આદર્શ બ્રાહ્મણ

આદર્શ બ્રાહ્મણે નિત્ય કરવાના કાર્યો 
संध्यास्नानं जपो होमो देवतानां च पूजनम् ।
आतिथ्यं वैश्वदेवश्च षट् कर्माणि दिने दिने ॥
1. ત્રિકાળ સંધ્યા
2. પંચ મહાયજ્ઞ
2.1 – વેદ પુરાણાદિ પઠન (બ્રહ્મ યજ્ઞ)
2.2 – દેવતા પૂજન (દેવ યજ્ઞ)
2.3 – તર્પણ (પિતૃ યજ્ઞ)
2.3.1 – દેવ તર્પણ
2.3.2 – ઋષિ તર્પણ
2.3.3 – દિવ્ય મનુષ્ય તર્પણ
2.3.4 – દિવ્ય પિતૃ તર્પણ
2.3.5 – યમ તર્પણ
2.3.6 – મનુષ્ય પિતૃ તર્પણ
2.3.7 – દ્વિતીય ગોત્ર તર્પણ
2.3.8 – પત્ની આદિ તર્પણ
2.3.9 – ભીષ્મ તર્પણ
2.4 – બલી વૈશ્વદેવ (ભૂત યજ્ઞ)
2.5 – અતિથિ સત્કાર (મનુષ્ય યજ્ઞ)
3. નિત્ય હોમ

બ્રાહ્મણના નવ ઉત્તમોત્તમ ગુણો 
रिजुः तपस्वी सन्तोषी क्षमाशीलाे जितेन्र्दियः ।
दाता शूर दयालुश्च ब्राह्मणाे नवभिर्गुणैः ।।
1. સરળ
2. તપસ્વી
3. સંતોષી
4. ક્ષમાવાન
5. શીલવંત (સદ્ગૃહસ્થ / સદાચારી)
6. ઇન્દ્રિયો ઉપર સંયમી
7. દાની
8. શૌર્ય (વીરતા)

9. દયાવાન


બ્રાહ્મણ નો સ્વભાવ 

ब्राह्मणा: साधव: शान्ता नि:सङ्गा भूतवत्सला: ।

एकान्तभक्ता अस्मासु निर्वैरा: समदर्शिन: ।।

બ્રાહ્મણ સ્વભાવથી જ પરોપકારી, શાંતચિત્ત અને અનાસક્ત હોય છે. તેઓ કોઈની સાથે વેરભાવ નથી રાખતા અને સમદર્શી હોવા છતાં પ્રાણીઓનું કષ્ટ જોઈને એના નિવારણ માટે સાચા હૃદયથી લાગી પડે છે. એમની સહુથી મોટી વિશેષતા તો એ હોય છે કે આપણા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે. [श्रीमद्भागवत – 12.10.20]

powerofbrahman

બ્રહ્મચર્ય અથવા એક પત્નીવ્રતની મર્યાદામાં રહી, ઘરે નિયમિત ત્રિકાલ સંધ્યા કરી, સંસારમાં નિ:સ્વાર્થ સત-કર્મો કરી, પોતાના સર્વે કર્મો ઈશ્વરાર્પણ કરી બ્રહ્મ પ્રાપ્તિ તરફ સતત વધતો રહે એને આદર્શ બ્રાહ્મણ કહેવાય.

એવું કહેવાય છે – “જે બ્રાહ્મણ નિયમિત ત્રિકાલ સંધ્યા કરે એને જગતમાં રોટલો રળવાની ચિંતા રહેતી નથી અને એનું ક્ષેમકુશળ ગુજરાન ઈશ્વર સંભાળી લે છે”.

Ideal Brahman Life


BrahminAttributes

કર્મ કાંડી બ્રાહ્મણો પૂજનીય કેમ છે?
1. દિવ્ય છે. 
યજમાનના હીતાર્થે દેવતાઓ / પિતૃઓ વચ્ચે એમનું આધિભૌતિક – આધિદૈવિક જોડાણ પ્રસ્થાપિત કરી આપનાર દિવ્ય કડી છે.
2. નિ:સ્વાર્થ સંત-ગણ છે.
સદાને માટે વેદો, શાસ્ત્રો, સંસ્કૃતિ અને ધર્મને સાચવનાર નિ:સ્વાર્થ “સંત-ગણ” છે.
3. બુદ્ધિ શાળી છે.
પોતાની આજીવિકાના કર્મમાં જ ઈશ્વરનું નામ સ્મરણ કરી લેનાર એવી એક માત્ર “બુદ્ધિશાળી-જાતિ” છે.
4. સદા સંતોષી છે.
જે મળ્યું તે અમૃત સમાન ઈશ્વરનો પ્રસાદ માનીને ચાલનારી “સદા સંતોષી” પ્રજા છે.
5. શીલવાન છે.
ધરતી, વૃક્ષ અને ગૌમાતાની જેમ, અનેક પ્રજા / યજમાનોના અનેક અહંકાર, ઉચ્છરંખલતા, અપમાન અને અજ્ઞાનતા સહીને તેમના યોગક્ષેમ માટે પ્રાર્થના કરનાર એવી “શીલવાન ગુણવાન પ્રજા” છે.
6. વીરલ છે.
પોતાનું જીવન જ ઈશ્વરના કર્મ માટે સમર્પિત કરી દેનાર “વીરલ” લોકો છે.
7. શ્રદ્ધાવાન છે.
સહુથી મોટી વાત, “ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા” રાખનાર, પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, એન કેન પ્રકારેણ સદા ઈશ્વરના સાનિધ્યમા રહેનાર, ભગવાન વિષ્ણુના પ્રિય એવા કર્મ કાંડી બ્રાહ્મણો સદા પૂજનીય છે.

હે બ્રાહ્મણ દેવતા, ઉઠો ! દૈવત્વની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી આ જગત પર ઉપકાર કરો.


CountryIsMadeOf


 

3 thoughts on “આદર્શ બ્રાહ્મણ

  1. ॐ नमो नारायणाय नमः
    अग्निर्को विषं शस्त्रं
    विप्रो भवति कोपित:
    गुरूर्ही सर्वभूतानां
    ब्राह्मण: परिकिर्तिता ।।
    कोपायमान किया हुआ ब्राह्मण अग्नि, सूर्य , विष , एवं शस्त्र के। समान भयंकर होता है । इस लिए ब्राह्मण का संमान करे क्योंकि ब्राह्मण को समस्त प्राणियों का गुरू कहा गया है ।।

    Like

Leave a reply to alpeshkumar bhatt જવાબ રદ કરો