આપણા પુરાણ ઇતિહાસમાં એવા દ્રષ્ટાંતો છે જે દર્શાવે છે કે જેમ જન્મથી એક બ્રાહ્મણ પોતાના કર્મ થી ક્ષત્રિય બની શકે છે (ભગવાન પરશુરામ) એવી જ રીતે જન્મથી એક ક્ષત્રિય પોતાના કર્મ થી બ્રાહ્મણ બની શકે છે (મહર્ષિ વિશ્વામિત્ર), પરંતુ એ અતિ કઠિન છે અને અનેક પરીક્ષાઓમાં થી પસાર થવું પડતું હોય છે.
જો જન્મથી ન હોય તો કર્મથી સૌ પ્રથમ બ્રાહ્મણ બનો. ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા કેળવો. ગુરુ દ્વારા પોતાનુઁ ગોત્ર, વેદ, શાખા નિશ્ચિત કરો. એના (યજ્ઞોપવિત ઇત્યાદિ) સંસ્કાર, (સાત્વિક) ખોરાક, (લગ્ન પહેલા) બ્રહ્મચર્ય, વેદાભ્યાસ, સદાચરણ અને ધાર્મિક જીવન પદ્ધતિ, ઇત્યાદિ …બ્રાહ્મણ જેવા જ હોવા જોઈએ.
જુઓ – આદર્શ બ્રાહ્મણ – Click Here

એક બ્રાહ્મણ બનવું ખૂબ અઘરું છે, અને કર્મ કાંડી બનવું એથીય અઘરું છે. જીવનમાં દુન્યવી ઈચ્છાઓ અને મહાત્વાંકાંક્ષાઓ નું બલિદાન આપવું પડે છે. સ્વાર્થ ત્યજી પરમાર્થ અપનાવવો પડે છે. ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા સહીત ધર્મપાલન કરવું પડે છે. પરંતુ એ જ ભૂદેવો આ પૃથ્વી ઉપર રત્નો સમાન છે, દેવ તુલ્ય છે અને ઈશ્વરને અત્યંત પ્રિય છે.