ષોડસંસ્કાર – ને લગતા પ્રશ્નો

16 સંસ્કાર (ષોડસંસ્કાર) – ને લગતા પ્રશ્નો


પ્રશ્ન – 

છોકરીની  ગ્રહશાંતિ લગ્નના આગલા દિવસે કરી શકાય? કે લગ્નના દિવસે જ કરવી?
ઉત્તર –
 પેલાનાં જમાનામાં અઠવાડિયું કે 15 દિવસ પહેલા ગ્રહ શાંતિ થતી હતી. એટલે જરૂરી નથી કે એ જ દિવસે કરો, પરંતુ સમસ્યા એ છે કે, એક વાર લગ્ન માટે ગ્રહ શાંતિ થાય, પછી છોકરી કે છોકરાથી લગ્નના દિવસ પહેલા ઘરની બહાર જવાય નહિ. માટે સગવડ સાચવવા આગલા દિવસે કે એ દિવસે કરતા થયા.

 એટલું જ નહિ, પહેલા તો લગન નક્કી થયાં પછી જાન લઇ ને આવવાનો દિવસ નક્કી થતો જાન આવી જાય પછી જ છોકરી ની પીઠી ચૉળાતિ અને ગ્રહશાંતિ થતી એક વાર જો પીઠી ચોળાઇ જાય તૌ લગ્ન કરવાજ પડે એ નિયમ ને કારણે જાન આવ્યાં પછી જ બધુ કરતા હતાં.


પ્રશ્ન – 

વિઘવા માતા ગ્રહશાન્તિ અને દીકરી ના વિવાહ સંસ્કાર કરાવી શકે ?

ઉત્તર –

કન્યા દાન સંકલ્પમાં સહભાગી થઇ શકે. પરંતુ અખંડ “સૌભાગ્યવતી ભવ:” ના આશીર્વાદ એક સૌભાગ્યવતી આપે એ સારું.


DecisiveLeader