધના

માંગલિક કુંડળીનું નિર્ધારણ

માંગલિક કુંડળી 

ManglikKundali-v1


અપવાદ કુંડળી

ManglikApvaadKundali-v1

બંને પાત્રોને કુંડળીમાં મંગળ હોય તો સમાન ગણી લગ્ન યોગ્ય ગણાય  છે. (વર  અને વધુ બંને માંગલિક હોવા જોઈએ). મંગળની સાથે ગુરુ અથવા શનિ હોય તો મંગળના દોષને હણે છે.


પિતૃદોષ નું નિર્ધારણ

જાતક ની લગ્ન કુંડળીમાં 2,5,9 આ ત્રણ ભાવોમાં થી એકેય ભાવમાં જો રાહુ, કેતુ અથવા શનિ હોય તો તે પિતૃદોષ થી પીડિત માનવું.

પિતૃઓની શાંતિ માટેના ઉપાયો 

 • ઓછા માં ઓછા આઠ પીપળાઓ વાવવા અને મોટા કરવા (પરંતુ એની છાયા ઘર ઉપર ન પડે માટે દૂર વાવવા).
 • કાળા તલ મિશ્રિત જળ રોજ પીપળે રેડવું
 • પિતૃ-પક્ષ (શ્રાદ્ધ પક્ષ) માં પિતૃઓને ઉદ્દેશીને ગીતા વાંચન કરવું
 • પિતૃ-પક્ષ (શ્રાદ્ધ પક્ષ) માં માતૃ / પિતૃની તિથિ અથવા સર્વ પિત્રી અમાવાસ્યાએ એમને ઉદ્દેશીને વામન ચરિત્ર (શ્રીમદ ભાગવત 23.8) વાંચવું / શ્રાવણ કરવું
 • સ્નાન પછી તુરંત પિતૃઓને જળ અંજલિ લઇ ઉત્તર દિશા તરફ મુખ કરી અર્પણ કરવું
 • ઘરમાં પિતૃઓના ચિત્રો ઉત્તર અથવા દક્ષિણ દીવાલો ઉપર જ રાખવા
 • દેવઘરમાં પિતૃઓના ચિત્રો ન મુકવા
 • શયન કક્ષમાં પિતૃઓના ચિત્રો ન મુકવા
 • કોઈ દાન કરો, તો એનું પુણ્ય પિતૃઓને મળજો સદા એમ ભાવના કરવી
 • જો પિતૃદોષ હોય તો જ્યોતિર્વિદની સલાહ લઇ પિતૃ શાન્તિ (નાગ બલી ઇત્યાદિ કરાવી લેવી).

ઉચ્ચ અને કેન્દ્ર ભાવમાં રહેલ ગ્રહો પ્રમાણે “યોગ” નું નિર્ધારણ 

1 રુચક યોગ –

મંગળ ઉચ્ચનો થઇ કેન્દ્રમાં હોય

જાતક દીર્ઘાયુ, મનોહર, રુધિરબલી, સાહસી, સુંદર ભ્રમર, કાળાવાળ, સરખા હાથ-પગ, યંત્ર વિદ્યાનો જાણકાર, યશસ્વી, રક્ત-શ્યામ વર્ણ, અતીવીર, શત્રુજયી, સપ્ત જેવો કંઠ, ઉગ્ર દેવભક્ત, ગુરૂસેવક,  ઘૂંટણ, લાંબી જાંઘ, હાથ-પગ માં ખાટ, પાશ, વૃક્ષ, ધનુષ, ચક્ર, વીણાના ચિહ્નો હશે. મારણ  કાર્યોમાં કુશળ, 100 વર્ષ ઉંમર, દેવાલયની નજીક મૃત્યુ થાય છે.
2 ભદ્ર યોગ – 

બુધ ઉચ્ચનો થઇ કેન્દ્રમાં હોય

સિંહ સદ્રશ્ય પરાક્રમી, હસ્તિચાલ, વિશાળ જંઘા તથા છાતી, અજાનુ લાંબી તથા ગળ હાથ, સરખી લંબાઈ, પહોળાઈ, કોમળ-હોડી દાઢી તથા કેશ, પંડિત, કમલ સમાન હાથ-પગ, યોગી, હાથ-પગમાં શંખ, ખણ, હાથી, ગદા, પુષ્પ, શેર, ધ્વજા, ચક્ર, કમળ, હળના ચિહ્નો, કુસુમ જેવો સુગંધિત દેહ, ગંભીર શબ્દવાળો હોય છે. 80 વર્ષની ઉંમર.
3 હંસ યોગ – 

ગુરુ ઉચ્ચનો થઇ કેન્દ્રમાં હોય

આ જાતક રક્ત કમળ જેવું મુખ, ઉન્નત નાક, સુંદર પગ, પ્રસનેન્દ્રિય ગૈરવર્ણ, પુષ્પ ફુલેલું કપાળ, ભાલ નખ, મધુર વાચા, કફ પ્રકૃતિ, હાથ-પગમાં શંખ, કમળ અંકુશ મત્સ્ય રજ્જુ ખાટલો કળશ જેવા ચિહ્નો હોય છે. નેત્ર મધુપર્ણ, મસ્તક ગોળા જળાશય પ્રેમી, કામી, સ્ત્રીઓથી તૃપ્ત ન થતો, ઊંચાઈ 86 અંગુલ, તથા 96 વર્ષ સુધી જીવિત રહે છે.
4 માલવ્ય  યોગ  – 

શુક્ર ઉચ્ચનો થઇ કેન્દ્રમાં હોય

પાન જેવા પાતળા પાતળા હોઠ, વિષમ અંગ, પુષ્ટ દેહ, સંધિ યુક્ત દેહ, ,પાતળી કમર, દર્શનીય કાંતિ, લાંબુ નાક, સુંદર પુષ્ટ કપાળ, તેજસ્વી નેત્ર, શ્વેત તથા  ,આજાનુભૂજા, મુખમંડળીનું આંગુલા લાંબુ હોય  છે.
5 શંશક યોગ – 

શનિ ઉચ્ચનો થઇ કેન્દ્રમાં હોય

નાના નાના  દાંત, મોટું નહિ પણ નાનું મુખ, અદભુત ચાલ, ક્રોધી શઠ, વીરા નિર્જનમાં  વિહાર,વન પર્વત નદી નાળાથી પ્રીતિ, અતિથિ પ્રેમી, મધ્યમ કદ, લોક વિખ્યાત, સૈન્યાધિકારી, ઉન્નત દાંત, ધાતુ ક્રિયા કુશળ, ચંચળ નાની આંખો, સ્ત્રી આસક્ત, પાર-ધન લોભી, માતૃ ભક્ત, સુંદર જાંઘ, પાતળી કમર, બુદ્ધિમાન, શત્રુનાશક ખાટલો, સિંહ, શસ્ત્ર, મૃદંગમાળા વીણાના ચિહ્નન વાળું 70 વર્ષ આયુષ્ય ભોગવે છે.

કાલસર્પ દોષ નું નિર્ધારણ
1. અનંત – કાલસર્પ દોષ

રાહુ દેવતા 1 ભાવમાં, કેતુ દેવતા 7 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો

2. કુલીક – કાલસર્પ દોષ  
રાહુ દેવતા 2 ભાવમાં, કેતુ દેવતા 8 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
3. વાસુકી – કાલસર્પ દોષ
રાહુ દેવતા 3 ભાવમાં, કેતુ દેવતા 9 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
4. શંખફલ – કાલસર્પ દોષ
રાહુ દેવતા 4 ભાવમાં, કેતુ દેવતા 10 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
5. પદ્મ – કાલસર્પ દોષ 
રાહુ દેવતા 5 ભાવમાં, કેતુ દેવતા 11 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
6. મહાપદમ – કાલસર્પ દોષ
રાહુ દેવતા 6 ભાવમાં, કેતુ દેવતા 12 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
7. તક્ષક – કાલસર્પ 
દોષરાહુ દેવતા 7 ભાવમાં, કેતુ દેવતા 1 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
8. કાર્કોટક – કાલસર્પ દોષ
રાહુ દેવતા 8 ભાવમાં, કેતુ દેવતા 2 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
9. શંખચૂડ – કાલસર્પ દોષ
રાહુ દેવતા 9 ભાવમાં, કેતુ દેવતા 3 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
10. ઘાતક – કાલસર્પ દોષ
રાહુ દેવતા 10 ભાવમાં, કેતુ દેવતા 4 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં ફસાયેલ અન્ય 7 ગ્રહો
11. વિષધર – કાલસર્પ દોષ
રાહુ દેવતા 11 ભાવમાં, કેતુ દેવતા 5 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં અન્ય 7 ગ્રહો
12. શેષનાગ – કાલસર્પ દોષ
રાહુ દેવતા 12 ભાવમાં, કેતુ દેવતા 6 ભાવમાં અને વચ્ચેના ભાવોમાં અન્ય 7 ગ્રહો

EarthRound