પાઠ, સ્તોત્ર – ને લગતા પ્રશ્નો


પ્રશ્ન- 

કુંજિકા સ્તોત્ર

સપ્તશતીના ચંડીપાઠના પુસ્તકમાં આવતું કુંજિકા સ્તોત્ર એવું કહે છે કે – ” कुञ्जिका पाठ मात्रेण दुर्गा पाठ फलं लभेत् ।। ” અર્થાત – कुञ्जिका વાંચવાથી દુર્ગા પાઠ નું ફળ મળે, અને માહાત્મ્યનું એવું પણ વર્ણન છે કે – यस्तु कुञ्जिकाया देवि हीनां सप्तशतीं पठेत्। न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा॥ કુંજિકા ન વાંચનારને ચંડીપાઠ ફળતો નથી. તો પછી પ્રશ્ન એ આવે છે કે – સપ્તશતીના ચંડીપાઠની જગ્યાએ એ ચાલે કે ન ચાલે?
ઉત્તર-
આનો અર્થ એમ નથી કે દુર્ગાપાઠ ન કરો તો પણ એનું ફળ મળે,
ખરો અર્થ એ, કે દુર્ગાનો કરેલો પાઠ ત્યારે જ ફળે જ્યારે કુંજિકા કરો
कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत्।
કુંજિકા નો પાઠ માત્ર કરવાથી (ન્યાસ આદિ અંગો ન કર્યા હોય તો પણ) દુર્ગાનો “કરેલો” પાઠ ફળે છે.માટે જ છેલી આ વાતની પુષ્ટિ કરવા માટે આમ કીધું છે.
यस्तु कुञ्जिकाया देवि हीनां सप्तशतीं पठेत्। न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा॥
 કુંજિકા + (અંગો સહિત) સપ્તશતી = ફળ મળે
કુંજિકા + (અંગો રહિત) સપ્તશતી = ફળ મળે
અંગો સહીત સપ્તશતી પણ કુંજિકા રહિત = ફળ ન મળે
એકલું કુંજિકા = ફળ ન મળે
અને એના પહેલા સપ્તશતીના જે અંગો છે (ન્યાસ ઇત્યાદિ) એ ના કરીને પણ કુંજિકા કરવું જ જોઈએ
न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम्।
न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनम्॥


પ્રશ્ન- 

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम्॥આમાં “તૂ ગોવિંદ:” બહુ પ્રચલિત છે.
પરંતુ એક જણને મોઢે સાંભળેલું તથા એક શાસ્ત્રમાં ક્યાંક વાંચેલું કે
“સ્થિતો બ્રહ્મા” कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्॥

સાચું કયું?

 ઉત્તર-
” કરમૂલે સ્થિતો બ્રહ્મા ”
આ જ બરાબર છે…
karmule
karmule2

 karagre


પ્રશ્ન – 
સંપૂટ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર –
આ પાછળનું વિજ્ઞાન સમજવા માત્ર આધિદૈવિક જ નહિ પરંતુ સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિનો સમન્વય કરવો પડશે.
સંપુટમાં –
1. સૌ પ્રથમ આપણા ઇષ્ટ દેવના આરાધ્ય દેવનું યજન (ઉ.દા. શ્રી રામ)
2. ત્યાર બાદ આપણા ઇષ્ટ દેવનું યજન (ઉ.દા. હનુમાનજી)
3. અને છેલ્લે ફરી આપણા ઇષ્ટ દેવના આરાધ્ય દેવનું યજન (ઉ.દા. શ્રી રામ)
1. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ / દેવતાની શ્રેષ્ઠતા વર્ણાવવાથી એના થોડા ગુણો આપણામાં પણ ઉતરે છે.(ઉ.દા. શ્રી રામ). એક પ્રકારે કહો તો – વિનિયોગનું કાર્ય કરે છે.
2. હવે એ ગુણો વડે સજ્જ થઇ આપણા ઇષ્ટ દેવતાને (હનુમાનજીને) પૂજવા માટે આપણી થોડી યોગ્યતા નિર્માણ થાય છે જેના દ્વારા આપણાને ઇષ્ટ દેવનું યજન ઉત્તમ રીતે કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.

3. અહીં સંપુટનું ફળ તેના અંતિમ ચરણમાં તૈયાર થાય છે. હવે ફરી ઇષ્ટ દેવના આરાધ્ય દેવ (શ્રી રામ) નું યજન કરવાથી પ્રભુ શ્રી રામ વિશેષપ્રકારે પ્રસન્ન થાય છે કારણ કે તેમના ભક્તને ઉત્તમ રીતે યાદ કર્યા (ઈશ્વરને તેમના ભક્તો અત્યંત પ્રિય હોય છે).


ForgetLosingToWin