વાસ્તુ શાસ્ત્રના પ્રયોગો કરતા પહેલા ઘરની કે ઓફિસની સાચી દિશા સમજવી અત્યંત આવશ્યક છે. હોકા યંત્ર હોવા છતાં, વાસ્તુ શાસ્ત્રનું પુસ્તક હોવા છતાં ખોટી રીતે વાસ્તુ મુકાયાની પુરેપુરી સંભાવના રહેલ છે જો દિશાની સમજ ન કેળવી હોય. માટે સાચી દિશાઓ જાણવી અનિવાર્ય છે.
- ઉનાળામાં સૂર્યની પૂર્વ શિયાળાની પૂર્વ દિશા કરતા થોડી ખસેલી હોય છે. માટે વાસ્તુ જોવા માટે હંમેશા ચુંબકીય સોય (હોકાયંત્ર) જ વાપરવું.
- ઘરના અલગ અલગ ઓરડામાં અલગ અલગ દિશા અને ખૂણા બતાવશે. હોકાયંત્ર ઘરની સાચી વાસ્તુ દિશા જાણવા માટે સદા મધયમાં રાખીને જોવું.
- ઘરનો નકશો ચોરસને બદલે જો લંબચોરસ હોય તો પણ દિશાઓ જોવામાં કાળજી રાખવી પડે છે.