પ્રશ્ન –
માતા પિતા હયાત હોય અને યુવાન પુત્ર નું મ્રત્યુ થાય તો સરવાણી (શ્રાવણી) શ્રાદ્ધ ક્રિયા ક્યાં દિવસે કરાય ? ૧૦મુ , ૧૨મુ કે ૯ મુ ??
ઉત્તર –
માં બાપ જીવતા હોય તો પણ શ્રાવણી શ્રાદ્ધ 13માં ને દિવસે થાય. અને આ પિંડ સંયોજન પછી જ થાય જે 12 ને દિવસે થાય છે. 10 મે દિવસે અવ્યય શ્રાદ્ધ…. 11 મે દિવસે નારાયણ બાલી અને આદ્ય તથા ષોડશ શ્રાદ્ધ… 12 અર્ઘ્ય સંયોજન અને પિંડ સંયોજન. 13 મેં દિવસે શ્રાવણી.
પ્રશ્ન –
પુત્ર કુંવારો ગુજરી ગયો હોય તો શ્રાદ્ધ કર્મ કેવી રીતે હોય?
ઉત્તર –
ત્રણ માસ પછી નોલોધ્ધાહ કરાય. તેના નાના ભાઈ દ્વારા તર્પણ કરાવી શકાય. પિતા કે મોટો ભાઈ પણ તર્પણ કરાવી શકે. નેનો ભાઈ ન હોય તો કાકાનો દીકરો કરાવે, પણ તેનાથી નાનો હોવો જોઈએ. [ગરુડ પુરાણ]
પ્રશ્ન –
મરણોત્તર ક્રિયામાં જે વરશી વાળીયે તે દિવસે પંચક હોય તો વાળી શકાય?
ઉત્તર –
સામાન્ય રીતે પંચકના દિવસોમાં અશુભ કર્મો ટાળવામાં આવે છે. વાર્ષિક શ્રાદ્ધ એ ગત થઇ ગયેલ જીવ ને અશુભમાં થી મુક્તિ મળે અને ઉત્તમ ગતિ મળે, તથા આનન્દ મળે તે માટે કરતા હોવાથી પંચક માં ટાળવું તો હવે પ્રશ્ન થાય છે કે એ તિથિ ના પછીના કયા દિવસે કરવું? પંચક ઉતરી ગયા પછી રવિવાર અને મંગળવાર છોડી કોઈ સારી તિથિ જોઈ એને કરવું.
પ્રશ્ન –
સૂતક કોને કેટલું લાગે?
ઉત્તર –
જન્મ વખતે શૌચ સૂતક (વરધી) અને મરણ વખતે અશૌચ સૂતક લાગે.
બ્રાહ્મણને 10 દિવસ
ક્ષત્રિયને 12 દિવસ
વૈષ્ણવને 18 દિવસ
શુદ્રને સવા મહિનો
બ્રાહ્મણ થી લઇ શુદ્ર સુધીનાને શોક મનાવવાના દિવસોની સંખ્યા ભિન્ન ભિન્ન હોવા પાછળ પણ એક કારણ છે. બ્રાહ્મણના જીવનનો ઝોક તત્વજ્ઞાન તરફ વધુ હોવાને લીધે દુન્યવી દુ:ખમાં થી મુક્ત થવા ઓછો સમય જોઈતો હોય છે.
પ્રશ્ન –
શું સ્મશાનમાં બધા દેવી દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવી યોગ્ય છે?
ઉત્તર –
સર્વથા અયોગ્ય છે. મૃત્યુ પશ્ચાત સૂતક લાગે અને એટલે આપણે મંદિરોમાં નથી જતા. અને એ જ ભગવાનોની મૂર્તિ સ્મશાનમાં રાખવાથી દેવતાઓ કોપાયમાન થશે. આવો એક કિસ્સો રાજકોટની નજીક એક ગામમાં બન્યો, ગામમાં ઘણા લોકોના અકાળ મૃત્યુ થવા લાગ્યા અને મૃત્યુની સંખ્યા વધી ગઈ. સ્મશાનમાં શિવ-મંડળ ચાલે (ભગવાન શિવ, પાર્વતી, ગણપતિ ની મૂર્તિ). કાળ ભૈરવની મૂર્તિ પણ ચાલે અથવા એને બદલે હનુમાનજીની મૂર્તિ પણ ચાલે, પરંતુ દેવી, માતા, કૃષ્ણ કે બીજા કોઈ દેવતાઓની મૂર્તિ ન મૂકવી જોઈએ. અને જો એવી ભૂલ થઇ ગઈ હોય, તો કોઈ પુણ્યશાળી જાણકાર બ્રાહ્મણને હાથે સ્મશાનમાં પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓનું વિસર્જન કરીને એની પ્રતિષ્ઠા ગામના સીમાડાની અંદર કોઈ પવિત્ર જગ્યા ઉપર કરવી. યાદ રહે – દેવી દેવતાઓ ગામના સીમાડાની અંદર હોય અને સ્મશાન ગામના સીમાડે હોય. ગામની અંદર દેવી દેવતાઓ હોય અને સ્મશાનમાં શિવ મંડળ હોય.
પ્રશ્ન –
સંધ્યા આદિમાં ક્યારે પણ ગાયત્રી મંત્રનું વાચિક ઉચ્ચારણ ન કરવું. એટલે એનું ઉપાંશુ સ્વરમાં જપ કરવામાં આવે છે. મંત્ર જપ ફળ ત્યારે જ પ્રદાન થાય છે.
#उपांशुप्रयोगः_श्रुते (का० श्रौ० सू० १|३|१०) कात्यायन श्रौत सुत्र
#उच्चैर्ऋचा_क्रियते_उच्चैः_साम्ना_उपांशु_यजुषा (शा० भा०२|१|४४ ) शारस्वत भास्कर
તો પછી ગાયત્રી યજ્ઞ થાય કે નહિ?
ઉત્તર –
10 હજાર જપ કરી ને પૂરશ્ચરણ કરી શકાય, મન મા મંત્ર બોલી સ્વાહા નો ઉચ્ચાર કરીને કરી શકાય એટલે દોષ ન લાગે.
પ્રશ્ન
ઘણા લોકો જીવતચર્યા કરે છે. એ શું છે? શા માટે કરે છે? અને એ કેટલું યોગ્ય છે?
ઉત્તર-
મૃતક પાછળ તેમના વંશજો જે કાંઈ ઉત્તર ક્રિયા કરે એ જો જીવતે જીવ પોતે જ કરી લે, તેને “જીવત ચર્યા” કહે છે.
જે લોકોને કોઈ વંશજ ન હોય, અથવા હોય તો પણ તેમના ઉપર (દરિદ્રતા કે અવિશ્વાસને કારણસર) કાર્ય ભાર ન સોંપવો હોય, તેવા લોકો આ કરી દેતા હોય છે.
આજના સમયમા આ અશક્ય/અને નિરર્થક છે. ઉત્તર ક્રીયા શું છે. !!?? મરનારે જીવન દરમ્યાન કરેલા પાપનું એનો સંતાન પ્રાયશ્ચિત કરે અને એને પ્રેતપણા માથી મુકત કરી પુનર્જન્મથી છોડાવે….કારણકે મૃત્યુ પછિ કોઈ પણ જીવ કૈં પણ કરી શક્તો નથી.એનો અર્થ એ થયો કે જીવ મૃત્યુ સુધી પાપ કરે જ છે. તૌ પ્રશ્ન એ છે કે જીવત શ્રાદ્ધ કર્યાં પછી જે પાપ થાય એનું પ્રાયશ્ચિત કોણ કરશે….?? માંટે જીવત શ્રાદ્ધનો આજ નાં યુગમાં કોઈ અર્થ નથી અને જીવત ક્રિયા કર્યા પછી બધી માયા, બધુ ત્યાગ કરી દેવું પડે. નામ સુદ્ધા બદલી નાંખવું પડે. સંપૂર્ણ સન્યસ્ત જીવન વ્યતીત કરવું પડે…અને મૃત્યુ પર્યંત 1–1 સ્વાસ પ્રાયશ્ચિત કર્તા રહેવું પડે.એ આજના યુગમાં અશક્ય છે.
પ્રશ્ન- શાસ્ત્ર માં મૃત્યુ પછી તર્પણ અને પીન્ડ દાન જ કહ્યું છે.તો ઘરે પીત્રુઓના ફોટા ને ધુપ આપવા નો શું અર્થ? આપ શ્રી ભુદેવો નો શું મત છે?
ઉત્તર-
ફોટા ને કઇ ઘૂપ આપો એ આપણી શ્રધ્ઘા છે હા ફોટા ને હાર પેરાવો એ બરાબર છે
પ્રશ્ન
જો કોઈને મૃતક પાછળ 10મુ, 11મુ, 12મુ અને 13મુ એકી દિવસે પતાવી દેવું હોય તો શક્ય છે?
ઉત્તર
ન જ થાય.
જીવ ગત થઇ ગયા પશ્ચાત તેને અતિવાહક એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય છે જેના દ્વારા તે પોતાની આગળની કષ્ટમય મહાયાત્રા ચાલુ રાખે છે જેમાં અલગ અલગ સમયે ભિન્ન ભિન્ન પડાવ આવે છે જ્યા અમુક પદાર્થોની તે આશા રાખે છે. તે ન મળતા નિરાશ થઇ બાધ્ય હોવાને લીધે યથા યોગ્ય રીતે શ્રાદ્ધ ન કરનાર એવા તેના સગા સંબંધીઓનું લોહી ચૂસે છે.
श्राध्धं न कुरुते मोहात् रक्तं पिबन्ति ते | [ब्रह्मपुराण]
એટલું જ નહિ, સાથે સાથે શ્રાપ પણ આપે છે.
….पितरस्तस्य शापं दत्वा प्रयान्ति च | [नागर्खण्ड]
હવે આવા અભિશપ્ત પરિવારને જીવનભર કષ્ટ જ કષ્ટ સહેવા પડે છે.
માટે ન તો જજમાનને દોષમાં નાખવા કે ના તો પોતે ભુદેવે દોષના ભાગીદાર થવું.
પ્રશ્ન- જો જન્મ આપનાર અને પાલન કરતા પિતા અલગ અલગ હોય ત્યારે પુત્ર શ્રાદ્ધ કોને આપે અને કોને ફળે?
ઉત્તર-
પાળનાર પિતા વિશેષ છે, તે છત્તા, બંનેનું શ્રાદ્ધ કરી શકે, અને બંને ને ફળે.
પ્રશ્ન- સ્ત્રી (દીકરી કે પત્ની) શ્રાદ્ધ કર્મ કરી શકે?
ઉત્તર-
જો કુટુંબ મા બીજુ કોઈ ન હોઇ તો અને દીકરીના લગ્ન થઈ ગયા હોઇ તૌ જમાઈ શ્રાદ્ધ કારી શકે.
પા.નં. 8
શ્રાદ્ધ કે અધિકારી –
પૂત્ર,પૌત્ર,પ્રપૌત્ર,દૌહીત્ર,
પત્ની, ભાઇ,ભત્રીજો,પીતા,માતા,
પુત્રવધુ,બેન,ભાણેજો ,,,
સપીણ્ડીઓ ( પ્રથમ થી 7 પુરુષો)
સગોત્રિઓ ( 8 થિ 14 પુરુષો )
આ બાધા જ અધિકારી છે
પ્રથમ ન મળતાં બીજા ને અધિકાર છે.
માસિક ધર્મ થી પરવારેલી
સ્ત્રી 7 દિવસ પછી પિતૃ / દેવ કાર્ય માટે શુધ્ધ છે…
ગયાક્ષેત્રમાં રામચંદ્રજી ની ગેરહાજરી માં સીતા દ્વારા માટી વડે પિંડદાન કર્યા ના પુરાવા છે.
સ્ત્રી (દીકરી કે પત્ની) પોતાના પ્રતિનિધિ (કાકા, કે ભાઈ વગેરે) દ્વારા પાસે બેસી રહીને કર્મ કરાવી શકે. પોતે બેસી રહે અને પ્રતિનિધી કર્મ કરે. એટલે સ્ત્રી માટે જનોઈ કે ગમછાના સવ્ય-અપસાવ્યનો પ્રશ્ન રહેતો નથી.
પ્રશ્ન-
દશાહ વખતે પિંડ રૂપી પિતૃઓને ઊનનું સૂત્ર કેમ આપવામાં આવે છે?
ઉત્તર-
10 દિવસ સુધી સૂતક હોય છે. સૂતકમાં ઊન વાપરી શકાય. ઊનને સૂતક સ્પર્શતું નથી માટે પિતૃઓ પણ સૂત્ર ગ્રહણ કરવા ઊનને પ્રિય ગણે છે. દશાહ શ્રાદ્ધ મા પિંડ પર છેલ્લે ….”‘ દાહ જનીત તૃષા પીડા ઉપસમનાર્થમ્ તિલ તોયાન્જલિ: ઉપતિષ્ઠતામ્ ” એમ કહે છે. કારણકે, જીવને શરીર છોડયા બાદ, યમ માર્ગે જીવને પૃથ્વીના મનુષ્યોના 10 દિવસ જેટલો સમય લાગે છે. હવે (ગરુડ પુરાણમાં કહયા પ્રમાણે ) આ યમ-માર્ગમાં ટાઢ, તડકો, વરસાદ બધું આવે. ઊન એ ટાઢમાંથી રક્ષણ આપે તેવી ભાવના સાથે ઊનનું સૂત્ર અપાય છે. પણ જેની પાછળ નારાયણ બલી,વૃષોદ્સર્ગ ,આદ્દય શ્રાદ્ધ સહીત અગ્યાંર્મુ થયુ હોઇ .. સપીન્ડિ થયુ હોઇ પ્રેત માથી પિતૃ થયાં હોય તેને કોઈ જ નર્ક ના ભોગ ભોગવવા પડતાં નથી.
પ્રશ્ન-
એક ભાઈ ગુજરી ગયા. એમના 12મા ની વિધિમાં એ જ પરિવારના બીજા ભાઈ પણ ગુજરી ગયા. જોયું તો ખબર પડી કે પહેલા ભાઈ પંચકમાં ગુજરી ગયા હતા અને એ કોઈને જાણ નહોતી, એટલે પુતલ દહન નહોતું થયું, પંચક શાંતિનો સંકલ્પ નહોતો થયો.આવે વખતે શું કરવું?
ઉત્તર-
આવે વખતે બીજા ભાઈ (જે પંચકમાં નથી ગયા) તેમના અગ્નિદાહમાં પુતલ દહન નહિ કરવાનું, કારણ કે તેઓ સ્વયં પોતે પંચકમાં નથી ગયા. આમ તો બહુ કાંઈ એ દિશામાં ન કરી શકાય કારણકે જેમનું આપ્તજન ગયું તેઓએ અથવા / અને પુરોહિતે પંચકનું નિરીક્ષણ કરવા જેવું હતું પણ હવે જે થયું એ થયું. પણ પુતલ દહન એમના અગ્નિદાહ માં જ થાય જેઓ પંચક માં ગયા છે.
પરંતુ 1 વસ્તુ કરી શકાય
આ બીજા ભાઈ જે આજે ગુજરી ગયા, એમના અગ્નિદાહ વખતે તેમના 11માંની વિધિમાં તેમને અને તેમના પહેલા ભાઈને ઉદેશીને પંચક શાંતિનું વિધાન કરાવીશું એવું સંકલ્પ કરી લેવો અને એ પ્રમાણે કરવું. આટલું કરો તો એમાં કોઈ નુકસાન નથી. બીજા ભાઈના 11મેં વખતે પંચકની શાંતિ વિધાન બંને ભાઈઓ માટે કરાવી લેવું. એ ઉપરાંત 1 વર્ષ પછી બંનેની નારાયણ બલી કરાવી લેવી.
પ્રશ્ન –
શ્રાદ્ધીનુ જમ્યા પછી ૠણ/દોષ થી મુક્તી માટે કયા અને કેટલા જાપ કરવા?
ઉત્તર –
પિત્રુગાયત્રી ના10,000 જાપ કરવા.
देवताभ्यः पितृभ्यश्च
महायोगिभ्य एव च ।
नमः स्वाहायै स्वधायै
नित्यमेव नमो नमः ।।
( पितृ गायत्री )

Like this:
Like Loading...