ગણેશ પૂજા
ઘરની દિશાઓ જાણી રાખવી
ગણેશજીની પ્રતિમા / મૂર્તિ
બે સ્થાપન થશે (એક કળશ સ્થાપન અને બીજું ગણેશ સ્થાપન) સ્થાપન માટે ના બાજોટ (જેટલા દેવતા એટલા બાજોટ) બાજોટ ન હોય તો નાનો પાટલો ચાલે સ્થાપન ઉપર પાથરવા એક વસ્ત્ર (જેટલા સ્થાપન એટલા વસ્ત્ર). સ્થાપન ઉપર પાથરવા કાચા ચોખા અડધો કિલો (ઉત્તમ ગુણવત્તા વાળા)કળશના પૂર્ણ પાત્ર માટે પણ 250 ગ્રામ બીજા ચોખા
એક વાટકીમાં કંકુ ભીનું બીજી વાટકીમાં કોરું કંકુ વધારાનું
નારાછડી ની નાની દડી ગંગા જળ સહેજ મિશ્રિત કરવા શુદ્ધ પીવાનું જળ એક કળશ ભરીને શુદ્ધ
પીવાનું જળ એક તપેલી ભરીને કળશ (તાંબાનો હોય તો સારું)
યજમાનને પૂજા કર્મ કરવા માટે બેસવા આસન હાથ લુછવા એક કપડું / ગમછો (Napkin)દેવતાને સ્નાન પછી લુછવા બીજું એક સ્વચ્છ કપડુંપંચ પાત્ર (આચમની, પવાલું, તારભાણી, લોટો અને સીબુ )એક ખાલી ડોલ / બાલદી (વપરાયેલ જળ બાજુમાં કાઢી નાખવા માટે)
ઘીના બે મોટા દીવા (એક અખંડ પૂજા કર્મ સુધી રહે તે માટે જાળી વાળો)જો એવો ન હોય તો એક ખાલી તપેલીમાં અડધું સીબુ ખુલ્લું રાખી અંદર દીવો મૂકી શકાય
ઘી 250 ગ્રામ (ખૂટે તો ફરી થોડું પૂરવા માટે)માચીસ ધૂપ નું એક મોટું પેકેટ *કપૂર (એક પેકેટ) *250 ગ્રામ જવના દાણા
સફેદ ચંદન, લાલ ચંદન, અબીલ 250 ગ્રામ, ગુલાલ 250 ગ્રામ, અત્તર નાની શીશી
સપ્ત ધાન્ય [ જવ, તલ, મગ,ચણા, સામો, ધાન, કંગની ] આમાંથી જે મળે તે લઇ રાખવું થોડું થોડું (કળશમાં થોડું પધરાવવા માટે)
ઔષધિઓ [ મુરા, જટામાસી, વચ, કુષ્ઠ, શિલાજીત, હળદર, સઠી, દારુહલદી, મુસ્તા ]આ બધામાંથી જે મળે એ લઇ રાખવું (કળશમાં થોડું પધરાવવા માટે)
છંટકાવ માટે ગૌમૂત્ર ની નાની શીશી (ગૌમૂત્રનો અર્ક હશે તો પણ ચાલશે).
પંચ પલ્લવ (વડ, ગૂલર, પીપળો, કેરી, પાકડ ના પાન] આ માં થી જે મળે તે લઇ રાખવું (ન મળે તો વાંધો નહિ) એ ઉપરાંત આસો પાલવના એક ડાળખી જેટલા પાનનાગરવેલના પણ (ડિન્ટ વાળા) 12 બાર.
પુષ્પ (રંગિન મિશ્રિત નાના મોટા) (ગણેશજી ને રક્ત વર્ણ (લાલ) પુષ્પ પ્રિય હોય છે.)(તુલસી ગણેશજી ને ન અપાય). પુષ્પ સહીત શમી,બિલ્વ પત્ર, તુલસી જો થોડી થોડી મળે તો લઇ રાખવીન હોય તો વાંધો નહિ (પરંતુ શંકરની પૂજા હોય તો બિલ્વ પત્ર આવશ્યક છે)વિષ્ણુ પૂજન હોય તો તુલસી દળ આવશ્યક છે.
સપ્ત મૃત્તિકા / માટી [ ઘોડા શાળા, હાથી શાળા, બામ્બી, નદીઓનો સંગમ, તળાવ, રાજદ્વાર અને ગૌશાળા ] આમાંથી જે મળે તે લઇ રાખવું થોડું થોડું
પંચ રત્ન [ સોનુ, હીરો, મોટી, પદ્મરાગ અને નીલમ ]આ જાણકારી માટે છે. કળજુગમાં એક સિક્કો કળશમાં પધરાવો તો ચાલે.
પાંચ પ્રકારના સૂકા મેવા (દેવતાને નૈવેદ્યં માટે અને અંતે પ્રસાદ વિતરણ માટે). ઘરમાં લોકોને ભાવે તેવી મીઠાઈ અડધો કિલો (પહેલા દેવતાઓને નૈવેદ્યં ચઢશે અને પશ્ચાત પ્રસાદ રૂપે ઘરમાં વિતરણ થશે, થોડું બ્રાહ્મણ ને આપવું)
લીલી દૂર્વા એક નાની ઝૂડી પવિત્રી (સૂકું કુશ ઘાસ એટલે કે દર્ભ) મોટી ઝૂડી *સોપારી 10 *
દેવતાઓને દક્ષિણા માં મૂકવા થોડા ઘણા છુટ્ટા સિક્કાશ્રીફળ x 2 (એક કળશ ઉપર મુકવા અને બીજું નૈવેદ્ય માટે અખંડ ફળ)દેવતાઓને અર્પણ માટે થોડા ઉત્તમ ગુણવત્તા વાળા ઋતુ પ્રમાણે ફળ
નૈવેદ્ય અને સ્નાન કરાવવા માટે અલગ અલગ વાસણ માં પંચામૃત (દૂધ + ઘી + મધ + દહીં + સાકર)
યજ્ઞોપવિત (જનોઈ) જેટલા દેવતા એટલી જનોઈ + 1
દેવતાને દાન આપવા વસ્ત્ર (પછી બ્રાહ્મણ લઇ જશે)(યજમાનની શક્તિ પ્રમાણે એક ધોતિયા નો સેટ અથવા એક મીટર કાપડ અથવા તે રૂપે નારાછડી પણ ચાલે નહિ તો ચોખા પણ આપી દેવાય)
* આ બધું આગળ ક્યાંક ને ક્યાંક કામ લાગે જેવું કે સૂકૂ દર્ભ એ ગ્રહણ કાળ વેળાએ ઘરમાં મુકવા કામ લાગે.
આરતી માટે દીવી ઘંટડી (ગરુડ વાળી હોય તો ઉત્તમ) શંખ (નાનો મોટો કોઈ પણ).
બ્રાહ્મણની દક્ષિણાયજમાનની શક્તિ પ્રમાણે (અન્યથા આવાગમન ભાડું ઉપરાંત રૂ. 111/- એકસો અગ્યાર પણ ચાલે).
યજમાને ખાસ નોંધ લેવી:
- સાહિત્ય સાધન સામગ્રી વધે પણ અને ખૂટે પણ, પરંતુ બંને પરિસ્થિતિમાં ચિંતિત ન થવું, અંતે દેવતાને ક્ષમા પ્રાર્થના એટલે જ કરવામાં આવે છે. મનમાં કોઈ સંશય રાખવો નહિ. પ્રસન્ન ચિત્તે ઉત્સાહિત થઇ દેવતા પૂજન કરવું.
- કોઈ સામગ્રી વધુ પણ મંગાવી લીધી હોય જે વપરાય નહિ તો વાંધો નહિ આગળ ક્યાંક કામ લાગે.
- ઉપરોક્ત ઉપરાંત કોઈ સામગ્રી છેલ્લે છેલ્લે પણ યાદ આવી શકે છે.