કર્મકાંડ ની અડચણો

કર્મ કાંડ માત્ર બ્રાહ્મણ દ્વારા જ કરાવવું અન્યથા નહિ. અંગ્રેજી વર્ષ 2016માં 20 કર્મકાંડીઓ જોડેથી કરેલ સર્વે પ્રમાણે બ્રાહ્મણોના કર્મકાંડ જીવનમાં આવતી મુશ્કેલીઓ અને અડચણો નીચે પ્રમાણે છે.

જજમાનો તરફના ખોટા આચરણ
1. યજમાનો 10 બીજી અલગ અલગ જગ્યાએથી કોટેશન માંગી, જ્યા સસ્તું થતું હોય તે ભૂદેવ જોડે કર્મ કરાવે છે.
2. નક્કી કર્યા પ્રમાણે ની દક્ષિણા આપતા નથી અને ભૂદેવો અસંતુષ્ટ રહે છે.
3. યજમાનો સમય સાચવતા નથી જેથી કરીને ભૂદેવોએ ટૂંક સમયમાં સંક્ષિપ્તમાં વિધિ સમાપ્ત કરવી પડે છે. વરરાજા આવે એટલે વેદી ઉપર આવતા પહેલા બહુ વાર લગાડે છે, ઢોલીડાઓ આગળ બહુ ટાઈમ પાસ કરે છે અને પંડિતને ઉતાવળ કરાવે છે.
4. ભજન ગાયક અને ઢોલીડાઓ આગળ પૈસા ઉડાડે છે પરંતુ ભૂદેવને ઓછી દક્ષિણા આપે છે.
5. કર્મ સમાપ્ત થયા પછી ભૂદેવોની કોઈ કિંમત જ નથી  કરતા દક્ષિણા આપી દીધા પછી તો બિલકુલ નહિ. જરા 10 મિનિટ પાસે બેસીને કર્મ સંબંધી વાર્તાલાપ કરવો જોઈએ. સારું લાગે.
6. યજમાનો બ્રાહ્મણોને તુચ્છ દ્રષ્ટિથી જોવે છે. બ્રાહ્મણ ભલે તમારે ઘેર આવીને બે મંત્રો બોલે પરંતુ હંમેશ તે પૂજ્ય જ હોવો જોઈએ આવું જાજમાનોએ સમજવું જોઈએ.
7. હોટેલમાં તો જજમાન (કેટલું વાસી છે તે ન પૂછતા) બધું ખાઈ પીને ટીપ આપે છે. અને બ્રાહ્મણને કર્મ વખતે વખોડે છે. એવું ના કરવું જોઈએ.
8. દશેરા જેવા કોઈ દિવસે જજમાનને કોઈ કર્મ કરાવવું હોય અને જો એક ભૂદેવ કહે કે કોઈ મુહૂર્ત નથી, તો પછી તે બીજા ભૂદેવ પાસેથી મુહૂર્ત કઢાવી ને કરી નાખે છે.
9. કર્મ કરતા પહેલા કર્મ કાંડી બ્રાહ્મણોનું નામ, ગોત્ર, મૂળ ગામ ઇત્યાદિ પૂછવા જોઈએ, શું ખબર જે બ્રાહ્મણો નથી હોતા તેઓ પણ આ ક્ષેત્રમાં ઉતરી જાય છે અને કર્મ કાંડી બ્રાહ્મણોની આજીવિકા ઉપર તરાપ મારે છે. તેઓને શાસ્ત્રો અને વેદો વિષે ખાસ લગાવ ન હોવાથી ગમે તેમ નીતિ નિયમોને તોડે મરોડે છે.
અન્ય બાહ્ય અડચણો અને મુશ્કેલીઓ 
1. પટેલો અને વાણિયાઓ જ્યોતિષ શીખી લે છે અને સાથે સાથે કર્મ કાંડ કરતા થઇ જાય છે.
2. લગ્ન ઇત્યાદિ પ્રસંગ વખતે કેમેરા વાળા બહુ જ ડિસ્ટર્બ કરતા હોય છે અને કર્મની લિંક તૂટી જાય છે.
3. માર્કેટમાં હરીફાઈ એટલી બધી છે કે જ્ઞાની વિદ્વાનોને ભાગે વારુણી આવે છે અને નૌશીખીયાઓ મોટા કર્મ લઇ જાય છે.

4. કોઈ વાર મુખ્ય ભૂદેવ સાથે જજમાનનું ન જામે તો બીજા ભૂદેવની સાથે એને એ જ જજમાનના કર્મમાં વારુણી માટે આવવું પડે છે જે ખૂબ શરમજનક અને દુ:ખદાયી બાબત છે.


તો ચાલો આપણે કર્મકાંડી બ્રાહ્મણો, કે –

  • જેમણે શાસ્ત્રો અને પરંપરાઓને સાચવી રાખી છે. 
  • જે આપણા (જાજમાનના) શુભ કાર્યો શાસ્ત્રોક્ત / પુરાણોક્ત રીતે કરી આપે છે  
  • આપણા દેવતાઓને તથા પિતૃઓને પ્રસન્ન કરાવી આપે છે 

એવા આપણા ભૂદેવો (કર્મકાંડી બ્રાહ્મણોને) સમજીએ અને પુરેપુરો સાથ આપીને એક સત્કાર્યમાં સહભાગી થઈએ.