પ્રશ્ન –
એક કર્મ-કાંડી બનવા માટે ઓછો માં ઓછું શું શું આવડવું જોઈએ?
ઉત્તર –
પ્રશ્ન –
યજમાનની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિમાં સંકલ્પ કેવી રીતે લેવો કે લેવડાવો?
ઉત્તર –
(अ) સ્વયં પોતાને માટે સંકલ્પ લેવો હોય તો –
ૐ विष्णु: विष्णु: विष्णु: …
मम आत्मन: सकलदुरितोपशमनार्थं …
पूजनम् अहं करिष्ये |
(ब) યજમાનની ઉપસ્થિતિમાં યજમાન માટે –
આટલું “मम आत्मन: सकलदुरितोपशमनार्थं … ” એમની જોડે બોલાવડાવવું. અને બધું જેમનું તેમ ભૂદેવ બોલે
(क) યજમાનની અનુપસ્થિતિમાં યજમાન માટે ભૂદેવ આવી રીતે બોલે –
ૐ विष्णु: विष्णु: विष्णु: …
यजमानस्य आत्मन: सकलदुरितोपशमनार्थं …
यजमानस्यप्रतिनिधित्वेन … पूजनम् एतद् कर्म अहं करिष्ये |
પ્રશ્ન –
યજમાન ને (કર્મ કરી લીધા પછી) श्रेयोदानम् કેવી રીતે આપવું?
ઉત્તર –
યજમાનને આચમન સારું થોડું સ્વચ્છ જળ, એક ઉત્તમ ફળ (સફરજન, કેળું અથવા મોસંબી) જજમાનને અર્પણ માટે લ્યો. (પાન, સોપારી, ચોખા પણ જો લેવા હોય તો લ્યો અન્યથા નહિ). યજમાન પૂર્વ દિશા તરફ મુખ રાખે અને ભૂદેવ ઉત્તર દિશા તરફ મુખ રાખે અને ભૂદેવ એક અચમનીમાં જળ લઇ, ઉપર ફળ પકડી યજમાન ના હાથમાં ધરી નીચેનો મંત્ર ભણે:
भवन् नियोगेन
मयाSस्मिन् कर्मणि यत् कृतमाचार्यत्वं
तथा च एभिर्ब्राह्मणै: सह (જો અન્ય બ્રાહ્મણો સહીત મળીને કર્યું હોય તો)
यत् कृत: सुन्दरकाण्ड पाठ: (જો સુંદરકાંડ પાઠ કર્યો હોય તો)
यत् कृत: जाप: (જો જાપ કર્યા હોય તો)
यत् कृत: होम: (જો હોમ કર્યો હોય તો)
यत् कृतम् तर्पणं (જો તર્પણ કર્યું હોય તો)
यत् कृतम् मार्जनं (જો માર્જન કર્યું હોય તો)
तस्मात्
पाठात् (જો સુંદરકાંડ પાઠ કર્યો હોય તો)
जपात् (જો જાપ કર્યા હોય તો)
होमात् (જો હોમ કર્યો હોય તો)
तर्पणात् (જો તર્પણ કર્યું હોય તો)
मार्जनात् (જો માર્જન કર્યું હોય તો)
यदुत्पन्नं श्रेय: तदमुना
साक्षतेन (જો ફળ સાથે ચોખા પણ આપતા હોવ તો)
सजल
पूगिफ़लेन (જો ફળ સાથે પાન-સોપારી પણ આપતા હોવ તો)
तुभ्यमहं संप्रददे तेन
श्रेयोवान् भव |
આમ કહી યજમાનના હાથમાં
પાન/સોપારી/અને ફળ આપી દેવું, અચમનીનું જળ પીવડાવી દેવું.
ત્યાર પશ્ચાત યજમાને બોલવું –
“भवामी” (આ યજમાન તરફથી પ્રતિવચન કહેવાય).
હવે જો યજમાન તમને પ્રણામ કરે તો બોલો –
स्वस्तिरस्तु कल्याणमस्तु |
એમ કહી બંને હાથે યજમાનને બ્રાહ્મણોના આશીર્વાદ આપો
