યજ્ઞ મીમાંસા

વેદના મંત્રો વિના યજ્ઞનું અનુષ્ઠાન શક્ય નથી, અને યજ્ઞ વિના વેદ ના રહસ્યાર્થને પામી શકાય તેમ નથી. યજ્ઞહીન વ્યક્તિ વિદ્વાન હોય તો પણ તેની સમક્ષ ભગવતી શ્રુતિ પોતાના સ્વરૂપને અનાવરિત કરતી નથી, વેદનું અધ્યયન યજ્ઞહીન પુરુષ માટે નથી, યાજ્ઞિકો માટે છે, વેદ માત્ર વિદ્વાનો માટે નથી. 


યજ્ઞ વિષયક વ્યાખ્યાઓ મૂળભૂત રૂપે 
त्यज = त् + यज
यज्  – ત્યાગ પૂર્વક યજન
यजति: – અનુષ્ઠાન
यजत्र: – યજ્ઞિય અગ્નિને સ્થિર રાખનાર ગૃહસ્થ
यजनम्  – યજ્ઞ કરવાની ક્રિયા
यजमान  – પુરોહિતને નિયુક્ત કરી નિયમિત રૂપે યજ્ઞ કરનાર વ્યક્તિ
यजुस्  – યાજ્ઞિય પ્રાર્થના રહેવા મંત્ર
ज्ञ  – અગ્નિને લગતું (યજ્ઞમાં હોમેલી આહુતીઓને દેવતાઓ સુધી પહોંચાડવાનું કાર્ય અગ્નિ કરે છે.)

યજ્ઞ = ત્યજ -> યજ  + જ્ઞ

24 અવતારોમાંના એક યજ્ઞાવતર પણ છે જેને વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

यज्ञो वै विष्णु: |

યજ્ઞ વેદી / સ્થંડિલ = યજ્ઞની વેદી જેમાં હોય તેવો ચોતરો, ઘાર્મિક કાર્યમાં હોમ વગેરે કરવાની નાની જમીનની સપાટીથી સહેજ ઊંચી ચોરસ ઓટલી.

YagnaSuccession

અહીં “આદિ યજ્ઞ” – એટલે “સૃષ્ટિ રચના”, જે યજ્ઞનું સર્વોચ્ચ એવું સ્વરૂપ છે અને શુક્લ યજુર્વેદ અધ્યાય 31 (પુરુષ સૂક્ત) માં વર્ણવેલું છે.


ExtroWorship


YagnaTypes


YagnaBenefits

યજ્ઞનું સાંગોપાંગ અનુષ્ઠાનના પરિણામ સ્વરૂપ એક “અપૂર્વ” નામનું સૂક્ષ્મ તત્વ ઉત્પન્ન થાય છે જે કદી નિષ્ફળ જતું નથી અને યજમાનને આ જન્મે અથવા જન્માંતરે અવશ્ય પ્રાપ્ત થાય છે.


अथ यज्ञं व्याख्यास्याम: | द्रव्य देव्तात्याग: | [कात्यायन सूत्र]
યજ્ઞ એટલે દેવતા માટે દ્રવ્ય અર્પણ કરવાની વિધિ  દ્રવ્ય, દેવતા અને ત્યાગ આમ ત્રણે પદને સારી રીતે સમજી લેવાથી યજ્ઞનું સ્વરૂપ સારી રીતે સમજાય છે. આહુતિ અને દાન દ્વારા દ્રવ્ય ત્યાગની આ એક પ્રક્રિયા છે જેમાં યજમાન દેવતાઓ સુધી પોતાની ભાવના પહોંચાડવા માટે તત્પર થાય છે. ભૌતિક પદાર્થોનો ત્યાગ એ માનસિક તત્પરતાનું સૂચક છે.

Yagna3Attributes


આહુતિ દ્રવ્ય કોઈ પણ પદાર્થનું ન બની શકે.

तैलं दधि पय: सोमो यवागूरोदनं धृतम्  |
तण्डुला: फलमापश्च दश द्रव्याण्यकामत: ||
[स्मार्तोल्लास]

Yagna10Ahuti

સમિધ = શરીરનું પ્રતીક
ઘી = બુદ્ધિનું પ્રતીક
જવ / તલ = પ્રાણનું પ્રતીક
દૂધ = ચિત્ત નું પ્રતીક
અગ્નિ = ભગવત્પ્રાપ્તિની જ્વાળા (અભીપ્સા) નું પ્રતીક છે.
બલિદાન = અહંકારનું વિસર્જન (સમર્પણ) નું પ્રતીક

 

જે બુદ્ધિને સર્વથા અગમ્ય છે, તેને આર્ષદૃષ્ટિ જોઈ શકે છે. “પ્રતીક અને પ્રતીકમાન વચ્ચે રહસ્યપૂર્ણ સૂક્ષ્મ તંતુ હોય છે જેની ગોઠવણ મનની કલ્પના કે બુદ્ધિ પૂર્વક વિચારીને થતી નથી. સૂક્ષ્મ જગતના રહસ્યોને ભેદનારી આર્ષ (ઋષિ સંબંધી) દ્રષ્ટિથી પ્રતીક યોજનાનું દર્શન થાય છે.  બહિરરંગ યજ્ઞક્રિયા વિકસતા વિકસતા અંતરંગ યજ્ઞનું સ્વરૂપ ધારણ કરે છે અને તે સાથે જ સ્થૂળ ક્રિયા ધીમે ધીમે સૂક્ષ્મ ક્રિયામાં પરિણમે છે. અને આ સૂક્ષ્મ ઘટના પ્રતીક દ્વારા પ્રતીકમાન સુધી પહોંચે છે. આ ઘટનાનો સ્થૂળ રીતે સાબિત કરવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી. અધ્યાત્મજગતમાં તો અનુભૂતિ અને શ્રુતિ જ પ્રમાણ છે. માટે શ્રદ્ધાપૂર્વક ઉપાસના દ્વારા આ ઘટનાને અનુભવીને સમજી શકાય છે. આમ વ્યક્તિનો પરમતત્વ સાથે સંબંધ સિદ્ધ કરવા માટેનું સાધન બનવાનું સામર્થ્ય યજ્ઞમાં છે”. [ભાણદેવ, યજુર્વેદ દર્શન]


EightYagnaElements


RutvijTypes

[આશ્વલાયન શ્રૌતસૂત્ર (4-16) ની સોમયજ્ઞ-સંસ્થા અંતર્ગત]

જેમ વાછરડું જન્મે ને તરત જ તે ગાયના સ્તનને ઈચ્છે છે, તેમ જ જન્મ ધારણ કરતા જ અગ્નિ, અધ્વર્યુ અને યજમાન તરફ જુએ છે. તે વખતે ગૃહસ્થ હોમ કરીને અગ્નિને તેનો ભાગ આપીને શમાવે છે. [ભાણદેવ, યજુર્વેદ દર્શન]


VedaChatushti

યજ્ઞમાં ચાર ઋત્વિજોના કાર્યો 

1. હોતા –સ્તુતિપરક મંત્રો દ્વારા દેવતાઓનું આહવાન કરે, જેના મંત્રોનું સંકલન “ઋગ્વેદ – સંહિતા” કહેવાઈ. આનો ઉપદેશ ભગવાન વેદવ્યાસે તેમના શિષ્ય “પૈલ” ને કર્યો.

2. અધ્વર્યુ – યજ્ઞનું સંપાદન કરે તથા ગદ્યાત્મક યજુષોનું ઉપાંશુ રૂપે ઉચ્ચારણ કરે, જેના મંત્રોનું સંકલન “યજુર્વેદ – સંહિતા” કહેવાઈ. આનો ઉપદેશ ભગવાન વેદવ્યાસે તેમના શિષ્ય “વૈશમ્પાયન” ને કર્યો.

3. ઉદ્દગાતા – યજ્ઞની નિર્વિઘ્ન સંપન્નતા માટે સામ મંત્રોનું સ્વર સહીત ઉચ્ચ ગતિથી ગાયન કરે, જેના ગેયાત્મક મંત્રોનું સંકલન “સામવેદ – સંહિતા” કેહવાઈ. આનો ઉપદેશ ભગવાન વેદવ્યાસે તેમના શિષ્ય “જૈમિની” ને કર્યો.
4. બ્રહ્મા – વેદનું વિધિવત નિરીક્ષણ કરે અને યજ્ઞના વિઘ્નોનું નિવારણ કરે, અંતરાયોથી રક્ષણ કરે અને અતિરિક્ત સ્વરોચ્ચારમાં થયેલ ત્રુટીઓનું તથા યજ્ઞ સંબંધિત પ્રમાદનું પરિમાર્જન કરે. તેના માટેના અથર્વ મંત્રોનું સંકલન “અથર્વ – સંહિતા” કહેવાઈ. આનો ઉપદેશ ભગવાન વેદવ્યાસે તેમના શિષ્ય “સુમન્તુ” ને કર્યો.

 

YagnaPhases

1. પૂર્વાંગ 
અગ્નિશય્યા, અગ્નિસ્થાપન, અગ્નિ-અન્વાધાન, પાત્રાસાદન, અગ્નિપૂજન, અગ્નિધ્યાન, ઇત્યાદિ
2. નિત્ય હોમ (અગ્નિહોત્ર)
ગાયત્રીમંત્ર દ્વારા સવિતાનારાયણને આહુતિ.
3. પ્રધાન હોમ 
પ્રધાન દેવને ઉદ્દેશીને રચાયેલ મંત્રો દ્વારા આહુતિ. દા.ત. વિષ્ણુયાગમાં પુરુષ સૂક્ત, શ્રિયાગમાં શ્રીસૂક્ત, રુદ્રયાગમાં રુદ્રસૂક્ત અને સૌરયાગમાં સૌરસૂક્ત
4. ઉત્તરાંગ 

વસોર્ધારા, બહીષ્પવમાન, હોમાંત-પ્રાર્થના, સ્વિષ્ટકૃત હોમ, સાંગતા હોમ, અગ્નિ-ઉપસ્થાન, વિભૂતિ ગ્રહણ, ઉત્તર-અગ્નિપૂજન, સમારોપ, અભિવાદન, ઇત્યાદિ.


હવન વિધિ YagnaProcedurePhaseWise

અહીં “પ્રારંભ” ના પહેલાની અને “સમાપ્ત” ની પછી ની પદ્ધતિ દર્શાવી નથી. કારણકે કોઈ પણ કર્મ હોય, જો યજ્ઞ આવતો હોય તો આ પદ્ધતિ એમાં લાગુ કરી શકાય.

PanchBhuSamskara


પ્રકરણ પ્રમાણે યજુર્વેદના યજ્ઞો 
સંખ્યા યજ્ઞનું નામ અધ્યાય કંડિકા
1 દર્શપૌર્ણમાસ 1.1 – 2.28
2 પિતૃયજ્ઞ 2.29 – 2.34
3 અગ્ન્યાધેય 3.1 – 3.8
4 અગ્નિહોત્ર 3.9 – 3.10
5 યજમાનાગ્નિ 3.11 – 3.36
6 આગતોપસ્થાન 3.37 – 3.43
7 ચાતુર્માસ્ય 3.44 – 3.63
8 અગ્નિષ્ટોમ 4.1 – 8.32
9 સત્રોપસ્થાન 8.51 – 8.53
10 નૈમિત્તિક 8.54 – 8.63
11 વાજપેય 9.1 – 9.34
12 રાજસૂય 9.35 – 10.30
13 ચરક સૌત્રામણી 10.31 – 10.34
14 અગ્નિચયન 11 – 18
15 સૌત્રામણી 19 – 21 અને 28
16 અશ્વમેધ 22 – 25 અને 29
17 અગ્નિ-અધ્યાય 27
18 પુરુષમેધ 30 અને 31
19 સર્વમેધ 32
20 અનારભ્યાતીત 33.55 – 34.58
21 પિત્રોઅધ્યાય 35
22 પ્રવર્ગ્યાગ્નિકાશ્ચ મેઘોપનિષત 36
23 મહાવીર-સંભરણ 37
24 મહાવીર-નિરૂપણે ધર્મધુગદોહન 38
25 પ્રવર્ગ્યે ધર્મભેદે પ્રાયશ્ચિત 39
26 ઈશાવાસ્યોપનિષદ 40

સંદર્ભ:

1. યજુર્વેદ-દર્શન, ભાણદેવ, પ્રવીણ પ્રકાશન પ્રા.લી.
2. वेद कथाङ्क – कल्याण, वर्ष 73, संख्या 1,2
3. श्रीमद्वाजस्नेयी माध्यन्दिन शुक्ल यजुर्वेद संहिता (व्याख्याकर पण्डित इश्वरचन्द्र)

વેદોનો નિષ્પ્રયોજન અભ્યાસ ચાલુ રાખવો.
વેદનો રહસ્યાર્થ સમજવા માટે બે કાર્યો થવા જોઈએ:
1. યજ્ઞનું વિધિવત અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ 
2. વેદના મંત્રોનો અર્થ સમજતી વખતે યજ્ઞને સાથે રાખવો જોઈએ.
યજ્ઞને બાજુએ મૂકી વેદના અર્થને સમજવાનો પ્રયત્ન નિષ્ફળ જવાનો.