यथा कर्म तथा फलम् |
જેવું કર્મ એવું ફળ. Like deeds likewise results.
आशा दु:खस्य कारणम् |
આશા દુ:ખનું કારણ છે. Hopes cause all misery.
दुरत: पर्वता: रम्या: |
દૂરથી ડુંગરા રળિયામણા. Mountains look beautiful only from far distance.
गतस्य शोक: न कर्तव्य: |
ગયેલાનો શોક ન કરવો. No point in crying over spilled milk.
शिलं परम् भूषणम् |
ચરિત્ર શ્રેષ્ઠ આભૂષણ છે. Character is the best ornament.
अतितृष्णा विनाशाय |
અતિ લોભ વિનાશનું કારણ છે. Greed invites disaster.
काय: कस्य न वल्लभ:?
પોતાનું શરીર કોને વહાલું નથી? Who doesn’t love own body?
मूर्खस्य नास्ति औषधम् |
મૂર્ખની કોઈ દવા નથી. There is no remedy for fools.
बलियसि केवलम् ईश्वरेच्छा |
માત્ર ઈશ્વરેચ્છા જ બળવાન છે. God’s wish is ultimate.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी |
માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. Mother & motherland are better than heaven.
अर्धो घटो घोषमुपैति नूनम् |
અધૂરો ઘટ છલકાય. Less learned makes more sound.
अलब्धलाभो नालसस्य |
આળસુને અપ્રાપ્તની પ્રાપ્તિ નથી થતી. Lazy cannot achieve intangible.
अर्थेषणा न व्यसनेषु गण्यते |
ધન પ્રાપ્તિની ઈચ્છા વ્યસનોની ગણનામાં નથી આવતી. Addiction inhibits wealth.
अनुरागस्तु फलेन सूच्यते |
કૃત્ય દ્વારા મનનો પ્રેમ બતાવી શકાય છે. Love can be expressed by acts.
अतिभार: पुरुषमवसादयति |
ક્ષમતા બહારનો ભાર મનુષ્યને થકવી નાખે છે. Too much of responsibilities makes man tired.
अग्निदाहादपि विशिष्टं वाक्पारुष्यम् |
કઠોર વાક્યો અગ્નિના ચટકાઓથી પણ વધુ ત્રાસ દાયક હોય છે. Bitter words cause pain more than fire.
अप्राप्यं नाम नेहास्ति धीरस्य व्यवसायिन: |
ધૈર્યવાન અને ઉદ્યોગીને કઈ વસ્તુ દુર્લભ છે? What can a patient and hardworking man not achieve?
नैकं चक्रं परिभ्रमति |
એક પૈડા ઉપર ગાડી નથી ચાલતી. Vehicle never run on a single wheel.
नातप्तलोहं लोहेन सन्धीयते |
વગર તાપાવ્યે લોખંડ લોખંડને નથી ચોંટતું. Iron doesn’t stick to iron without heating.
नास्त्यग्नेर्वार्बल्यम् |
અગ્નિ દુર્બળ છે એવું ક્યારેય કહી ન શકાય. Never underestimate the fire no matter how small.
नास्ति रत्नमखण्डितम् |
કોઈ રત્ન ઘર્ષણ દ્વારા ખંડિત ન થયું હોય એવું રત્ન દુર્લભ છે. Jewels seldom shine without friction.
निकृतिप्रिया: हि नीचा: |
નીચ મનુષ્યોની રુચિ દુષ્કર્મોમાં હોય છે. Inferior men are always interested in doing evil deeds.
न चेतनवतां वृत्तिभयम् |
સ્ફૂર્તિમાન ને આજીવિકાની ચિંતા નથી રહેતી. Bread & butter are never worries for an active person.
न सिञ्चति पुस्पार्थि शुष्कतरुम् |
ફળની આશા રાખનાર સૂકા વૃક્ષને નથી સિંચતો. No point in watering dried tree.
न वंशवृक्षेषु फलन्ति द्राक्षा: |
વાંસના વૃક્ષ પર દ્રાક્ષ નથી ઉગતી. Bamboo tree doesn’t fruit grapes.
न क्वापि सरलेन पदं निधीयते |
સીધી આંગળીથી ઘી નથી નીકળતું. Ghee doesn’t come out with straight finger.
न निश्चतार्थाद्विरमन्ति धीरा: |
ધીર મનુષ્ય પોતાના નિશ્ચયથી વિચલિત નથી થતો. Patient man is unshakable.
नास्ति गतिश्रमो यानवताम् |
વાહન હોવાથી આવનજાવનનો શ્રમ નથી થતો. Vehicle saves travel labor.
नास्त्यर्थिनो गौरवम् |
યાચકને કદી માન કે ગૌરવ નથી મળતું. Beggar never gets respect.
निम्बफलानि काकैर्भुज्यन्ते |
લીમડાના કડવા ફળો કાગડાઓ જ ખાતા હોય છે. Only crows eat Neem’s bitter fruits.
न समुद्रतलमस्प्रुष्ट्वा नरो विन्दति मौक्तिकम् |
સમુદ્રતળને સ્પર્શ કર્યા વિના કોઈ મનુષ્ય મોતી પ્રાપ્ત નથી કરી શકતું. Perals are not availed without touching the sea base.
न चातं सुखं त्यजेत् |
આવેલ સુખનો ત્યાગ ન કરો. Do not ignore good times.
न दुर्जनो जातु जहाति दुर्गुणम् |
દુર્જન ક્યારેય દુર્ગુણ છોડતો નથી. Wicket person never leaves bad qualities.
गुणैर्विहिना: बहु जल्पन्ति |
ગુણરહિત લોકો બહુ બોલકણા હોય છે. Unskilled people talk a lot.
गतानुगतिको लोक: |
લોકો એક બીજાનું અનુસરણ જ કરતા હોય છે. People follow herd mentality.
गतस्य शोचनं नास्ति |
ગયેલા ઉપર શોક વ્યર્થ છે. It is pointless to feel sorry for what is gone.
गुणी गुणं वेत्ति न वेत्ति निर्गुण: |
હીરાની ઓળખ ઝવેરી જ જાણે. Only a jeweler knows real value of a diamond.
गत: कालो न पुनरुपैति |
ગયેલો સમય ફરી પાછો નથી આવતો. Gone time never comes back.
गतं दुखं सुखं च तत् |
સુખ અને દુ:ખ તો આવે જાય. Happiness & Sorrows come & go.
गर्वात् शिलं महत् |
ઘમંડ કરતા નમ્રતા મહાન છે. Politeness is greater than pride.
घटे रिक्ते ध्वनिर्महान् |
અધૂરો ઘટ છલકાય. Half filled vessel makes more noise.
चकास्ति योग्ये न हि योग्यसंगम: |
યોગ્ય ની સાથે યોગ્ય સંબંધ જ ભલા લાગે છે. Keep appropriate relations with appropriate people.
चक्रवत् परिवर्तन्ते दुखानि च सुखानि च |
સુખ અને દુ:ખ નું ચક્કર ચાલ્યા કરે છે. Cycle of ups & downs goes on.
चिरादपि वरं शिक्षा |
મોટી આયુમાં પણ શિક્ષા પ્રાપ્ત કરવી વખાણવા યોગ્ય છે. Gaining knowledge in old age too is appreciated.
चक्रं क्रन्दत्यतैलकम् |
સૂકું પૈડું ચરમરાય. Dry wheel makes noise.
चेत: शुध्धौ स्वस्थताधिगम: |
ચિત્ત શુદ્ધ રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Pure mind keeps good health.
चन्दनतरुवासयति कुठारं स्वनिपातकम् |
સજ્જન પોતાના શત્રુઓનું પણ ભલું કરે છે. Good heart people do good even for their enemies.
चिरन्तनोपद्रवि न विरतो दृश्यते |
ચીર કાળનો પાપી પાપ કરવામાંથી નથી ચૂકતો. Long time sinner never misses to do evil.
चिद्रेश्वनर्या: बहुली भवन्ति |
ગરીબીમાં લોટ ભીનો – અર્થાત, વિપત્તિ ક્યારેય એકલી નથી આવતી. When it rains, it pours.
@albelaspeaksPMOIndia
#CelebratingSanskrit
#MannKiBaat