કર્મકાંડ પદ્ધતિઓ

સમસ્ત કર્મ-કાંડ પદ્ધતિઓ ધર્મ, અર્થ, કામના અને મોક્ષ માટે છે.

1. જીવની આત્મ શુદ્ધિ થઇ, જાણતા/અજાણતા થયેલ દોષો દૂર થઇ શરીર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય થાય.
2. દેવતાઓ કૃપા કરી સુખ,સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે

3. પિતૃઓ આશીર્વાદ આપી શ્રધ્ધા વાળી સંતતિ અપાવે તથા આપણી પ્રગતિમાં સહાયક થાય.


વ્રતોપવાસ, જપ, તપ, ધ્યાન, નિત્ય કર્મ અને સંધ્યા ઈત્યાદી સિવાયના કર્મકાંડ બ્રાહ્મણો (પુરોહિત) દ્વારા જ કરાવવા, કારણકે પ્રત્યેક પ્રાંતની રીત અને ત્યાંના પુસ્તકો અલગ અલગ હોય છે માટે પુરોહિત (ભૂદેવ) કહે તેમ કરવું
[અ]. જજમાન સ્વયં બ્રાહ્મણ હોય તો વેદોક્ત પધ્ધતિ

[બ]. અથવા નહીતો પુરાણોક્ત પધ્ધતિથી વિધિ કરવી.

વિવિધ શાંતિ પ્રયોગ (બધા શાંતિ પ્રયોગોઆવનાર મોટી આપત્તિને ટાળવા 

તથા પરીવારમાં લાગેલ શ્રાપ નિવારણ માટે હોય  છે). 

રજોદોષે શ્રી શાંતિ 

જેમ બાળક ના જન્મ નું અરિષ્ટ હોઇ છે .,,તેમ જ્યારે સ્ત્રી પ્રથમ વાર રજસ્વલા થાય અને જો તે અરીષ્ટ કાળ હોઇ તો …ધર્મસિંધુ ને આધારે પ્રથમ  શ્રી શાંતિ વિધાન કરી પાછી જ ગર્ભાધાન કરવું….જેથી શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત થાય

વાસ્તુ શાંતિ

નવું બાંધકામ કરેલા  મકાન માં જનાર યજમાન શ્રી એ આ શાંતિ કરાવવી જરૂરી છે. મકાન નિર્માણ વખતે જાણતા અજાણતા કેટલીએ જીવ હત્યા થઇ હોય અથવા જગ્યા પરત્વે શુભ અશુભ વાસનાઓ  પણ હોય આવા તમામ દોષ વાસ્તુ શાંતિ થી દૂર થાય છે. જેમાં વાસ્તુ દેવતા,ધ્રુવ,અઘોર,અને સર્પ દેવતા ની આહુતિ તેમજ દ્વાર શાખ નું પૂજન મુખ્ય છે.

ગોમુખ પ્રસવ શાંતી

ગાય ના મોઢા માં થી જન્મ કરાવવો.અશુભ ગણાતા 3 નક્ષત્ર ( આશ્લેષા,મૂળ,જ્યેષ્ઠા ) માં જાતક નો જન્મ હોય તો એનો જન્મ ફરી કરવાની વિધિ છે. જેમાં જાતક ના માતા પિતા એ આવિધિ કરાવવી જોઈએ જેથી જાતક ને 8 વર્ષ સુધી ના શારીરિક કષ્ટ માંથી રાહત મળે.

મૂલ નક્ષત્ર શાંતિ

જે જાતક નો જન્મ મૂળ નક્ષત્ર માં થયો હોય  તેના માટે જયારે ગોચર માં ચંદ્ર મૂળ નક્ષત્ર માં હોય ત્યારે આ  વિધિ થાય.આ વિધિ કરવાથી જાતક ને મુખ્યત્વે તાવ એમાં પણ શરદી થી થનારી વ્યાધિ માંથી રાહત મળે છે. જેમાં મૂળ ના અધિપતિ દેવતા સાથે પાંચ દેવ પૂજા કરી અભિષેક કરવામાં આવે છે.

જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ

જે જાતક નો જન્મ જ્યેષ્ઠા  નક્ષત્ર માં થયો હોય  તેના માટે જયારે ગોચર માં ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્ર માં હોય ત્યારે આ  વિધિ થાય.આ વિધિ કરવાથી જાતક ના માતા પિતા ને  મુખ્યત્વે આર્થિક સમસ્યા અને ગુપ્ત રોગો તેમજ હૃદય એટલે શ્વાસ ને  લગતી વ્યાધિ માંથી રાહત મળે છે. જેમાં જ્યેષ્ઠા નક્ષત્ર  ના અધિપતિ દેવતા સાથે પાંચ દેવ પૂજા કરી અભિષેક કરવામાં આવે છે.

આશ્લેષા  નક્ષત્ર શાંતિ

જે જાતક નો જન્મ આશ્લેષા  નક્ષત્ર માં થયો હોય  તેના માટે જયારે ગોચર માં ચંદ્ર આશ્લેષા નક્ષત્ર માં હોય ત્યારે આ  વિધિ થાય.આ વિધિ કરવાથી જાતક ને મુખ્યત્વે ચામડી ના ચેપ લાગવાથી થનારા એમાં પણ માનસિક થનારી વ્યાધિ માંથી રાહત મળે છે. જેમાં આશ્લેષા ના અધિપતિ દેવતા સાથે પાંચ દેવ પૂજા કરી અભિષેક કરવામાં આવે છે.

વૈધ્રુતી શાંતિ  વ્યતિપાત શાંતિ  ત્રિકપ્રસવ શાંતિ  કૃષ્ણચતુર્દશી શાંતિ  દર્શ અમાષ શાંતિ

આ પ્રયોગ મુખ્યત્વે અમાષે જન્મેલા જાતકો માટે છે. આએક એવો ઘોષ છે. જે માણસ ને જીવન પરીયંત હેરાન કરે છે.જયારે પણ અમાશ આવે ત્યારે શિવ પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. અમાશ સૂર્ય + ચંદ્ર ના સઁયોગ થી થાય છે. જેથી આ પૂજા માં સૂર્ય +ચંદ્ર ની પૂજા અને આહુતિ અપાય છે. તેમજ અન્ય સામાન્ય પ્રયોગો જેમાં દાન નું મહત્વ ઘણું છે. વૈધ્રુતી શાંતિ, વ્યતિપાત શાંતિ  ત્રિકપ્રસવ શાંતિ, કૃષ્ણચતુર્દશી શાંતિ , દર્શ શાંતિ સુધીના કર્મને  જનન સૂચિત અરીષ્ટ યોગો કહયા છે…શાં માંટે કરવા એનું સંક્ષિપ્ત વિવરણ…. શાસ્ત્ર માં…સ્ત્રી સમાગમ ના ત્યાજ્ય દિવસો કહ્યા છે.. જેમ કે..,ઋતુ દર્શન થકી 4 દિવસ ,4,6,8,9,11,14,પૂનમ,અમાસ,તિથિ ગડાંત, લગ્ન ગડાંત,માતૃપિતૃ નિધન દિવસ(શ્રાદ્ધ દિવસ),જન્મ નક્ષત્ર,જન્મ તિથિ,જન્મ વાર, મુળ, અશ્વિની,રેવતી,ભરણી, મઘા….,,,નક્ષત્ર સંધિ, વૈઘૃતિ,વ્યતિપાત, ગ્રહણનાં દિવસો,ત્રીકાળ સંધિ,વ્રતના,યજ્ઞના,ઉપાસના નાં દિવસે,નવરાત્રિ,શ્રાધિયા ના દિવસે…આવા અયોગ્ય દિવસે કરેલા ગાર્ભાધાનના ફ્ળ સ્વરુપ અનિષ્ટ કાળે બાળક નો જન્મ થાય છે….       ગરૂડ પુરાણના આધારે જે મહાપાતકિ જીવ નર્ક થકી પાપો ભોગવી,,,બાકીના નૈમિત્તિક …જેમ કે.,, (દેવ,પિતૃ,મનુષ્ય,પ્રાણી,પ્રકૃતિઋણ જન્ય) શેષ પાપ/પ્રાયશ્ચિત ભોગવવા ,,એનો જન્મ આગળ જણાવ્યા અનુસાર અરિષ્ટ યોગમાં,,માતાપિતા દ્રારા અસંસ્કૃત દિવસોએ કરેલા ગાર્ભાધાન થકી થાય છે… અને ,,માતા પીતા તથા બાળક ત્રણે જણાને કષ્ટ કારક છે..,,એના આર્થિક,શારિરીક,માનસિક, દૈવિક,પ્રાકૃતિક, ભૌતિક,આઘ્યાત્મિક વગેરે…કષ્ટો ત્રણે જણાએ ભોગવવા જ પડે છે એમા કોઈ સંદેહ નથિ…. માંટે ,,એવા સમયે  બાળકના જન્મથી 11 મે દિવસે પ્રથમ કાંસાની થાળીમાં ઘી ભરી એમા બાળકના મુખની છાયા જોયા બાદ પિતાએ બાળકનું પ્રથમ વાર મુખ જોવું…,,ત્યાર બાદ રિષ્ટ યોગમાં પ્રસવનાર બાળકનું ગૌમૂખ પ્રસવ શાંતિ કર્મ કરવું અને ત્યાર બાદ કૌસ્તુભ ગ્રંથોમાં જે વિધાન કહયા છે તે યોગ્ય સમયે કરવા અને પ્રાયશ્ચિત માથી મુકત થવું…તે માતાપિતા ની પ્રથમ ફરજમાં આવે છે..

મઘા શાંતિ

જેનો જન્મ મઘા નક્ષત્રમાં થયો હોય તેને કરાવવી પડે છે.12 राशीमां 27 नक्षत्रनो समावेस थाय छे तेमां 120 अंशे राशी अने नक्षत्र बन्ने एवा स्थाने पहोचे छे ज्या राशी अने नक्षत्र संधी स्थाने पहोचे छे माटे अश्वीनी मघा मुल आश्लेषा ज्येष्ठा रेवती नक्षत्रने गंडमुल नक्षत्र कहेवाय छे  आपडे जाणीए छे संध्या समये आसुरी शक्ति बलवान होय छे माटे आ समये जन्मेला बालमां आसुरी वृत्ति वधारे होय छे जेनाथी सामाज अने परीवारने नुकसान न थाय ते माटे आ नक्षत्रशांती कराववी समाजनी जवाबदारी छे

પદ્ધતિઓ 


ShubhKarmaStartshubhkarmaend


વિવિધ ઉપચાર વિધિ
પૂજા ઉપચાર આવશ્યક સાહિત્યના અભાવમાં જળ, પુષ્પ અને અક્ષત દ્વારા પણ માનસિક પૂજા કરી શકાય છે કારણકે સર્વ કર્મ મુખ્ય ભાવના છે.
PujanUpacharVidhi

PanchaBhuSamskaarProc


YagnaProcedurePhaseWise
અહીં “પ્રારંભ” ના પહેલાની અને “સમાપ્ત” ની પછી ની પદ્ધતિ દર્શાવી નથી. કારણકે કોઈ પણ કર્મ હોય, જો યજ્ઞ આવતો હોય તો આ પદ્ધતિ એમાં લાગુ કરી શકાય.

PratahNityaKarma

પ્રાત: સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયં સંધ્યા

TrikaalSandhyaa

સંધ્યા (ત્રિકાળ સંધ્યા) સામગ્રી 


sandhyaatools


નૂતન યજ્ઞોપવીત મહાત્મ્ય
1. જેમ સૂત્રધારનાં માર્ગદર્શન થી તેના અનુયાયીઓ દિશા મેળવે છે તેમ જનોઈનું સૂત્ર પળે પળે બ્રાહ્મણનું માર્ગદર્શન કરી બ્રહ્મ તરફ લઇ જાય છે.
2. દર વર્ષે શાસ્ત્રોક્ત વિધિસર નૂતન યજ્ઞોપવીત ધારણ કરવાથી પિતા અને પ્રપિતાઓ, સંતાનોને જનોઈ આપવાના પોતાના પ્રયત્નો નિષ્ફળ નથી ગયા એ જોઈ પ્રસન્ન થાય છે.
3. આખા વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે જે દોષો થયા હોય તે દૂર કરવા માટેની ભાવના કરવામાં આવે છે, તેના પશ્ચાતાપ રૂપે આ પૂજન કરવામાં આવે છે.
4. સંસ્કારથી વિકાર જાય અને શરીર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે.
5. બ્રાહ્મણોનો તહેવાર છે.
NewYagnoPavitSOP
નૂતન યજ્ઞોપવીત વિધિ માટેનું સાહિત્ય
પૂજાપો (અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, હળદર, જવ, તલ, નારાછડી, સોપારી)
પંચોપચાર (ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય)
ધૂપ માટે અગરબત્તી
દીપ માટે ઘી, રૂ ની દીવેટો, દીવીઓ
પ્રગટાવવા માટે માચીસ
નૈવેદ્ય માં 500 ગ્રામ માવાની મીઠાઈના 2 બોક્સ, ફળ અને પંચામૃત
.
હવે જનોઈ બદલવા 5 બ્રાહ્મણ બોલાવો કે 500,  પ્રત્યેક બ્રાહ્મણ દીઠ 1 પંચ પાત્ર અને ઓછામાં ઓછી 3 જનોઈ (વધુ માં વધુ ગમે તેટલી) લાવવી
પંચ પાત્ર એટલે તરભાણી, પવાલું, આચમની, લોટો અને કળશ
3 જનોઈ માં થી એક જનોઈ સ્વયં બ્રાહ્મણ માટે, 1 ગણપતિને અને 1 વિષ્ણુ માટે
.
1 x શ્રીફળ
7 x  આસન
5 x  બાજોટ અથવા પાટલા
5 x  થાળીઓ
5 x  ડીશો
11 x  વાટકીઓ
7 x  ચમચીઓ
2 x  તપેલા
1 x  બાલદી (નકામું પાણી કાઢવા માટે)
1 x  જગ (ઘણું પાણી રેડવા / ભરવા)
1 x  તાંબાનો લોટો

Devi – Devta Pujan – Standard Operating Procedure (SOP)

દેવી – દેવતા પૂજન સર્વમાન્ય અને સામાન્ય પદ્ધતિ

DeviDevtaPujan_1_of_4DeviDevtaPujan_2_of_4DeviDevtaPujan_3_of_4DeviDevtaPujan_4_of_4DeviDevtaPujan_KshamapanDeviDevtaPujan_Purnahooti

 


રુદ્રાક્ષ માળા ધારણ

વર્ણાશ્રમ વિશેષ રંગના રુદ્રાક્ષથી વિશેષ  વર્ણને  વિશેષ લાભ થાય 
બ્રાહ્મણ શ્વેત વર્ણની રુદ્રાક્ષ
ક્ષત્રિય રક્ત વર્ણની રુદ્રાક્ષ
વૈશ્ય પિત વર્ણની રુદ્રાક્ષ
શુદ્ર કૃષ્ણ વર્ણની રુદ્રાક્ષ
RudrakshDharan

MarriageRitual


KagvasSOP

ChataShraadhdha


નવ ગ્રહ શાંતિ

ગ્રહણ દોષ એ કુંડળી માં રાહુ અથવા કેતુ સૂર્ય અથવા ચંદ્ર સાથે હોય ત્યારે બને. જો સૂર્ય અને રાહુ સાથે હોય તો “ગ્રહણ યોગ” થાય જેની વિધિ માં સૂર્ય+રાહુ ની પૂજા અને આહુતિ નો ક્રમ છે.હવે એનો અર્થ એ થયો કે જાતક પૂર્વ જન્મ માં પિતા,રાજ્ય,મોટાભાઈ,દેશ,સરકારી કર્મચારી,વગેરે નો અપમાન અથવા અવિવેકી વર્તન હોય જેથી આદોષ બને. તેમજ જો જાતક ના પિતા પોતાના પિતા સાથે અથવા રાજ્ય સાથે અથવા સમાજ સાથે વિખવાદ ચાલતો હોય તો તે બાબત નો શ્રાપ લાગી આ દોષ બને.

NavGrahShanti


કાળસર્પ જનન શાંતિ

કાલ સર્પ  યોગ ઘણી રીતે થાય છે.જેમાં મુખ્ય નવ નાગ ની પૂજા નો ઉલ્લેખ છે.તેમજ રાહુ+કેતુ+યમ +કાળપુરુષ. એમ પૂજા કરાય છે.જેના કારણ સ્વરૂપ માણસ જયારે અનુરૂપ દશા ન હોય ત્યારે જીવન માં સમય બંધાયેલો હોય તેમ લાગે છે.રાહુ કેતુ જે ભાવ થી કાલસર્પ પ્રારંભ કર્યો હોય જાતક ના તે વર્ષ થી આ શ્રાપ ભોગવ વો પડે છે.જેમાં ખાશ કરીને માણસ કાલ્પનિક વિચારો કરવા નું સારું કરે છે. અને દંડ નો પાત્ર બને છે. કાળ એટલે સમય સમય ખરાબ ચાલે એટલે પ્રથમ માણસ વિવેક ભૂલી જાય.જેથી બુદ્ધિ અને પછી જીવન બગડે. માટે આદોષ માં થોડી ધીરજ અને વડીલોની સલાહ સૂચન અચૂક પરિણામ આપે છે. પરિવારમાં કોઈ વ્યક્તિએ નાગને મારી નાખ્યો હોય અને  લાગ્યો હોય તેમણે કાલસર્પ શાંતિ કરાવવી પડે. જો તેમ ના કરે તો તેના પરિવારમાં શ્રાપ વારસામાં આવે અને બાળકોનો કાલસર્પ અથવા નાગદોષમાં જન્મ થાય.

આજથી લગભગ 158 વર્ષ પહેલા નહેરુ પરિવારમાં સૌ પ્રથમ આ વિધિ, કપડગંજ વાળા શ્રી સોમેશ્વર દ્વારિકાદાસ જોષી દ્વારા કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ તેમના પુસ્તક “જ્યોતિષ કલ્પતરુ” માં છે. અને ત્યારથી આ “કાલસર્પ” ની વિધિ પ્રચલિત થઇ. એ પહેલા લોકો “નાગ દોષ”ની વિધિ કરાવતા.

ખરેખર “કાલ” અને “સર્પ” રાહુ ના આધિ-પ્રત્યાધિ દેવ છે….જેનો વિધિમાં ક્યાંય  ઉલ્લેખ જ નથી…કાલ સર્પ નામ નો દોષ ઉત્તર કાલામૃત.,,ભૃગુસંહિતા નારદસંહિતા ,,પરાશરસંહિતા કે રાવણ સંહિતા (કાલી કિતાબ)…વગેરેકોઈ પણ જ્યોતિષ શાસ્ત્રમા નથી.. कालसर्प जैन ज्योतिषमां आप्यु छे “वराहमीहीर रचना सारावली , कल्याण , जातक नभ संयोग, वेरना वमलमा” जेवा जैन पुस्तकोमां कालसर्पनो ऊल्लेख छे कालसर्पमां मोटाभागे जैनोना आद्य तीर्थंकरोनी पूजा छे. તો આનો અર્થ એવો થયો કે કાળ સર્પ જનન શાંતિ હિન્દૂ સાહિત્યમાં નથી. જૈનમાં થી આવેલી પ્રથા છે. परंतु नागबली आपणा त्या छे जे ऊत्तरक्रीयानी पंचबलीनी पुजामां आवेछे माटे नागबली वीधान छे पण कालसार्प पूजा जैन संशोधन छे

KaalSarpaJananShanti


NagPanchamiPuja


HoliPujan


MantraSadhana


Ganeshyaag


purushSuktaYagnaVidhi


Satyanarayan


tarpan


SaptaShatiPath

 


NavChandi

1) નવચંડી = દુર્ગા સપ્ત શતીના 10 પાઠ વાંચવા + 1 પાઠ ની આહુતિ (દશાંશ).
2) શતચંડી = 100 પાઠ વાંચવા + 10 પાઠની આહુતિ.
3) સહસ્રચંડી = 1000 પાઠ વાંચવા + 100 પાઠની આહુતિ.
4) લક્ષચંડી = 1,00,000 પાઠ વાંચવા + 10,000 પાઠની આહુતિ.
આ 1 દિવસથી 1 મહિના સુધીના પ્રયોગો છે.


વિધિ અને વિધાન માટે વિદ્વાનો રચિત અનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે, ઉદાહરણ તરીકે

1  नित्यकर्म-पूजाप्रकाश
[लालबिहारि मिश्र – गिताप्रेस, गोरखपुर]
2  अन्त्यकर्म – श्राध्दः प्रकाश
[श्री जोषणरामजी, श्री लालबिहारिजि मिश्र,  श्री रामकृष्णजी शास्त्री – गिताप्रेस, गोरखपुर]
3  नित्य कर्म प्रयोग (प्रार्थना, नित्य होम)
[इष्टकृपा ज्योतिष कम्प्यूटर्स, अहमदाबाद)
4  શ્રી સત્ય નારાયણની કથા
[શ્રી જીતેન્દ્ર જટાશંકર ઠાકર, ગાયત્રી પબ્લીકેશન]
5  पञ्चदेवता पूजा पध्धति
[डॉ रामकुमार तिवारी – रणधीर प्रकाशन, हरिद्वार]
6  सन्ध्योपासनविधि, तर्पण एवं बलिवैश्वदेवविधि
[विद्याधर शर्मा गौड़, मदनमोहन शास्त्री, रामनारायणदत्त शास्त्री – गीताप्रेस, गोरखपुर]
7  સંધ્યા પદ્ધતિ
[વૈદ્ય કન્હૈયાલાલ ભેડા, જનાર્દન ના. પ્રભાસ્કર – સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય]
8  बृहद् ब्रह्मनित्यकर्म समुञ्चय्
[शास्त्री यज्ञदत्त दुर्गाशङ्कर शर्मा – बाळुकेशवर संस्कृत पाठशाला]
9  संस्कारप्रकाश (षोडश संस्कारोका माहात्म्य और प्रयोग-विधि)
[गिताप्रेस, गोरखपुर]
10  कर्मकाण्ड भास्कर
[देवनारायण पाठक – प्रकाश पब्लिकेशन]
11  નિત્યકર્મ – પૂજા પ્રવેશ
[શ્રી રમાશંકર જોષી, સાહિત્ય સંકુલ પ્રકાશક]
12  और्ध्वदैहिक कर्मपध्धति
[शास्त्री अमृतलाल त्रिकमजि आचार्य]
13  नित्यकर्म पूजा प्रकाश
[પ્રશાંત જે વ્યાસ, ભરત એ. ઠાકર, ચંદ્રકાન્ત અમૃતરાવ પાઠક]
14 કર્મ કાંડ વિધાન
[સસ્તું પુસ્તક ભંડાર, સંપાદક – શ્રી હરીશભાઈ વરન]
15 બૃહદ નિત્ય કર્મ પ્રકાશ
[મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે બૂક્સ પ્રા. લી., લેખક – રમાશંકર મુકતાશંકર જોષી (શર્મા)]
16 शांतिरत्नम
[स्व. मुकुंदचंद्र शांतिलाल ठाकर, मुद्रा प्रकाशन]
17 नित्य कर्म प्रयोग
[गीताप्रेस, गोरखपुर]
18 विष्णु याग रहस्यम
[पंडित अशोक कुमार गौड़ शास्त्री, चौखम्बा सुरभारती प्रकाशन, वाराणसी]
19 जीवच्छ्राद्ध पद्धति  (महात्म्य एवं प्रयोगविधि सहित)
[गीताप्रेस, गोरखपुर]
20 जीवनचर्या विज्ञान (गृहस्थ जीवनमे रहनेकी कला)
[गीताप्रेस, गोरखपुर]
21 गयाश्राद्ध पद्धति (माहात्म्य तथा गयायात्रा विधान सहित)
[गीताप्रेस, गोरखपुर]


https://vedpuran.net/download-all-ved-and-puran-pdf-hindi-free/
If you want downloadable PDF Sanskrit documents then below are the links online.

http://www.hinduonline.co/DigitalLibrary.html

http://www.sanskritdocuments.org/


હે બ્રાહ્મણ દેવતા, ઉઠો ! અને દૈવત્વની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી આ જગત પર ઉપકાર કરો.


StartupIndia


 

56 thoughts on “કર્મકાંડ પદ્ધતિઓ

    • યજ્ઞ અને યાગ માં કોઈ તફાવત નથી. અગ્નિને પૂજવાનું અને તેને બલિદાન આપવાનું એક વેદોક્ત કર્મ; વેદમાં કહેલા વિધિ પ્રમાણે વેદમંત્રથી અગ્નિમાં હોમ કરવાનું કર્મ; યાગ; મખ; મેઘ; ક્રતુ; ઇષ્ટ; હોમ. See – http://www.gujaratilexicon.com/welcome/index.

      Like

    • યાગ 5 પ્રકારના છે.
      યાગમાં માત્ર અથર્વશીર્ષ ની જ આહુતિઓ હોય
      આમ તો પ્રત્યેક “યાગ“ માં સવા લાખ આહુતિઓનો ક્રમ છે પરંતુ જેવી યજમાનની શક્તિ. અર્થાત, હજાર, દસહજાર, સવા લાખ …. એ પ્રમાણે.
      યજ્ઞમાં ઓછામાં ઓછી 108 આહુતિઓ હોય અને જ્યારે દસ હજાર અથવા વધુ આહુતિઓ હોય તો ફરજિયાત ખાત (ભૂમિ ખોદીને) કુંડ બનાવવો પડે. ત્રણ પાળી વાળો..
      એનાથી ઓછી આહુતિ માટે “હવન“ હોય. ઉદાહરણ તરીકે ગ્રહ શાંતિ હવન, જયેષ્ઠા શાંતિ હવન, ઇત્યાદિ … (પ્રધાન દેવને) 100 આહુતિઓ વાળો “હવન“ કહેવાય. પ્રત્યેક હવન પ્રમાણે આહુતિઓ ઓછી વધતી હોય.

      Like

  1. कर्मकांड…. ऐ आपणां र्ऋषिमुनियो ऐ मानवजाति ने अपेक्षाओं आपेल सर्वोत्तम् अने सर्व घर्म अने सर्व ज्ञाति मान्य भेंट छे…….. आपणे बधा तेओना ऋणी छीये अने सदाकाल रहीशुं…….. तेमां शंकाने कोई स्थान नथी
    परंतु गतानुं गतिक चाहता रहेला *कर्मकांड मां आमूल परिवर्तन* लाववुं अतिआवश्यक छे….
    ऋषियों ऐ जे *PURE कर्मकांड* नी भेंट आपेली ते *युग* थी आज सुधीमां साहजीक घणो काट लागेलो होय घुड चडी गई हशे……. तेथी तेनुं आमूल परिवर्तन… जीर्णोद्धार करवानुं काम हवे नी पीढीये करवुं ज रह्युं……. आपणे मारु मंतव्य छे

    Like

  2. અત્યારે ઢોંગી લોકોના સમાજમાં વર્ચસ્વવાળી માનસિકતાએ ખૂબ ભરડો લીધો છે.એવામાં આવી માહિતી મૂકવાથી લોકોમાં જાગ્રુતતા વધશે જે ખૂબ સરાહનીય છે.

    Like

  3. બહુજ સરળ અને સરસ જાણકારી આપી છે,તે બદલ મારા લાખ લાખ વન્દન
    આચાર્યજી હું દૈનિક તર્પણ કરવા માગું છું પણ તેમાં એક ઉલ્લેખ છે કે ,મનુષ્ય તર્પણ,દ્વિતિય ગોત્ર તર્પણ જેમના માતા,પિતા જીવિત હોય તે ન કરી શકે, તો તેને બાદ કરતાં બાકી ની બધી તર્પણ વિધિ કરી શકાય, ને કેમ કરવું કૃપયા માર્ગ દર્શન કરવા વિનંતી “જય શ્રી કૃષ્ણ”

    Like

  4. . એક સુંદર રચના કરવામાં આવી છે ત્યારે આ માહિતી મુજબ ખૂબ જરૂરી બની રહેશે આજના યુગમાં તથા આવનારા યુગમાં આ ઊપયોગી સાબિત થશે —- આભાર

    Like

  5. 🍀👌 આપણા પૂ.વંદનીય ઋષિમુનિયો બુદ્ધપુરુષો એ જગતને અદભૂત જ્ઞાનમય ગ્રંથો , શાસ્ત્રો, પુરાણો આપેલા છે. .જેમના ઋણ માંથી આપણે કયારેય મુક્ત ન થઈ શકીએ. .આપના દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ટકાવી જાળવી રાખવી બધાને લાભ મળી શકે એ માટેનો ખૂબ સુંદર પ્રયત્ન. ..ખૂબ ખૂબ આભાર. .ખૂબ શુભેચ્છાઓ

    Like

  6. ખુબ સરસ આપની બ્રહ્મ બંધુઓને માગૅદર્શન આપવાની ઉચ્ચતમ ભાવના આપની શ્રેષ્ઠતા પ્રદર્શન કરે છે
    આ સમયમાં ભૂદેવોને કર્મકાંડ તથા પૂજાવિધીમાં આપના જેવા જ્ઞાનીપંડતોના માર્ગદર્શન ની જરૂર છે
    તથા યોગ્ય પ્રયાસો દ્વારા બ્રાહ્મણત્વને જાગૃત કરવુ
    તથા તેનુ મહત્વ ખૂદ બ્રાહ્મણોને સમજાવવું જરૂરી છે
    નહિ તો એ સમય દૂર નથી કે જ્યારે બ્રાહ્મણોનો દિકરી
    સવાલ કરશે કે બ્રાહ્મણ એટલે શું?
    મહાદેવ હર

    Like

  7. ખૂબ ખૂબ આભાર આપનો મારે આવીજ માહિતી ની જરૂર હતી તમારા આ પેજ માં મને સરળતા થી મલિ ગઈ.
    કૃપા કરીને તમારા મોબાઇલ નંબર આપવા વિનંતી.
    મારે વધુ માહિતી ની જરૂર છે. જો જાહેર માં નંબર na આપી સકો આપ તો મારા નંબર માં મને આપજો.
    9601388588

    Like

  8. અત્રે આપેલ માહિતી અત્યંત ઉપયોગી થયેલ છે. કર્મકાંડ કરતી વખતે ખુબ સરળ પડેલ છે. આવી માહિતી અહીં જ જાણવા મળેલ છે. હું શોર્ટ કટ માહિતી સાથે રાખી કર્મકાંડ કરવાથી સમય ની અને વિધિસર વિધાન થી પૂજા પુરી થાય છે. આપનો ખુબ આભારી છું. Usa માં હું ઉપયોગ કરું છું.
    Books reference જરૂર છે.

    Like

Leave a comment