ઈશ્વર ભક્તિની આવશ્યકતા

“ઈશ્વર છે” ની નિશ્ચયાત્મક બુદ્ધિ બન્યા પશ્ચાત –

આ જગતની ઉત્પત્તિનું કારણ શોધવું જોઈએ
ઈશ્વરે શા માટે આ જગત બનાવ્યું?
જે પૂર્ણ રીતે પૂર્ણ છે એને કાઈ પણ કાર્ય નું પ્રયોજન શું?
સર્વ રીતે સર્વ બાજુ થી આ વિચાર અનેક વાર આપણા પૂર્વજ ઋષીઓ કરી ચુક્યા છે, અને એક જ તારણ પર આવ્યા છે, કે “કોઈ પ્રયોજન નથી”.
કારણ વિના કાર્ય થાય નહી માટે કાર્ય થયું જ નથી.
આમ આ જગતની ઉત્પત્તિ થઇ જ નથી !!!
તો પછી બીજો પ્રશ્ન એ થાય, કે જો જગત ઉદ્ભવ્યું નથી તો – “આ (જગત) છે એ શું છે”?
“માયા” છે.
માયાની સહુથી ઉત્તમ વ્યાખ્યાઓમાં ની એક આ છે –
“જે કળી ન શકાય એ જ માયા”
ઈશ્વરની આ માયા એટલી પ્રબળ છે કે એને સંપૂર્ણ રીતે જાણી જ ન શકાય.
અને ઈશ્વર જે કરે એને કર્મ ન કહેતા “લીલા” કહેવાય.
હવે સાવધાન થઇ વિચાર કરો.
આ છે એ (માયિક જગત) શું મિથ્યા નથી?
અને જે મિથ્યા નથી એ (ઈશ્વર / બ્રહ્મ ) સત્ય જ હોય.
હવે સતર્ક થઇ જાવ
અને પોતાને પ્રશ્ન કરો કે – “મિથ્યામાં માથું શા માટે મારવું?”
સમુદ્ર કિનારાની રેતી પર ગ્રંથો લખવાથી શો લાભ? લહેરો થોડી જ ક્ષણોમાં ભૂસી નાખશે.
અને માયાના ચક્કરમાં ફસાઈને સંત કબીરે કહેલા દોહા પ્રમાણે થાય
Image result for chalti chakki dekh kar
માયાની ચક્કી માંથી કોઈ બાકાત બચતું નથી અને સર્વે (જડ / ચેતન) પીસાઈ જાય છે. પરંતુ આ ચક્કીના કેન્દ્રમાં જે ખીલો છે એ ઈશ્વરની ફરતે આ માયા છે. ખીલાની નજીક ના દાણા આખા રહી જાય છે માટે ઈશ્વર સન્મુખ થવાથી અને એનું સામીપ્ય પ્રાપ્ત કરવાથી માયાના ચક્કરમાં થી બચી શકાય છે.
માટે ઈશ્વરને ભજવા જોઈએ, તેની ભક્તિ કરવી જોઈએ.
નવધા ભક્તિ :
1. શ્રવણ
2. કીર્તન
3. સ્મરણ
4. પાદસેવન
5. અર્ચના
6. વંદના
7. મિત્ર
8. દાસ્ય
9. આત્મનિવેદન

આવો આપણે યથા શક્તિ, યથા બુદ્ધિ, એન-કેન-પ્રકારેણ ઈશ્વરની ભક્તિ કરીએ અને એની સન્મુખ રહીએ જેથી એનું સામીપ્ય પ્રાપ્ત કરીએ, આમ માયાના આ અનંત અતિ-પ્રબળ ગુરુત્વાકર્ષણથી  મુક્ત થઈએ.


1 thoughts on “ઈશ્વર ભક્તિની આવશ્યકતા

  1. પરમ આદરણીય આચાર્ય શ્રી સાદર પ્રણામ દંડવત નમસ્કાર ચરણ સ્પર્શ ખુબ જ ઉપયોગી સનાતન સત્ય અને વેદોક્ત માહિતી આપો છો આપની દરેક કોલમ જાણવાલાયક હોય છે આપને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

    Like

Leave a comment