યાગ અને યજ્ઞમાં શું તફાવત છે?
ઉત્તર
ગૃહીત સિદ્ધાંત (Theory) પ્રમાણે યજ્ઞ અને યાગ માં કોઈ તફાવત નથી. અગ્નિને પૂજવાનું અને તેને બલિદાન આપવાનું એક વેદોક્ત કર્મ; વેદમાં કહેલા વિધિ પ્રમાણે વેદમંત્રથી અગ્નિમાં હોમ કરવાનું કર્મ; યાગ; મખ; મેઘ; ક્રતુ; ઇષ્ટ; હોમ. See –
http://www.gujaratilexicon.com/welcome/index.
પરંતુ વાસ્તવિક વ્યવહારની દ્રષ્ટિએ (Practically) યાગ 5 પ્રકારના છે. યાગમાં માત્ર અથર્વશીર્ષ ની જ આહુતિઓ હોય આમ તો પ્રત્યેક “યાગ” માં સવા લાખ આહુતિઓનો ક્રમ છે પરંતુ જેવી યજમાનની શક્તિ. અર્થાત, હજાર, દસહજાર, સવા લાખ …. એ પ્રમાણે. યજ્ઞમાં ઓછામાં ઓછી 108 આહુતિઓ હોય અને જ્યારે દસ હજાર અથવા વધુ આહુતિઓ હોય તો ફરજિયાત ખાત (ભૂમિ ખોદીને) કુંડ બનાવવો પડે. ત્રણ પાળી વાળો.. એનાથી ઓછી આહુતિ માટે “હવન” હોય. ઉદાહરણ તરીકે ગ્રહ શાંતિ હવન, જયેષ્ઠા શાંતિ હવન, ઇત્યાદિ … (પ્રધાન દેવને) 100 આહુતિઓ વાળો “હવન” કહેવાય. પ્રત્યેક હવન પ્રમાણે આહુતિઓ ઓછી વધતી હોય.
પ્રશ્ન-
ઘરમાં કે મંદિરમાં જો ધૂપ કરવો હોય તો શું તેમાં લોબાણ, રાળ ઇત્યાદિ મિશ્રિત કરી શકાય?
ઉત્તર-
નહિ કરવો જોઈએ. લોબાણ અને રાળ એ પ્રેતને આહવાન માટે દશાહ શ્રાદ્ધ પૂરતો જ ઉપયોગમાં લેવાય છે અન્યથા વર્જિત છે. લોબાણ ધૂપનો મુસ્લિમો વધુ ઉપયોગ કરતા હોય છે આપણા શાસ્ત્રોમાં ક્યાંય એનો ઉલ્લેખ જોવા મળતો નથી.
પ્રશ્ન-
અગ્નિના કયા અને કેટલા પ્રકાર છે?
ઉત્તર-
મુખ્યત્વે 3 પ્રકારના છે.
- પાવક – લૌકિક પ્રયોજનો માટે
- પવમાન – સર્વતોમુખી વિકાસ માટે
- શુચિ – સતયુગની સ્થાપના માટે
અન્ય પ્રયોજનાર્થે અગ્નિના કુલ 27 પ્રકાર છે.
|
અગ્નિના કુલ 27 પ્રકાર |
| 1 |
ગર્ભાધાન માટે ‘मारुत’ |
| 2 |
પુંસવન માટે ‘चन्द्रमा’ |
| 3 |
શુંગાકર્મ માટે ‘शोभन’ |
| 4 |
સીમન્ત માટે ‘मंगल’ |
| 5 |
જાતકર્મ માટે ‘प्रगल्भ’ |
| 6 |
નામકરણ માટે ‘पार्थिव’ |
| 7 |
અન્નપ્રાશન માટે ‘शुचि’ |
| 8 |
ચૂડાકર્મ માટે ‘सत्य’ |
| 9 |
વ્રતબંધ(ઉપનયન) માટે ‘समुद्भव’ |
| 10 |
ગોદાન માટે ‘सूर्य’ |
| 11 |
કેશાંત (સમાવર્તન) માટે ‘अग्नि’ |
| 12 |
વિસર્ગ(અર્થાતઅગ્નિહોત્રાદિક્રિયા) માટે वैश्वानर’ |
| 13 |
વિવાહ માટે ‘योजक’ |
| 14 |
ચતુર્થી માટે ‘शिखी’ |
| 15 |
ધૃતિ માટે ‘अग्नि’ |
| 16 |
પ્રાયશ્ચિત(અર્થાતપ્રાયશ્ચિત્તાત્મકમહાવ્યાહ્રતિહોમ) માટે ‘बिधु’ |
| 17 |
પાકયજ્ઞ(અર્થાતપાકાંગહોમ, વૃષોત્સર્ગ, ગૃહપ્રતિષ્ઠાવગેરે) માટે ‘साहस’ |
| 18 |
લક્ષહોમ માટે ‘वह्नि’ |
| 19 |
કોટીહોમ માટે ‘हुताशन’ |
| 20 |
પુર્ણાહુતી માટે ‘मृड’ |
| 21 |
શાંતિ માટે ‘वरद’ |
| 22 |
પૌષ્ટિક માટે ‘बलद’ |
| 23 |
આભિચારિક માટે ‘क्रोधाग्नि’ |
| 24 |
વશીકરણ માટે ‘शमन’ |
| 25 |
વરદાન માટે ‘अभिदूषक’ |
| 26 |
કોષ્ઠ માટે ‘जठर’ |
| 27 |
મૃત-ભક્ષણ માટે ‘क्रव्याद’ |
अग्नेस्तु मारुतो नाम गर्भाधाने विधीयते। पुँसवने चन्द्रनामा शंगणकर्मणि शोभनः॥
सीमन्ते मंगलो नाम प्रगल्भो जातकर्मणि। नाम्नि स्यात्पार्थिवो प्राशने च शुचिस्तथा॥
सत्यनामाथ चूडायाँ व्रतादेशे समुद्भवः। गोदाने सूर्यनामा च केशान्ते ह्यग्निरुच्यते॥
वैश्वानरो विसर्गे तु विवाहे योजकः स्मृतः। चतुर्थ्यान्तु शिखी नाम धृतिरग्निस्तथा परे॥
प्रायश्चिते विधुश्चैव पाकयज्ञे तु साहसः। लक्षहोमे तु वह्निःस्यात् कोटिहोमे हुताशनः॥
पूर्णाहुत्याँ मृडो नाम शान्तिके वरदस्तथा। पौष्टिके बलदश्चैव क्रोधाग्निश्चाभिचारके॥
वश्यर्थे शमनो नाम वरदानेऽभिदूषकः। कोष्ठे तु जठरो नाम क्र्रव्यादो मृत भक्षणे॥
[गोमिलपुत्रकृत संग्रह]
[http://literature.awgp.org/akhandjyoti/1982/May/v2.22, 25th Nov 2016, 7:30 AM]
વાસ્તુ અને નવચંડી
પ્રશ્ન-
નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી રહેવા પહેલા વાસ્તુ દોષ નિવારણ (વાસ્તુ પૂજન) કરવામાં આવે છે. તો શું તેની સાથે સાથે નવચંડી કરવી આવશ્યક છે?
ઉત્તર-
ના. એ આવશ્યક નથી. વાસ્તુ પૂજન એ દોષ નિવારણાર્થે હોય છે અને નવચંડી એ એક મંગલ કાર્ય છે. બંનેના ઉદ્દેશ્ય ભિન્ન ભિન્ન છે. અમુક જગ્યાએ એક સાધારણ પ્રથા જોવામાં આવે છે કે વાસ્તુ ની સાથે નવચંડી પણ કરે, પરંતુ જો યજમાનને વાસ્તુની સાથે સાથે નવચંડી કરવી હોય તો જ આમ કરાય અને તે પણ જો જજમાનની શક્તિ ના હોય તો જ. અલગ અલગ કરવામાં ખર્ચ વધી જાય. સાથે ખર્ચ ઓછો આવે.
એટલું જ નહી, અગ્નિ બંનેના અલગ હોવાથી વેદી અલગ રખાય, બની શકે તો વાસ્તુ ઘરમાં અને નવચંડી બહાર આંગણે. જો એક જ ઘરમાં હોય તો પણ સ્થાપનના ગણપતિ અલગ અલગ હોય.
અને આને “મંડપ વાસ્તુ” માનવાની ભૂલ ના કરવી, એ મંડપ વાસ્તુ પ્રત્યેક મંગલ કાર્યમાં થતું હોય છે, નવચંડી માં પણ. આ નવા ઘરમાં પ્રવેશ માટે વાસ્તુ દોષ નિવારણનું પુજનની વાત છે.
નવચંડીમા વાસ્તુ ફરજીયાત છે (કોઈ પણ કાર્ય જેમાં કુંડ મંડપ ભવન આવે તેનું વાસ્તુ ફરજીયાત કરવું જ પડે પછી કોઈ પણ પ્રયોગ હોય, નાનો કે મોટો). એકલું વાસ્તુ કર્યું હોય અને પછી નવચંડી કરવો, તો ફરી વાસ્તુ કરવું જ પડે.
પરંતુ વાસ્તુમાં નવચંડી ફરજીયાત નથી. એકલા વાસ્તુનું કોઈ જમતું નથી માટે નવચંડી લોકો કરાવે છે જેથી લોકો જમી શકે.
આ શાસ્ત્રોક્ત નથી પણ વ્યવહારોક્ત છે…. કરો છો એ નો વાંધો નહિ પણ સહજ સ્વીકારીએ કે હા આ વિધાન શાસ્ત્રોક્ત નથી પણ હવે યજમાન મા પ્રથા પ્રચલિત થઇ, તો કરીયે છીયે… ખરે ખર વાસ્તુ એકલા ઘરનાં લોકો જ કરતા જેમ કૈ શાસ્ત્ર મા અગિયારમા નું જમવાનું પણ ના કહી છે ..ત્યાં કોઈ ઇતર ને નિમંત્રણ નથી જ …
એટલું જ નહિ, કહે છે કે શાસ્ત્ર પ્રમાણે રવિવારે અને મંગળવારે “વાસ્તુ પૂજન” ન કરાય, પરંતુ આજના યુગમાં લોકોને રવિવારે જ સમય મળે છે માટે પ્રાયશ્ચિત રૂપે નવચંડી કરાય છે. એ વાત સાચી છે કે મંગળવારે ભૂમિ ખોદવી નહિ માટે સોમવારે કરવું, અલબત્ત વાસ્તુ માટે મહિનો, નક્ષત્ર અને ગ્રહ બળ જોવાનું હોય. જો રવિવારે અને મંગળવારે ગ્રહબળ હોય તો ચંદ્ર ની અનુકૂળતા જોઈ ને વાસ્તુ પૂજા કરી શકાય. તે છતાં “ધર્મ સિંધુ/તૃતીય પરિચ્છેદ/ભાગ 3/પૂર્વાર્ધ” જોશો અને પંચાંગ મા વાસ્તુ શાંતિ ના આપેલા મુહૂર્ત જોઇ લો 1મા પણ રવિ કે મંગલવાર આપ્યા નથી.
પ્રશ્ન-
સીમંતોનયન સંસ્કારમાં નવચંડી કેમ ન થાય?
સીમંતમાં સ્ત્રી ગર્ભવતી હોય છે અને મોટા અગ્નિ જોડે સ્ત્રીને લાવીએ તો ગર્ભપાત થાય. માટે જ વડવાઓ કહી ગયા કે ઊંધે મસ્તકે યજ્ઞમાં ન બેસાય (ગર્ભમાં બાળક ઊંધે મસ્તકે હોય છે).
પ્રશ્ન-
ઘણા સીમંતનું નથી જમતા, તો પછી આમંત્રિત લોકોને જમ્યા વગર કેવી રીતે પાછા મોકલાય?
ઉત્તર-
સીમંત વખતે ભલે નવચંડી ન કરો પરંતુ રાંદલ અને ગ્રહશાંતિ જેવા માંગલિક કર્મો કરીને જમાડી શકાય.
પ્રશ્ન-
શું બહેનો / સ્ત્રીઓ હવન કે યજ્ઞમાં આહુતિ આપી શકે?
ઉત્તર-
સ્ત્રી/શુદ્ર નાં સામાન્ય નિયમ ધર્મ સિંધુ/તૃતીય પરિચ્છેદ/ભાગ 3 /પૂર્વાર્ધ
પ્રશ્ન
યજ્ઞમાં આહુતિ માટે સહપત્ની ઘણા બેસે છે. વધુ માં વધુ દિવસ તો કહેવું સરળ છે, પરંતુ પત્નીના માસિક ધર્મ ને અનુલક્ષી રજોદર્શનના ઓછા માં ઓછા કેટલા દિવસ પશ્ચાત યજ્ઞમાં બેસી શકે?
ઉત્તર
સાત દિવસ હોય છે. સ્ત્રીઓ સાતમે દિવસે જ દર્શનાર્થે મંદિરોમાં પણ પ્રવેશ કરતી હોય છે. એના પહેલા નહિ.
